વસુધૈવ કુટુમ્બકમ. (via “કુરુક્ષેત્ર”)

વસુધૈવ કુટુમ્બકમ.વસુધૈવ કુટુમ્બકમ. “આખી પૃથ્વી મારું કુટુંબ છે” કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે. એક જ Y  અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે. કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા. આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો, કહેવાતા ધર્મો નહિ. સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું. આખી દુનિયાના તમામ માનવ સમૂહ … Read More

via “કુરુક્ષેત્ર

ઉપરની વાત પર મારો પ્રતિભાવ..

શ્રી ભુપેન્દ્રભાઇ,

અહી ઘણાં અભ્યાસ બાદ એકઠી કરેલી વાસ્તવિક વાતો છે. પણ કેટલાને ગળે ઉતરશે?? “મેરા ધર્મ મહાન” કહેનારાને કેવી રીતે સમજાવવું કે આપણાં બધાનુ મુળ એક જ છે તો પછી આ ધર્મોના ભેદભાવ કોની માટે છે !!?

ભારતીયો પોતાને સૌથી જુની સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે પણ અભ્યાસ કંઇક અલગ વાસ્તવિકતા તરફ લઇ જાય છે. શાસ્ત્રો માત્ર ધર્મગુરુઓ-સાધુઓ-બાવાઓ-ઢોંગીઓના પેટ ભરવાના સાધન બની ગયા છે ત્યાં “વસુધૈવ કુટુંબકમ” નો અર્થ લોકોને કોણ સમજાવશે?

હિંદુઓમાં દંભની પરાકાષ્ઠા અન્ય લોકો કરતાં ઘણી હોય છે અને આ બધુ પ્રજાને શીખવવાવાળા ગુરુ-મહારાજો કે ગાદીપતિઓ જ છે જેઓ પોતે દંભની વ્યાખ્યા સમાન છે. આ એ જ મહાનુભાવો છે જેઓ લોકોને “વસુધૈવ કુટુંબકમ” ની વ્યાખ્યા શીખવે છે ને હંમેશા પોતાનો વાડો મોટો કરવામાં લાગેલા હોય છે. હરામ જો કોઇ શ્રધ્ધાળુ પુછે કે ‘હે મહારાજ, આખુ વિશ્વ આપણું કુટુંબ છે તો તમે મને કેમ બાંધી રાખ્યો છે?’

મારા મતે બધા સંપ્રદાયો, ધર્મો તથા ગુરુઓ-બાવાઓ-મુલ્લાઓ-પાદરીઓ આજે એક વાત સારી રીતે જાણે છે કે લોકોને મુર્ખ બનાવી રાખશો તો તેમનુ ઘર-મહેલ-હુકુમત સલામત છે.
જય હો….

બગીચાનંદ

નહિ ઉતરે,જરા પણ નહિ ઉતરે,દંભની પરાકાષ્ટા જો ભારતમાં છે.

મુળ લેખક શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ

2 thoughts on “વસુધૈવ કુટુમ્બકમ. (via “કુરુક્ષેત્ર”)

    1. શ્રી સુરેશભાઇ, ધર્મની વાતો તો ઘણી મમળાવી હવે તેને દુર મુકી થોડી માનવતાની વાતો થાય એવી આશા છે. એક દિવસ એવો જરુર આવશે કે લોકોને ધર્મ કરતાં માનવતા મા જ રસ હશે અને બધા ધર્મોના વિવાદો મુકીને લોકો માનવતા તરફ વળશે. માણસની માણસાઇ જ તેનો ધર્મ બનશે.
      આપના શબ્દો બદલ આભાર.

બોલો, શું કહેવું છે તમારે...