અપડેટ્સ – 190131

mysore palace karnataka

~ ક્યારેક નક્કી કર્યું હતું કે શહેરોની મુલાકાતની સિરીઝમાં મૈસૂર મુલાકાતની અપડેટ નોંધવામાં આવશે. વિચાર તો ઘણાં કરી રાખુ છું પણ અમલમાં આવતા વાર લાગી જાય છે. (લાગે છે કે આજકાલ મારી આદતમાં સરકારી કાર્યક્ષમતા ઘુસી રહી છે.)

~ બે દિવસમાં આ પોસ્ટ પુરી કરવાની હતી પણ દિવસો થોડાક જ વધારે લાંબા ચાલ્યા છે. (થોડાક જ કહેવાય ને યાર.. હજુ 2-3 મહિના તો થયા છે. એમ અમે કંઇ ભુલતાં નથી હોં કે.)

~ વાત એમ છે કે આજકાલ જીંદગી થોડી આડીઅવળી ચાલે છે અને વળી આડાવળા કામકાજ પણ. મન ક્યાંય ઠેકાણે નથી એટલે ક્યારે, ક્યાં અને કેમ હોઇશ, શું કરતો હોઇશ એ જ નક્કી નથી હોતું તો જે પહેલા નક્કી થયેલું છે તે પણ અગડમ્-બગડ્મ થઇ ગયું છે. (વાત જ ના પુછતાં કે શું થયું છે.. કોઇને કંઇ કહેવા જેવું નથી. એકાદ પ્રાઇવેટ પોસ્ટનો ટાઇમ થઇ ગયો છે.)

~ આ બધામાં ક્યાંક મારી ભુલો હશે પણ બીજો બધો વાંક અન્ય લોકોનો અને આસપાસની પરિસ્થિતિનો છે. (ઑનેસ્ટલી, આ બધા મારા બહાના છે. મને પોતાને ખોટો ન કહેવાના.)

#જ્ઞાન-કી-બાતઃ કારતક મહિને સંધ્યાકાળની સંવાદ-શીબીર દરમ્યાન, શ્રાવકોથી ખીચોખીચ ભરેલા સભાખંડમાં શ્રી બાબા બગીચાનંદ એક નવયુવાનના સંસારીક પ્રશ્નના ઉત્તરમાં ભુલ પ્રત્યેનો અભિગમ સમજાવતા નિરાશા સાથે ઉમેરે છે કે; “આપણને પોતાની ભુલ હંમેશા નાની કે સામાન્ય લાગે છે અને વળી પોતાની ભુલને છુપાવવા કે નિર્દોષ બતાવવા માટે આપણે અન્ય વ્યક્તિ કે સંજોગો શોધી લઇએ છીએ.
ક્યારેક ભુલ થઇ શકે છે અને તેને સુધારી પણ શકાય છે. જરુર પડ્યે કોઇની માફી માંગી લેવી કે કોઇને માફ કરી દેવું ઉત્તમ હોય છે. પરંતુ વિચિત્રતા એ છે કે બીજાથી અજાણતા થયેલી નાનકડી ભુલ પણ સ્વીકારી ન શકતો વ્યક્તિ પોતાના હજારો પાપ કર્મને સરળતાથી માફ કરી દે ત્યારે ધર્મ-અધર્મના બધા સંસારી ભેદ વ્યર્થ બની જાય છે.”

*શીબીરમાં ભાગ લેનાર વડીલ શ્રી રમેશદાદાના સંસ્મરણોમાંથી..

~ ચલો વિષય પર આવીએ.. કંઇ પણ લખ્યા કરીશ તો વળી મુળ મુદ્દો સાઇડમાં રહી જશે. (એમ તો અત્યાર સુધી આ બગીચામાં આડીઅવળી વાતો સિવાય બીજું કંઇ ક્યાં ઉગાડ્યું જ છે!)

~ બેંગ્લૉર અને Bannerghatta નેશનલ પાર્કની મુલાકાત પતાવીને અમે સાંજે જ મૈસૂર તરફ નીકળવાનો વિચાર તો કર્યો હતો પણ એમ બધાયનું ધાર્યું થતું હોત તો દરેકની દુનિયા કેટલી સરળ હોત. (મજાક-મજાકમાં કેવી મોટી વાત આવી ગઇ!!.)

~ નેશનલ પાર્કમાં સફારી પછી બટરફ્લાય પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જોવામાં અમે સાંજ કરી દીધી હતી. ત્યારબાદ હોટલમાં જમ્યાં અને બહાર નીકળ્યા ત્યારે રાત્રીની શરૂઆત થઇ ચુકી હતી. વળી આખો દિવસ એવા થાક્યા હતા કે રાતે મૈસૂર સુધી જવાનો વિચાર ઘણો ભારે લાગ્યો. છેવટે સવારે વહેલા મૈસૂરની યાત્રાએ નીકળીશું એવો નિર્ણય લીધો. (શું કરીયે યાર.. છેવટે પરિસ્થિતિ પ્રમાણે બદલતા રહીએ એમાં જ તો જીવનયાત્રાનું શાણપણ સમાયેલું છે.)

~ બીજા દિવસે ડ્રાઇવર સમયસર આવી ગયો અને અમે સવારે વહેલા બેંગ્લૉરથી નીકળ્યા મૈસૂર માટે. હજુયે બધા આગળના દિવસના થાકમાં હતા એટલે રસ્તો ઉંઘમાં જ પસાર થઇ રહ્યો હતો. બેંગ્લોર-મૈસૂર વચ્ચેના સવાસો કિલોમીટરના રસ્તામાં લગભગ અડધે પહોંચીને અમે સવારના નાસ્તા માટે અટક્યા હોઇશું એવું યાદ છે. (ઉંઘમાં તો કેટલું યાદ રાખી શકાય ભાઇ..)

~ નાસ્તા પછી સીધા મસૂરી અટકવાનું હતું પણ સસરાની ખાસ ઇચ્છા હોવાથી કાવેરી નદીના કિનારે આવેલા કોઇ મહત્વના મંદિરમાં દર્શનના કાર્યક્રમને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી. આ ‘મહત્વ’ના મંદિરનો ફોટો નીચે જોઇ શકો છો. (અગર સસરાની ઇચ્છા હોય તો બોલો તેમને રોકનાર હું બની શકું? કોઇ જમાઇની આટલી હિંમત હોઇ શકે?)

પાતાળેશ્વર મંદિર, કર્ણાટક

~ સસરાએ દર્શનનો લાભ લીધો, વ્રજે કાવેરી નદીમાં ન્હાવાનો લ્હાવો લીધો અને અમે ફરી મૈસૂરના રસ્તે આગળ વધ્યા. પછી તો અડધા કલાકમાં જ પહોંચી ગયા હોઇશું. પહોંચી પહેલા વેજીટેરીઅન હોટલ શોધીને મસ્ત પેટપુજા કરી. (બપોરે લગભગ 1 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હોઇશું.)

કરણાટક રાજ્યમાં આવેલી કાવેરી નદી, kaveri, kauveri river of karnataka state
કાવેરી નદી

~ જમ્યા પછી રોડ પરના બોર્ડને જોઇને એક વેક્ષ મ્યુઝિયમમાં ગયા પણ અમને તેમાં કંઇ ખાસ જોવા જેવું ન લાગ્યું અને પછી પ્રખ્યાત પેલેસની મુલાકાત માટે નીકળ્યા. પહોંચ્યા. અહી એ ગમ્યું કે પેલેસમાં કેમેરા લઇ જવા પર કોઇ પ્રતિબંધ નથી અને વિઝિટર્સ માટે સારી વ્યવસ્થાઓ છે. (બેબી ફીડીંગ માટે પણ એક અલગ પ્રાઇવેટ લેડીઝ-રૂમની વ્યવસ્થા છે જે મને ઘણું ગમ્યું. મેડમજીએ તેનો ઉપયોગ પણ કર્યો.)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state

~ જો હું જયપુર, કુંબલગઢ કે આગ્રાના કિલ્લા/મહેલની દ્રષ્ટિએ મૈસૂરના મહેલને દેખું તો મને આ મહેલ ઘણો સામાન્ય લાગ્યો. મારા મતે આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતી આલિશાન ઇમારત છે જે સમયાંતરે નવા રુપરંગમાં ઢળતી રહી છે. જો કે આ એક શહેરી વિસ્તારમાં આવેલો હોવાથી અને નવા સમયમાં બનેલો હોવાથી પણ તેમાં કિલ્લેબંધી જેવી બનાવટ જરૂરી નહી હોય. (જયપુરઆં સીટી-પેલેસ પણ લગભગ આવી જ રીતે છે.)

~ અંદર અને બહારથી ઘણાં ફોટો લીધા છે જેમાંથી સિલેક્ટેડને અહી યાદગીરી માટે ઉમેરું છું. (મને કોઇપણ ઍન્ગલથી કંઇપણ ક્લિક કરતા રહેવાની આદત છે તો બધા ફોટો સહન ન થાય ને..)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કર્ણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
મહેલ, મસૂરી

~ એકંદરે સારું શહેર છે પણ મૈસૂરમાં વધુ જગ્યાઓ નથી ફરવા માટે. આ શહેર મુખ્યત્વે પેલેસ માટે જ પ્રખ્યાત છે. પેલેસ ‘પતાવીને’ સસરાએ કોઇ ચામુંડેશ્વરી દેવીના મંદિરે જવાનું નક્કી કરી રાખ્યું હતું, અમે તે તરફ નીકળ્યા જે શહેરથી થોડું બહાર આવેલું છે. જેનો ફોટો અહી નીચે દેખાશે પણ માત્ર બહારથી જ. (અંગત રીતે હું મંદિર-મંદિર ફરવાનો વિરોધી છું પણ કોઇ કલાત્મક કે ઐતિહાસિક જગ્યા હોય તો મને ત્યાં જવાનો વાંધો ન હોય.)

મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state
મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state
મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state

~ આ મંદિર ટીપીકલ સાઉથઇન્ડીયન સ્ટાઇલમાં બનેલું છે. શહેરથી દુર અને થોડી ઉંચાઇએ આવેલું છે. મને દર્શનમાં કોઇ રસ નહોતો પણ શહેરથી બહાર આવ્યા બાદ ડુંગરની ટોચ સુધી જવાનો રસ્તો ઘણો સરસ લાગ્યો. મારા સિવાય કોઇને તેમાં રસ ન હોવાથી ક્યાંય અટકવા ન મળ્યું અને રસ્તામાં ફોટો ક્લિક ન કર્યાનો અફસોસ રહેશે. (આસપાસ હરિયાળી અને વળી સુંદર વળાંકો વાળો રસ્તો. લગભગ માઉન્ટ આબુ જેવો રસ્તો કહી શકાય.)

~ દર્શન-વિધી અને ત્યાંજ આસપાસ નાની-મોટી શોપિંગ પતાવ્યા બાદ વૃંદાવન ગાર્ડનનો પ્લાન રેડી હતો. રસ્તો લગભગ એક કલાક નો હશે પણ અમે મંદિરમાં સમય વધુ બગાડ્યો હતો, એટલે ગાર્ડન પહોંચ્યા ત્યારે અંધારું થવાની શરૂઆત થઇ ચુકી હતી. (આ ગાર્ડનની પ્રવાસીઓ ખાસ મુલાકાત લેતા હોય છે. અમે પણ પ્રવાસી હતા.)

~ ઓકે, સુંદર બગીચો છે પણ એટલો ખાસ નથી કે તેની માટે લાંબુ અંતર કાપીને ત્યાં પહોંચાય. (જો સમય હોય તો ત્યાં હરિયાળી, પાણી અને બાજુમાં ડેમ જોવા જઇ શકાય પણ ખાસ અલગથી સમય ફાળવવો જરૂરી ન લાગ્યું.)

કર્ણાટકનું વૃંદાવન / બ્રીંદાવન ગાર્ડન. Vrundavan/brindava garden of karnataka state

~ અંધારું થઇ ચુક્યું હતું એટલે અમે લાઇટોની ઝગમગાટવાળી રોશનીમાં બગીચાનો આનંદ લીધો. ડાન્સીંગ ફાઉન્ટેન (નાચતા ફુવારા) જોવા રોકાયા. અહી વ્યસ્થાપકોએ લગભગ હજાર માણસો હાજર હશે તે સમયે જ કોઇ પણ સુચના વગર અચાનક લાઇટ બંધ કરીને આખા ગાર્ડનમાં અંધારું કર્યું, ત્યારે એકસાથે બહાર નીકળતા લોકોથી અરાજકતા જેવો માહોલ હતો. (જો કોઇ બાળક વિખુટું પડી જાય તો અંધારામાં તેને શોધવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ હતી.)

~ વૃંદાવન ગાર્ડનથી બહાર નીકળ્યા અને થોડે આગળ જઇને જમ્યા. થોડી ચર્ચા-વિચારણા બાદ અગાઉ બનાવેલો હોટલમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ અને શોપિંગ માર્કેટ્સની મુલાકાત રદ કરીને રાતે જ બેંગ્લૉર રીટર્ન થઇ ગયા. (ત્યાં બીજો દિવસ રોકાવા માટે શોપિંગ સિવાય કોઇ કારણ નહોતું અને બીજા દિવસે સાંજે બેંગ્લૉર એરપોર્ટ પણ પહોંચવાનું હતું.)

~ કાર્યક્રમ બદલતા/બનાવતા અમે છેવટે રાત્રે 2 વાગ્યે બેંગ્લૉર પરત આવ્યા. સવારે ઉઠીને આસપાસમાં કંઇક નવું દેખીશુ એવી આશા હતી પણ થાક-મુસાફરીના લીધે અમારી સવાર બપોરે થઇ અને એરપોર્ટ દુર હોવાથી તથા સાંજના ટ્રાફિકના કારણે વહેલા નીકળવું જરુરી હતું તો નવું કંઇ દેખવા ફરીવાર શહેરની મુલાકાત લઇશું એમ વિચારીને મન મનાવ્યું. (ચલ મન જીતવા જઇએ! –> જોવા જેવી ફિલ્મ છે.)

~ હાશ, આજે ઘણાં દિવસથી ડ્રાફ્ટમાં ધુળખાતી આ પોસ્ટ અહી પુરી થાય છે. માહિતી થોડીક છે પણ વધુ ફોટો હોવાના લીધે આ અપડેટ સામાન્ય કરતા વધુ લાંબી થઇ ગઇ છે. (સામાન્ય રીતે અમે લંબાઇની હદ જાળવવામાં માનીએ છીએ.)

#નોંધ – ઇમેલ સબક્રાઇબર્સ તથા અન્ય રીડર-એપથી મારા બગીચાની અપડેટ્સ દેખતા લોકોને જાણવા જોગ; એકવાર મુળ બગીચાની મુલાકાત લેશો તો ખબર પડશે કે મેં અહીયાં કેવા-કેવા સુધારા કર્યા છે. ભૈયા, જો દેખે વો હી જાને કી શબ્દો સે સજી હુઇ અસલી હરિયાલી કૈસી દિખતી હૈ! (આ બહાને કોઇ અહીયાં આવો તો હું જે બદલ-બદલ કરું છું તે પણ વસુલ થાય. છેલ્લે હું તો છું જ વસુલ કરવા માટે 😇 )