
નાયરાઃ પપ્પા, આ વીડીયો પ્લે કેમ નથી થતો?
પપ્પાઃ ટીવીમાં એવું ના થાય.
નાયરાઃ કેમ?
પપ્પાઃ …… 😐
આ નવા જમાનામાં જન્મેલા ટબુડાઓને ટચ સ્ક્રીન અને નોન-ટચ સ્ક્રીન વચ્ચેનો ફરક પણ કઇ રીતે સમજાવવો? અને આ જનરેશને તો જનમ્યા ત્યારથી ટચ ડિવાઇસ દેખ્યા છે; હવે બગ્ગુ ને કોણ સમજાવે કે ટીવી સ્માર્ટ તો થયા છે; પણ હજુ સ્પર્શથી કામ કરે એટલા હોંશીયાર નથી બન્યા.
અમારા ટાઇમમાં અમે ડબ્બા જેવા બ્લેક-એન્ડ-વ્હાઇટ ટીવી દેખ્યાનું પણ યાદ છે; જો આ છોકરાંઓને એ વિશે કહીશ તો મને આદિમાનવ જેટલો જુનો ગણી લેશે!!
🧔

![અપડેટ્સ 36 [Feb'14] IMG_4494](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2014/02/IMG_44941.jpg?fit=201%2C150&ssl=1)

