પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ..

– આજે જુનો સામાન ફેંદતા-ફેંદતા હાથે ચડેલી એક જુની કેસેટ વગાડતા અનાયાસે જ આ ગીત સાંભળવા મળ્યું! કોઇ સમયે ૩૫ રૂપીયામાં ખરીદાયેલી આ કેસેટ મારી મોટી મિલકત હતી; આજે તે આ ભંગાર અને જુના-નક્કામા સામાન સાથે પડી રહી છે. (મારા સમય, સંજોગ, વિચારો અને જરૂરીયાત બદલાઇ ગયા હોવાનો ચોખ્ખો પુરાવો!)

CD અને DVD નો જમાનો આવી જતા આમ પણ કેસેટ તો વિતેલો જમાનો જ ગણાય…. આઉટડેટેડ યુ નૉ!!!

– જયારે તે કેસેટ ખરીદી હતી તે સમયના ઘણાં અરમાનો અને યાદો આજે ફરી જીવંત થઇ ગયા. ફેંદાયેલા સામાન ને ‘જૈસે-થે‘ હાલતમાં મુકીને આપણે તો ટેપ1 ની બાજુમાં ગોઠવાઇ ગયા.

– આખુ ગીત બે વાર મોટા અવાજે સાંભળ્યું; મજા આવી ગઇ. એક-એક શબ્દ જાણે દિલને સ્પર્શતો હોય તેવો આનંદ આવ્યો. સમયની સાથે-સાથે ખોવાઇ ગયેલી લાગણીઓ આજે ફરીવાર માણી.

– ભુતકાળનો સમય યાદ આવી ગયો. આ એ સમય છે જયારે હું લગભગ ૧૯ વર્ષનો હોઇશ. એ વખતે હાલત પણ કંઇક આવી જ હતી. દિલમાં ઉમંગ હતો, મનમાં જાત-જાતના અને ભાત-ભાતના તરંગ ફેલાયેલા હતા.

– એ તો કાચી ઉંમરનો પહેલો નશીલો પ્રેમ જેણે માણ્યો હોય, કોઇ ખાસ સાથે વાત કરતાં બેકગ્રાઉન્ડમાં વાયોલીન જેણે સાંભળ્યા હોય અને પહેલી વાર કોઇ પ્રિય(-તમા)ને ઉદેશીને આખો દિવસ (અને ૧૦-૧૫ પાનાઓ!!) બગાડીને માત્ર અડધા પાનાનો પ્રેમપત્ર જેણે લખ્યો હોય તે જ આ બધુ સમજી શકે. (જો કે આટઆટલી મહેનત પછી પણ તે પ્રેમપત્રને યોગ્ય ઠેકાણે પહોંડવાની હિંમત ન થાય તો તેને ડર કે કમનસીબી કહી લઇએ.)

– ચાલો, હવે મુળ વાત પર આવું. પ્રસ્તાવના લખવામાં તો હું જ ભટકી ગયો. આજની આ પોસ્ટનો મુળ હેતુ તે ગીતને આપ સૌની સાથે વહેંચવાનો હતો. તો આજે મારા બગીચામાં માણો એ સુંદર અને સુમધુર ગીત ઉર્ફે ગઝલ..

ગીત(ગઝલ) ના શબ્દો છે..

પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ..

ગાયક : જગજીત સિંઘ

આ ગઝલનો નાનકડો એક અંશ આપણી ભાષામાં..

(અનુવાદની તો જરુર નથી લાગતી ને?)

પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ,
નયે પરિંદો કો ઉડને મે વક્ત તો લગતા હૈ..

જીસ્મ કી બાત નહી થી ઉન કે દિલ તક જાના થા,
લંબી દુરી તય કરને મેં વક્ત તો લગતા હૈ..

11 thoughts on “પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ..

  1. ૧ વર્ષ થી પણ પહેલા લખેલી તમારી આ પોસ્ટ આજે વાંચી, પણ મજા આવી ગઈ, ખાસ તો એક એવું સોંગ સાંભળવાની જે મેં આજે પહેલી જ વાર સાંભળ્યું!
    અને સાચી જ વાત છે, “વક્ત તો લગતા હૈ!”

    1. મે પણ આજે ઘણાં સમય પછી મારી આ પોસ્ટ વાંચી અને મને પણ મજા આવી ગઇ. (કેમ ના આવી શકે? 🙂 ) આજે ફરી એ ગીત સાંભળ્યું. વરસતા વરસાદના બેકગ્રાઉન્ડ અને ભીની ધરતીની સુગંધ સાથે આ ગીતનો અહેસાસ અનેક ગણો વધી ગયો છે…અને તેની બેહોશીમાં મારા મનનો ડ્રાઇવર રોંગ ટ્રેક પર ફુલસ્પીડમાં આગળ વધી રહ્યો છે અને માનસિક અકસ્માતથી બચવા અત્યારે તેને અટકાવવો જરૂરી લાગે છે તો આ સંવેદનશીલ મુદ્દા ઉપર ફરી કયારેક ટોર્ચ મારવામાં આવશે…

  2. હમણાં નોંધાયેલી વાત –
    આજે મારા બગીચાના મુલાકાતીઓ કંઇક અલગ મુડમાં જણાય છે અને વંચાઇ રહેલી પોસ્ટના લિસ્ટમાં આજે એક ખાસ પ્રકારનો બદલાવ દેખાઇ રહ્યો છે!!! યા તો કોઇ જનમજનમનો પ્રેમી અહી હરિયાળી માણવા આવ્યો છે અથવા તો કોઇ દિલનો તુટયો અહી છાંયો ખાઇ રહ્યો છે… જે હોય તે, આ બગીચો કોઇને બે ઘડી ઉપયોગી બને તે પણ મારી માટે ઘણું છે….અમદાવાદી ભાષામાં કહુ તો….”વસુલ છે”..

બોલો, શું કહેવું છે તમારે...