કઈ ચેહરે હૈ ઇસ યુધ્ધ કે..

India armed force

શાંતિ અને યુધ્ધ

આજે કંઇ વધુ લખવું નથી કેમ કે દેશમાં, LOC આસપાસ અને શાંતિના દુશ્મનો સાથે જે થઇ રહ્યું છે એ બધું મને ઠીક પણ લાગે છે અને ક્યારેક બેચેન પણ કરે છે.

આજકાલ સોશીયલ મીડીયા પર યુધ્ધ અને શાંતિ વિશે મોટી મોટી વાતો ચાલે છે. તો અહી મને પણ યાદ આવે છે..

કેટલાક ક્વોટ્સ / કહેવતો..

India armed force with flag~ યુધ્ધ ક્યારેય નુકશાન વગર નથી થતું. બંને પક્ષ તેમાં ખુંવાર થાય છે.

~ કેટલાક અનિષ્ટ એવા હોય છે જેને નિવારી ન શકાય. યુધ્ધ તેમાંનું એક છે.

~ વાતચિતથી દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.

~ દરેક યુધ્ધનો હેતુ શાંતિ હોય છે.

~ ડાહ્યા માણસોની વાતો શાંતિકાળમાં શોભે, યુધ્ધ દરમ્યાન તેને કાયરતા ગણાય છે.

~ યુધ્ધ વગર શાંતિ શક્ય નથી.

~ યુધ્ધ વિશે એવી એક અફવા ફેલાયેલી છે કે તેનાથી દરેક મુસિબતનો કાયમી ઉકેલ મેળવી શકાય છે.

~ વર્તમાનમાં સૌ શક્તિશાળીના પક્ષે રહે છે.

~ કાયર પ્રજાનો કોઇ દેશ ન હોય.

~ માત્ર સત્યથી ક્યારેય યુધ્ધ નથી જીતી શકાતું.

~ આંખના બદલે આંખ એક દિવસ દુનિયાને આંધળી બનાવી દેશે.

~ સમય યુધ્ધની ભયાનકતાને પણ ભુલાવી દે છે.

~ જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો યુધ્ધ માટે તૈયાર રહો.

~ યુધ્ધ એક છળ છે.

~ યુધ્ધ ક્યારેય સારું ન હોઇ શકે અને શાંતિ ક્યારેય ખરાબ ન હોઇ શકે.

~ જો વાતચિતથી જ બધા ઉકેલ મેળવી શકાતા હોત તો દુનિયાના દરેક દેશ પાસે શસ્ત્રો અને સૈન્ય ન હોત.

~ શાંતિકાળમાં યુધ્ધ ક્ષમતા વધારતા રહેવામાં શાણપણ છે.

~ યુધ્ધ પાલગપન છે.

~ યુધ્ધમાં સૌ પ્રથમ તમારી અંદરની માણસાઇ મરે છે.

~ શાંતિ એ યુધ્ધની ઉપજ છે.

~ યુધ્ધની શરૂઆત કરવી સહેલી છે, અંત વિશે કોઇ પક્ષકાર દાવો ન કરી શકે.

~ યુધ્ધ હંમેશા બલિદાન માંગે છે.

~ યુધ્ધ ક્યારેય અધવચ્ચે છોડી ન શકાય.

~

.. મને જેમ યાદ આવે એમ લખતો ગયો છું. કેટલાક એકબીજાથી તદ્દન વિપરિત દ્રષ્ટિકોણ ધરાવે છે. મુખ્યત્વે બધું જે-તે સમયની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. (“ન બોલવામાં નવ ગુણ” અને “બોલે તેના બોર વેચાય” – એવું છે આ બધું.)

આપ કોઇ ઇચ્છો તો અહીયાં નવી વાતનો ઉમેરો પણ કરી શકો છો. ઉપરની દરેક વાત/કહેવત સાથે હું સહમત નથી અને દરેક સાથે અસહમત પણ નથી. (આ બધી કહેવતોનું કેવું અર્થઘટન કરવું એ જાતે સમજી શકો એટલા આપ સૌ સમજદાર છો જ.)

જય હિંદ. જય હિંદની સેના.. 🙏

અજ્ઞાનવાણી

ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો

uper image of blog

– આપણે સૌ દેશવાસીઓ ધીરે-ધીરે પોતાના હક પ્રત્યે ઘણાં જાગૃત બની રહ્યા છીએ તો હવે દેશ પ્રત્યે એક નાગરિક તરીકેની આપણી મૂળભૂત ફરજો પણ જાણી લેવી જોઇએ. (ઘણાંને થશે કે આ દેશ પ્રત્યેની ફરજ એટલે શું?)

ભારતના સંવિધાનમાં દેશના નાગરિકના હકની સાથે-સાથે ફરજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (જેને કમનસીબે કોઇ પુછતું-જાણતું નથી અથવા પુછવા-જાણવા ઇચ્છતું નથી.)

– લગભગ ખબર તો બધાને હશે કેમ કે શાળાના દરેક પુસ્તકોમાં આ છાપવામાં તો જરૂર આવતું પણ તેને જોવાની કે સમજવાની દરકાર વિદ્યાર્થી તરીકે આપણે કયારેય કરી નથી અને તેને જણાવવાની કે સમજાવવાની તસ્દી શિક્ષક તરીકે અધ્યાપકોએ લીધી નથી. (આપણે ત્યાં પરિક્ષામાં પુછાતું ન હોય તેવા જ્ઞાનને કોઇ ન પુછે એવો રિવાજ છે ને!!)

ભારતનું સંવિધાન: કલમ 51-क અનુસાર ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો નીચે પ્રમાણે છે:

क. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;

ख. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને  હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ;

ग. ભારતનાં સાર્વભૌમત્વ, એક્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ;

घ. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની ;

ङ. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ;

च. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ;

छ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ;

ज. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની ;

झ. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ;

ञ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.


~ આજની આ પોસ્ટ ‘સામાન્ય જાણકારી’ માટે ફરી અપડેટ કરવામાં આવી છે.

~ બીજા લોકો તેમની ફરજ પ્રત્યે જાગૃત છે કે નહી તે વિચારતા પહેલા આપણે પોતાની જાતને પણ પુછવું જોઇએ કે શું આપણે પોતાની ફરજ બજાવી રહ્યા છીએ?..

bottom image of blog text

Header Image:
copied from myindiapictures.com with the help of google!

સમજવા જેવી વાત

. . .

Its better to step back when ignored, than waiting to be insulted !

( કયાંક વાંચેલ અંગ્રેજી વાક્ય )

. . .

જયારે તમારી અવગણના થવા લાગે ત્યારે અપમાનિત થવાની રાહ જોવા કરતાં પરત ફરવું વધુ સલાહભર્યું છે !

(મારી સમજણ અનુસાર ગુજરાતી અનુવાદ)

. . .