મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ

~ સમજુ લોકો તો વર્ષો પહેલા બનાવી રાખે છે પણ હું હવે જાગ્યો છું! ખબર જ નહોતી યાર કે આવું ઇચ્છા અને મહેચ્છાનું લિસ્ટ પણ બનાવી રખાય… કામ આવે!

~ જો કે મેં કામ આવે તેમ સમજીને નહી, માત્ર શોખ ખાતર લિસ્ટ બનાવવાનુ નક્કી કર્યું છે. કમસેકમ મને તો ખબર પડે કે મારી ઇચ્છાઓ કેટલી.. (અને તપસ્યાઓ કેટલી….તપસ્યાને ના ઓળખી ? અરે ભાઇ પેલી “ઉતરન” વાળી1… હમમમ હવે ઓળખ્યા ને!)

# હા, તો શરુ કરું છું…

(નંબર આપવામાં કન્ફ્યુઝન થતુ’તુ કે કોને કયો નંબર આપવો, એટલે એમ જ રહેવા દીધુ છે)

✅ મારા ધંધાને લાખોના ટર્નઓવરની જગ્યાએ કરોડોના ટર્નઓવરમાં લઇ જવો છે. (આ જમાનામાં લાખોમાં દહાડા ના વળે)


✅ અમદાવાદમાં મારા બિઝનેસની બે-ત્રણ બ્રાન્ચ ખોલવી છે.

  1. અપડેટ: 130526 : આ ઇચ્છા હવે બદલાઇ ગઇ છે. ✅
  2. અપડેટ: 170909 : કેન્સલ કરેલી આ ઇચ્છા ફરી મનમાં આવી છે. ✅
  3. અપડેટ: 181015 : ફરી વિચાર બદલાઇ ગયો છે. બ્રાંચનો પ્રોગ્રામ કેન્સલ. 🙂 ✅

✅ આઇફોન-૪G મોબાઇલ લેવો છે. (અત્યારે તો બહુ મોંધો છે ભાઇ…)

  1. અપડેટઃ 140901-1725 : iPhone6 ખરીદવામાં આવ્યો! ✅
  2. અપડેટઃ 161011-1922 : આઇફોન-7 પ્લસ લેવો છે. અત્યારે આઇફોન-6 નો ઉપ્યોગ કરી રહ્યો છું. ✅
  3. અપડેટઃ 170100-2315 : આઇફોન-7 પ્લસ 128GB ✅
  4. અપડેટઃ 191100-0000 : આઇફોન-XS MAX ✅

✅ કર્ણાવતી ક્લબની મેમ્બરશીપ લેવી છે. (દર વર્ષે કિંમત વધારતા જાય છે આ લોકો તો!)

  • અપડેટઃ 140100 : બે અન્ય ક્લબની મેમ્બરશીપ લીધા પછી હવે લાગે છે કે કર્ણાવતી ક્લબની મને જરુર નથી. ✅

181021 : બે-બે ક્લબમાં મેમ્બરશીપ લીધા પછી જ્ઞાન થયું છે કે આ નક્કામી વસ્તુ છે. અનુભવીની સલાહ છે કે જો તમારી એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય અને તમને ઘણાં નડતા હોય તો જ આ કામ કરવું. (સ્ટેટસ-બેટસ બધી કાલ્પનિક વાતો છે. ભરમાવું નહી.)


❌ ફરી એક વાર નાના થઇને મારી સોસાયટીના મેદાનમાં ચડ્ડી પહેરીને લખોટીઓ રમવી છે. (આ હવે શક્ય નથી)


❌ મારી જુની સાઇકલને રીપેર કરાવી ને મારા ઘરથી સ્કુલ સુધી જવું છે.


❌ આ બ્લોગને મારી જીંદગીનો એક ભાગ બનાવવો છે. (આખરે હું મારા ભુતકાળની વાતોને કયાંક તો જોઇ શકું.)


❌ બચપનના મિત્રો સાથે બેસીને ઘણાં ગપ્પા મારવા છે. (તે માટે આખુ ગાર્ડન ભાડે રાખવા તૈયાર છું; પણ હવે કોઇ એકસાથે એકસમયે ભેગા થાય એમ નથી.)


❌ સ્કુલની એ સૌથી સુંદર છોકરીને એકવાર રૂબરૂ જોવી છે. (તેને જોવા સિવાય બીજી કોઇ આશા નથી.)


❌ મારી સ્કુલના એ કલાસરૂમ માં એક વાર ફરી જવું છે. અને જે બેંચ ઉપર મે મારુ નામ કોતરીને લખ્યું હતુ તેને એકવાર જોવુ છે.


❌ મારા આખા કુટુંબને દરવર્ષે એકવાર ભેગા કરીને મારા ખર્ચે પિકનીક કરવી છે.


✅ જે બચપન મે ખોયું છે તે મારા બાળકો ભરપુર માણે તેવી વ્યવસ્થા કરવી છે. (જો કે અત્યારે મારા કોઇ બાળકો નથી.)

  1. અપડેટ: 120812-0855 : વ્રજનો જન્મ
  2. અપડેટ: 170416-0120 : નાયરાનો જન્મ

190515 : ‘અમે બે અને અમારા બે’ થયા પછી પરિવાર વિસ્તરણનો કાર્યક્રમ આગળ ન વધારવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયેલ છે. બંને બાળકો મસ્તીખોર અને ખુશમિજાજ છે. આજકાલ તેમનામાં હું મારું ખોવાયેલું બાળપણ માણી રહ્યો છું. ✅


❌ હું જેનો ખાસ મિત્ર છું તે મારા પણ ખાસ મિત્ર બને તેવી ઇચ્છા છે. (એકલા નથી જીવવું ભાઇ, સુખના ભાગીદાર તો ઘણાં છે પણ દુઃખના ભાગીદારને શોધવો છે.)


❌ મારુ બચપન શોધવું છે. ક્યાં વીતી ગયું ખબર નથી મળતી. (કોઇ ફોટો, વિડીયો કે પછી જે કંઇ પણ મળે…. બધુ ચાલશે, મને માત્ર યાદગીરીઓ જોવી છે મારા એ સમયની.)


❌ મારા નાના ભાઇ સાથેના ખરાબ વ્યવહાર બદલ દિલથી માફી માંગવી છે. (પણ.. હવે એ આ દુનિયામાં નથી.)


❌ એકવાર એકાંતમાં મોટેથી જોર-જોરથી રડવું છે. (દિલમાં ઘણાં ઝખ્મો દબાયેલા રહી ગયા છે જેને બહાર કાઢવા છે.)


✅ પરિવાર અને ધંધા માટે જે નાના-નાના શોખ કુરબાન કરી દીધા હતા તે બધાને ફરી જગાડવા છે.


❌ અટીરા પાસે જુની ચોપડીઓ વાળા પાસેથી ‘સફારી’ની જુની નકલો લઇને ત્યાં જ બેસીને ફરી વાંચવી છે.


❌ દેશમાંથી અંધશ્રધ્ધા મીટાવવી છે. (સાધુ – ગુરુ – પાદરી – મુલ્લાઓ વગેરેના ચમત્કાર મારા મતે અંધશ્રધ્ધાના બીજ છે.)

અપડેટઃ 181215 : આખી દુનિયામાં ચમત્કારને જ નમન થાય છે. લોકોને એકમાંથી છોડાવો તો બીજું પકડી લે છે. લગભગ અંધશ્રધ્ધા દુર કરવી અશક્ય છે. સ્વીકારી લીધું બસ. 🙏


❌ ભારતમાંથી અનામતપ્રથા દુર કરવી છે અને દરેક માટે સમાન સિવિલ કોડ લાવવા મજબુત પ્રયત્નો કરવા છે. (કોઇ સાથ આપવા ઇચ્છે તો આવકાર્ય છે.) 


❌ એરફોર્સમાં જોડાઇને દુશ્મન સામે યુધ્ધમાં ઉતરવુ છે. (હવે તો આ કોઇ કાળે શકય નથી લાગતું.)


❌ અંતરિક્ષમાં જઇને મારા દેશ-દુનિયાને જોવા છે. (આધુનિક વિજ્ઞાનની કૃપાથી અંતરિક્ષમાં જવાની આ ઇચ્છા પુરી કરવી હવે શક્ય પણ છે!)


# ઉપરની ઇચ્છાઓ શરૂઆતમાં નોંધવામાં આવેલ હતી. પણ એમાં એવું છે કે મને સમયાંતરે નવી ઇચ્છાઓ થતી જ રહેતી હોય છે. મરકટ મનની ઇચ્છાઓ અપરંપાર હોય છે.

વર્ષ 2016 પછીની નવી જન્મેલી ઇચ્છાઓ હવે નીચે અપડેટ કરવામાં આવી છે..

❌ 120613 – 2018 : મને નોકરી કરવી છે. (બૉસગીરી તો ઘણી કરી છે પણ જીવનમાં એકવાર કોઇને ત્યાં નોકરી કરવાની ઇચ્છા છે.)


✅ 030813 – 2132 : ઇમેલ દ્વારા/ઓનલાઇન મળતા લોકોને સમયસર જવાબ આપવાની આદત કેળવવી છે. (મારી આ બુરી આદતથી ઘણાં લોકો ત્રાસી ગયા હોય એવું મને લાગે છે.)

190716 : લગભગ દરેકને જવાબ આપવામાં આવી રહ્યા છે. કોઇને ન મળ્યો હોત તો અહીં જાહેરમાં ફરિયાદ કરી શકે છે. #ચેલેન્જ


❌ 141213 – 1113 : નવી ઑફિસ બનાવવી છે. (મારા વધારાના કાગળીયા-ફાઇલોને સાચવવા જુની ઑફિસ નાની પડી રહી છે.)


❌ 280414 – 1756 : લોકસભાની ચુટણી લડીને સંસદમાં જવું છે. (જો કે આ પહેલા ચાન્સ મળે તો ગુજરાત વિધાનસભામાં જવાની ઇચ્છા છે. થોડું મુશ્કેલ જરુર છે પણ અશક્ય નથી.)


❌ 190714 – 0944 : દર વર્ષે હિમાલય-ટ્રેકિંગમાં જવું છે.


❌ 260117 – 1402 : મુખ્ય ‘ટુરિસ્ટ સ્પોટ્સ’ છોડીને અલગારીની જેમ આખી દુનિયામાં રખડવું છે. (આ ઇચ્છાને મારી ઉંમર 50 વર્ષ થાય તે પહેલા પુરી કરવાનો વિચાર છે.)


✅ 051017 – 1123 : એક મસ્ત બાઇક લેવી છે.

  1. અપડેટ: 171030 : નવી બાઇક લીધી. HONDA – CB HORNET 160R ✅
  2. હવે ઇચ્છા Jawa Perak લેવાની ઇચ્છા છે.

*છેલ્લો સુધારોઃ એપ્રિલ’2020

22 thoughts on “મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ”

  1. આમ તો ભાઈ ઈચ્છા નો અંત નથી હોતો તો પણ તમારી આટલી ઈચ્છા છે તે ખુબ જ સારી છે. હું મારા બ્લોગ કરતા પણ તમારા બ્લોગ નો પરિચય વધારે લવ છુ. મને આ તમારો ઈચ્છા બહુ ગમી સુ હું તમારી,લીનક મારા બ્લોંગ માં મૂકી શકું ?. આમ તો હું નવો નિશાળિયો છુ એટલે સુ બોલવું એ નું ભાન નથી ભૂલ થી પણ કોઈ ભૂલ થી ગઈ હોય તો મને માફ કરજો …

    1. શ્રી આકાશભાઇ,

      નવો તો હું હજી પણ છું… આ બ્લોગને અને મારા બ્લોગીંગ અનુભવને હજુ છ મહિના માંડ થયા છે. આપને અહી કંઇ ઉપયોગી લાગે તો આપ આપના બ્લોગમાં તેની લીંક ચોક્કસ ઉમેરી શકો છો. અને એક અન્ય વાત… દોસ્તોમાં માફી જેવું કંઇ ન હોય યાર…

      1. ભાઈ તમારી લીનક મારે મુકવી છે મારા નવા બ્લોગ માં તો કેવી રીતે મુકું ?
        મારો નવો બ્લોગ “http://akashgauswami.wordpress.com/”
        હજુ મેં બ્લોગ ની સરુવાત જ કરી છે એટલે કઈ ખબર પડતી જ નથી …

        1. શરુઆતમાં મને પણ કંઇ ખબર ન’તી.. તમારી જેમ જ હતો. હવે અનુભવે થોડુ-ઘણું સમજાય છે. તમને પણ ધીરે-ધીરે સમજાઇ જશે.
          આ કડીનો ઉપયોગ કરી જુઓ… https://akashgauswami.wordpress.com/wp-admin/link-add.php

    1. ઓકે સર !!!! (બસ, કોઇ આમ ધક્કો મારવા વાળુ જોઇતુ હતું…) 🙂
      ગયા વર્ષે એક ઇચ્છા પુરી કરવામાં (કાર ખરીદવામાં) ઘણાં ખર્ચી નાખ્યા હતા એટલે આ વર્ષે બીજા (ખોટા) ખર્ચ પર કાપ મુકયો હતો. આ દિવાળી પછી તે ખરીદવાનો પ્લાન હાલપુરતો ફિક્સ છે. આગળ ભગવાનની મરજી.

        1. કાર્તિકભાઇ, તમે ધક્કો માર્યો એટલે હિંમત કરી લીધી પણ જણાવવાનુ ભુલી જ ગયો…

          લેવો તો 3GS… પણ લેવા ગયો ત્યારે લેટેસ્ટ જ લઇએ એમ વિચારીને 4G લઇ લીધો છે. અત્યાર સુધી તો બધુ સમજાઇ ગયુ છે તો પણ જરુર પડયે આપને મદદ માટે પરેશાન કરવામાં આવશે જેથી પુર્વતૈયારી રાખવી…. 😉

  2. તમારી ઈચ્છાઓની લીસ્ટ વાચી……..
    અને બધા ની એક ઈચ્છા તો જરૂર હોય છે,
    બાળપણ માં પાછુ જવાની(મારી પણ છે),

    રીયલ લાઈફ માં તો મેળ નહી પડે સપનાઓ ની દુનિયા માં જ જઈશું…….

    1. આભાર. મારી વર્ષો જુની-પુરાની નિજાનંદ વાતોમાં આપને તાજગી દેખાઇ એ જાણીને હું આખોયે ફરીવાર ખીલીને લીલો-લીલો થઇ ગયો!.. 🙂 (બોલે તો, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા..)

      મારા બગીચામાં આપનું હરિયાળું સ્વાગત છે.

બોલો, શું કહેવું છે તમારે...