વેલકમ!

આ છે મારો બગીચો! મારા અનુભવોવિચારો, વાતોયાદગીરી વગેરેની નોંધ માટે બનાવેલી ઈ-જગ્યા! આ બગીચો ઇંટરનેટ સાથે કાયમી જોડાયેલો રહેતો હોવાથી આપ અહી આવીને આ બધું વાંચી રહ્યા છો અને હું, બગીચાનંદ, અહી આપનું હરિયાળું સ્વાગત કરું છું. (હા, ખબર છે કે આ બધી ફોર્માલીટી છે; પણ કરવી પડે યાર!)

નમસ્તે, અહીયાં મેં મારી આસપાસની દુનિયા વિશેની વાતો ઉગાડી છે; એટલે તે જોઇને આપ મારા વિશે જાણી જ ગયા હશો. હું એ છું જેને આપ સૌ ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી! આ બગીચાના માળીને ન ઓળખતા મિત્રો માટે “માળીની ઓળખાણ” તરીકે દેખાતી ડાળી મદદરૂપ બની શકે છે. (આપને મારા વિશે જાણવામાં રસ નથી? ઓકે. નો પ્રોબ્લેમ. વેલકમ અગેઇન.)

આપ અત્યારે બગીચાના મુખ્ય દરવાજા ઉપર છો! ઉપર દેખાતા ‘મેનુ’-માંથી કોઇ પણ વિકલ્પ પસંદ કરીને મનફાવે તે ગલીઓમાં ફરી શકો છો અને ઇચ્છા હોય ત્યાં આપના વિચારો પણ જણાવી શકો છો. મારા સુધી પહોંચવાના અન્ય ઇ-સરનામાં જાણવા માટે “સંપર્ક ડાળી” જોઇ શકો છો. (જવાબ આપવામાં ક્યારેક મોડું થાય તો પ્લીઝ રાહ જોજો. અમે થોડા આળસુ પ્રજાતિના જીવ છીએ.)

અમે ધીમે-ધીમે આ જગ્યાને ગુઢ બનાવતા જઇએ છીએ; એટલે આપ અહીયાં કેટલું રખડી શકો છો, તે આપની સહન-શક્તિ અને સમય-મર્યાદા ઉપર નિર્ભર કરે છે! જુઓ, અહી ફરતાં-રખડતાં ક્યાંક સખત હરિયાળી મળશે, તો ક્યાંક કાંટા પણ વાગી શકે છે. (હરિયાળી વાત-વાતમાં જ ઉગી નીકળી છે અને કાંટા માટે કેટલાક વિચિત્ર વિચારો જવાબદાર છે. હું નિર્દોષ છું.)

અહી દેખાતી વાતો કે નોંધ સંપુર્ણ રીતે મારા અંગત વિચારો છે. તેને આપ કોઇ અનુસરો કે સંપુર્ણ સત્ય માની લો એવું હું ક્યારેય કહેતો નથી. જાહેર વર્તનની સભ્યતા અને અલગ માન્યતાઓનો હું હંમેશા આદર કરું છું; તથા અહી આવનાર પાસેથી પણ તેવી જ અપેક્ષા રાખુ છું. (બીજી પણ ઘણી અપેક્ષાઓ છે… પણ તમે કેટ-કેટલી માનશો?)

આ કોઇ રાહદારી જગ્યા નથી, એક પ્રાઇવેટ-સ્પેસ છે. તેથી આપ સૌ મુલાકાતીઓને બગીચાના ચોકીદાર તરફથી વિનંતી છે કે આ બગીચાને સરકારી જગ્યા સમજીને તેમાં ઉગેલાં વિચારોના વૃક્ષો, વાતોના વેલાં કે માહિતીના ફુલ-છોડ પર પોતાનો અબાધિત અધિકાર ન સમજે. (ધમકી નથી મારા ભાઇ, વિનંતી છે. માનો તો સારું..)

ખૈર, આપ અહી આવ્યા અને આટલું વાંચવાનો પ્રયત્ન કર્યો તે મને ગમ્યું. મળતા રહેજો; એકબીજા સાથે વાતો વહેંચવાની મજા આવશે.

આવજો..