મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ

– સમજુ લોકો તો વર્ષો પહેલા બનાવી રાખે છે પણ હું હવે જાગ્યો છું..(ખબર જ નહોતી યાર..) કે આવું લિસ્ટ પણ બનાવી રખાય… કામ આવે. જો કે મે કામ આવે તેમ સમજીને નહી માત્ર શોખ ખાતર લિસ્ટ બનાવવાનુ નક્કી કર્યું છે.. કમસેકમ મને તો ખબર પડે કે મારી ઇચ્છાઓ કેટલી.. (અને તપસ્યાઓ કેટલી….તપસ્યાને ના ઓળખી ? અરે ભાઇ પેલી “ઉતરન” વાળી… હમમમ હવે ઓળખ્યા ને)  !!!

– ઓ.કે. તો શરુ કરું છું…(નંબર આપવામાં કન્ફ્યુઝન થતુ’તુ કે કોને કયો નંબર આપવો, એટલે એમ જ રહેવા દીધુ છે)

 • મારા ધંધાને લાખોના ટર્નઓવરની જગ્યાએ કરોડોના ટર્નઓવરમાં લઇ જવો છે. (આ જમાનામાં લાખોમાં દહાડા ના વળે)
 • અમદાવાદમાં મારા બિઝનેસની બે-ત્રણ બ્રાન્ચ ખોલવી છે. [260513-1136 : આ ઇચ્છા હવે બદલાઇ ગઇ છે.]
 • પપ્પા માટે એક લક્ઝુરીયસ કાર ખરીદીને સરપ્રાઇઝ ગીફટ તરીકે આપવી છે. (મારી કમાણીથી જ સ્તો)
 • આઇફોન-૪G મોબાઇલ લેવો છે. (અત્યારે તો બહુ મોંધો છે ભાઇ….)
 • કર્ણાવતી ક્લબની મેમ્બરશીપ લેવી છે.
 • ફરી એક વાર નાના થઇને મારી સોસાયટીના મેદાનમાં ચડ્ડી પહેરીને લખોટીઓ રમવી છે. (આ હવે શક્ય નથી)
 • મારી જુની સાઇકલને રીપેર કરાવી ને મારા ઘરથી સ્કુલ સુધી જવું છે.
 • આ બ્લૉગને મારી જીંદગીનો એક ભાગ બનાવવો છે. (આખરે હું મારા ભુતકાળની વાતોને કયાંક તો જોઇ શકું.)
 • બચપનના મિત્રો સાથે બેસીને ઘણાં ગપ્પા મારવા છે. (તે માટે આખુ ગાર્ડન ભાડે રાખવા તૈયાર છું પણ હવે કોઇ એકસાથે એકસમયે ભેગા થાય એમ નથી.)
 • સ્કુલની એ સૌથી સુંદર છોકરીને એકવાર રૂબરૂ જોવી છે. (તેને જોવા સિવાય બીજી કોઇ આશા નથી.)
 • મારી સ્કુલના એ કલાસરૂમ માં એક વાર ફરી જવું છે. અને જે બેંચ ઉપર મે મારુ નામ કોતરીને લખ્યું હતુ તેને એકવાર જોવુ છે.
 • મારા આખા કુટુંબને દરવર્ષે એકવાર ભેગા કરીને મારા ખર્ચે પિકનીક કરવી છે.
 • જે બચપન મે ખોયું છે તે મારા બાળકો ભરપુર માણે તેવી વ્યવસ્થા કરવી છે. (જો કે અત્યારે મારા કોઇ બાળકો નથી.)

120812-0855 : વ્રજનો જન્મ થયો.

 • હું જેનો ખાસ મિત્ર છું તે મારા પણ ખાસ મિત્ર બને તેવી ઇચ્છા છે.(એકલા નથી જીવવું ભાઇ, સુખના ભાગીદાર તો ઘણાં છે પણ દુઃખના ભાગીદારને શોધવો છે.)
 • મારુ બચપન શોધવું છે. (કોઇ ફોટો, વિડીયો કે પછી જે કંઇ પણ મળે…. બધુ ચાલશે, માત્ર એકાદ યાદગીરી જોઇએ છે.)
 • મારા નાના ભાઇ સાથેના ખરાબ વ્યવહાર બદલ દિલથી માફી માંગવી છે. (પણ.. હવે એ આ દુનિયામાં નથી.)
 • એકવાર એકાંતમાં મોટેથી જોર-જોરથી રડવું છે. (દિલમાં ઘણાં ઝખ્મો દબાયેલા રહી ગયા છે જેને બહાર કાઢવા છે.)
 • મારા મા-બાપ, શહેર કે દેશને મારા પર ગર્વ થાય તેવું કંઇક કરવુ છે. (પ્રસિધ્ધિ નહી મળે તો ચાલશે, મને તો માત્ર મારા અસ્તિત્વને સાબિત કરવું છે)
 • પરિવાર અને ધંધા માટે જે નાના-નાના શોખ કુરબાન કરી દીધા હતા તે બધાને ફરી જગાડવા છે.
 • અટીરા પાસે જુની ચોપડીઓ વાળા પાસેથી ‘સફારી’ની જુની નકલો લઇને ત્યાં જ બેસીને ફરી વાંચવી છે.
 • દેશમાંથી અંધશ્રધ્ધા મીટાવવી છે. (સાધુ-ગુરુ-પાદરી-મુલ્લાઓ વગેરેના ચમત્કારને હું અંધશ્રધ્ધાના બીજ ગણું છું.)
 • ભારતમાંથી અનામતપ્રથા દુર કરવી છે અને દરેક માટે સમાન સિવિલ કોડ લાવવા મજબુત પ્રયત્નો કરવા છે. (કોઇ સાથ આપવા ઇચ્છે તો આવકાર્ય છે.)
 • એરફોર્સમાં જોડાઇને દુશ્મન સામે યુધ્ધમાં ઉતરવુ છે. (હવે તો આ કોઇ કાળે શકય નથી લાગતું.)
 • અંતરિક્ષમાં જઇને મારા દેશ-દુનિયાને જોવા છે. (અંતરિક્ષમાં જવાની આ ઇચ્છા પુરી કરવી હવે શક્ય પણ છે.)

~ જેમ જેમ યાદ આવે ત્યારે અથવા તો નવી ઇચ્છા જન્મે ત્યારે આ લિસ્ટને અપડેટ કરવામાં આવશે. ~

~

120613-2018 : મને નોકરી કરવી છે. (બૉસગીરી તો ઘણી કરી છે પણ જીવનમાં એકવાર કોઇને ત્યાં નોકરી કરવાની ઇચ્છા છે.)

 

030813-2132 : ઇમેલ દ્વારા/ઓનલાઇન મળતા લોકોને સમયસર જવાબ આપવાની આદત કેળવવી છે. (મારી આ બુરી આદતથી ઘણાં લોકો ત્રાસી ગયા હોય એવું મને લાગે છે.)

 

141213-1113 : નવી ઑફિસ બનાવવી છે. (મારા વધારાના કાગળીયા-ફાઇલોને સાચવવા જુની ઑફિસ નાની પડી રહી છે.)

 

280414-1756 : લોકસભાની ચુટણી લડીને સંસદમાં જવું છે. (જો કે આ પહેલા ચાન્સ મળે તો ગુજરાત વિધાનસભામાં જવાની ઇચ્છા પણ ખરી. 😉 )

 

190714-0944 : દર વર્ષે હિમાલય-ટ્રેકિંગમાં જવું છે.

 

111016-1922 : આઇફોન-7 પ્લ્સ લેવો છે. (અત્યારે આઇફોન-6 નો ઉપ્યોગ કરી રહ્યો છું.)

 

260117-1402 : મુખ્ય ટુરિસ્ટ સ્પૉટ છોડીને અલગારીની જેમ આખી દુનિયામાં રખડવું છે. (આ ઇચ્છા 50 વર્ષ પહેલા પુરી કરવાનો વિચાર છે.)

 

0 thoughts on “મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ

 1. આમ તો ભાઈ ઈચ્છા નો અંત નથી હોતો તો પણ તમારી આટલી ઈચ્છા છે તે ખુબ જ સારી છે. હું મારા બ્લોગ કરતા પણ તમારા બ્લોગ નો પરિચય વધારે લવ છુ. મને આ તમારો ઈચ્છા બહુ ગમી સુ હું તમારી,લીનક મારા બ્લોંગ માં મૂકી શકું ?. આમ તો હું નવો નિશાળિયો છુ એટલે સુ બોલવું એ નું ભાન નથી ભૂલ થી પણ કોઈ ભૂલ થી ગઈ હોય તો મને માફ કરજો …

 2. ડ્યુડ, આઈફોન તો લઈ લો, હવે. 4GS આવી ગયો છે, તો જૂના ફોન સસ્તાં મળે છે.. અને પહેલી લાઈનમાં કીધું તેમ લાખોનો ધંધો છે તો ચિંતા શાની?

  • ઓકે સર !!!! (બસ, કોઇ આમ ધક્કો મારવા વાળુ જોઇતુ હતું…) 🙂
   ગયા વર્ષે એક ઇચ્છા પુરી કરવામાં (કાર ખરીદવામાં) ઘણાં ખર્ચી નાખ્યા હતા એટલે આ વર્ષે બીજા (ખોટા) ખર્ચ પર કાપ મુકયો હતો. આ દિવાળી પછી તે ખરીદવાનો પ્લાન હાલપુરતો ફિક્સ છે. આગળ ભગવાનની મરજી.

    • કાર્તિકભાઇ, તમે ધક્કો માર્યો એટલે હિંમત કરી લીધી પણ જણાવવાનુ ભુલી જ ગયો…

     લેવો તો 3GS… પણ લેવા ગયો ત્યારે લેટેસ્ટ જ લઇએ એમ વિચારીને 4G લઇ લીધો છે. અત્યાર સુધી તો બધુ સમજાઇ ગયુ છે તો પણ જરુર પડયે આપને મદદ માટે પરેશાન કરવામાં આવશે જેથી પુર્વતૈયારી રાખવી…. 😉

 3. તમારી ઈચ્છાઓની લીસ્ટ વાચી……..
  અને બધા ની એક ઈચ્છા તો જરૂર હોય છે,
  બાળપણ માં પાછુ જવાની(મારી પણ છે),

  રીયલ લાઈફ માં તો મેળ નહી પડે સપનાઓ ની દુનિયા માં જ જઈશું…….

તમે પણ કંઇક કહો ને...