Heppi B’dde Tintin ! ;)

– અમે (એટલે હું અને મારી ઘરવાળી) મમ્મી-પપ્પા બન્યા તેને તારીખ: 12-08-2013 ના રોજ એક વર્ષ પુરું થયું. વિચાર્યું કે કોઇ સેલીબ્રેશન જેવું કરીએ તો મજા આવે. (મને ખબર છે કે આવો વિચાર કરીને અમે કોઇ નવાઇ નથી કરી.)

– પણ અચાનક(!) યાદ આવ્યું કે તે દિવસે તો મારા ટેણીયાંનો પ્રથમ જન્મદિવસ પણ આવી રહ્યો છે! (જોયું, કેવો ગજબ સંયોગ કહેવાય કે આ બંને ઘટનાઓ એક જ દિવસે બની છે!)

– હવે, એક જ દિવસે બે ઉજવણીમાં મજા ન આવે. છેવટે ઘણાં વિચાર કરીને અમે અમારા સેલીબ્રેશનને ટાળીને ટેણીયાની ‘બર્થ ડેટ‘ ઉજવવાનું નક્કી કર્યું. (અને આમ અમે પુત્ર માટે અમારી ખુશીનો ત્યાગ કરનાર મહાન માતાપિતા બનવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું! #અભિમાન)

– દિવસ નજીક આવતા સુધીમાં તો લગભગ બધી આગોતરી તૈયારીઓ પુરી કરી દીધી હતી અને મહેમાનોને આમંત્રણ-કોલ પણ કરી દીધા હતા. આયોજનની રૂપરેખા ગોઠવી દેવામાં આવી હતી અને હવે બે-ત્રણ દિવસ બાકી રહે ત્યારે તેને અમલમાં મુકાય તેનો ઇંતઝાર હતો.

– પણ પણ પણ.. અમે આ માનવ જીવસૃષ્ટિના એક મહાન માતાપિતા બનીયે તે હજુ આ કુદરતને મંજુર નહોતું. ઘટના એવી બની કે અમારા કુટુંબમાં નજીકના વડીલ1નું (95 વર્ષે) કુદરતી અવસાન થયું. (ઓમ.. શાંતિ શાંતિ શાંતિ…)

– ઘટના આઘાતજનક નથી પણ દુઃખદ જરૂર કહી શકાય, તેથી મૃતકનું સન્માન જાળવવાના હેતુએ અમે સર્વાનુમતે ઉજવણીનો કાર્યક્રમ મોકુફ રાખવાનું સ્વીકાર્યું. #રિસ્પેક્ટ

– જો કે સાથે-સાથે ઘરમાંથી મોટી ઉજવણીના બદલે નાનકડું સંભારણું બની રહે તેવા સેલીબ્રેશનની છુટ મેળવવામાં આવી. આમ તો આ દિવસની ઘણી તૈયારીઓ કરી હતી પણ સમયને માન આપીને જે બન્યું તે સ્વીકારવું યોગ્ય હતું. (સમય સબ સે બલવાન હૈ ભાઇ.)

– આખરે અમે (અહી મારા મમ્મી, હું અને મેડમજી સમજવું) ક્રિમવાળી મીઠી ખીચડી2 પર મીણબતી ખોસવાની અને તે મીણબત્તીને સળગાવવા મહેનત કર્યા પછી તેને બુઝાવવા માટે ટેણીયાંને ફુંક મારવા કહેવાનું (જો તે સાંભળે તો) અને સાથે સાથે હેપ્પી બડ્ડેનું અંગ્રેજી ગીત ગાવાનું! અમે આ બધું જ કર્યું. (હા, બડ્ડેમાં આવુંબધું કરવું પડે!)

– ઉપર નક્કી કર્યા મુજબની ગોઠવણી કરીને અમે ટીનટીન3ની હેપ્પી બડ્ડે ઉજવી.

અહી નોંધ લેવી કે વ્રજને ફુંક મારવાનું વારંવાર કહેવા છતાં તેણે ફુંક ન મારી, એટલે પેલી મીઠી-ખીચડી ખાવાની ઉતાવળમાં અમે ફુંક મારીને કાર્યક્રમ આગળ ધપાવ્યો.

– પછી તો શું હોય.. ખાધુ-પીધું, થોડી મોજ-મજા કરી અને સુઇ ગયા. આમ અમે વ્રજની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પુરી કરી.

– અને હવે અમારી નાનકડી ઉજવણીના સંભારણાં જેવી અમુલ્ય ક્ષણોની આબેહૂબ છબીઓ…

Happy Birthday Tintin! વ્રજનો પ્રથમ જન્મદિવસ.
મીણબત્તીની જ્યોત સાથે નજર મીલાવતો અમારો વ્રજ.

16 thoughts on “Heppi B’dde Tintin ! ;)

  1. યેપ્પી બર્થ દે ( NOT ‘ડે’ ) તુ . . . ટિન-ટીન . . . આય સેય અન્ના 🙂

    ટેણીયા’નાં નામે આ બ્લોગનું એક સબસ્ક્રિપ્શન તેનું અલગ ઈમેઈલ આઈડી બનાવીને ભરી દો . . . અને જયારે તે આ બધું વાંચવા / સમજવા લાયક બને ત્યારે એકસાથે તેને આ બધી ( પોતાની નાનપણથી અત્યાર સુધીની ) પોસ્ટ્સ વાંચવાની મજા આવશે . . . શું કયો છો ?

    અને બીજા ફોટાવાળી વાત સાથે કાર્તિકભાઈ સાથે સહમત .

    1. ટીનટીન સે.. થેન્ક્સ અન્ના.

      જો તેને રસ હશે તો જયારે પણ તે સમજણો થશે ત્યારે આ દરેક પોસ્ટ તેને અહી વાંચવા મળે તેવી મારી ઇચ્છા છે. કેમ કે આવી પોસ્ટ સાથે સાથે આપની જેમ તેને શુભેચ્છા આપનારાઓને પણ તે યાદ કરે તો મને ઘણું ગમશે.

  2. ક્યુટ ટીનટીન ને આ પ્રસંગે માઈક આપવા જેવું હતું , પોતાની પહેલી વર્ષગાંઠ પર પોતાની લાગણીઓ ને લયમાં પરોવી ને સુંદર ગીત ગાઈ નાખત . વેલ , હેપ્પી બર્થ ડે ટીનટીન , તું મને અને મારી પત્ની બંને ને બહુ વ્હાલો લાગે છે , તને ત્યાં ન ફાવતું હોય(#) , તો અમારે ત્યાં રહેવા આવતો રહેજે (*) 😉 🙂
    (#) મજાક છે 🙂
    (*) મજાક નથી 🙂

    1. ગીતો તો હવે આખો દિવસ ચાલતા રહે છે, કયારેક તો કોઇ ફિલ્મી ડાયલોગ પણ બોલતો હોય એવું લાગે!!

      મોટો થઇને ઇચ્છા કરશે તો તેને ચોક્કસ મુકી જઇશું, એ બહાને અમને બે-જણને પણ થોડી સ્પેસ મળે*.. 🙂 😉

      (*)આ મજાક નથી. 😀

  3. આપ સૌ વડીલો-મિત્રોનો આભાર. જયારે વ્રજ સમજણો થશે ત્યારે તેને આ પોસ્ટ ચોક્કસ વંચાવીશ અને આપને સૌને યાદ કરીશું. અમારી આ નાનકડી ખુશીમાં સહભાગી બનવા બદલ પણ આપનો આભાર.

  4. પિંગબેક: Gregory Smith

બોલો, શું કહેવું છે તમારે...