પુછો ના યાર ક્યા હુઆ…

હોસ્પીટલના ખાટલામાં

ગઇ કાલનો ફોટો છે.. આજે તો હાલત ઘણી સુધરી ચુકી છે અને એટલે જ તો અહીયાં છું. 

આજે દસ દિવસ થયા દવાઓ ખુટાડતા-ખુટાડતા અને બોટલો ચડાવતા; હું તો થાક્યો ભૈ’સાબ. કોઇપણ થાકી જાય યાર આમ અશક્તિના કારણે પડ્યા રહીને દિવસો પસાર કરવામાં. (બિમાર થવું એ કંઇ જેવા-તેવાનું કામ નથી. 😊)

હાલત તો એવી હતી કે મનમાં સાડી-સત્તરવાર કોરોનાનો ડર આવીને ગયો હશે. ગમે એટલી હિંમત રાખીએ તોય આવી સ્થિતિમાં મન કમજોર પડી જ જાય દોસ્ત.. (પતા હૈ?.. ડર સ્પાઇડર-મેન કો ભી લગતા હૈ!)

સારી વાત એ છે કે હવે ઠીક થવામાં બે-ત્રણ દિવસથી વધારે રાહ જોવી નહી પડે, એવું છેલ્લો રિપોર્ટ જોતા-જોતા ડોકટરે કહ્યું છે! રિપોર્ટ તો ફોર્માલીટી માટે જ હતો કેમ કે મને પોતે પણ લાગતું હતું કે અચ્છે દિન આનેવાલે હૈ.. 😎

આજથી દિવસમાં એકવાર વિટામીન્સની ગોળી અને બે વાર પ્રોટીન-યુક્ત દુધ પીવા સિવાય બીજી કોઇ જ દવાની જરુર નથી એ જાણીને હું પણ રાજી છું. (ગોળી તો અઢી સેકંડમાં ગળી જવાય છે, પણ આ પ્રોટીનવાળુ દુધ પીવું ભારે પડે છે.)

અને વજન 5.5 કિલો ઘટી ગયું છે. #હમદેખેંગે

😶

12 thoughts on “પુછો ના યાર ક્યા હુઆ…

    1. એમ તો અશક્તિની ફરિયાદને નજરઅંદાજ કરું તો હવે લગભગ ઠીક છું એમ કહેવાય.


      ઔર જબ રાત કી સુબહ નહી હુઇ તો બત્તીયાં જલા કે દિન ભી કાટે હૈ સાહબ, અબ સુબહ કી રોશની નસીબ હુઇ હૈ… 🙂

બોલો, શું કહેવું છે તમારે...