આંચકો – હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટનો !

. . .

– ગયા અઠવાડીયે ઘરે એક આંચકો આવ્યો!! (ભુકંપ નહોતો પણ ઘટના ભુકંપ જેવી બની ગઇ.) પપ્પા એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા માટે જે દિવસે હૈદરાબાદ જવા નીકળ્યા’તા તેના બીજા દિવસે જ ત્યાંથી બૉમ્બબ્લાસ્ટના ન્યુઝ આવ્યા. જો કે મોબાઇલ-કૉલથી કન્ફર્મ થયું કે તેઓ સલામત છે. હાશ..

– અમે તો આખો દિવસ ન્યુઝચેનલોને ફેરવી-ફેરવીને ત્યાંના રિપોર્ટ લીધા. બીજા દિવસે ફરી ફોન કરીને વધુ જાણકારી લીધી અને જે જાણકારી મળી તે બૉમ્બ બ્લાસ્ટ જેટલી તો નહોતી પણ આંચકારૂપ જરૂર હતી! (જો કે કયારેક માહિતી બૉમ્બ કરતાં પણ વધારે વિસ્ફોટક હોય છે!)

– ન્યુઝ એજન્સી અને સરકારના મતે ત્યાં બે (Two) બ્લાસ્ટ થયા છે પણ પપ્પાના જણાવ્યા અનુસાર કુલ છ (Six) બ્લાસ્ટ થયા છે. અને કુલ મૃતકોનો સરકારી આંકડો ૧૪-૧૭ની આસપાસ છે જયારે પપ્પાના મતે તેનો સાચો આંકડો ૨૦૦ની આસપાસ હોઇ શકે છે. (જો તમારા કોઇ સગા કે ઓળખીતા ત્યાં હોય તો તમે પણ આ જાણકારીને કન્ફર્મ કરી શકો છો.)

– આપણી સરકાર, વિશ્વાસુ ન્યુઝ એજન્સીઓ અને પેલા ‘કહેવાતા’ બાહો પત્રકારો આપણને ખોટા ન્યુઝથી ચોખ્ખા બેવકુફ બનાવી રહ્યા છે. કઇ રીતે? – જુઓ આ પોસ્ટ : “પેઇડ (હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટની આ દરેક માહિતી બહાર ન જાય તેની ઝીણવટથી તકેદારી રાખવામાં આવી રહી છે.)

– સાંભળ્યું છે કે બૉમ્બબ્લાસ્ટ બાદ તેના કારણો/અપરાધીઓને પકડવાની જગ્યાએ આપણી ‘મર્દ’ સરકાર આ બ્લાસ્ટ અંગેની દરેક બ્લૉગપોસ્ટ, સોસિયલ અપડેટ્સ અને ન્યુઝ પર કડક નજર રાખી રહી છે. (કદાચ કાલે હું ગાયબ થઇ જઉ તો સમજી જજો કે તેમાં કોનો હાથ હોઇ શકે.)

– ખાસમિત્રોના મતે આ માહિતી આ સમયે જાહેરમાં મુકવી ખત્તરનાક છે અને હું સરકારની કે સરકારી તપાસ એજન્સીઓની નજરે ચડી શકું છું. છતાંયે સચ્ચાઇને ખાતર લખવું જોઇએ એવું મને લાગે છે. (આગળ જે થશે એ જોયું જશે…)

– આ ઉપરાંત હૈદરાબાદમાં બીજું ઘણુંબધુ રંધાઇ રહ્યું છે જેની લગભગ ત્યાંના દરેક નાગરિકોને પણ ખબર હશે. ધર્મ અને સિયાસતનું રાજકારણ ત્યાં ચરમસીમાએ છે જેમાં માણસોનો ઉપયોગ પ્યાદા તરીકે બિન્દાસ્ત થઇ રહ્યો છે. જો બે-ચાર દિવસની મુલાકાતથી આટલું બધું જાણી શકાતું હોય તો પછી સરકારી તપાસ એજન્સીઓને કે સરકારને અત્યાર સુધી તેની ખબર નહી હોય એવું માની ન શકાય. (કદાચ સરકારની આ નિષ્ક્રિયતા પાછળ પણ કોઇ ‘ગંદુ રાજકારણ’ હોઇ શકે છે. ઉફ્ફ.. આવા રાજકારણીઓ તો એકદિવસ ચોક્કસ આખા દેશને વેચીને જ રહેશે….)

. . .

7 thoughts on “આંચકો – હૈદરાબાદ બૉમ્બ બ્લાસ્ટનો !

  1. શરૂઆતમાં ચેનલ્સ પર પણ છ બ્લાસ્ટનું જ કહેવાતું હતું ને ? પછી બે કેમ થયા એ મને ય આશ્ચર્ય તો થયું જ હતું પરંતુ મારું માનવું છે કે બે જ હશે કેમકે વધુ સમય સુધી આવી રીતે છ ના બે કરી શકાય જ નહીં.
    બાકી મૃત્યુ આંક અંગે હંમેશા સરકારી અને બિન સરકારી આંકડાનો મેળ ખાવાનો જ નથી.

    1. છ બ્લાસ્ટ થયાની માહિતી આપનાર મારા પપ્પા છે અને તેઓ આ બ્લાસ્ટના સમયે હૈદરાબાદમાં જ હતા. તેમને પણ નવાઇ લાગે છે કે આવું કેમ બની શકે.
      જો કે છ ના બે વધુ સમય તો ના જ કરી શકાય અને મારા મતે આટલી મોટીવાત લાંબા સમય છુપાવી શકાય એવું શક્ય પણ નથી. જો ૨ બ્લાસ્ટવાળી વાત ખોટી હશે તો ભવિષ્યમાં કયારેક તો આધારભુત માહિતી સાથે બહાર આવશે જ.

  2. એ તો ચાલ્યા જ કરવાનું . . . પણ , જયારે આપણું કોઈ દુર હોય અને ખબર પડે કે તે જ જગ્યાએ કાઈ ભયાનક ઘટી ગયું છે ! . . . ત્યારે હૃદય , કેવું ઘડીક એક ક્ષણ માટે ધબકાર ચુકી જાય છે . . . . ❗ . . . અને ત્યારે જ મોબાઈલ સાક્ષાત ભગવાન સમાન ભાસે છે .

  3. ” આવા રાજકારણીઓ તો એકદિવસ ચોક્કસ આખા દેશને વેચીને જ રહેશે…..”
    તમે દેશની બાબતમાં વધુ પડતા આશાવાદી લાગો છો, મને તો લાગે છે કે દેશ વેચાઈ ચુક્યો છે.
    “To live India, leave India”

બોલો, શું કહેવું છે તમારે...