– આમ તો મારો આ બગીચો જ મારું કાયમી ઠેકાણું છે (જયાં ત્યાં ભટકવું આમેય ફાવતું નથી) એટલે અહીયાં તો આપણે કોઇપણ સમયે મળતા રહીશું. (બે-ચાર કલાક અને કયારેક બે-ચાર દિવસ આગળ-પાછળ થાય તો ચલાવી લેજો. 🙏)

– છતાંયે સંપર્કના વિકલ્પ તરીકે અન્ય ઠેકાણે હું ઉપલબ્ધ છું તો તેને અહી આપની જાણકારી માટે ઉમેરી દઉ છું; (લાગતું નથી કે કોઇને જરૂર પડે પણ આ બહાને મારા બગીચામાં એકાદ પેજ બનતું હોય તો મને કોઇ વાંધો નથી અને આપને પણ નહી હોય એવું માની લઉ છું. 😇)

(૧) મુખ્ય સંપર્ક સરનામું:

આપ અહી આપનો ઇ-સંદેશ કોઇપણ સમયે મોકલી શકો છો. (બને ત્યાં સુધી દરેકને પ્રતિભાવ આપવો એવો અમારો નિયમ છે.)

# ઇ-સંદેશ સરનામું:
~ [email protected]
અથવા
~ [email protected] 

 

– –

(૨) ફેસબુક:

આ એક એવી માયાવી દુનિયા છે જેનું હમણાં આખી દુનિયાને વળગણ લાગેલું છે અને અમે પણ આ દુનિયામાં રહેતા એક પામર જીવ હોવાથી વળગણમાંથી બચી શક્યા નથી. (અહીથી છુટવા માટે અમારો પ્રયત્ન ચાલું છે; છતાંયે આપની જાણમાં કોઇ સારા ભુવા-ડાકલા હોય તો જણાવજો. ધરમનું કામ થશે ભાઇ અને આંગળી ચીંધ્યાનું ‘પુણ’ મળશે એ નફામાં..!!)

# પ્રોફાઇલ લીંક“બગીચાનંદ”

# મારા બગીચાનું ફેસબુક પેજમારો બગીચો

ફેસબુક અપડેટઃ અમે પોતાના પર સંયમ જાળવીને લગભગ આ માયાવી દુનિયાના વળગણથી બચી શક્યા છીએ એમ કહેવાય. છતાંયે આપને ક્યારેક ત્યાં દેખાઇ જઇએ તો નવાઇ ન પામશો! ☺

– –

(૩) ટ્વીટર:

આમ તો કોઇનો પીછો કરવો એક સામાજીક અપરાધ છે અને એમાંયે છોકરીઓનો પીછો કરવો હવે કાનુની અપરાધ ગણાઇ શકે છે! (કોઇએ આ અપરાધ’વાળી વાતને સીરીયસલી ન લેવી. એ તો પ્રસ્તાવનામાં એમ જ ઠપકારી દેવામાં આવી છે.) પણ આ એક એવી દુનિયા છે જયાં તમે ગમે-તે વ્યક્તિનો કાયદેસર પીછો કરી શકો છો અને આપને અનુસરતા જોઇને જે-તે વ્યક્તિ ખુશ થાય છે! ખૈર, આપ મારો પીછો કરશો તો મને પણ અનુસરતા લોકોની સંખ્યા વધ્યાની ખુશી થશે. 😉

Follow me:
@bagichanand
અને
@marobagicho

– –

– સામાજીક પ્રાણી હોવા છતાં અમે અમારા આડા અવળા કારસ્તાનોના કારણે ઉપરોક્ત સોસિયલ ઠેકાણે ઉપલબ્ધ રહેવા યોગ્ય સમય ફાળવી શકતા નથી તેમ છતાંયે કાયમી જોડાઇ રહેવા માટે તે યોગ્ય ઠેકાણું છે એવું લાગે છે. તો મન ફાવે ત્યાં મળીશું…

– આવજો.

27 thoughts on “સંપર્ક-ડાળી

 1. કોઇ બંધન કે સ્વાર્થ વગર જોડાયેલા આપણાં સંબંધ જેવા મધુર આપના શબ્દો છે. આપ લોકોના નિત્ય આશિષથી બગીચો સતત ખીલી રહ્યો છે તેનો મને અત્યંત આનંદ છે.
  આપ સૌ મિત્રોનો દિલના ઉંડાણથી આભાર…
  બસ.. આમ જ મળતા રહેજો અને આપની વાતો વહેંચતા રહેજો.

 2. માત્રને માત્ર શબ્દોની ઓળખ આપના શબ્દો ખૂબ જ આત્મીયતા આપીજાય તેવા છે આપ અને આપનો બગીચો હરહમેશ મહેકતા રહો તેવી શુભેચ્છા

 3. જીવનમા મળવાની આશા રખુ છુ
  મહુવા આવોતો અમારા નાળિયેરીના પ્લાંટેશનની મુલાકાત જરુરથી લેવા વિનંતી

  ૯૩૭૪૮૯૩૨૦૫

 4. માળી લીલા છમ્મ બગીચાના
  સજ્જન શ્રી ,
  જય હો.
  કુદરત-નિસર્ગની નજદીક જવાથી ચોક્કસ એક ભીતરી શુકૂન -ભીનાશ વાળી શીતળતા નો સહજ એહસાસ અંકે થાય છે.સારું લાગે છે.બગીચાનો લીલો રંગ આમેય આંખોને ઠંડક આપે ..ગમે। …
  બસ સુખની ક્ષણો વહેંચતા જાઓ અને ખુશ થવું અને રહેવું એજ મકસદ !આભાર।
  -લા’કાન્ત / 23-8-13

  1. મારા શબ્દોથી શણગારેલા બગીચામાં આપનું સ્વાગત છે. આપના સુંદર પ્રતિભાવ માટે મારો બગીચો આપનો આભાર વ્યક્ત કરે છે અને આ બગીચાનો માળી હોવાના નાતે મને પણ તેની ખુશી થાય તે સ્વાભાવિક છે.

   સમયાંતરે આવતા રહેજો અને મળતા રહેજો.

 5. Hello ,

  My name is Neha Saxena and I recently read your blog name called “maro bagicho” and it’s Sound Good. Also, I noticed you are capable to aware the people for Traffic System. So, minimize negelecting the traffic rules or breaking them everyday.

  Few day back a good app are launch by government name called “e challan surat city”. Our government, are providing such a good concept to help public as well as prevent or break traffic problem and now it’s move to ahemdabad city and launch new app named ” e Challan Ahmedabad City “.

  so, requested to you aware people for e challan traffic system because you have ability to make Digital India.

  Thank you.

બોલો, શું કહેવું છે તમારે...