જાન્યુઆરી 18, 2017 બાબા બગીચાનંદ

~ ક્યારેક એવું બને છે કે લાલ-લાલ એવા ઉત્તમ ગાજરના મીઠાં સ્વાદિષ્ટ હલવામાં વધુ સ્વાદ વધારવા માટે નાખવામાં આવેલી ઇલાયચી જ તેનો આસ્વાદ બગાડતી હોય છે! (જેમને હલવામાં ઇલાયચીનો સ્વાદ ગમતો હોય તેમને તે મુબારક લેકીન બાબા કો વો બિલકુલ પસંદ નહી હૈ।)

~ જીવનનું પણ એવું જ છે ભક્તજનો..  મોજ-મસ્તી કે થ્રીલ (થ્રીલ બોલે તો.. રોમાંચ) જીવનના સ્વાદમાં એક્સ્ટ્રા વધારો કરે છે પણ કોઇ-કોઇ ધમાલ મસ્તી (પેલી ફિલ્મ મસ્તી માં છે ને એવી મસ્તી પણ) આખા જીવનનો સ્વાદ બગાડી નાખતી હોય છે અને સંસારસુખમાં કડવાશ આવી જતી હોય છે.

~ માટે હે ભક્તજનો સમયાનુસાર સમજ અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. સંયમિત રહો અને ખુશ રહો એવા આશિર્વાદ સહ.. કલ્યાણં ભવઃ

~ અસ્તુ.

[“બાબાજીની અંતઃસ્ફુર્ણા” ગ્રંથનો એક નાનકડો અંશ]

.

વિશેષ:

ભક્તજનો નોંધ લે કે ભાવકોના અતિ આગ્રહને માન આપીને હવેથી સ્વ્યં બાબા બગીચાનંદ દ્વારા ઇ-સંસારીઓના કલ્યાણ માટે અહી પણ નિરંતર લાઇફ લાઇન મંત્ર આપવામાં આવશે. આ ઉપરાંત બાબાજીના જ્ઞાનનો લાભ પહેલા લેવાનું ચુકી ગયા હોય તે સજ્જનો આ ગ્રીન આશ્રમમાં ભુતકાળમાં રજુ થયેલી વાણીને માણવા જુઓ: બાબા બગીચાનંદના સંદેશ


header image: vishvagujarat.com

સપ્ટેમ્બર 1, 2014 બગીચાનો માળી 1Comment

 

બાબા બગીચાનંદની અ’જ્ઞાન વાણી

ઓગસ્ટ 20, 2013 બગીચાનો માળી 8Comment
શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઉવાચ..

# વધુ માહિતી કે સંપર્ક માટે લખો;
– આશ્રમ વ્યવસ્થાપક : mail@marobagicho.com

# ભાવકો જોગ:
– બાબા બગીચાનંદની ખાસ સલાહ, ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક ‘baba@marobagicho.com‘ પર જ ઇ-ટપાલ લખવી.

– “ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય”

– હરિઑમ… તત્ સત્…..

[:)]