અપડેટ્સ-42 [July’14]

– ફરી એકવાર ઘણો સમય થઇ ગયો છે નવી અપડેટ્સને! મનમાં કેટલીયે વાર વિચારું છું કે આજે તો અહીયાં કંઇક લખવું જ છે પણ મગજ એ માટે સમય ફાળવતું જ નથી. (સમયનું મેનેજમેન્ટ શીખવા કોઇ ક્લાસીસમાં જોડાવું પડશે.)

– આજે અપડેટ્સમાં શું નોંધવાનું છે તે જોતા પહેલા તો છેલ્લી અપડેટ્સની વાતોને જોવી પડી. (અંદર કી બાત: આજે તો મને અપડેટ્સમાં હું કેવી-કેવી વાતો ઉમેરતો હતો, એ જ યાદ ન’તું આવતું બોલો!)

– હા, શરૂઆત કરીએ વરસાદથી. મને, આપને અને આપણી મોદી સરકારને એકવાર મોટી ચિંતામાં મુકીને આખરે વરસાદે કૃપા કરી છે. અગાઉના કેટલાક વર્ષોના પ્રમાણમાં આ વર્ષે વરસાદ મોડો જરૂર છે પણ બે-ત્રણ દિવસથી જે રીતે વાતાવરણ પલટાયું છે તે જોઇને લાગે છે કે આ વરસાદ નવરાત્રી સુધી પીછો નહી છોડે! (ગયા વર્ષે નવરાત્રીના મેદાનમાં શરૂઆતના ત્રણેક દિવસો વરસાદે જ ગરબા અને રાસ રમ્યા હતા!)

– વરસાદ આવે એટલે મારા મનમાં ખુશી થાય તે સ્વાભાવઇક છે. [ref.] પણ આજકાલ ગરમીએ જે રેકોર્ડબ્રેક ત્રાસ આપ્યો હતો તેનાથી બચવાની ખુશી વધારે છે.

– વરસાદ હજુ આવ્યો જ છે એટલે નુકશાનના કોઇ સમાચારની શક્યતા નહિવત હોવાથી તેને આજે અહી લખવામાં નહી આવે. (આ સમાચાર માટે તો ગયા વર્ષની પોસ્ટમાંથી કોપી-પેસ્ટ જ કરવાનું હોય છે! પણ કયારે કરવું એ તો ધ્યાનમાં રાખવું પડે ને. 😀 )

– આમ તો આજે અમારી ચંપાના ફોટોની પોસ્ટ મુકવાનો વિચાર હતો પણ તે વિચારનો અમલ કરવાના ચક્કરમાં અપડેટ્સનો વારો ન આવે એવી શક્યતા હતી. છતાંયે વિચારનું માન જાળવવા પોસ્ટના Header Image માં વ્રજના ફોટોને સ્થાન આપીને એક પોસ્ટમાં બે અપડેટ્સ* સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (કોઇ-કોઇ વિચારોને માન પણ આપવું પડે!)

– વ્રજની ધમાલ, મારી સહન શક્તિ અને આજકાલ ટામેટાના ભાવ દિનપ્રતિદિન એક જ દિશામાં વધી રહ્યા છે! (આજે બગીચામાં અમે પ્રથમવાર ટામેટાની હાજરીની નોંધ લઇએ છીએ અને તેની વાતને અહી સ્થાન આપીને હર્ષની લાગણી અનુભવીએ છીએ! 😉 )

– આ મહિનાની શરૂઆતમાં મોદી સરકાર દ્વારા રેલ્વે બજેટ અને દેશનું બજેટ રજુ કરવામાં આવ્યું. બંને બજેટની મુખ્ય વાતોને જોઇને સરવાળે તેને ઠંડુ બજેટ કહી શકાય. એક-બે જાહેરાત સિવાય મને તો તેમાં લગભગ બધું જ સામાન્ય લાગ્યું. (મોદી સરકાર કંઇક નવું કરશે તેની આશા હજુ જીવંત છે જ.)

– અહી અગાઉની અપડેટ્સમાં ઇન્કમટેક્ષની મર્યાદામાં ઘણો મોટો વધારો થશે તે વાતને ખોટી ગણાવી હતી, જે સાચી પડી છે! 😮 અને અગાઉ જણાવ્યા અનુસાર જ છુટની મર્યાદા ધીરે-ધીરે વધારવાની વાતનો અમલ પણ કરવામાં આવ્યો છે! (કદાચ આપણાં નાણાં પ્રધાન મારી વાતો વાંચતા લાગે છે. શું લાગે છે આપને? અચ્છા.. તેમને ગુજરાતી નથી આવડતું એમ કહો છો ને, પણ મોદી સાહેબને તો આવડે છે ને… તેઓ બગીચામાં આવીને વાંચી ગયા હોઇ શકે કે નહી?! 😀 😉 )

– એક નવા વિચાર પ્રમાણે હવેથી દરેક પોસ્ટમાં મુખ્યત્વે દેશ અથવા તો દુનિયાના રાજકારણ કે જાહેર ઘટનાની એક સુખદ અને એક દુઃખદ નોંધનો અહી સમાવેશ કરવામાં આવશે.

– આજે સુખદ સમાચાર તરીકે વડાપ્રધાનના બ્રીક્સ સંમેલન તથા જર્મની પ્રવાસને ગણી શકાય અને દુઃખદ સમાચારમાં ઇરાકમાં આતંકવાદીઓના ત્રાસ અને બે દિવસ પહેલા મલેશીયાના વિમાન પર થયેલ રોકેટ હુમલાને ઉમેરી શકાય.

– અને બીજા અપડેટ્સમાં તો એવું છે કે આસપાસ, કામકાજ અને હવાપાણી બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે. બધા રાજી છે અને હું આનંદમાં છું. આપ સૌ પણ હંમેશા ખુશ રહો એવી આશા સાથે.

– આવજો.

*એક કાંકરે બે પક્ષી -કહેવતનું બ્લૉગીંગ વર્ઝન
[સર્વ હક આરક્ષિત]

7 thoughts on “અપડેટ્સ-42 [July’14]

    1. શ્રી દિપકભાઇ, આપ કદાચ પ્રથમ વખત મારા બગીચામાં પધાર્યા લાગો છો! નામની સાથે જોડાયેલી કડીના સહારે આપની દુનિયાની મુલાકાત લીધી અને ત્યાં વસેલા સુંદર શબ્દોના વિશાળ સમુહે તો મન મોહી લીધું. આજે મારા બગીચામાં આપની હાજરીની નોંધ લેવામાં અમે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. આપનું સ્વાગત છે!

  1. જો આપ ખરેખર time management સિખવા માગતા હોય તો OASIS foundation નો … કરી સકાય પણ ફેર જો આપ ધારો તો જ થસે એ મારી guarantee 🙂

    1. તમે તો મારી એ વાતને સીરીયસલી લઇ લીધી!! 😀 🙂 હા હા હા…

      છતાંયે જાણકારી બદલ આપનો આભાર તો માનવો જ પડશે! હમણાં તો આ શક્ય નથી પણ ભવિષ્યમાં કયારેક કામ આવશે એવી આશા રાખીએ..

  2. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.
    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.
    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.
    *ગુજરાતીલેક્સિકોન વિશે : *
    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.
    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

બોલો, શું કહેવું છે તમારે...