પચી

ચમચી નો ફોટો

~ પચી બોલે તો… ચમચી.

~ બગ્ગુ ચમચી ને પચી કહે છે અને ગમે એટલું સુધારીને બોલાવો તો પણ એ પચી જ કહેશે. 😇

~ વ્રજ શરૂઆતમાં તેને મંચી કહેતો!

~ વ્રજ વખતે આવા શબ્દોનું લિસ્ટ બનાવવાનો વિચાર કર્યો હતો પણ આળસમાં ચુકી જવાયું. આજે તો એ સમયના ઘણાં શબ્દો ભુલાઇ ગયા છે.

~ હવે, નાયરાએ મોકો આપ્યો છે તો તેના એવા બધા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ફરીવાર વિચારું છું. (ભવિષ્યમાં આ બધા શબ્દો પણ ભુલાઇ જશે એ નક્કી છે.)

~ જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે દરેક બાળકના ઉચ્ચાર ખાસ હોય છે. જો કે બીજાને રસ ન હોય પણ મા-બાપ માટે તે ભાષા સૌથી ઉત્તમ હોય છે; જેમાં બાળક વસ્તુઓને તેના કાલા-ઘેલા નામથી ઓળખતા શીખે.

11 thoughts on “પચી

    1. ઉચ્ચાર શબ્દોથી નોંધતા રહેવાય પણ તેના અવાજમાં નોંધી રાખવા મુશ્કેલ છે. તકલીફ એ હોય કે ફોન ન દેખાવો જોઇએ રેકોર્ડ કરતી વખતે, નહી તો પછી રેકોર્ડીંગ સાઇડમાં હોય અને ફોનમાં તેને ગમે એ જ કરવા દેવું પડે.. પછી તો યુ-ટ્યુબ કે ગેમ્સ ચાલતી રહે… ચાલતી રહે… ચાલતી જ રહે…….

      અને એમ પણ અમારા ઘરમાં ફોનનો કામ સિવાય ઉપયોગ ન કરવો.. એવી આચારસંહિતા લાગુ છે! નિયમ એટલે નિયમ. 🙂

    1. હા, કેટલાક શબ્દો મનમાં એવા બેસી ગયા હોય કે તેનો સાચો શબ્દ બોલવામાં સરળ હોવા છતાંયે ‘ખાસ’ ઉચ્ચારમાં કરવામાં અલગ આનંદ મળે..

      વ્રજના વખતથી અમારા ઘરમાં આજે પણ ચમચીને લગભગ મંચી કહેવાનો ‘રિવાજ’ છે અને એમાં કંઇ અજુગતું પણ ન લાગે, પણ કોઇ મહેમાન કે નવા વ્યક્તિ સામે બોલાઇ જાય અને જ્યારે તે થોડીવાર સામે જોયા રાખે ત્યારે ખબર પડે કે ખોટી જગ્યાએ બોલાઇ ગયું. 🙂

      નાયરાની ગુજરાતી ભાષામાં બોલાયેલા શબ્દોનું થોડું લિસ્ટ બનાવ્યું છે, તેના ઘણાં ઉચ્ચાર કદાચ જીવનભર અને જીભ ઉપર હંમેશા સાથે રહેશે એવું લાગે છે.

      આપના પ્રતિભાવ બદલ આભાર.. અને આપની કોમેન્ટ્સ વેઇટીંગમાં રહી એ ઉપરથી જણાય છે કે આપ મારા બગીચામાં પ્રથમવાર આવ્યા છો! આપનું સ્વાગત છે સાહેબ.. 🙏

      1. જી આપનો આભાર.
        જ્યારે પણ સમય મળે ત્યારે એકાંત માં બેસવાનું પસંદ કરું છું અને એના માટે બગીચાથી વિશેષ શું હોઈ શકે.

        સાથે સાથે મારા વિચારો રૂપી બગીચામાં ઉગેલા પુષ્પોને પણ પાણી પહોંચાડું છું.

        1. તો પછી આપણી વાતો સરસ જામશે વડીલ.. હું પણ એકલતાનો પ્રેમી છું! 😀

          સમય મળશે એટલે તરત જ આપના બગીચાની ચોક્કસ મુલાકાત લેવામાં આવશે.. નવા ફુલો અને વિચારોમાં ખોવાયેલા રહેવું એ અમારી જુની આદત છે.

          આ વિચારોને નોંધતા રહેવાની પણ અલગ મજા હોય છે અને મારી માટે તો હવે નશો છે. (નોંધઃ આ એક સુરક્ષિત નશો છે. સંસ્થા દરેક પ્રકારના નુકશાનકારક નશાનો વિરોધ કરે છે.)

            1. ઓકે.. વડીલ નહી, પણ સીનીયર રાખીયે..

              આપની કેટલીક પોસ્ટ જોઇ. સરસ લખો છો. હજુ ઘણી પોસ્ટ જોવાની બાકી છે. અને ત્યાં એક-એક પોસ્ટ જેટલી લાઇક્સ છે એટલા તો અહીયાં કુલ વીઝીટર્સ નથી બોલો! તમે તો બ્લોગર સેલેબ્રીટીની કેટેગરીમાં આવો એટલે સીનીયર ચોક્કસ કહેવાઓ.

              આપને અમારા નાનકડા બગીચામાં જોઇને ઘણો આનંદ થયો. ઇ-દુનિયાના એકલવાયા ખુણામાં વસેલા આ બગીચાના સુના વાતાવરણમાં પધારવા બદલ અમે આપના દિલથી આભારી છીએ. મળતા રહેજો.. 🙏

બોલો, શું કહેવું છે તમારે...