. . .

– વરસાદ થોડા દિવસમાં સરસ આવ્યો અને એ સમય પણ આવી ગયો જેનો ઇંતઝાર ઘણી આતુરતાથી હતો.

– વરસાદની રમઝટ વચ્ચે કુદરત તરફથી મને મળેલ સૌથી ઉત્તમ ભેટ એટલે – પુત્ર રત્નની પ્રાપ્તિ.

– મારા પરિવારના બગીચામાં ઉમેરાયેલ એક નવો છોડ અને મારા જીવનના એક નવા તબક્કાની શરૂઆત.

– જવાબદારીઓ વધશે તેનો ખ્યાલ છે પણ દિલમાં પિતા બન્યાનો અનેરો ઉમંગ અને ઉત્સાહ છે. અત્યારે તો તેની દરેક નાની-નાની હરકતને હું ઝીણવટથી નિહાળુ છું અને માણું છું. (ઉંઘમાં મલકાતા તેના હોઠની સામે તો આખી દુનિયાની બધી ખુશીઓ કુરબાન…)

– એક કુમળો જીવ જે આ દુનિયામાં મારા થકી આવ્યો તેનું અભિમાન થાય છે. સાથે-સાથે તેના ભવિષ્યની જવાબદારીનો અહેસાસ પણ થાય છે. (હવે હું તેના પિતાના રૂપમાં છું એટલે પિતા હોવાની જવાબદારીઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.)

– દેખાવમાં તેની મમ્મી જેવો વધુ દેખાય છે પણ સ્વભાવથી પપ્પા જેવો બનશે એવું અનુમાન (એક્સપર્ટ) લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. (તે ભલે કોઇના પણ જેવો લાગે પણ તેણે કોના જેવા બનવું તે તેને જાતે નક્કી કરવા દેવું મને વધારે ગમશે.)

– આજે પાચમો દિવસ થયો છે. તેના હાથ-પગ ઘણાં ઉછાળ્યા રાખે છે અને તેની નાનકડી આંખોથી મને ટગર-ટગર જોયા રાખે છે. (ભગવાન જાણે તે મારા વિશે શું વિચારતો હશે!!)

– તેનું નામ હજુ નક્કી નથી થયું. (અને ઉતાવળ પણ નથી) તેને હાથમાં લઇને ફરતા હજુ ડર જેવું લાગે છે, કયાંક મારાથી તેને કંઇ થઇ તો નહી જાય ને….

– એક ઝલક અમારા રિસ્તાની…


. . .

33 thoughts on “આનંદની હેલી…

  1. 1) એમાં તો દાદા-દાદી એકલા પડી જશે યાર…

   2) આ રહ્યા ઇ-પેંડા.. – https://plus.google.com/photos/114646221156499029138/albums/5779014637688351041?authkey=CLCCk-aftunE2QE
   (છેલ્લે ખાધેલા પેંડાની સુગંધ અને ટેસ્ટને ઇમેજીન કરી લેવો..)

   3) હા હા હા…. બેન્ડ તો એના લગનમાં બજાવીશું જ પણ અત્યારે તો એ આખી રાત જગાડીને “પાપા કા બેન્ડ બજા રહા હૈ…” 😀 😀 😀

    1. અરે….માફ કરજો પ્રીતીબહેન. વો કયા હૈ કી..ગલતી સે મિસ્ટેક હો ગયા.. 🙂 હમણાં જ સુધારી દઉ છું.

     Btw….હું ખુશ તો છું જ અને કારણ પણ એવું જ છે ને…
     (જો કે આપનું નામ લખવામાં ભુલ ઉતાવળના કારણે થઇ છે)

 1. પહેલું બાળક જન્મે છે ત્યારે એક માતા અને એક પિતા પણ જન્મ લે છે !! બાળકનો જન્મ જગતનાં માનવોમાં એકનો ઉમેરો થાય છે પણ નવા જન્મેલા માતા–પિતા કોઈ ઉમેરો કરતા નથી. છતાં તે બન્નેનો જન્મ તો છે જ. બાળક જેમ નવેસરથી બધું શીખે છે તેમ તમે પણ પિતૃત્વ શીખ્યા !!

બોલો, શું કહેવું છે તમારે...