અનિર્ણાત્મક મનોદશા

. . .

– જીવનમાં સંયમિત વિચાર માર્ગે આગળ વધતા રહેવાને બદલે આજે મને એવું લાગે છે કે હું રાહ ભટકી રહ્યો છું. (કોઇ સાવ નાની વાતમાં તુટી પડું એટલો કમજોર તો હું નહોતો જ.)

– ભલે કોઇ કારણસર પણ જે અચાનક કરવામાં આવ્યું તે હવે થોડું ડંખતુ હોય એવું લાગે છે. (જે હકિકતમાં છે નહી, તેની આજે ખોટ સાલે છે !!)

– એવું નથી કે ખરાબ અનુભવ પહેલા નથી થયા તો પછી એ નિર્ણય અત્યારે જ કેમ એ જાણવા ઘણાં મિત્રો રાહ જોઇ રહ્યા છે. તો ત્રણ-ચાર મિત્રોને એવું લાગે છે કે મે તેમની સાથેના અનુભવ બાદ આ કાર્ય કર્યું છે. (દરેકને સ્પષ્ટતા કરવી અઘરી છે અને તેઓ કંઇ પણ વિચારે પણ તેમના પ્રત્યે દિલથી લાગણી જરૂર છે.)

– ફેસબુક છોડવું આમ તો અઘરું નથી પણ હવે લાગી રહ્યું છે કે કોઇ ઉતાવળીયો નિર્ણય તો નથી ને ? (જો ખરેખર એવું લાગશે તો પરત જતાં ખચકાવું ન જોઇએ.)

– એકવાર બોલ્યા એટલે બધુ છોડી જ દેવું જરૂરી પણ નથી, કેમ કે લાગણીથી સાથે જોડાયેલા અને મને પણ જેમનો સાથ ગમતો એવા દોસ્તોને સાવ એમ જ છોડી દેવા એ જીદ કહેવાશે. (‘કોઇ શું વિચારશે ?’ – એ સવાલ એટલો અગત્યનો નથી.)

– હજુ એક-બે દિવસ ખુદની પરિક્ષા લઇ જોઉ છું, જો મને ખરેખર એમ લાગશે કે ત્યાં રહેવું ખોટું નથી તો પછી ચોક્કસ પરત ફરવામાં આવશે અને જો એમ લાગ્યું કે મારા ત્યાં રહેવા કે ન રહેવાથી મને કે મારા મિત્રોને કોઇ ખાસ ફરક નથી પડતો… તો પછી આખી પ્રોફાઇલ ડીલીટ કરવાનો વિચાર અમલમાં મુકી દેવાશે. (ન રહે બાંસ, ન બજે બાસુરી !) જે મિત્રો મારી સાથે સંપકમાં રહેવા ઇચ્છે છે તેમની માટે હું અહિયાં તો છું જ.

– ફેસબુક મિત્રોમાં જેમને મારા આ કાર્યથી દુઃખ થયું હોય (ખાસ તો તે મિત્રોને જે એમ સમજે છે કે આ તેઓના કારણે કર્યું છે) તેમને.. સૉરી… દિલથી..

. . .

– (માત્ર જાણકારી હેતુ) ટાઇટલમાં જે ‘અનિર્ણાત્મક મનોદશા’ લખ્યું છે તે ‘કન્ફ્યુઝન’ શબ્દનો ગુજરાતી અનુવાદ છે !!

12 thoughts on “અનિર્ણાત્મક મનોદશા

  1. સૌ પ્રથમ તો ‘અનિર્ણાત્મક મનોદશા’ word ની ઓળખાણ કરાવવા બદલ આભાર….. પણ હવે main વાત પર આવીએ તો ફેસબુક છોડવાનો પ્રયત્ન મેં પણ કરેલો છે….. અકાઉન્ટ ડીલીટ તો નહિ પણ ડી-એક્ટીવેટ કર્યું હતું….. અને ચાર મહિના વિરામ લઈને ફરીથી ફેસબુક માં એન્ટ્રી મારી હતી…. અને હવે ફરી થી લત લાગી ગઈ છે…. એટલે કાયમ માટે ડીલીટ તો ના જ કરશો અકાઉન્ટ(ઓરકુટ માં કરેલી એવી (અકાઉન્ટ ડીલીટ કરવાની) ભૂલ નો મને એક જમાના માં ઘણો પછતાવો થઇ ચુકેલો છે….. પર્સનલ અનુભવ છે….).

  2. અનિર્ણાત્મક મનોદશા નો સામનો ઘણી વાર કરી ચુક્યો છું. પણ હૃદયમાં જ્યાં સુધી કંઈક ડંખતું હોય ત્યાં સુધી નિર્ણયોમાં ફેર બદલી વિષે વિચારી શકાય 🙂

  3. I realy worried Darshit !!
    Ganu dukh thau hatu tamaru e status joi ne …..
    pan mane asha che ke jaldi pacha farso facebook ma !!
    Darshit jo tamari pase jawamate ek karan hatu to aavva mate amara jewa gana karno hase ane mane khaber che e tame sari rite jano cho…..
    We miss u lot……..
    come soon as possible !!

    1. હિનાબેન, આપને દુઃખ થયું તે બદલ માફ કરજો.

      ફેસબુક છોડીને જવા કરતાં પરત ફરવાના કારણો ઘણાં દેખાઇ રહ્યા છે પણ હજુ કંઇ નક્કી નથી થઇ શકતુ, કેમ જાણે.. હવે ત્યાં પરત ફરવામાં કોઇ રસ નથી લાગતો… તમારા જેવા મિત્રોની યાદ તો આવશે જ… ત્યાં જોડાયેલા અને આગળ વધેલા ઘણાં સંબંધો સાવ ભુલાય એમ પણ નથી… છતાંયે જોઇએ.. આ ફેસબુક-સંન્યાસ કયાં સુધી ચાલે છે…

  4. મેં જોયું કે તમે હવે તો ફેસબુક અંતે ડીલીટ કરી જ દીધું છે. પણ છતાંયે આ પોસ્ટ છે છે અહીં અને મારો એક મત છે આ બાબત પર એટલે અહીં કમેન્ટ કર્યા વિના રહી નથી શકતી.

    મેં ગઈ સપ્ટેમ્બરમાં ફેસબુક ડીલીટ કર્યું તું. કંઈ એટલી મોટી વાત પણ નથી. પણ લોકોને બધી બાબતોના બસ ઊંડા અર્થ કાઢી જ લેવા હોય છે. કારણ પૂછશે! એમ કહો કે કારણ નથી કઈ ખાસ તો કોઈના ગળે નહીં ઊતરે. વાતમાં કંઈ માલ નથી તો પણ! પછી બધા નકામા તુક્કા લગાવશે. મારા પિતરાઈઓએ તો વાળી એવું પૂછ્યું કે ‘guy troubles’ છે? હાહાહા … પછી ૨એક મહિના પછી બધું શાંત પડી જશે.

    ફેસબુક ડીલીટ કરવું એ બ્રેક-અપ જેવું છે. થોડો ટાઈમ બધા પૂછે. પછી ધીમે ધીમે ભૂલી જાય. તમે પણ ભૂલી જશો અને દુનિયા પણ.

    રહી વાત મિત્રો સાથે જોડાયેલા રહેવાની! તો એ તો આમ પણ થવાનું જ છે. મારા મોટા ભાગના મિત્રો ગૂગલ ટોક પર છે. બધા પાસે મારું ઈ-મેલ એડ્રેસ છે અને ફોન નંબર છે. જેમની પાસે આ ત્રણમાંથી એકેય ન હોય એમની સાથે કદાચ સંબંધ રહે ના રહે બહુ ફરક નથી પડતો હોતો. અને જે કેસમાં ફરક પડતો હોય એવા લોકો મિત્રોના મિત્રો થકી તમને શોધી લેશે અથવા તમે તેમને કોઈ રીતે શોધી લેશો.

    બસ આટલી જ વાત છે!

    1. વાત તો બસ તમે કહ્યું એટલી જ છે… જો કે એક-બે દિવસ હા-ના માં ગુજાર્યો હતો પણ આખરી નિર્ણયરૂપે ફેસબુકને ‘ગુડબાય’ કહી દીધુ અને એટલું અઘરું પણ નથી તેને છોડવું…

      જેમને મારી સાથે જોડાયેલા રહેવું હતું તેઓ આજે પણ સાથે છે, જેઓ મારી સુધી પહોંચવા ઇચ્છે છે તેમની માટે મારી સુધી પહોંચવું ઘણું સરળ છે.. અને જેઓને મારા હોવા-ન-હોવાનો કોઇ ફરક નથી પડતો તેઓ હવે મને ભુલી ચુક્યા છે… 🙂

        1. ઉપર જે લખ્યું તે કોઇ સમયના વિચારો હતા જે આજે બદલાઇ ચુકયા છે, આજે તો મને પણ વલોપાત જ લાગે છે.. 😀 😀 😀

          છતાં પણ જે મિત્રો ત્યાં છુટયા તેમની થોડી યાદ તો સાથે છે અને હંમેશા રહેશે જ…

બોલો, શું કહેવું છે તમારે...