ચુટણીમાં મતદાન કેવી રીતે કરશો

મતદાર સૂચિમાં તમારું નામ દેખાય તો તમે સરળતાથી મતદાન કરી શકો છો. (જે ઇલેક્ટ્રોર રોલ તરીકે પણ ઓળખાય છે).

મતદારો પણ મતદાન બૂથ, હરીફ ઉમેદવારો, ચૂંટણી તારીખો અને સમય, ઓળખ કાર્ડ અને ઇવીએમ વિશે માહિતી મેળવી શકે છે.

મતદાન બૂથ પર મતદાન પ્રક્રિયા

બૂથનો પ્રથમ અધિકારી મતદાર સૂચિમાં તમારું નામ તપાસશે અને તમારા ID કાર્ડને ચકાસશે.

બીજો અધિકારી તમારી આંગળીમાં નિશાન કરશે, તમને એક સ્લિપ આપશે અને એક રજિસ્ટરમાં આપના નામની બાજુમાં સહી કરવા જણાવશે. (ફોર્મ 17 એ)

આપેલ સ્લિપને ત્રીજા અધિકારી પાસે જમા કરાવવી પડશે અને નિશાન કર્યું હોય તે આંગળી બતાવ્યા બાદ વોટિંગ મશીન તરફ જવા માટે નિર્દેશ આપશે..

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર તમારી પસંદના ઉમેદવારના પ્રતીકની લાઇનમાં આવેલું બટન દબાવીને તમારો મત આપવાનો હોય છે; બટન દબાવ્યા બાદ તમે બીપ અવાજ સાંભળી શકો છો, જે મત નોંધાઇ ગયાની નિશાની છે.

VVPAT મશીનની પારદર્શક વિન્ડોમાં દેખાતી સ્લિપ તપાસો. ઉમેદવાર સીરીયલ નંબર, નામ અને પ્રતીક સાથેનો સ્લિપ સીલ કરેલ વીવીપેટ બૉક્સમાં ડ્રોપ્સ કરતા પહેલા 7 સેકંડ માટે જોઇ શકાશે.

જો તમે કોઈ ઉમેદવારને પસંદ ન કરો તો તમે ‘NOTA‘ નો, ‘ઉપરનો કોઈ નહીં’ વિકલ્પ દબાવો; તે EVM પર છેલ્લું બટન છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને ecisveep.nic.in પર મતદાર માર્ગદર્શિકા જુઓ.


જાણવા જેવુંઃ મતદાન મથકની અંદર મોબાઇલ ફોન, કેમેરા અથવા કોઈપણ અન્ય ગેજેટની મંજૂરી નથી.

બોલો, શું કહેવું છે તમારે...