type in gujarati, લખો ગુજરાતીમાં અને ગુજરાતી બ્લોગ

# મારા બગીચાની મુલાકાત લેનાર ઘણાં મિત્રોને ગુજરાતીમાં લખાણ વાંચીને સવાલ થાય છે કે ગુજરાતીમાં કઇ રીતે લખવું. ઘણાં મિત્રોને આ અંગે સહાયરૂપ બની શક્યો છું તેનો મને અતિ આનંદ છે. છતાંયે બીજા ઘણાં એવા લોકો છે જે પુછતા સંકોચ અનુભવે છે અથવા અન્ય જગ્યાએ તે શોધવાનો પ્રયાસ કરે છે. તેથી ગુજરાતીમાં લખવા ઇચ્છતા દરેક લોકો માટે અહી મુખ્ય વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે.

1. ગુગલ ટ્રાન્સલેટ ;

http://www.google.com/transliterate/

– અહી સૌ પ્રથમ આપની ભાષા તરીકે “Gujarati” સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપ અંગ્રેજીમાં જે કંઇ પણ લખશો તેનું ગુજરાતીમાં ભાષાંતર થતુ આવશે. ઓછી મહેનતે ગુજરાતીમાં લખવા માટે આ એક ખુબ સરસ સુવિધા છે. અહી લખ્યા બાદ લખાણને યોગ્ય જગ્યાએ કોપી-પેસ્ટ કરવાનું રહે છે.

2. ડાઉનલોડ કરો ;

PramukhIME ” – Software Size : 522KB

[ ડેવલોપર – વિશાલ મોણપરા – http://vishalon.net/ ] – મારા મતે આ સૌથી સરળ સોફટવેર છે અને ઇંટરનેટ પર ગુજરાતી લખવા માટે મને સૌથી વધુ પ્રિય છે. આ સોફ્ટવેરને ઓફલાઇન (ઈંટરનેટ વગર) પણ ઉપયોગમાં લઇ શકાય છે. ગુજરાતી, હિન્દી ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષામાં લખાણ માટે ઉપયોગમાં શકાય છે. આ સોફ્ટવેરની મદદથી આપ ઇચ્છો ત્યાં સીધા જ ગુજરાતીમાં લખી શકો છો. કોપી-પેસ્ટની કોઇ જરુર ન પડે.

3. Online Type-pad ;

http://service.vishalon.net/pramukhtypepad.htm
http://service.monusoft.com/GujaratiTypePad.htm
– http://www.cybersafar.com/index.php?option=com_wrapper&view=wrapper&Itemid=230
http://rajeshjoshi-aarzoo.blogspot.com/p/blog-page_27.html

4. Windows માં કાયમી ગુજરાતી ફોન્ટ ઉમેરવા અને લખવા માટે ;

– સામાજીક – http://wp.me/PMLoO-84
– ગુજરાતી ટાઇપીંગ – http://anirdesh.com/Gujarati/Shruti-Font-GU.php
– લખે ગુજરાત – http://lakhe-gujarat.weebly.com/how-to-write-in-gujarati-on-your-windowsmac-computer.html

5. ગુજરાતીમાં જોડણીની ભુલો નિવારવા માટે અને લખવા માટે પણ ઘણું કામ આવી શકે એવું ઓનલાઇન સોફ્ટવેર છે ;

– Online Saras Spellchecker – http://www.gujaratilexicon.com/saras-spellchecker

# આ ઉપરાંત બ્લોગ-જગતના કેટલાક મિત્રો અને વડીલો એ રજુ કરેલ તેમના સુચનો ;

 1. Gujarati Blogs – http://gujaratiblogs.com/gujaratitype/
 2. ગદ્યસુર – http://gadyasoor.wordpress.com/gujarati_typing/
 3. લયસ્તરો – http://layastaro.com/?page_id=5
 4. આપણું ગુજરાત – http://www.aapnugujarat.in/p/write-in-gujarati.html
 5. અલગારીની દુનિયા – http://algari.blogspot.com/p/blog-page.html

– આશા છે કે મારા આ નાનકડા પ્રયાસ દ્વારા આપને થોડી મદદ મળી રહશે. આપને ગુજરાતી લખતા કરીને મને મારી માતૃભાષાની નાનકડી સેવા કર્યાની ખુશી થશે અને આપને મદદરૂપ થયાનો આનંદ મળશે.


અહીયાં ઉપર મુખ્યત્વે કોમ્પ્યુટર/લેપટોપમાં લખવા માટેના વિકલ્પ હતા પણ મોબાઇલમાં ગુજરાતી લખવા માટે અલગ ઓપ્શન છે.

~ એન્ડ્રોઇડ (Android) ઓપરેટેડ મોબાઇલમાં તો ગુગલ પ્લે સ્ટોરમાં ઘણાં કી-બોર્ડ ઉપલબ્ધ છે જેનાથી ગુજરાતી ઉપરાંત દરેક સ્થાનિક ભાષામાં લખી શકાય. પરંતુ મારા મતે ગુગલ દ્રારા બનાવેલા Gboard અને Indic Keyboard બંને બેસ્ટ છે. પણ હું Gboard નો વધારે ચાહક છું.

~ iOS ઓપરેટીંગમાં પણ ગુગલ દ્વારા બનાવેલ કી-બોર્ડ Gboard મળી જશે.

. . .

વાંચે ગુજરાતી.. લખે ગુજરાતી.. સમજે ગુજરાતી..

તો..

વિકસે ગુજરાતી..

gujarati blog marobagicho.com

28 thoughts on “લખો ગુજરાતીમાં !

 1. MANY THANKS and congratulations, I type in Gujarati only in google a/c. but generally use yahoo account. receive and forward -share them and enjoy. How I can do in yahoo.?
  How I can type and convert the same way here or when I want to comment on any blogg?
  This my problem. I brought my laptop and work and read many Gujarati Bloggs and enjoy day and night at 88 years, but feel ashemed ,as I cannot do so easy in Gujarati. i have full time, so enjoy reading and sometime comment in my Engish-not proper. Shri Ratikaka Chanderia, Uttam Gajjar and many friends encourge me to continue trying, and i am doing…Yours will help. Iam in usa T.No.631-471-7799 or e.mail,meanwhile thanking you With regards

 2. I like Gujarati/Google Transliteration IME which does not require down loading.

  you may provide links for..

  1-On line Gujarati/Hindi script converters
  2-On line Hindi/Gujarati url whole web page converter
  3-On line written in Roman script to Gujarati or Hindi script Converter

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  (4)અનુવાદ યોગ્ય ગુજરાતી

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

 3. આપ નો ખરા દીલ થી આભાર.
  બહુજ સરસ બ્લોગ. આપે ગુજરાતી લખવા માટે ઉપયોગી લીન્ક્સ આપવા બદલ આભાર.
  ખરેખર જાણવા મળયું.

બોલો, શું કહેવું છે તમારે...