Book: Romance on facebook

નામઃ Romance on facebook | લેખક: Amrita Priya

~~

Romance on facebook By Amrita Priya

પુસ્તકના વિષયનું નામ વાંચીને આ નવલિકામાં લગભગ દરેકને રસ પડશે એમ લાગે છે! કેમ કે આ ટાઇટલમાં જ એવા શબ્દો છે કે દરેક ઉંમરની વ્યક્તિને તે વિશે જાણવાની સ્વાભાવિક જીજ્ઞાસા હોય જ. પરંતુ આપ આ પુસ્તકના નામ ઉપરથી વધુ કંઇ વિચારો તે પહેલા એક જરૂરી ચોખવટ: એકબીજા વચ્ચે સાત સમંદરનું અંતર ધરાવતા આ પુસ્તકના નાયક અને નાયિકા લગભગ 39-40 વર્ષના છે અને અલગ-અલગ વ્યક્તિ સાથે પરિણિત છે. સુખી છે. રોમાન્સનો અર્થ અહી મેસેજીસની આપ-લે સુધી જ મર્યાદિત છે. ચોખવટ પુરી.

સિધ્ધાર્થ અને ગીતી(ગીતાંજલી), બાળપણથી સમજણની આરે પહોંચેલી યુવાની સુધી એકબીજાની પડોશમાં રહેતા અને એકબીજાને પસંદ કરતા બે વ્યક્તિ. જેઓ તેમના સમયના સામાજીક વાતાવરણ/સંસ્કારના કારણે એકબીજા સાથે સામાન્ય વાત કરવાની કે આંખો મેળવવાની હિંમત પણ કેળવી નહોતા શક્યા. જ્યારે આજે તો સમય તેમને એકબીજાથી ઘણો દુર કરી ચુક્યો છે અને બંને પરસ્પર લાગણીઓ પણ ભુલાવી ચુક્યા છે. હવે ૧૯ વર્ષ બાદ ફેસબુકના માધ્યમ દ્વારા તેઓ ફરી એકવાર પરિચયમાં આવે છે અને શરૂઆત થાય છે વાતચિતની, એક જુના સમયની, ભુલાયેલા એક સંબંધની, યાદોને તાજા કરવાની… પ્રેમની… રોમાન્સની..

સમય, સ્થળ અને સ્થિતિ સંપુર્ણ બદલાઇ ચુક્યા છે પણ વર્ષો પહેલા તેમની વચ્ચે કંઇક હતું, જે આજસુધી બહાર આવ્યું ન’તું, તે બધી લાગણીઓ બંને અનુભવી રહ્યા છે. ઔપચારિકતા સાથે શરૂ થયેલી વાતચિત અણધાર્યા વળાંક પર આવી પહોચી છે. સંવાદનું અહી મુખ્ય માધ્યમ, ફેસબુક, તેના હોવાનો થોડો અહેસાસ પણ કરાવ્યા રાખે છે.

મેસેજના પ્રત્યુત્તરમાં કરવામાં આવતો મેસેજ અને જે-તે સવાલ-જવાબ પાછળની માનસિક સ્થિતિ  તથા પાત્રોના મનમાં ઉઠતી લાગણીઓ ઘણી ઉંડાણપુર્વક ઝીલવામાં આવી છે. જો કે આ પુસ્તક એક લેખિકા દ્વારા લખવામાં આવ્યું હોવાથી તેમાં સ્ત્રી પક્ષની લાગણીઓ વધુ સચોટ અને ઉંડાણથી આલેખવામાં આવી છે. લેખિકાએ પુસ્તકમાં ગીતીની સ્ત્રી સહજ ચિંતાઓ સાથે મેસેજની આપ-લેમાં સીડની પુરૂષ સહજ બેફિકરાઇ પણ સુંદર રીતે રજુ કરી છે.

ઘણાં જુના સમયની સામાજીક વ્યવસ્થા અને વાતાવરણની અસરમાં ખીલેલા પ્રેમનું આલેખન આજના આધુનિક સમયમાં અપ્રસ્તુત હોઇ શકે છે. નવી જનરેશન માટે તે સમયકાળને સમજવો પડશે; પરંતુ આજે ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓને કંઇ સમજાવવું નહી પડે! કાચી ઉંમરમાં થયેલા પ્રથમ નિર્દોષ પ્રેમને યાદ કરાવતું આ પુસ્તક આપને જુની યાદોમાં લઇ જઇ શકે છે. એવુંયે બની શકે કે તમે કોઇ જુના પ્રેમને ફેસબુકમાં શોધવામાં ખોવાઇ જાઓ. જો તમે યુવાન હોવ અને ફેસબુક કે અન્ય કોઇ સોસિયલ સાઇટ્સમાં પ્રેમભર્યા મેસેજની આપ-લે કરી હશે તો પણ તમે દરેક મેસેજની ઉંડાઇ સમજી શક્શો. ઓકે. જેઓએ આમાંથી કંઇ અનુભવ્યું નહી હોય તેમની માટે આ એક સામાન્ય/છીછરી વાર્તા બની શકે છે અથવા તો એક સુંદર ફેન્ટસી બની શકે છે!

~  ~  ~

આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 3 ફુલડાં!

ફિલ્મ : ‘BETTER હાફ’

. . .

– થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોંધ લેવાની ભુલાઇ ગયેલી એક સરસ ફિલ્મ એટલે… “બેટર હાફ”

– આ ફિલ્મની નોંધ લેવામાં ચુક થાય તે ચલાવી તો ન લેવાય. (તો પણ હવે મારી યાદશક્તિની કમજોરી આગળ હું મજબુર છું.) જો કે એક વાત એ સારી થઇ કે આ ભુલના કારણે આજે અહી વિસ્તારથી લખી શકાશે. 🙂

– હા, તો હવે વાત ફિલ્મની…

– ફિલ્મનું નામ છે ” Better Half “. નામ પરથી અંગ્રેજી ફિલ્મનું ટાઇટલ લાગે પણ આ તો છે સંપુર્ણ સ્વદેશી અને એમાંયે આપણી પોતાની ભાષામાં બનેલી એક ગુજરાતી ફિલ્મ !!

– આજના યુવાનના સંદર્ભમાં પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ ઉપરાંત ઉદભવતા સમસ્યા-સમાધાનને આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે. ફેસબુકમાં મિત્ર તરીકે જોડાયેલા આ ફિલ્મના ડાયરેક્ટર શ્રી આશિષભાઇ કક્કડના કારણે આ ફિલ્મ તરફ અનાયાસે જ ધ્યાન ગયુ હતું અને તેના વિષયે તેની તરફ આકર્ષણ જગાવ્યું હતું. (જો કે આશિષભાઇ સાથે હવે કોઇ સંપર્ક નથી.) ફાઇનલી, હમણાં જ ડીવીડી ખરીદવામાં આવી અને નીરાંતની પળોમાં આ ફિલ્મને ન્યાય આપવામાં આવ્યો. (ફિલ્મ રીલીઝ થઇ ત્યારે થીયેટરમાં નહિ જોવાનું આજે ખરેખર દુઃખ થયું.)

– આ ફિલ્મમાં ‘ખાસ’ કહેવાય એવા કોઇ દેશી-વિદેશી લોકેશન નથી કે પછી કોઇ મસ-મોટા સેટ પણ નથી. (અને હા, અહી કોઇ ધોતિયાં-કેડિયાંમાં કે ઘાઘરા-ચોલીમાં ગરબે રમતાં લોકોની વાત પણ નથી.) બસ, આજના માહોલને અનુરૂપ અને બદલાતા સમયના પરિમાણ મુજબની એક ‘સિમ્પલ’ ગુજરાતી ફિલ્મ છે. બસ, મારી કે તમારી કહાની જ જોઇ લો. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અમદાવાદમાં થયેલું છે એટલે કે જાણે આસપાસની જ ઘટના લાગશે. (ગુજરાતી ફિલ્મની સામાન્ય છાપ અંગે મારૂ માઇન્ડ-ચેન્જ કરવામાં આ ફિલ્મને ક્રેડિટ આપવી પડે.)

– આ ફિલ્મમાં મને જે વધુ ગમ્યું તે એ છે કે ગુજરાતી ફિલ્મ હોવા છતાં ગુજરાતીને ન સમજાય એવી શુધ્ધ ગુજરાતી ભાષાના ઉપયોગનો હઠાગ્રહ રાખવા કરતાં યુવાનોમાં પ્રચલિત ભાષાનો ઉપયોગ. જો ગુજરાતી ફિલ્મો આ ટ્રેક પકડશે તો તેની દશા/દિશામાં સો ટકા ફરક આવશે અને આજના યુવાન દર્શકો પણ ગુજરાતી ફિલ્મ પ્રત્યે આકર્ષાશે.

– ફાસ્ટફુડ/કોફીશૉપ-લવ થી ઘણી દુર ‘પ્રેમ’ની સુંદર વ્યાખ્યા અને સંબંધનું મહત્વ છે આ ફિલ્મમાં. લાગણી, કામ, વ્યવહાર, જરૂરિયાત અને પ્રેમની મજબુત અભિવ્યક્તિ છે આ ફિલ્મમાં. મને ખરેખર આ ફિલ્મ ઘણી ગમી. વર્કિંગ કપલને લગ્ન બાદ કરવા પડતા સમાધાન અને ઉભી થતી સમસ્યા બાદ તેમના કામ સાથે પરિવારનો તાલમેલ છે આ ફિલ્મમાં. આ ફિલ્મ અને તેનાથી વહેતા વિચારને યુવાનીના પગથિયા પર પગ મુકવાનું શરૂ કરેલા કે પ્રેમના રસ્તે આગળ વધતા અને લગ્ન જીવનની શરૂઆત કરતાં કે ટકાવી રાખવાની ઇચ્છા ધરાવતા દરેક યુવાન-યુવતિએ એ ચોક્કસ જોવા જેવા અને સમજવા જેવા છે. ( મારી જેમ ઘણાં લોકો ચુકી ગયા હશે એવું મને લાગે છે.)

– ‘પ્રેમ’ વિશે ફિલ્મમાં શીખવા મળેલી બે સુંદર વાત…

  • જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ.
  • એકબીજાની જરૂરિયાત હોવી અને એકબીજા પ્રત્યે પ્રેમ હોવો એ બન્ને અલગ વાત છે.

– ફિલ્મના પોસ્ટર અને ઝલક –

. .

નોંધ – ‘ફિલ્મ’ શબ્દનું સામાન્ય ગુજરાતી ‘ચિત્રપટ’ થાય. પરંતુ ‘ચિત્રપટ’ શબ્દનો ઉપયોગ ગુજરાતીમાં હવે નહિવત રહ્યો હોવાથી અને ‘ફિલ્મ’ શબ્દનો ઉપયોગ પ્રચલિત હોવાથી તેનો ઉપયોગ છુટથી કરવામાં આવ્યો છે. (કોઇને વાંધો હોય તો સુધારીને વાંચી લે… બીજુ શું… 😀 )

. . .

ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ..

. . .

– મારા એક પસંદગી ના રોલ મોડેલ શ્રી સ્ટિવ જોબ્સે આ દુનિયા છોડી તેની શાહી સુકાઇ નથી ત્યાં તો મારા દિલની ભાવનાઓ પ્રજ્જવલિત કરનાર એક સુંદર દિપક બુઝાઇ ગયો છે તેવા બીજા દુઃખદ સમાચાર મળ્યા…
ઉફ્ફ… 🙁

– શું થઇ રહ્યું છે આ સમયમાં… એક પછી એક મને ખુબ ગમતી વ્યક્તિઓ આમ અચાનક વિદાય કેમ લઇ રહી છે…

– જગજીત’જી ને માણી ને તો હું આ દુનિયામાં લાગણીઓ સાથે જીવતા શીખ્યો હતો.. મારા જીવનને લાગણીસભર બનાવવામાં અને આ બગીચાના માળીને પ્રેમ શીખવવામાં તેમનો ફાળો ખુબ અગત્યનો હતો.. કયારેય રૂબરૂ મુલાકાત ન થઇ હોવા છતાં તેઓ સદા મારા દિલની નજીક રહ્યા છે.

– હજુ હમણાં જ થોડા દિવસ પહેલા તેમની સાથે જીવનની ઘણી જુની અને મહત્વની યાદો માણી હતી… એ પહેલો પ્રેમ પત્ર કેમ ભુલાશે… અને જે હરદમ મને મારા ભુતકાળ, વડિલો, જુના દોસ્તોનો અહેસાસ કરાવતી રહી હતી એવી સૌને પ્રિય અને મને અતિપ્રિય રચના “વો કાગઝ કી કસ્તી.. વો બારિસ કા પાની…” સાંભળતા તેમને કેમ ભુલાશે…

– અગાઉની એક ગમગીન પોસ્ટ બાદ ફરી બીજી એક ગમગીન પોસ્ટ… પણ હું મજબુર છું.. 🙁

ગઝલ સમ્રાટ જગજીત સાહેબને મારા બગીચા માંથી ભીની-ભીની શ્રધ્ધાંજલી.

” चिठ्ठी ना कोई संदेश, जाने वो कोनसा देश, जहां तुम चले गये… “

. . .

🙁 🙁 🙁

.

(Photo from – Jagjit Singh Online)