નામ ગુમ જાયેગા…

… ચેહરા યે બદલ જાયેગા,
મેરે શબ્દ હી પેહચાન હૈ, ગર યાદ રહે!..

મૂળ ગીતકારની ક્ષમા સાથે 🙏

:: જાહેર જનતા જોગ ::

~ આજથી (આમ તો ત્રણ-ચાર દિવસથી) અમોને વિચિત્ર સુઝ્યું છે! (ના ભાઇ.. ક્યાંક પડી જઇએ, વાગી જાય અને સુઝી ગયું હોય – એવું કંઇ નથી થયું. અને જે વાગ્યું હતું એ તો મટી ગયું છે.1)

~ જરુરી વાત એ છે કે અમો અહી અમારી મુળ ઓળખને થોડી બદલી રહ્યા છીએ. (કારણ? કોઇ જ નથી. લેકીન-કિંતુ-પરંતુ-બંધુ, કારણ નથી તો શું થયું.. જાહેર જનતાને મારી વાત પચે તે હેતુ એક ઇનોવેટીવ બહાનું બનાવ્યું છે!)

# થયું એમ કે લાંબા સમયથી મને અહીયાં બધું એવું ને એવું લાગે છે. (એક જ સ્ટાઇલની લાઇફ ક્યારેક બોરીંગ પણ લાગે યુ નૉ..)

# એટલે કંઇક બદલીયે તો નવો ઉત્સાહ આવે અને મને લખવા માટે ફરી નવી ઇચ્છાઓ જાગે. (આ ઇચ્છા જગાડીને શું કરવું છે એવું કોઇ કહેશે, તો તેમને મારે કહેવું છે કે.. ચુપ રહો.)

~ આમ પણ ‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’ એવું આપડે ત્યાં કહેવાય છે. (જ્યારે કંઇ બદલવું હોય તો તેને યોગ્ય ઠરાવવા આ સૌથી ઉત્તમ બહાનું છે!)

~ તો બદલાવ એ છે કે ‘બગીચાનો માળી’ હવેથી ‘બગીચાનંદ’ તરીકે ઓળખાશે. (માત્ર નામ બદલયું છે, વિચારો અને વ્યક્તિ એ જ રહેશે યાર)

~ જેનો ઉપયોગ ચાલું છે તેવી લગભગ મુખ્ય ઇ-પ્રોફાઇલ બગીચાનંદ તરીકે અપડેટ કરી દીધી છે પણ હું એટલે બધે રખડ્યો છું કે બધી જગ્યાએ અપડેટ કરવામાં વાર લાગશે. (પ્રયત્ન હંમેશા ચાલું રહેશે, ધીરે ધીરે બધે અપડેટ થઇ જશે બકા..)

~ આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા.

~ બગીચાનંદના નમસ્તે. અસ્તુ.


#સાઇડટ્રેકઃ બદલવાના ચક્કરમાં સૌથી વધારે ટાઇમ પ્રોફાઇલ ઇમેજ બનાવવામાં બગાડ્યો છે. અલગ-અલગ ઇમેજ ઘણી શોધી, એડીટ કરી અને નવી બનાવવાના પ્રયત્નો પણ ઘણાં કર્યા. લગભગ 10 – 12 વિકલ્પ બનાવ્યા પછી પણ જુની ઓળખનો મોહ ન છુટયો.
ફાઇનલી, તેમાંજ ફેરફાર કરીને નવી ઇમેજ બનાવી છે; તો કોઇ જોઇને કહેજો કે ફોટો સરસ લાગે છે. હમેં અચ્છા લગેગા. (મહેનત કરી છે અને તેની પાછળ સમય પણ બગાડ્યો છે, યાર..)