નામ ગુમ જાયેગા…

… ચેહરા યે બદલ જાયેગા,
મેરે શબ્દ હી પેહચાન હૈ, ગર યાદ રહે!..

મૂળ ગીતકારની ક્ષમા સાથે 🙏

— જાહેર જનતા જોગ —

~ આજથી (આમ તો ત્રણ-ચાર દિવસથી) અમોને વિચિત્ર ફેરફાર કરવાનું સુઝ્યું છે. (ના ભાઇ.. ક્યાંક પડી જઇએ, વાગ્યું હોય અને સુઝી ગયું હોય એવું કંઇ નથી થયું. જે વાગ્યું હતું એ તો મટી ગયું છે.)

~ અમો અહી અમારી મુળ ઓળખને થોડી બદલી રહ્યા છીએ. (કારણ? કોઇ જ નથી. ઓકે, કારણ નથી તો શું થયું.. પણ જાહેર જનતાને મારી વાત પચે તે હેતુ એક ઇનોવેટીવ બહાનું બનાવ્યું છે.)

# થયું એમ કે લાંબા સમયથી મને અહીયાં બધું એવું ને એવું લાગે છે. (એક જ સ્ટાઇલની લાઇફ ક્યારેક બોરીંગ પણ લાગે યુ નૉ..)
# એટલે
કંઇક બદલીયે તો નવો ઉત્સાહ આવે અને મને લખવા માટે ફરી નવી ઇચ્છાઓ જાગે. (આ ઇચ્છા જગાડીને શું કરવું છે એવું કોઇ કહેશે, તો તેમને મારે કહેવું છે કે.. ચુપ રહો.)

~ આમ પણ ‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’ એવું આપડે ત્યાં કહેવાય છે. (જ્યારે કંઇ બદલવું હોય તો તેને યોગ્ય ઠરાવવા આ સૌથી ઉત્તમ બહાનું છે!)

~ તો બદલાવ એ છે કે ‘બગીચાનો માળી’ હવેથી ‘બગીચાનંદ’ તરીકે ઓળખાશે. (માત્ર નામ બદલયું છે, વિચારો અને વ્યક્તિ એ જ રહેશે યાર)

~ જેનો ઉપયોગ ચાલું છે તેવી લગભગ મુખ્ય ઇ-પ્રોફાઇલ બગીચાનંદ તરીકે અપડેટ કરી દીધી છે પણ હું એટલે બધે રખડ્યો છું કે બધી જગ્યાએ અપડેટ કરવામાં વાર લાગશે. (પ્રયત્ન હંમેશા ચાલું રહેશે, ધીરે ધીરે બધે અપડેટ થઇ જશે બકા..)

~ આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા.

~ બગીચાનંદના નમસ્તે. અસ્તુ.

બગીચાનો માળી હવે છે બગીચાનંદ. નામમાં ફેરફાર

#સાઇડટ્રેકઃ બદલવાના ચક્કરમાં સૌથી વધારે ટાઇમ પ્રોફાઇલ ઇમેજ બનાવવામાં બગાડ્યો છે. અલગ-અલગ ઇમેજ ઘણી શોધી, એડીટ કરી અને નવી બનાવવાના પ્રયત્નો પણ ઘણાં કર્યા. લગભગ 10 – 12 વિકલ્પ બનાવ્યા પછી પણ જુની ઓળખનો મોહ ન છુટયો.
ફાઇનલી તેમાંજ ફેરફાર કરીને નવી ઇમેજ બનાવી છે તો કોઇ જોઇને કહેજો કે ફોટો સરસ લાગે છે. હમેં અચ્છા લગેગા. (મહેનત કરી છે અને તેની પાછળ સમય બગાડ્યો છે યાર)

નવું પેજ – લખો ગુજરાતીમાં !!

. . .

– સુપ્રભાત દોસ્તો !!!

– આમ તો મારા બગીચાની નિયમિત મુલાકાત લેતા લોકોને ખ્યાલ આવી જ ગયો હશે એક નવું પેજ બન્યું છે. પ્રહેલા તે બધી માહિતીને અહી પોસ્ટ તરીકે જ મુકવાનો વિચાર હતો પણ સમય વિત્યે તે પોસ્ટ ખોવાઇ જાય તેવું પણ બને એટલે તેને કાયમી જાળવી રાખવા ” લખો ગુજરાતીમાં ! ” પેજ તરીકે મુકવામાં આવી છે.

– ” લખો ગુજરાતીમાં ! ” – જે લોકો કોમ્પ્યુટર તથા ઇંટરનેટ માં ગુજરાતી ભાષામાં લખવા ઇચ્છે છે તેમની માટે યોગ્ય વિકલ્પ આપવાનો એક નાનકડો પ્રયાસ છે.

– આ પેજ ઉમેરતાં એક નાનકડો લોચો થયો બોલો… આખરે તે પેજ એક જ લાઇનમાં સરળતાથી દેખાય તે માટે એક સુધારો કરવો પડયો. પહેલા ” બગીચાના વૃક્ષો અને છોડવાઓ ની યાદી ” નામનું પેજ હવે ” વૃક્ષો અને છોડવાઓ ની યાદી ” તરીકે ઓળખાશે.

– આ પોસ્ટને તે પેજ (લખો ગુજરાતીમાં !) ની જાહેરાત રૂપે મુકવામાં આવી છે. 🙂

. .

” લખો ગુજરાતીમાં ! ” પેજની મુલાકાત લેવા માટે…
http://marobagicho.wordpress.com/lakho-gujarati-ma/

 . . .