આઇસપાઇસ

~ કાર્તિકભાઇએ તેમની ગોળ ગોળ ધાણીનું અસલી રૂપ બતાવ્યું, તો અમને પણ બાળપણની રમતનું અમારું એવું એક અજ્ઞાન યાદ આવી ગયું! (ક્યાંક ને ક્યાંક તો આપણે સૌ અજ્ઞાની રહેવાના જ.)

~ હા તો વાત ઉપર ટાઇટલમાં લખી એ વિશે જ છે. અમે ત્યારે જેને આઇસપાઇસ કહેતા, તેને હકીકતમાં I-SPY (ગુજરાતીમેં બોલે તો, આઇ-સ્પાય) કહેવાય; એવું અમે છે…ક 30 વર્ષે જાણ્યું હતું!

~ પછી?.. પછી તો ખોબો ભરીને અમે એટલું તે હસ્યા, કે કુવો ભરીને રોઇ પડ્યા…


*અહી બગીચામાં બેસીને ભલે મોટી-મોટી વાતો કરીએ, પણ જો આજે આ ન કહ્યું હોત તો કોઇને ખબર ન પડી હોત કે, અમે બચપનમાં કેવા મુર્ખ હતા! 😀 (વૈસે મૈ મુર્ખ નહી થા; થોડા સા નાદાન થા, જજસાબ..)


4 thoughts on “આઇસપાઇસ

    1. જ્યારે મેં આ જાણ્યું હતું ત્યારે મારી સાથે તો આઘાતથી ઓછું ન કહેવાય એમ થયું હતું. એવો આઘાત કે જેને સુખદ કે દુઃખદમાંથી કોઇ એક કેટેગરીમાં મુકી પણ ન શકાય.

      એટલે જ આઘાતની એ લાગણી બતાવવા ઉપર જગદીશ જોષીના શબ્દોનો સહારો લેવો પડ્યો છે કે; પોતાની મુર્ખામી-નાદાની અને આટલા લાંબા સમય પછી જાણેલી હકિકતથી એકવાર તો જાત પર હસવું આવી ગયું.. પણ પછી બાળપણની એ રમતના દિવસો-દોસ્તારો, સોસાયટીના એ મેદાન અને અમારી માસુમીયતની યાદોંમાં જાણે મનમાં જ રોઇ પડાયું…

બોલો, શું કહેવું છે તમારે...