કોરોના અપડેટ્સ – 2

અગાઉ જ્યારે અહી આ વિષયે નોંધ લેવાઇ ત્યારે ગુજરાતમાં કોઇ કેસ નોંધાયા ન હતા, પણ આજે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, સુરત અને રાજકોટમાં એક-એક એમ કુલ-7 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. અને ભારતભરમાં નોંધાયેલ કુલ covid-19 કોરોના વાઇરસથી પોઝીટીવ કેસની સંખ્યા 200 ને પાર કરી ચુકી છે.

અમદાવાદમાં હજુયે લોકો મુક્તરીતે હરીફરી રહ્યા છે. એટલા નોર્મલ રીતે કે જાણે તેમને કોઇ જ ખતરો જ નથી જણાતો. કોણ ક્યારે ક્યાં શિકાર બનશે તે કળી શકાય એમ નથી. ઘણાં આગોતરા પગલાંઓને લીધે ભારતમાં આ વાઇરસ હજુ ઇટાલી, ઇરાન અને અમેરિકાની જેમ કોમ્યુનીટી-સ્પ્રેડ નથી થયો એટલું સારું છે પણ હજુયે કંઇ કહેવાય એમ નથી. તેનો ઉપકાર માનીને પણ થોડા દિવસ ઘરમાં પુરાઇ રહીએ તો સારું.

અત્યાર સુધી નોંધાયેલ દરેક કેસમાં મુખ્યત્વે વિદેશથી આવેલ વ્યક્તિઓ છે, પણ હવે થોડું ચેલેંજ જેવું લાગી રહ્યું છે. સામુહિક પ્રયત્નો કરવા જ પડશે. ગઇકાલે પ્રધાનમંત્રીના પ્રજાજોગ સંબોધનમાં એક દિવસનો ‘જનતા કર્ફ્યુ‘ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તે ડ્રીલ સમાન લાગી રહ્યો છે.

આપણે રોતલ-નાગરિક બનીને ફરિયાદ પણ ન કરી શકીએ એટલી સરકાર એકટીવ છે! પરંતુ દરેક લોકોના સામુહિક સહયોગ વગર બધું જ બેકાર છે. જો એકવાર વાઇરસ લોકોમાં ફેલાવા લાગ્યો તો ખરેખર બહુજ ખરાબ દિવસો જોવા પડે એમ છે.

આગળની વાત નોંધતી વખતે લાગ્યું હતું કે જરુર કરતાં વધારે ભય બતાવાઇ રહ્યો છે પણ દુનિયાભરથી આવતા આંકડાઓ જોઇને હવે ચોક્કસ લાગે છે કે ડરવા માટે પુરતા કારણો છે.

અત્યાર સુધી ચીનમાં 80,967 પોઝિટીવ કેસ સામે 3,248 લોકોના મૃત્યુના આંકડાઓ જાહેર કર્યા છે, પણ ચીન બહાર નોંધાયેલ પોઝિટીવ કેસ અને મૃત્યુની સ્થિતિ જોઇને લાગે છે કે ચીને દુનિયાથી ઘણું છુપાવ્યું છે.

ખૈર, દુનિયાનું તો પછી જોવાશે જો આપણે સલામત રહીશું. અત્યારે સંપુર્ણ રીતે સ્વાર્થી બનવાનો સમય આવી ગયો છે. પોતાના દેશ અને રાજ્ય માટે, પોતાના શહેર અને વિસ્તાર માટે, ઘર અને પરિવાર માટે, ખાસ તો પોતાની જાત માટે સ્વાર્થી બનીને બને ત્યાં સુધી એકબીજાથી સીધો સંપર્ક ટાળવાનો આ સમય છે.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સખત એલર્ટ છે. મ્યુનીસીપલ કમીશનર શ્રી વિજય નેહરા દ્વારા આજે નીચેની જાહેરાત કરવામાં આવી છે જેને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

public advisory by ahmedabad municipal corporation

કોરોના વાઇરસની અસર દેખાતા બે થી પંદર દિવસ સુધીનો સમય હોય છે. એટલે તેનો અસરગ્રસ્ત વ્યક્તિ ત્યાં સુધી પબ્લીકમાં રહીને કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે અને ચેપ લાગનાર વ્યક્તિને થોડા દિવસો બાદ તેની ખબર પડે એટલે ત્યાં સુધી તે બીજા કેટલાય સુધી આ વાઇરસ ફેલાઈ શકે છે. આ બિમારીને મહામારી બનતાં જરાય વાર લાગે એમ નથી અને અત્યારે તમારાથી તે એક વેંત જેટલી દુર છે. જરા સી ચુક ઔર હો ચુકા કલ્યાણ!

જો સ્થિતિ કાબુ બહાર નીકળે તો કેવી હાલત થઇ શકે તે જાણવું હોય તો બ્લોગર શ્રી હર્ષ ગાંધી એક દુઃસ્વપ્ન બતાવે છે કે;

Corona ની સામે સાવચેતી ન ભરી એટલે રોગચાળો વકર્યો છે. India માં રોજ ના 5000 નવા case આવે છે. Hospital એ 60 years થી ઉપરના લોકોનો ઈલાજ કરવાનો બંધ કર્યો છે. જેટલા જવાન લોકો બચે છે એટલા ને બચાવા પ્રયત્ન ચાલુ છે. Doctors મૂંઝાઈ જાય છે. કેટલા ને સાચવવાના. એક વાત છે કે દર્દી ના સગા સંબંધી ઓ માથાકૂટમાં નથી પડતાં. કેમકે ‌તેઓ પોતે દર્દી બનીને બેઠા છે. આખી Health care system ચૂસાઈ જાય છે. ફરજિયાત બધી industry બંધ કરવી પડે છે. રોડ સૂમસામ છે. લોકો બહાર નીકળી નથી શકતા. એમના કોઈ પણ સંબંધી ને મળવા નથી જઈ શકતા. શાકભાજી અને દવાઓ નથી આવતી. કેમકે બધું બંધ છે. Communication industry પણ ધીમે ધીમે બંધ થાય છે. લોકોનું Internet નથી ચાલતું. કેમકે ત્યાં કામ કરતા લોકો નું schedule ખોરવાઈ ગયું છે. લાખો લોકો ને hospital મા સાચવતા ધીમે ધીમે Doctors નો જોશ ઉતરી જાય છે.

મુળપોસ્ટ : https://anviksiki.blog


થોડા દિવસ માત્ર અગત્યના કામ સિવાય બહાર નહી નીકળવાથી કોઇ આભ નથી તુટી પડવાનું. અને ‘રોજ કમાઇને ખાનારા લોકો શું કરશે’ અને ‘પૈસા વગરના ગરીબોનું શું થશે’ -એવા સુફિયાણા સવાલોને કરતાં પહેલાં પોતે ઘરમાં બેસો એ બહુજ જરુરી રહેશે. વહિવટ કરનારને તે પણ નજરમાં આવશે એવી આશા રાખીએ, કેમ કે તમે પોતે બીજું કંઇ જ કરી શકવાની સ્થિતિમાં નથી. હાલ તો જનતા કર્ફ્યુને સફળ બનાવીએ અને આ એક દિવસનો કર્ફ્યુ આપણને ભવિષ્યમાં જરુર પડે તો સંપુર્ણ લોકડાઉન માટે પણ તૈયાર કરશે.

કોરોના વાઇરસ Covid-19 ના કહેરથી આજ સુધીમાં વિશ્વભરના દેશમાં નોંધાયેલ આંકડાઓનું એક લિસ્ટ… (આટલામાં ઘણું-બધું સમજી લો. 🙏)

country wise data related to corona covid-19 virus on date 20 march 2020
country wise data related to corona covid-19 virus on date 20 march 2020
country wise data related to corona covid-19 virus on date 20 march 2020
country wise data related to corona covid-19 virus on date 20 march 2020
country wise data related to corona covid-19 virus on date 20 march 2020
country wise data related to corona covid-19 virus on date 20 march 2020

ડર કે આગે જીત હૈ – & – ડરના જરુરી હૈ!

ચેતતો નર સદા સુખી – અને – પહેલું સુખ તે જાતે નર્યા!

4 thoughts on “કોરોના અપડેટ્સ – 2

    1. લેખની માહિતી જોઇ. આ વિષયના બીજા ગુજરાતી લેખ પણ દેખ્યા. ત્યાં ઘણી માહિતી ઉમેરેલી છે. આપની મહેનત પણ દેખાય છે.

      ફેરફારો કઇ રીતે કરવા તે પણ યાદ નથી આવતું છતાંયે પ્રયત્ન ચોક્કસ કરીશ..


      તમે જણાવેલ લીંક અલગ જગ્યાએ લઇ જતી હતી તો તેને અપડેટ કરી છે.

  1. મોદીએ આટલું કહેવા છતાં, આજે મારી પડોશમાં નવરા પડેલા સુરતી ડોબાઓ સગા સબંધીઓ ને મળવા આવ્યા છે અને વાયરસ થી કેવી રીતે બચવું, વાયરસ કેવી રીતે મરે, હિલ સ્ટેશન ના જવું, ચૌટા બજાર બંધ છે, સુરતમાં સન્નાટો છે, કંટાળો આવે છે. એવી ફાલતુ પંચાત જોર જોર થી કરે છે.

    ઊંધા કરીને ફટકારવા જોઈએ આવા ગધેડાઓ ને.

    આ તો દરરોજ નો ત્રાસ થવાનો, એના કરતાં ઓફિસ જઈ કામ કરવું સારું 😪 જસ્ટ કીડિંગ. આપણે ઘરે જ સેઇફ છીએ.

    પણ મોટા ભાગના લોકો ભારે ઈગનોરન્ટ છે એમાં કોઈ શંકા નથી.

    1. સવારથી કેટલાયે સબંધીઓ સાથે ફોન પર વાત કરી છે, બધા આજે ઘરમાં તો છે પણ વાઇરસ પ્રત્યે મોટાભાગે ‘જોયું જશે‘ એવો દૃષ્ટિકોણ છે.

      જ્યાં સુધી મહામારી પોતાના ઘરના દરવાજે નહિ દેખાય ત્યાં સુધી રાહ જોઈ રહ્યા છે લોકો..

      અમારું અમદાવાદ અને આપનું સુરત લોકડાઉન થઈ ગયા છે અને આજનો સ્વૈચ્છિક જનતા કરફ્યુ લગભગ સફળ રહ્યો છે. કદાચ સરકાર તેને આવનારા દિવસોમાં ફરજિયાત કરે તેવી સંભાવના છે.

બોલો, શું કહેવું છે તમારે...