નવા પુસ્તકો

– આગળની પોસ્ટમાં નવા ઉપકરણોની નોંધ લીધા બાદ વિચાર આવ્યો કે નવા ખરીદેલા પુસ્તકોની પણ નોંધ લઇ લઇએ! (બાબા બગીચાનંદની બ્લૉગર્સ શીબીરમાં પણ આ અંગે એક ખાસ ટીપ આપવામાં આવી હતી! જુઓ; અહી!)

– તો.. આજે હાજર છે છેલ્લા ત્રણ-ચાર મહિના દરમ્યાન ખરીદવામાં આવેલ પુસ્તકોની યાદી! (આમાંથી કેટલા વાંચ્યા કે કયા-કયા બાકી છે તેવી પૃચ્છા ન કરવી, નહી તો મારી દુખતી નસ પર વધુ દબાણ આવી જશે…)

– આજે આ યાદી બનાવતા એક આશ્ચર્યની વાત ધ્યાનમાં છે કે જયારથી ટેબ્લેટ મારી પાસે આવ્યું છે અને ઇ-બુક વાંચવાનો ચસ્કો લાગ્યો છે ત્યારથી e-book સિવાય બીજા કોઇ જ પુસ્તક ખરીદવામાં આવ્યા નથી!

. . .

– આમ તો ખરીદ તારીખ પ્રમાણે ગોઠવવાનો વિચાર હતો પણ દરેક પુસ્તકને અલગ-અલગ જગ્યાએથી ઉમેરવામાં આવ્યા છે એટલે તેની વિગત મેળવવામાં ઘણો સમય જાય એવું લાગ્યું; એટલે અહી random ગેલેરી બનાવી દીધી છે. (ચોખવટ: કોઇ સારા પુસ્તકની ઇમેજ અથવા તો આપને ગમે તેવા પુસ્તકનો ફોટો નાનો દેખાય તો અહી તેવી ગોઠવણી અંગે મારી ઉપર શંકા ન કરવી અને છતાંયે જો શંકા હોય તો એકવાર પેજ રીફ્રેશ કરીને ચેક કરી લેવું.)

3 thoughts on “નવા પુસ્તકો

    1. હજુ ખુશવંત સિંહના પુસ્તકોની શરૂઆત જ કરી છે એટલે તે વિશે અભિપ્રાય આપી શકું એટલી લાયકાત ન ગણાય, છતાંયે તેનો સમય આવશે ત્યારે તેવું દુઃસાહસ પણ જરૂર કરવામાં આવશે! 🙂

  1. બધા પુસ્તકો સરસ છે. આમાથી ૯ મારા વાંચેલા છે સુધામુર્તિજી ને તો એમના જિવન થી જ વાંચી સકાય. બાકિ ના જે નથી વંચાયા એ વિશે વધારે જણી સકાત તો સારુ…. આભાર સર.

બોલો, શું કહેવું છે તમારે...