. . .

– ઘણાં દિવસથી જે ફોટો મુકવાની વાત હતી તે છેવટે આજે ઠેકાણે પડી છે. સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝન વધુ હતું એટલે રેન્ડમલી પાચ-સાત ફોટો પસંદ કરી લીધા. (એટલું જલ્દી પતે.)

~

Vraj

પપ્પા બહાર જાય છે તો હું ઘરમાં કેમ ? બસ, પછી ગોઠવાઇ ગયા સાહેબ બાજુની સીટ પર..

~

Vraj

સજીધજીને હવે તૈયાર છે ભાઇ!! દિવસમાં લગભગ ત્રણેક વખત તેની મમ્મી તેને આમ તૈયાર કરી દે..

~

VRAJ

જોઇને લાગશે કે કેટલો ભોળો-મીઠડો છે ! પણ આ મીઠડાની પાછળ એક તોફાની બારકસ છુપાયેલો છે..

~

VRAJ

કેટલીક અલગ-અલગ મુદ્રાઓ !

~

નોંધઃ ટાઇટલમાં જે ‘ટીનટીન’ છે તે હમણાં તેનું લાડનું નામ છે.

. . .

12 thoughts on “ટીનટીન !

 1. 1} પહેલા ફોટામાં , એમ કહેવા માંગે છે કે એક દિવસ તમે આ સીટ પર હશો અને હું ડ્રાઈવિંગ સીટ પર હઈશ 😉

  2} અને , જોહ્ન્સન એન્ડ જોહન્સન કંપનીને તો જાણે મમ્મીઓ જ આર્થિક રીતે સધ્ધર રાખે છે 😉 [ મારી બહેન પણ , મારા ભાણીયાને એય ને . . . આખો દિવસ મસ્ત મજાનો તૈયાર કરતી હતી 🙂 ]

  3} અને , ટીનટીન પાસે સ્નોઈ [ a cute little dog ] પણ હતો . . . તો તમારે પણ ભવિષ્યમાં ખર્ચો આવશે 😉

  1. ‘સ્નોઇ’ માટે ઘરમાંથી(વાંચો; મમ્મીની) કયારેય મંજુરી મળે એમ નથી એટલે અમારો ટીનટીન તે બાબતે એકલો જ રહેશે.. 🙁 જો કે જરૂર પડશે તો અમે છીએ જ ને.. તેને જે ગમશે તે બનવા તૈયાર.. 😉

 2. ભાઈશ્રી માળીજી,

  વ્રજના સરસ મજાના ફોટા છે, વલદા ખુશ હુઆ!

  દયારામની પેલી ગરબી યાદ છે કે ? જોજો પાછા, તેમાંના આ પ્રમાણે શબ્દો ફેરવીને
  ગાવા ન મંડી પડતા ! “વ્રજ વ્હાલો રે, નોકરી ધંધે નહિં જાવું ….’

  દુઆગીર,
  વલદા અંકલ

  1. આભાર અંકલ.

   બિમારીના કારણે હમણાંથી તો ઘરે આરામ ઉપર છું એટલે આમ પણ નોકરી-ધંધે જવાનું નથી. બસ, બાપ-બેટા ભેગા મળીને ધમાલ કરીએ છીએ અને હું તો મારા બચપનને તેનામાં ફરી માણી રહ્યો છું.. અમને બંનેને મજા આવે છે.

 3. ​એક પિતા તરીકે એમ જ કહીશ કે મારા કોકું જેવું કોઈ નહિ 🙂 (ખોટું ના લગાડતા। એક હિન્દી પિક્ચર જોયું હતું નામ યાદ નથી, એમાં એક સંવાદ હતો આવો કૈક — તેરી માં કો પૂછના કી તું કિતના ખુબસુરત હૈ. એક માં (અને મારા જેવા બાપા પણ) માટે એનું સંતાન જ સહુ થી રૂપાળું હોય.)

  પણ હા મસ્ત મજાનો “ટીનટીન” છે. એકવાર રમવા મળે એની જોડે તો મઝા પડી જાય..

  1. સો ટકા સહમત. સૌને પોતાનું બાળક સૌથી વ્હાલું લાગે. (એમાં ખોટું લગાડવા જેવું કંઇ છે પણ નહી સાહેબ.)

   અને આવો કયારેક રમાડવા.. મારી શરત છે કે તમે રમાડવામાં થાકશો પણ એ નહી થાકે. ભાઇ, ગજબની એનર્જી છે તેની પાસે!!

 4. ફૂલતો સુન્દરજ હોય. અને તેયે એક માળીના બગીચાનુ માવજતથી કેળવાયેલુ.
  બાળકોતો તોફાનીજ હોય અને એનો અધિકાર છે,તમારો અધિકાર હવે ગયો.

 5. આ ટીનટીન પેલા કાર્ટુનના ટીનટીન કરતા વધુ ક્યુટ છે. ફોટા પણ મસ્ત છે , કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડેલા હોય એવા !

  1. થેન્ક્સ! અને ફોટો કલીક કરનારને ‘ઇજ્જત’ આપવા બદલ ફરીથી ‘થેન્કસ’. (બાકી તો, પ્રોફેશનલ અને ફોટોગ્રાફર; આ બંને લક્ષણ સાથે ઉપરના ફોટો કલીક કરનારને દુર-દુર સુધી લેવા-દેવા નથી. 😉 )

બોલો, શું કહેવું છે તમારે...