ડિસેમ્બર’12 : અપડેટ્સ

. . .

– દરરોજ કંઇકને કંઇક નોંધ લેવા લાયક બનતું જ રહેતું હોય છે પણ કમનસીબે સમયસર નોંધવાની આળસમાં ઘણું ભુલી જવાતું હોય છે.

– ઠંડી અત્યારે થોડી-થોડી વધી રહી છે પણ વર્ડપ્રેસની અસીમ કૃપાથી મારા આ બગીચામાં તો હમણાંથી જ બરફવર્ષા ચાલુ થઇ ગઇ છે !! (તમે જોયું કે નહી? જુઓ જુઓ…બેક્ગ્રાઉન્ડમાં બરફ વરસતો દેખાશે.)

– રવિવારે વ્રજને ફરી રસી અપાવવા લઇ ગયા હતા. હવે પછીનો ‘ડોઝ’ મે મહિનામાં આવશે. આ રસી આપનારા ડોકટર-નર્સ જે રીતે રસી-ઇન્જેકશન આપતા હોય છે તે જોઇને કુમળા બાળક પ્રત્યે તેઓ થોડા નિર્દય હોય એવું લાગે. (હશે, તેમની માટે તો આ બધુ રોજનું કામ કહેવાય એટલે..)

– પરિવારમાં લગ્ન પુરા થયા. હવે તો બધા મહેમાનો પોતપોતાના ઘરે પહોંચી ગયા છે અને પોતના કામધંધે પણ વળગી ગયા હશે. (પણ અમે હજુ રજાના માહોલમાંથી બહાર નથી આવ્યા બોલો…)

– આ મહિનાની ૧૩ અને ૧૭ તારીખે ગુજરાતમાં ચુટણી છે. સૌને પોતાનો કિમતી મત ‘યોગ્ય’ ઉમેદવારને આપવા વિનંતી. (જો યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મુશ્કેલ હોય તો નાછુટકે ઉભેલા ઉમેદવાર માંથી પ્રમાણમાં ઓછા ‘નાલાયક’ની પસંદગી કરવી.) અને આપને કોઇ જ ઉમેદવાર યોગ્ય ન લાગે તો….

  1. તમારૂં ઓળખપત્ર લઇને મતદાન કેન્દ્ર પર જજો.
  2. તમે મતદાન કરવા આવ્યા છો તેની નોંધ રજીસ્ટરમાં કરાવજો.
  3. પહેલી આંગળી પર કાળું ટપકું મુકાવજો.
  4. EVM પર “ઉપરમાંથી કોઇ નહિ” નું બટન દબાવજો.
  • જો એવું બટન EVM પર ના હોય તો…
  • પ્રિસાયડીંગ ઓફિસરને કહો કે તમે ફોર્મ નં 16A દ્વારા જ મતદાન કરવા ઇચ્છો છો કારણકે તમે જે મત આપવા માંગો છો એ સુવિધા EVM પર નથી. (EVM = ઈલેક્ટ્રોનીક વોટીંગ મશીન) ફોર્મ 16A ભરી ને તમારા તથા પ્રિસાયડીંગ ઓફિસર ના હસ્તાક્ષર કરવા જરૂરી છે. આ ફોર્મ ભરવાથી તમારો ” કોઇ ઉમેદવાર ચૂંટવા લાયક નથી ” એવો મત નોંધાઇ જશે તેમજ તે મુજબની ગણતરીમાં લેવાશે.
  • આ અંગે વધુ જાણકારી / માર્ગદર્શન તમે સ્થાનિક ચૂંટણી નિરીક્ષક પાસેથી વિના સંકોચ અધિકાર સાથે મેળવી જ શકો છો.
    (માહિતી સ્ત્રોત: શ્રી અખિલ સુતરીયા)

– અમારે ત્યાં ઉભેલા ઉમેદવારમાં જે ઉમેદવાર ઠીક લાગે છે તેની પાછળ રહેલી રજકીય પાર્ટી ઉપર મને ભરોસો નથી આવતો અને જે ઉમેદવાર પસંદગીને ‘લાયક’ નથી તેનો રાજકીય પક્ષ (અન્ય વિકલ્પના અભાવે) મને પસંદ છે. આ કારણોથી મારો કીમતી મત કોને આપવો તે હજુ સુધી નક્કી કરી શક્યો નથી. (નક્કી કરીશ તો પણ અહીયા કોઇને નહી કહું. એ તો સિક્રેટ જ રહેશે. 🙂 )

– મારા મતે આ વર્ષે પણ નરેન્દ્ર મોદીનું પલ્લું થોડું ભારે જણાય છે. હવે જોઇએ ગુજરાતની પ્રજા આખરે કોને વધુ પસંદ કરે છે. (જો કે હું કોઇ ચુટણી એક્સપર્ટ નથી એટલે મારી ધારણા ખોટી પણ પડી શકે છે જેની નોંધ લેવી.)

– અમદાવાદના આકાશમાં હમણાંથી પતંગ દેખાવાના શરૂ થઇ ગયા છે. આ વર્ષે ઉતરાયણની આગળના દિવસે એટલે કે ૧૩ જાન્યુઆરીના દિવસે રવિવાર આવે છે એટલે આ વખતે ત્રણ દિવસની ઉતરાયણ પાક્કી. (મને બચપનથી જ ઉતરાયણનો તહેવાર ઘણો વ્હાલો.) ગુજરાત સરકારના આગામી કાર્યક્રમોમાં તપાસ કરીને કોઇ મને કહેજોને કે આ વખતે ‘વાઇબ્રન્ટ ઉતરાયણ’ના આયોજનનો કોઇ પ્લાન છે કે નહી?

– રેગ્યુલર દોડવાનો પ્લાન પહેલા લગ્નના કારણે અને હવે ઠંડી (સાથે સાથે થોડી આળસ) ના કારણે અટકેલો છે. (આ અટકેલો પ્રોગ્રામ ફરી શરૂ કરવું ઘણું વિકટ લાગે છે…. કેમ કે હમણાંથી સવારે વહેલા ઉઠાતુ જ નથી.)

– મારી ગાડીના કાચ ઉપરની બ્લેક ફિલ્મ ન કાઢવા બદલ ગઇકાલે જ દંડ ભર્યો! (હવે તો જલ્દી જ કાઢી નાખવી પડશે. 🙁 )

– બસ, હવે વધારે લખીને લાંબુ નથી કરતો. અસ્તુ.

. . .

10 thoughts on “ડિસેમ્બર’12 : અપડેટ્સ

  1. 1} Baba* black** ship*** , remove your film 😉

    { * = You , ** = black film , *** = ship = Car ! }

    2} ડોકટરો , નાના બાળકોને એક કેસ તરીકે જ જુએ છે . . દિવસે દિવસે તેઓ ભાવશૂન્ય બનતા જાય છે 🙁 { સારા ડોકટરો આ વાતને ધ્યાનમાં ન લે 🙂 }

    1. કાળા કાચ ઉપરની ફિલ્મ દુર કર્યા સિવાય છુટકો નથી.. 🙁

      અમારે ત્યાં સારામાં સારા ડૉક્ટર પણ દરેક બાળકને કેસ તરીકે જ જુએ છે !! જો કે તેમને આખો દિવસ આ જ કામ કરવાનું હોય એટલે તેમની માટે ભાવશુન્યતા આવી જવી સ્વાભાવિક પણ છે..

  2. “જે રીતે રસી-ઇન્જેકશન આપતા હોય છે તે જોઇને કુમળા બાળક પ્રત્યે તેઓ થોડા નિર્દય હોય એવું લાગે” એમને કહો કે આનું નામ વ્રજ છે વજ્ર(vajr) નહિ… 🙂

  3. આખો બ્લોગ ખુંદી વળ્યો ..પણ મારું હારું ખબર જ ની પડતી કે આ બરફ પડે છે પણ જાય છે ક્યાં ….
    દોડવા ના પ્લાન માં સફળતા મળે તો જરૂર એ સફળતા ની ચાવી બતાવજો ( ધર્મપત્ની ના આગ્રહ સિવાય ની બધી જ ચાલશે કેમ કે હજુ મારા ખુશ નશીબ ની યાદી માં આવતો ઉમેદવાર છું )

    1. પ્રશાંતભાઇ, અહી બરફનું પડવું એ શ્રી વર્ડપ્રેસ દેવની ‘લીલા’ છે અને આવી ‘લીલા’ઓને સમજવી એ આપણાં જેવા પામર મનુષ્યો માટે ઘણું કઠીન છે…

      મારો દોડવાનો પ્લાન જ ધીમે-ધીમે ચાલી રહ્યો છે… જો કે તેમાં સફળ થવાની ચાવી એક જ છે – ‘નિયમિતતા’ (જેને હું જાળવી નથી શક્તો.)

      1. ઓહો ….તમે જેવું “લીલા” નું નામ લીધું તેવું જ હું એ મારા શબ્દો ના શસ્ત્રો 10 ફૂટ દુર લઇ લીધા છે ….
        કેમ કે દુનિયા માં યુગો ના યુગો થી લીલા , મીના , ટીના, વગેરે વગેરે ….
        ને સમજવામાં માનવ હમેશા નિષ્ફળ જ રહ્યો છે ….
        ને જે કોઈ એ સમજવાની ગુસ્તાખી કરી છે એમને રેહવાય ના કે સેહવાય ના એવી કપરી પરસ્થિતિ ની સામનો કરવો પડ્યો છે ….
        માટે WordPress દેવ ને આજે બલિ સ્વરૂપે એક નવી Post ચડાવી દીધી છે ….ને આવી લીલાઓં થી તમને મને તથા અન્ય પીડિતો ને પણ રક્ષા કરે એવી પ્રભુ ને પ્રાથના કરેલ છે …. બોલો WordPress દેવ ની જાય ….

        અંતે
        દા .ત .
        લીલા દેવી ની જય બોલવા ની ભૂલ ના કરતા ( કેમ કે સાપ કો તુમ સાપ કહોગે ય સાપજી વોહ તો ડંસેગા હી- “જોકર” બેટમેન ફિલમ નો ડાઈલોગ)

        બીજી સાચી વાત તમારી કે સફળતા ની ચાવી “નિયમિતતા” ….. ચોક્કસપણે એ ચાવી શોધવાનો પ્રયત્ન થશે જ …. તમને મળે તો મને પણ કેહ્જો …કા તો હું તાળું લઈને આવી જઈશ … કા તો ડુપ્લીકેટ બનાવી લઈશ ….તો પણ નૈ ખુલે તો તાળું તોડી નાખીશું …પણ તાળું ખોલીશું તો ખરા જ ….. છેલ્લે રહ્યા તો ગુજ્જુ જ ને …

        …:-D 😀 😀 ….

બોલો, શું કહેવું છે તમારે...