ડિસેમ્બર 19, 2012 બગીચાનો માળી 6Comment

. . .

– આજે અનાયાસે જ નવરા બેઠા-બેઠા મારા બગીચાની જુની ગલીયોમાં આંટો મારવાનું મન થઇ આવ્યું. (લે.. કાયમ લખતા હોઇએ તો કયારેક પાછા વળીને જોવાનું મન તો થાય ને..)

– જુની વાતોમાં રખડતાં-ભટકતાં^ આજથી બરાબર એક વર્ષ પહેલા આજના દિવસે જ લખાયેલી એક એવી પોસ્ટ હાથમાં આવી કે જેને ત્યારે તો પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવામાં આવી હતી. (વિચાર્યું’તુ કે થોડા સમય પછી તેને ‘ઓપન’ કરી દઇશ પણ સમય-જતા ભુલાઇ ગયું…) એક વર્ષ પહેલા જે ખુશખબર થોડા લોકો સાથે વહેંચી હતી આજે તે પોસ્ટને સહર્ષ ‘ઓપન ફોર ઑલ’ કરવામાં આવે છે. (યહ દેરી કે લીયે હમે ખેદ જરૂર હૈ ।)

– હા, મુળ તો આજે સેલીબ્રેશનનો દિવસ છે કે તે ખુશખબરને એક વર્ષ થયું છે અને તેનું પરિણામ તો તમે બધા જાણો જ છો. 🙂 જુની ખુશખબર-પોસ્ટની ‘ઓપન’ લીંક :  http://www.marobagicho.com/2011/angat-mitro-mate/

– લેટેસ્ટ અપડેટ્સ:

 • ટેણીયાને ૪ મહિના પુરા થયા. (અત્યાર સુધી તેની માટે કુલ ૨ રાત્રીનો ઉજાગરો નોંધાયો છે.)
 • ગુજરાત વિધાનસભાની ચુટણીમાં બે દિવસ પહેલા મત આપ્યો અને આવતી કાલે તેનું પરિણામ જાહેર થવાનું છે.
 • થોડા અપડેટ્સ ટ્વીટરમાં જોવા મળશે.
 • અને જોઇ લેજો… આ વખતે પણ મોદી જ આવશે.^^

. . .

^તે નામના બ્લૉગ સાથે આ પોસ્ટને કોઇ સંબંધ નથી.
^^જો અમારું પુર્વાનુમાન સાચુ ન પડે તો તકરાર કરવી નહી.

6 thoughts on “આજે તે ખુશખબર ને એક વર્ષ થયું !!

 1. ઓહો ….દોડવા ની ચર્ચા આહિયા પણ ચાલે છે …..
  પેહલા આપને 5 મીટર થી શરૂઆત કરવી પડશે આપને તો …મારે તો ખરી જ ……

  શરૂઆત થઇ જાય પછી તો ભુક્કા કાઢી નાખીએ …..
  દોડી દોડી રસ્તાઓના …

  5 km ના કેસ માં એવું છે કે ….

  દોડી શકાય no doubt

  ને એ પણ સળંગ (આંખો ફાડી ને ના જોશો …સાચક્ક માચક્ક યાર )

  બસ ખાલી પેલા mall માં ખબર છે automatic દાદરા આવે છે …
  બસ મોદીજી વિકાસ કરે ને એવા રસ્તા બનાવે એની વાર છે ખાલી ……

  😀 😀 😀

તમે પણ કંઇક કહો ને...