માળીની ઓળખાણ

આ દુનીયામાં દરેક માણસની એક આગવી ઓળખાણ હોય છે. જેમાં સામાન્ય રીતે તેના નામ-જાતિ-વ્યવસાયનો સમાવેશ થાય. પણ મારે તો અહી એક જ ઓળખાણ આપવી છે; કે હું એટલે… બગીચાનો માળી અને આ છે મારા શબ્દોની દુનિયા. એટલે કે મારા મનમાં દબાયેલા સંવેદનો, અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું… “મારો બગીચો” !!

મારા વિચારો આ બગીચાનું ખાતર છે અને મારા અનુભવો આ બગીચાના ફુલ-છોડ છે, જેને શબ્દોથી અહી ઉછેરવા અને સંભાળવા એ મારું કામ છે. જીવનના ઉતાર-ચઢાવમાં બની શકે કે કયારેક હરિયાળીની સાથે-સાથે કોઇ કાંટાળા અનુભવ પણ ઉગી નીકળે પરંતુ મારો ઉદ્દેશ કોઇને દુઃખી કરવાનો કયારેય નહી હોય.

આમ તો અહી લખવું એ માત્ર શોખ અને યાદગીરી જાળવવા માટે છે છતાંયે એક જાહેર જગ્યા હોવાથી કોઇ પણ આવીને વાંચી શકે અને તે અંગે પોતાનો અભિપ્રાય જણાવી શકે છે. મને મારા નામ કરતા બગીચાના માળી તરીકે ઓળખો એવી આશા છે એટલે હું મારું નામ અહી નથી લખતો. મારો કોઇ અનુભવ, મારા વિચારો કે મારા શબ્દો આપને ઉપયોગી થાય અથવા આપને થોડા સમય માટે પણ ખુશી આપી શકે તો મને ઘણો આનંદ થશે.

આપ અહી આવ્યા અને બે ઘડી મારા જીવન બગીચામાં રસ દાખવ્યો તે બદલ આપનો દિલથી આભાર. જો આપ આપના અનુભવો કે વિચારો મારી સાથે વહેંચવા ઇચ્છતા હોવ તો સંપર્ક-ડાળીમાં મારા ઇ-ઠેકાણાંની વિગતો છે. એકબીજા સાથે વહેંચતા રહેવામાં ઘણો આનંદ આવશે..

આવજો.

0 thoughts on “માળીની ઓળખાણ

    • શ્રી ચંદ્રકાંતભાઇ, આપ આવ્યા અને આપને આનંદ થયો એ જાણીને મારું મન ઘણું હરખાય છે. મારો બગીચો બનાવવાનો ધ્યેય પણ એ જ હતો કે આવનારને અહી આવવાનો આનંદ રહે. આપના સુંદર શબ્દો બદલ આ માળી આપનો હ્રદય પુર્વક આભાર માને છે. મારા બગીચાને આપ પોતાનો બગીચો સમજીને ગમે ત્યારે આવી શકો છો, આપની ખાટી-મીઠી વાતોને અહી સૌની સાથે વહેંચી શકો છો. જીવનમાં હરિયાળી ફેલાવવી એ જ તો મારું કામ છે, તેમાં કોઇ પુર્વગ્રહને સ્થાન નથી. બીજી વાતો ફરી મળીશું ત્યારે.. બસ, આમ જ મળતા રહેજો. મને બહુ મઝા આવશે.

  1. દર્શિતભાઈ આપનો બ્લોગ ખરેખર ઘણો સુંદર છે તમારો બ્લોગ જ્યારે હું જોવું છુ ત્યારે મારી આંખો સમક્ષ બગીચાનું દ્રશ્ય ખડુ થાય છે

  2. આપનો બગીચો હમેશાં હર્યો ભર્યો લીલોછમ રહે, અને બગીચામાં સુન્દર રંગ બેરંગી પુષ્પો ખીલતા રહે જેની
    ખુશ્બુ સાહિત્ય રસિકો, લેતા રહે એજ શુભેચ્છા.

  3. દર્શિતભાઇ,

    આજે પ્રથમ જ આપના ઉપવનની મુલાકાત લીધી. ખરેખર એવી જ લાગણી થઇ જેવી સમી સાંજે પ્રીય પાત્ર સાથે બગીચાની લટાર મારતા થાય છે. લખતા રહેજો અને બ્લોગ વનમા મળતા રહેજો

    મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર

    Komal

    http://ajvaduu.wordpress.com/

  4. આદરણીયશ્રી. દર્શિતભાઈ

    આપના બગીચાની આજે વહેલી સવારે

    ગજબની લ9ક ભગવાને મેળવી આપી.

    સાચેજ સાચ ” બગીચાના સ્વામી ” છો

    આપના બગીચામાં ફરવાની ખુબજ મજા પડી સાહેબ.

    આપની લખવાની શૈલી નોખી – અનોખી છે તે ખુબ જ ગમી સાહેબ

    સાહેબ હું તો બસ એટલું જ કહું કે આપના સજાવેલ બગીચાની મહેક

    ખુબજ દુર દુર સુધી ફેલાય અને આપ ખુબ નામના મેળવો એવી

    અંતરની શુભકાનાઓ.

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  5. શ્રી દર્શિતભાઈ

    સુંદર બગીચો સુંદર વાતાવરણ અને સુંદર પુપ્ષમાળા.

    રંગ બેરંગી ફૂલો જેવી જ આપણી ઓળખ આપવાની કળા.

    આપના બેક ગ્રાઉન્ડના બગીચા જેવું જ ચિત્ર કેનેડામાં એક

    પાર્ક આવેલો છે તેવું છે. ખુબ સરસ મજાનો બગીચો.

  6. બગીચાનો માલી ખરા અર્થમાં જો કહીએ તો દોસ્ત જ છે કેમકે ઘણી વાર આપણે આપના ઘણા હોવા છતાં જીવન નો આપનો સાચો રહી દોસ્તને સમજી એ છીએ અને તેને આપણે જીવનની આપની દરેક અંગત વાતો,તકલીફોમાં સલાહ લેવામાટે આગળ કરીએ છીએ અને જો દોસ્ત આપણને સાચી હમદર્દી આપે અને દુખ માં સાથે રહી આપણને સાથ આપે તો મુરજયેલો આપના જીવનનો બાગ ખરેખર ખીલી ઊઠે છે અને જિંદગી જીવવા માટે નવું જીવન મળી છે…માટે બગીચાનો સાચો માળી દોસ્ત છે …

  7. તમારા વિચારો ખરેખર બગીચાનું ખાતર છે જો દરેકના જીવનમાં આપના જીવા માલી મળી જાય તો જીવન આપના બગીચા જેવુ સુંદર બની જાય……..

  8. દર્શિતભાઈ આ એક શાયર તામારા બગીચામા જીવન ના ફુલ લેવા આવ્યો છે…..તમારો બ્લોગ જોયો અને બહુ મોડો આવો એવુ લાગ્યુ ….. હુ એક શાયર હુ એટ્લે જતા જતા એક શાયરી કહુ છુ

    ˙·٠•ღ♥ક્યારેય એને નજર-અંદાજ ના કરો…
    જે તમારી ખુબ સંભાળ રાખે છે,
    નહીતર ક્યારેક તમને ખબર પડસે કે…
    પત્થર જમા કરતા કરતા એક હીરો ખોઈ દિધો છે ♥ღ•٠·

  9. મેહુલભાઇ આપ ઘણુ જ સારુ અને સાચુ લખો છો આપ મહુવા આવો તો અમારા બગીચામા પ્લાંટેશનમા જરુરથી પધારશોજી

  10. That was a great great great expirience to visit your blog. khub-khub aanand thayo tamaro blog vanchi ne. ane ema pan jyare tame tamara PITA hova no prem Vraj mate khub j sundar rite alankit kryo chey. mane te khub gamyu… vadhu lakhta rahejo tamara baag ma mare roj aavu padse tevu lage chey kem ke mari nani Angle ne pan bagicha ma ramvani bahu maja pade chey………:)

  11. નીરવભાઈના બ્લોગમાં રખડતા રખડતા બગીચામાં આવી ચડ્યો છું. યાદ નથી છેલ્લે બગીચામાં ક્યારે ગયો હતો. કદાચ બાળપણમાં બાપુ સાથે ગયો હતો. આ બગીચો તો ઘણો અલગ અને અદભુત છે.

    અને હા, બગીચામાં પાણી પાતા રેહજો!

    – મોનોમોર્ફર

  12. સજ્જન શ્રી ,
    જય હો.
    કુદરત-નિસર્ગની નજદીક જવાથી ચોક્કસ એક ભીતરી શુકૂન -ભીનાશ વાળી શીતળતા નો સહજ એહસાસ અંકે થાય છે.સારું લાગે છે.બગીચાનો લીલો રંગ આમેય આંખોને ઠંડક આપે ..ગમે। …
    બસ સુખની ક્ષણો વહેંચતા જાઓ અને ખુશ થવું અને રહેવું એજ મકસદ !આભાર।
    =લા’કાન્ત / 23-8-13

તમે પણ કંઇક કહો ને...