વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

બચપન અને તેની નાની-નાની યાદો દરેક માટે અમુલ્ય હોય છે. આજે અમદાવાદમાં સવારથી લગભગ વરસાદ ચાલું છે. હજુ સુધી અટક્યો નથી.

વાતાવરણ પણ આહલાદક છે.. વરસતા વરસાદ અને વહેતા પાણી જોઇને બચપનની યાદો સળવળી ઉઠી છે.

તો આ સમયે સાંભળવા લાયક સુંદર ગીત “વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…” મારા મોબાઇલમાં હાજર છે તો હું તેને માણું છું અને ઇચ્છા છે કે તમે પણ તેના શબ્દો, સંગીત અને ઉંડાઇને માણશો..

ગુંથાયેલી-જાળ(એટલે કે ઇંટરનેટ) ની દુનિયાના બેતાજ બાદશાહ શ્રી ગુગલ-દેવને શરણે જઇ આ ગીત/ગઝલને ગુજરાતીમાં શોધવાનો ટુંક પ્રયાસ કરી જોયો.

વિશ્વાસ હતો કે કોઇએ તો મહેનત કરી જ હશે…પણ ગીતને બદલે નિરાશા મળી! 😧

… પણ.. ગીતના શબ્દોને આપની સાથે વહેંચવા જ હતા એટલે તૈયાર માલ ન મળતા આખરે જાત મહેનતથી ગુજરાતી ભાષાંમાં લખવાનો પ્રયાસ કર્યો છે તો કયાંય કોઇ ભુલ રહી ગઇ હોય તો જણાવશો..

યે દૌલત ભી લે લો… યે શોહરત ભી લે લો…
ભલે છીન લો મુજ સે મેરી જવાની,
મગર મુજકો લૌટા દો બચપન કા સાવન..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

મુહલ્લે કી સબસે નિશાની પુરાની..
વો બુઢીયા જિસે બચ્ચે કેહતે હે નાની
વો નાની કી બાંતો મે પરીયોં કા ડેરા
વો ચહરે કી જુરીયોંમે સદીયોં જા ફેરા
ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ
વો છોટી સી રાતેં.. વો લમ્બી કહાની..

કડી ધુપમેં અપને ઘર સે નીકલના
વો ચિડિયાં વો બુલબુલ વો તીતલી પકડના
વો ગુડીયા કી શાદી મેં લડના-ઝગડના
વો ઝુલોં સે ગીરના વો ગીર કે સંભલના
વો પીતલ કે છલ્લો કે પ્યારે સે તોહફે
વો ટુટી હુઇ ચુડીયોં કી નીશાની..

કભી રેત કે ઉંચે તિલ્લો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટાના,
વો માસુમ ચાહતકી તસવીર અપની,
વો ખ્વાબોમેં ખિલૌનોકી જાગીર અપની,
ના દુનિયા કા ગમ થા ના રિસ્તોં કે બંધન,
બડી ખુબસૂરતથી વો જિંદગાની..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

[ ગાયક: જગજીત સિંહ ]

ગઝલ સાથે જોડાયેલ ચલચિત્ર(વીડીયો)

અપડેટઃ આ ગઝલના ગાયક શ્રી જગજીત સિંહ હવે આ દુનિયમાં નથી રહ્યા. જુઓ – અહીં

bottom image of blog text

9 thoughts on “વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…

    1. આ ગઝલ સામાન્યરીતે હું એકલો હોઉ ત્યારે સાંભળવી વધુ પસંદ કરું છું. આજ સુધી એવુ એકેયવાર નથી બન્યું કે તે સાંભળતા મારી આંખ ભીની ન થઇ હોય. જો કે હવે તેમાં તેના ગાયકને ગુમાવ્યાનો શોક પણ ભળશે. 🙁

  1. વાહ! જગજીત સિંઘજી ની મારી ગમતી રચનાઓ માની એક ખાસ કરિને આ ગમ્યુ
    “વો માસુમ ચાહતકી તસવીર અપની,
    વો ખ્વાબોમેં ખિલૌનોકી જાગીર અપની,
    ના દુનિયા કા ગમ થા ના રિસ્તોં કે બંધન,
    બડી ખુબસૂરતથી વો જિંદગાની.” આભાર્

બોલો, શું કહેવું છે તમારે...