કાંકરીયા તળાવની મુલાકાતે…

– થોડા દિવસ પહેલા કાંકરીયાની મુલાકાત લીધી. ભરબપોરનો સમય હોવાથી લગભગ લોકોની અવરજવર નહિવત જણાતી હતી. (હું ભરબપોરે ત્યાં શું કરતો હતો તે નહી પુછવાનું… ઓકે?)

– મુલાકાતીઓ ની નોંધ લઇએ તો કહી શકાય કે કોઇ એક સ્કુલના નાના-નાના બાળકોની ત્રણ બસ આવી હતી અને થોડા વ્યવસ્થાપક કર્મચારીઓ સિવાય બીજા બધા નવા-નવા ઉભરતા પ્રેમી પંખીડાઓ જ દેખાતા હતા. (અંદરની વાત તો તે જાણે પણ એક છોકરો અને એક છોકરી ખુણામાં બેસીને છુપાઇને કોઇ વાતો કરતા હોય તો તેમને પ્રેમી પંખીડાનો દરજ્જો તો આપી જ શકાય ને!!)

– આ કહેવાતા પ્રેમીઓ માં કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ (અને વિદ્યાર્થીનીઓ) મુખ્યત્વે કહી શકાય. (તેની સાબિતી – ચહેરા પર ડર અને સંકોચ, ખભા પર બેગ, છોકરીઓ ના ફાલતુ નખરા, છોકરાઓનો છીછરો પ્રેમ વગેરે વગેરે..)

– કાંકરીયાની ફરતે વ્યવસ્થા અને સ્વચ્છતાના માર્ક પુરા આપવા પડે. સારસંભાળ લેનાર સૌનો આભાર અને અભિનંદન.

– પ્રવેશ ટીકીટ માટે કોઇ એક સમયે ઘણું રાજકારણ ચાલ્યું હતું; પણ વારંવાર અહી આવ્યા પછી અને વ્યવસ્થા દેખ્યા પછી લાગે છે કે ટીકીટનો તે દર યોગ્ય છે. (૧૦ રૂપિયામાં આનાથી વધુ સગવડની અપેક્ષા હાલ હુ તો ન જ કરી શકું.)

– સૌથી સારી વાત: નકામા ગલ્લાઓ, ખુમચાઓ કે ભીખારીઓ નો અહી કોઇ ત્રાસ નથી. કાર-પાર્કિંગ ફ્રી છે. અંદર જ નાસ્તા-જમવાની સારી સગવડ છે. ફેમીલી-મિત્રો સાથે આનંદથી સમય વિતાવી શકાય અને નાના બાળકોને ઘણી મજા આવે. એકંદરે શાંતીમય વાતાવરણ લાગે.

– કિડઝ સીટી, બાલવાટીકા, પ્રાણી સંગ્રહાલય, અટલ એક્ષપ્રેસ (ટ્રેન), બોટિંગ, નાસ્તાગ્રુહ, તળાવ વગેરે મુખ્ય આકર્ષણ ગણી શકાય.

– થોડા-ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે જે કાલે અહીયા મુકીશ.

– આવજો..


અહી સુધી આવ્યા છો અને જો કાંકરીયા તળાવને નજરે નિહાળવાનું બાકી હોય તો નીચે લીંક છે; જોતા જજો…

10 thoughts on “કાંકરીયા તળાવની મુલાકાતે…

  1. એકદમ યોગ્ય મુદ્દાઓ. વસ્ત્રાપુર લેકની હાલત જુઓ. હું આજ-કાલ ત્યાં “દોડવા” માટે જાઉં છું. પણ, સ્વચ્છતા ત્યાં એટલી નથી. કદાચ એક જમાનામાં ત્યાં ટીકીટ હતી (મને ચોક્કસ ખ્યાલ નથી).

    અને, પ્રેમી-પંખીડાઓ બિચારા બેઠાં હોય તો સારું ને. એટલિસ્ટ એક સારી જગ્યા તો હોવી જોઈએને?

    1. એક સમયે વસ્ત્રાપુર તળાવ પ્રેમી પંખીડાઓ માટે “હોટ-સ્પોટ” ગણાતું પણ જાણવણીના અભાવે તેનો ચાર્મ નથી રહ્યો. હવે તે લોકો માટે સારી જગ્યા તરીકે કાંકરીયા કદાચ યોગ્ય કહેવાય.

      કાંકરીયામાં સવારે નિયમિત “દોડવા” આવનાર માટે કદાચ ફ્રી એન્ટ્રીની સગવડ છે એવું મારી જાણમાં છે.

  2. સવારે “દોડવા” આવનાર માટે અને ચાલવા આવનાર માટે કાંકરિયા માં તદ્દન ફ્રી એન્ટ્રી છે… એ વાત તમારી એકદમ સાચી છે.. વહેલી સવાર થી ૭.૩૦ થી ૮ સુધી ફ્રી એન્ટ્રી છે…

  3. પિંગબેક: » કાંકરીયા તળાવની મુલાકાતે… » GujaratiLinks.com

બોલો, શું કહેવું છે તમારે...