જુઓ કાંકરીયા… મારી નજરે..

જુઓ કાંકરીયા તળાવ, અમદાવાદ. juo kankariya lake, ahmedabad

– કાંકરીયા વિશે તો જાણ્યું, હવે વારો છે કાંકરીયાને નિહાળવાનો… તો ચાલો… અને જુઓ કાંકરીયા.. મારી નજરે..

– સૌથી પહેલા પેશ છે (એટલે કે અહી રજુ થાય છે)…

કાંકરીયામાં પ્રવેશ લેવાનો આ તોતિંગ દરવાજો…!

~ ઉંચાઇ લગભગ ૨૫-૩૦ ફુટ !!! (પ્રવેશ માટે આ પ્રકારના બીજા દરવાજા પણ છે.) સિક્યુરીટી ચેક-અપ દરેક માટે ફરજીયાત છે.

~ દરવાજો ભલે તોતિંગ હોય પણ તે શોભા માટે જ છે! (હા એકલી શોભા જ અંદર જશે. 😀 #મજાક) કેમ કે, કાંકરીયામાં આવતા મુલાકાતીઓ માટે ત્યાં જ બાજુમાં નાનકડો દરવાજો છે; ત્યાંથી પ્રવેશ અપાય છે.

કાંકરીયાનો ગેટ, અમદાવાદ. juo kankariya, ahmedabad
ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria lake of ahmedabad city

કાંકરીયા તળાવની આસપાસની હરિયાળી અને ફુટપાથ..

Kankariya, kankaria, કાંકરીયા, કાંકરીઆ

~ સવાર-સાંજ દોડવા (અને ચાલવા) આવતા લોકો માટેનો ટ્રેક ઉપરાંત આંખો ને ઠારે અને મનને ગમે તેવી સ્વચ્છતા..!!!1

જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad

આ જુઓ.. કાંકરીયામાં ફરવાનો આનંદ માણતી બચ્ચા પાર્ટી…

જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad
જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad

મજ્જા આવે એવી નૌકા વિહાર (એટલે કે, બોટીંગ) ની સુવિધા પણ છે!!

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria lake of ahmedabad city

હવે… બોટીંગની મજ્જા કરવાની કિંમત પણ જાણી લો….

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

છે ને એકદમ સસ્તુ!!!
(મોંઘુ લાગે છે? તો છોડી દો યાર…નૌકા વિહાર ફરજીયાત નથી..!! 😀 )

..તો આગળ વધીએ,

અટલ એક્સપ્રેસ, કાંકરીયા, અમદાવાદ, Atal express, kankaria, amdavad

~ આ છે કાંકરીયા તળાવની ફરતે સહેલ કરાવતી ‘અટલ એક્ષપ્રેસ’, મારી જાણકારી મુજબ આ ખાસ ટ્રેનને કાંકરીયા માટે વિદેશથી આયાત કરવામાં આવી હતી. આ સાંભળીને એકવાર તે વિદેશી ટ્રેનમાં બેસવાની ઇચ્છા થઇ આવીને…. હવે તે માટે સ્ટેશન સુધી તો જવુ પડે ને મારા દોસ્ત…

જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad

~ તો…હવે આપ પહોંચી ગયા છો “અટલ એક્ષપ્રેસ સ્ટેશન” સુધી. (ટ્રેનમાં સફર કરવા માટે ૧૦ રૂ। ની ટિકીટ લેવી પડે છે, ખુદાબક્ષ મુસાફરને બક્ષવામાં નહી આવે જેની ખાસ નોંધ લેશો.)

અટલ એક્સપ્રેસ, કાંકરીયા, અમદાવાદ, Atal express, kankaria, amdavad

ટ્રેન સ્ટેશન પર સમયસર (!!) આવી ચુકી છે.
ચાલો, બધા વહેલા તે પહેલાના ધોરણે ગોઠવાઇ જાઓ…

~ આગળનો ફોટો જરા ધ્યાનથી જુઓ… કાંકરીયા તળાવની મધ્યમાં આવેલ આ સુંદર જગ્યા ને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે..

નગીના વાડી, ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria lake of ahmedabad city, juo kankariya, ahmedabad

~ માફ કરજો દોસ્તો, મારી પાસે ત્યારે વધુ સમય ન હોવાથી અંદર સુધી પહોંચવુ શકય ન હતું. પણ આપ જયારે કાંકરીયાની મુલાકાત લો ત્યારે તળાવની શાન ગણાતી આ જગ્યાની મુલાકાત ચુકતા નહી…

~ અહી આપ નીહાળી શકો છો સંગીતમય (મ્યુઝિકલ) નાચતા ફુવારાં અને સાથે-સાથે દિલ ખુશ કરી દે તેવો જોરદાર લેઝર શો, તથા આજુબાજુ ફેલાયેલી રમણીય હરિયાળી!

~ કાંકરીયા તળાવની આસપાસ આવેલા અન્ય આકર્ષણ પણ જોવાલાયક છે; જેમ કે..

Kankariya, kankaria, કાંકરીયા, કાંકરીઆ, કમલા નહેરુ

કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડન..

(કોઇ જગ્યાએ આ નહેરુ-ગાંધીનું નામ ન મળે તો નવાઇ લાગે!)

Kankariya, kankaria, કાંકરીયા, કાંકરીઆ, કમલા નહેરુ બાલવાટિકા

~ ચાચા નહેરુ બાલવાટીકા..

~ ઉપરાંત પ્રાણીસંગ્રહાલય, કિડઝ સીટી, વિવિધ રાઇડસ,.. વગેરે વગેરે..

~ કાંકરીયા એક ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે …પણ તેની વાતો પછી ક્યારેક કરીશું.

Kankariya, kankaria, ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria lake of ahmedabad city

~ જુઓ, ફરવા માટે તો ઘણું બધુ છે પણ થાક ના લાગે તો જ. એટલે અહી આવેલ મંદીરમાં બે ઘડી બેસીને ભગવાનને પ્રાર્થના કરતા જજો કે થોડી ફરવાની અને ઘણું માણવાની શક્તિ આપે..

જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad

~ આપણાં ભુતપુર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી પણ અહી બિરાજમાન છે, તો એક નજર તેમની તરફ પણ કરશો..

ભુતપુર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria lake of ahmedabad city

~ શારીરિક થાક માટે તો ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ મેળવી પણ આટલુ બધુ ફરીને ભુખ તો જબરદસ્ત લાગી જ હશે! એટલે જ..સરકારે આપનો ખયાલ રાખીને આપનો આગળનો પડાવ કયાં હશે તે વિચારી રાખ્યું છે…

જુઓ કાંકરીયા, અમદાવાદ. juo kankariya, ahmedabad

~ જીભને ગમે તેવો સ્વાદિષ્ટ નાસ્તો અહિ ઉપલબ્ધ છે. અતિભુખ્યા જન અહી સંપુર્ણ ભોજન પણ માણી શકે છે. આઇસક્રીમ, જ્યુસ, ઢોંસા, વડાપાઉ, સેન્ડવિચ, પાઉભાજી, પીઝા, ભેળ વગેરે વગેરે.. જે હાજર હશે તે મળશે. 🙂

કેટલીક અન્ય ક્લીક્સ..
જુઓ કાંકરીયા તળાવ, અમદાવાદ. juo kankariya lake, ahmedabad

~ આ તો તમે માણી દિવસની મુસાફરી..

~ જયારે આ જગ્યાની મુલાકાત લેવાનો મુળ લ્હાવો તો સાંજ ના સમયે આવે.. અદભુત લાઇટીંગ,  ઠંડુ વાતાવરણ, સ્વચ્છ હવા તથા સંગીતમય બેકગ્રાઉન્ડ આપને દિવસભરનો થાક ભુલાવી દેશે તેની ચોક્કસ ખાતરી.

~ આશા રાખુ છું કે આપને મારી સાથે કાંકરીયા ફરવામાં આનંદ આવ્યો હશે. જો ખરેખર આનંદ આવ્યો જ હોય તો કયારેય આ વર્ચુઅલ મુલાકાતને રૂબરૂ મુલાકાતમાં ગોઠવજો; આપને અનેક ઘણો વધારે આનંદ આવશે.

~ આમ જ મળતા રહીશું…

~ આવજો દોસ્તો.

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

કાંકરીયા તળાવની મુલાકાતે…

– થોડા દિવસ પહેલા કાંકરીયાની મુલાકાત લીધી. ભરબપોરનો સમય હોવાથી લગભગ લોકોની અવરજવર નહિવત જણાતી હતી. (હું ભરબપોરે ત્યાં શું કરતો હતો તે નહી પુછવાનું… ઓકે?)

– મુલાકાતીઓ ની નોંધ લઇએ તો કહી શકાય કે કોઇ એક સ્કુલના નાના-નાના બાળકોની ત્રણ બસ આવી હતી અને થોડા વ્યવસ્થાપક કર્મચારીઓ સિવાય બીજા બધા નવા-નવા ઉભરતા પ્રેમી પંખીડાઓ જ દેખાતા હતા. (અંદરની વાત તો તે જાણે પણ એક છોકરો અને એક છોકરી ખુણામાં બેસીને છુપાઇને કોઇ વાતો કરતા હોય તો તેમને પ્રેમી પંખીડાનો દરજ્જો તો આપી જ શકાય ને!!)

– આ કહેવાતા પ્રેમીઓ માં કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ (અને વિદ્યાર્થીનીઓ) મુખ્યત્વે કહી શકાય. (તેની સાબિતી – ચહેરા પર ડર અને સંકોચ, ખભા પર બેગ, છોકરીઓ ના ફાલતુ નખરા, છોકરાઓનો છીછરો પ્રેમ વગેરે વગેરે..)

– કાંકરીયાની ફરતે વ્યવસ્થા અને સ્વચ્છતાના માર્ક પુરા આપવા પડે. સારસંભાળ લેનાર સૌનો આભાર અને અભિનંદન.

– પ્રવેશ ટીકીટ માટે કોઇ એક સમયે ઘણું રાજકારણ ચાલ્યું હતું; પણ વારંવાર અહી આવ્યા પછી અને વ્યવસ્થા દેખ્યા પછી લાગે છે કે ટીકીટનો તે દર યોગ્ય છે. (૧૦ રૂપિયામાં આનાથી વધુ સગવડની અપેક્ષા હાલ હુ તો ન જ કરી શકું.)

– સૌથી સારી વાત: નકામા ગલ્લાઓ, ખુમચાઓ કે ભીખારીઓ નો અહી કોઇ ત્રાસ નથી. કાર-પાર્કિંગ ફ્રી છે. અંદર જ નાસ્તા-જમવાની સારી સગવડ છે. ફેમીલી-મિત્રો સાથે આનંદથી સમય વિતાવી શકાય અને નાના બાળકોને ઘણી મજા આવે. એકંદરે શાંતીમય વાતાવરણ લાગે.

– કિડઝ સીટી, બાલવાટીકા, પ્રાણી સંગ્રહાલય, અટલ એક્ષપ્રેસ (ટ્રેન), બોટિંગ, નાસ્તાગ્રુહ, તળાવ વગેરે મુખ્ય આકર્ષણ ગણી શકાય.

– થોડા-ઘણાં ફોટો પણ ક્લીક કર્યા છે જે કાલે અહીયા મુકીશ.

– આવજો..


અહી સુધી આવ્યા છો અને જો કાંકરીયા તળાવને નજરે નિહાળવાનું બાકી હોય તો નીચે લીંક છે; જોતા જજો…