મારો બગીચો.કોમ

આજે તારીખ ૨૭, જુન ૨૦૧૧ની દિનચર્યા. આજે રવિવાર હતો પણ કામકાજમાં રજા ન હોવાથી ઓફિસે જવું પડયું.

સાંજે લાયન્સ ક્લબમાં કોઇ પ્રોગ્રામ હતો એટલે ત્યાં જવાનુ થયું. એકંદરે આનંદદાયક સમારંભ કહી શકાય તેવો અનુભવ રહ્યો. જાણ્યું કે લાયન્સ ક્લબ સેવા કાર્ય અંગે ઘણા સારા કાર્યો કરી રહી છે. નવા વરાયેલ પ્રમુખનો જુસ્સો ખુબ ગમ્યો.

લાયન્સમાં શરુઆતમાં પ્રવેશ કરવા માટે લીયો કલબનો સુંદર આઇડીયા મળ્યો છે. આમ પણ કંઇક કરવાની આશા છે. જો બનશે તો સેવા કરીશું નહીતો નવા લોકો અને મિત્રો તો મળશે જ !!

દરેક સમારંભની જેમ અહીપણ લાંબી ભાષણબાજી ચાલી જેણે થોડો મુડ બગાડયો અને બાકી રહેતુ હોય તેમ વળી સન્માન અને સ્વાગત કરવાનો રીવાજ ચાલુ કર્યો. પ્રોગ્રામના અંતે જમણવાર પતાવ્યો. અમને બન્નેને વાનગીઓમાં મજા ન આવી,

રાત્રે હું અને મેડમજી આઇસ્ક્રીમ ખાઇને ઘરે પહોંચ્યા. કાલે આરામ કરવાનો પ્લાન છે એટલે લેપટોપ હાથમાં લઇને.. ઇમેલ રીપ્લાય તથા ફેસબુકમાં મિત્રોની વોલ પર કોમેન્ટસની ચિતરામણ કરી છે… અત્યારે રાતના ૨ઃ૧૮ થઇ રહ્યા છે. ઉંઘ તો નથી આવતી પણ દિનચર્યા ટુંકાવીને સુવુ પડશે એવું લાગે છે.

આજની દિનચર્યા

2 thoughts on “આજની દિનચર્યા – તાઃ૨૭, જુન’૧૧

    1. શ્રી કાર્તિકભાઇ, એ તો જોયું છે કે આ લોકો કામ કરતાં વાતો અને સમારંભમાં વધારે સમય ગાળે છે અને એમાંય કયારેક તો એકબીજાની પીઠ થાબડીને “ખુશ” થતા હોય છે. જો કે મારો હેતુ તો કંઇક કરવાનો છે.. એટલે કોઇ જગ્યાએ જોડાઇએ તો ખબર પડે શું સાચુ ને શું ખોટું. બાકી.. તમે જે એડવાન્ટેજ બતાવ્યો છે એ મારા “છુપાયેલા-હેતુ” માં છે જ !! 🙂

      હજુ કંઇ નક્કી નથી કર્યું.. આ તો મારો એક વિચાર છે. જો કે તમારી પાસે કોઇ બીજો સારો વિકલ્પ હોય તો કહેજો.

બોલો, શું કહેવું છે તમારે...