Sep’12 : અપડેટ્સ

. . .

– મારા ટેણીયાનું નામ નક્કી થઇ ગયું છે. આમ તો રાશી પ્રમાણે નામ રાખવાનો કોઇ આગ્રહ નહોતો પણ તેની રાશીને અનુરૂપ એક નામ પર સર્વસંમતિ સર્જાતા આખરે મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. નક્કી થયેલ નામ છે – “ વ્રજ (કેવું લાગ્યું ? -જવાબમાં ‘સરસ છે’ એવું કહેવું ફરજીયાત છે.)

– વ્રજ જયારે મારા ખોળામાં રમતા-રમતા સુઇ જાય છે ત્યારે હું સૌથી વધુ નસીબદાર હોઉ એવું લાગે. આજે તેનો જન્મનો દાખલો કઢાવવાનું ફોર્મ મેળવવામાં આવ્યું છે જે એક દિવસ પછી જમા કરાવવાનું છે. (પછી તે પણ આ દેશ અને દુનિયાનો એક કાયદેસર સભ્ય ગણાશે!)

– આજકાલની નવી સમસ્યા : ટેણીયાના કારણે સવાર-સાંજ, ખાવા-પીવા અને સુવા-ઉઠવાના ટાઇમટેબલ ખોરવાઇ જવાથી દિનચર્યા ઘણી અસ્તવ્યસ્ત થઇ ગઇ છે. (હવે એટલો તો ફરક આવે જ. ‘બાપ’ બનવું કંઇ એટલું સરળ પણ નથી, સાચુ ને?)

– હમણાંથી તબિયત પણ થોડી નરમ-ગરમ રહે છે. (સિઝનની અસર હોઇ શકે.)

– આવતા શનિવારે લગભગ બે વર્ષના સમયગાળા બાદ ગુજરાતથી થોડા દુર જવાનો પ્રોગ્રામ બન્યો છે. (આ થોડી અંગત મુલાકાત છે એટલે વધુ માહિતીની નોંધ એક પ્રાઇવેટ પોસ્ટમાં કરવામાં આવશે.)

– ઘણાં લાંબા ટાઇમ પછી આટલી લાંબી ટ્રેન મુસાફરીનો લાભ લેવામાં આવી રહ્યો છે અને ‘એ.સી.’માં વેઇટીંગ લાંબુ હોવાથી ‘સ્લીપર’માં ટીકીટ બુક કરવાની બહાદુરી બતાવી છે. જોઇએ, શું હાલ થાય છે. (એ.સી.કોચમાં ૮૯ વેઇટીંગ હોય અને સ્લીપર કોચમાં ૧૪૮ સીટ ખાલી બતાવે તે ઘટના મને થોડી આશ્ચર્યજનક લાગે છે.) હા, IRCTC ની ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવાનો અનુભવ સારો રહ્યો.

– મારું બેન્ક એકાઉન્ટ જે બ્રાન્ચમાં છે તે SBI બ્રાન્ચ મેનેજરના અતિઆગ્રહને વશ થઇને ચાર દિવસ પહેલા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરવામાં આવ્યું છે. આમ તો ક્રેડિટ કાર્ડ ઉપયોગી હોવા છતાં તેને હું એક ‘બલારૂપ’ ગણું છું. જો કે તેનો સમજી-વિચારીને ઉપયોગ કરનારને તે કયારેય ‘બલારૂપ’ લાગ્યું નથી એવું પણ સાંભળ્યું છે! (હવે, ભગવાન મને પણ તેનો સદઉપયોગ કરવાની થોડી સદબુધ્ધિ આપે એટલી વિનંતી..)

– સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ગાડીના કાચ ઉપરની બ્લેક-ફિલ્મ દુર કરવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. કોઇ સમયે ગાડીમાં ‘RTO માન્ય ફિલ્મ’ લગાવવામાં આવી હતી, જે હવે માન્ય ગણાતી નથી બોલો..!! (આ નુકશાનના વળતર અંગે RTO સામે દાવો માંડી શકાય?) મારી ગાડી અત્યાર સુધી તો ટ્રાફિક પોલિસની નજરથી બચેલી છે પણ આ ‘સફેદ કપડાવાળા’ પકડે તે પહેલા કાચ ઉપરની બ્લેક ફિલ્મને જાતે જ કાઢી નાખવી ઠીક રહેશે. (ન ગમે તો પણ કાયદાને માન આપવું એ દરેક નાગરિકની ફરજ છે.)

. . .

7 thoughts on “Sep’12 : અપડેટ્સ

  1. વાહ નામ બાકી મસ્ત પડ્યું..
    તો તમેય ક્રેડીટ કાર્ડ ની માયા જાળ મા આવી ગયા..ધ્યાન રાખજો..૫૦ હાજર ની વસ્તુ ૧.૨૫ મા પડશે…
    ટ્રેન ની મુસાફરી તો મસ્ત હોય..એમાંય સ્લીપર મા મજાજ આવે…
    પેલા તો આપડી સીટ પર કોઈ બેસી જાય..એને સમજાવી પટાવી ઉભા કર્યે તો રાત ના કોક એનો બાબલો સુવરાવી જાય..પણ લાંબી સફર મા મિત્રો પણ બની જાય..મેં બે,ત્રણ વાર મફત ની ચા એને નાસ્તો કરેલો છે..

    1. કેહતે હૈ, ટ્રેન કી લંબી સફર મેં નયા ભારત મિલતા હૈ.. ઔર હમેં નયી દુનિયા કી ખોજ કરને મેં બેહદ મજા આતા હૈ ।
      જોઇએ, આ વખતે કેવા હમસફર મળે છે… (ચેતવણી – મફતની ચા અને નાસ્તા કયારેક મોંઘા પડી શકે છે.)

બોલો, શું કહેવું છે તમારે...