ફેસબુક પર વધારે લાઇક-કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો!

– ફેસબુક પર વધારે લાઇક – કોમેન્ટ મેળવવાનો સૌથી સરળ રસ્તો !

– સૌ પ્રથમ ગુગલ દેવતાના શરણે જઇને એકાદ ભગવાનનો ફોટો શોધી લો. (આમ તો ૩૩ કરોડ કહેવાય છે પણ વધુ ફેમસ હોય એવા કોઇને પકડવાથી ચોક્કસ ફરક પડશે.)

– તેને ફેસબુકમાં અપલોડ કરો. (ધ્યાન રહે કે ફોટો ‘પબ્લીક’માં સેર થવો જોઇએ.)

– ફોટો સાથે જે-તે ભગવાનની ‘જય…..’ લખો અને ઉમેરો કે ‘જે લાઇક નહી કરે તેની સાથે સાંજ સુધીમાં કોઇ ગડબડ થશે અને લાઇક કરશો તો તમારી બધી મનોકામના પુર્ણ થશે.’ (આવું લખવાથી ઘણો ફાયદો થશે તેની અમે ખાતરી આપીએ છીએ.)

– ભગવાનના ફોટોમાં ભલે કયાંય ન દેખાતા હોય તો પણ તમારા નજીકના ફ્રેન્ડ અને સગાઓને ફોટોમાં જયાં-ત્યાં ટેગ કરો. અહી ભગવાનના પરમ ભક્તો અને તમને વારંવાર ગમે-તેવી પોસ્ટમાં ટેગ કરતા લોકોને પણ ટેગ કરી શકો છો. (ચિંતા ન કરો, અહી લોકો ‘મને ટેગ કેમ કર્યો’ તેવી ફરિયાદ નહી કરે તેનો અમને વિશ્વાસ છે.)

– બસ, હવે ‘Post’ ઉપર ક્લિક કરો અને જુઓ ભગવાનનો ચમત્કાર ! જય હો…


પુસ્તક રેફ. : ફેસબુકમાં ફેમસ થવાના ૧૦૧ ‘ચીપ’ રસ્તાઓ
લેખક : અ.જ્ઞાની બાબા બગીચાનંદ
[સર્વ હક્ક આરક્ષિત]

એક મજબુરી…

કોઇ નાજુક ક્ષણે અનુભવાયેલી મજબુરી…

(શ્રી શ્રી શ્રી અ.જ્ઞાની બાબા બગીચાનંદના સંવેદનોમાંથી..)

નોંધ - અહી દરેક સહમત થાય તે જરૂરી નથી.

અનુભવ-વાણી !!

. . .

આજે બગીચામાં ફરી એકવાર પ્રસ્તુત છે..

અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની અનુભવવાણી…
(એ પણ નવા રૂપરંગમાં !!!)

. .

અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની અનુભવવાણી

. .

[ અહીથી કોપી-પેસ્ટ કરનારાઓ ને હવે કમસેકમ આ ટાઇપ તો કરવું જ પડશે.. 😀 😀 😀 ]

. . .