A Beautiful Mind

a beautiful mind film poster

~ ફિલ્મ : A Beautiful Mind. મોડી રાતે એમ જ મુવી એપમાં ખાંખા-ખોળા કરતાં યાદ આવ્યું કે ક્યારેક આ ફિલ્મ જોવાની ઇચ્છા હતી. (જોવાની બાકી હોય એવી ફિલ્મનું એટલું લાંબુ લિસ્ટ છે કે હવે લિસ્ટ પણ અપડેટ કરવા જેવું નથી.)

A Beautiful Mind

~ ઉંઘ આવતી હતી તો પણ થયું કે ૧૫-૨૦ મિનિટ જોઇને ખયાલ આવી જશે કે ભવિષ્યમાં તેને સમય આપવો કે નહી. (ઇચ્છા તો ઘણી ફિલ્મ જોવાની હોય છે પણ ઘણીવાર તેમાંથી કોઇ જોવા બેસું તો મને તેમાં રસ ન આવે એવું બનતું હોય છે.)

~ ખૈર, રાતે બે વાગ્યા ફિલ્મ પુરી કરવામાં. (કહેવાનો મતલબ એ છે કે મને એટલો રસ આવી ગયો હતો કે આખી ફિલ્મ પુરી કરી!)

~ બે શબ્દો ટ્વીટર પર કહ્યા છે જે અહી નીચે જોઇ શકો છો, વધું તો કહેવા જેવું નથી કેમ કે જાણકારો લગભગ મારા પહેલા બધું જાણતા હોય છે. (અને ન જાણતા હોય એવા લોકો મારું માનીને જોવા બેસે એવી આભા અમે ધરાવતા નથી.)

~ ફિલ્મના રસિક નિરવભાઇ જેવું વિવરણ એમ પણ અમને ન ફાવે અને વર્ષે દસ-બાર ફિલ્મ જોતા વ્યક્તિને શોભે પણ નહી. તો પણ આ મારો બગીચો છે એટલે આ ફિલ્મને મારા તરફથી રેટીંગ તરીકે ફુલડાં ચોક્કસ આપવામાં આવશે. (મે ચાહે યે કરું, મે ચાહે વો કરું.. મેરી.. મ-ર-જી…)

rating 4.5 flower out of 5

ફિલ્મ – અ બ્યુટીફુલ માઇન્ડને બગીચાનંદ તરફથી
૫ માંથી ૪.૫ ફુલડાંઓ!