અપડેટ્સ – 190131

mysore palace karnataka

~ ક્યારેક નક્કી કર્યું હતું કે શહેરોની મુલાકાતની સિરીઝમાં મૈસૂર મુલાકાતની અપડેટ નોંધવામાં આવશે. વિચાર તો ઘણાં કરી રાખુ છું પણ અમલમાં આવતા વાર લાગી જાય છે. (લાગે છે કે આજકાલ મારી આદતમાં સરકારી કાર્યક્ષમતા ઘુસી રહી છે.)

~ બે દિવસમાં આ પોસ્ટ પુરી કરવાની હતી પણ દિવસો થોડાક જ વધારે લાંબા ચાલ્યા છે. (થોડાક જ કહેવાય ને યાર.. હજુ 2-3 મહિના તો થયા છે. એમ અમે કંઇ ભુલતાં નથી હોં કે.)

~ વાત એમ છે કે આજકાલ જીંદગી થોડી આડીઅવળી ચાલે છે અને વળી આડાવળા કામકાજ પણ. મન ક્યાંય ઠેકાણે નથી એટલે ક્યારે, ક્યાં અને કેમ હોઇશ, શું કરતો હોઇશ એ જ નક્કી નથી હોતું તો જે પહેલા નક્કી થયેલું છે તે પણ અગડમ્-બગડ્મ થઇ ગયું છે. (વાત જ ના પુછતાં કે શું થયું છે.. કોઇને કંઇ કહેવા જેવું નથી. એકાદ પ્રાઇવેટ પોસ્ટનો ટાઇમ થઇ ગયો છે.)

~ આ બધામાં ક્યાંક મારી ભુલો હશે પણ બીજો બધો વાંક અન્ય લોકોનો અને આસપાસની પરિસ્થિતિનો છે. (ઑનેસ્ટલી, આ બધા મારા બહાના છે. મને પોતાને ખોટો ન કહેવાના.)

#જ્ઞાન-કી-બાતઃ કારતક મહિને સંધ્યાકાળની સંવાદ-શીબીર દરમ્યાન, શ્રાવકોથી ખીચોખીચ ભરેલા સભાખંડમાં શ્રી બાબા બગીચાનંદ એક નવયુવાનના સંસારીક પ્રશ્નના ઉત્તરમાં ભુલ પ્રત્યેનો અભિગમ સમજાવતા નિરાશા સાથે ઉમેરે છે કે; “આપણને પોતાની ભુલ હંમેશા નાની કે સામાન્ય લાગે છે અને વળી પોતાની ભુલને છુપાવવા કે નિર્દોષ બતાવવા માટે આપણે અન્ય વ્યક્તિ કે સંજોગો શોધી લઇએ છીએ.
ક્યારેક ભુલ થઇ શકે છે અને તેને સુધારી પણ શકાય છે. જરુર પડ્યે કોઇની માફી માંગી લેવી કે કોઇને માફ કરી દેવું ઉત્તમ હોય છે. પરંતુ વિચિત્રતા એ છે કે બીજાથી અજાણતા થયેલી નાનકડી ભુલ પણ સ્વીકારી ન શકતો વ્યક્તિ પોતાના હજારો પાપ કર્મને સરળતાથી માફ કરી દે ત્યારે ધર્મ-અધર્મના બધા સંસારી ભેદ વ્યર્થ બની જાય છે.”

*શીબીરમાં ભાગ લેનાર વડીલ શ્રી રમેશદાદાના સંસ્મરણોમાંથી..

~ ચલો વિષય પર આવીએ.. કંઇ પણ લખ્યા કરીશ તો વળી મુળ મુદ્દો સાઇડમાં રહી જશે. (એમ તો અત્યાર સુધી આ બગીચામાં આડીઅવળી વાતો સિવાય બીજું કંઇ ક્યાં ઉગાડ્યું જ છે!)

~ બેંગ્લૉર અને Bannerghatta નેશનલ પાર્કની મુલાકાત પતાવીને અમે સાંજે જ મૈસૂર તરફ નીકળવાનો વિચાર તો કર્યો હતો પણ એમ બધાયનું ધાર્યું થતું હોત તો દરેકની દુનિયા કેટલી સરળ હોત. (મજાક-મજાકમાં કેવી મોટી વાત આવી ગઇ!!.)

~ નેશનલ પાર્કમાં સફારી પછી બટરફ્લાય પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જોવામાં અમે સાંજ કરી દીધી હતી. ત્યારબાદ હોટલમાં જમ્યાં અને બહાર નીકળ્યા ત્યારે રાત્રીની શરૂઆત થઇ ચુકી હતી. વળી આખો દિવસ એવા થાક્યા હતા કે રાતે મૈસૂર સુધી જવાનો વિચાર ઘણો ભારે લાગ્યો. છેવટે સવારે વહેલા મૈસૂરની યાત્રાએ નીકળીશું એવો નિર્ણય લીધો. (શું કરીયે યાર.. છેવટે પરિસ્થિતિ પ્રમાણે બદલતા રહીએ એમાં જ તો જીવનયાત્રાનું શાણપણ સમાયેલું છે.)

~ બીજા દિવસે ડ્રાઇવર સમયસર આવી ગયો અને અમે સવારે વહેલા બેંગ્લૉરથી નીકળ્યા મૈસૂર માટે. હજુયે બધા આગળના દિવસના થાકમાં હતા એટલે રસ્તો ઉંઘમાં જ પસાર થઇ રહ્યો હતો. બેંગ્લોર-મૈસૂર વચ્ચેના સવાસો કિલોમીટરના રસ્તામાં લગભગ અડધે પહોંચીને અમે સવારના નાસ્તા માટે અટક્યા હોઇશું એવું યાદ છે. (ઉંઘમાં તો કેટલું યાદ રાખી શકાય ભાઇ..)

~ નાસ્તા પછી સીધા મસૂરી અટકવાનું હતું પણ સસરાની ખાસ ઇચ્છા હોવાથી કાવેરી નદીના કિનારે આવેલા કોઇ મહત્વના મંદિરમાં દર્શનના કાર્યક્રમને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી. આ ‘મહત્વ’ના મંદિરનો ફોટો નીચે જોઇ શકો છો. (અગર સસરાની ઇચ્છા હોય તો બોલો તેમને રોકનાર હું બની શકું? કોઇ જમાઇની આટલી હિંમત હોઇ શકે?)

પાતાળેશ્વર મંદિર, કર્ણાટક

~ સસરાએ દર્શનનો લાભ લીધો, વ્રજે કાવેરી નદીમાં ન્હાવાનો લ્હાવો લીધો અને અમે ફરી મૈસૂરના રસ્તે આગળ વધ્યા. પછી તો અડધા કલાકમાં જ પહોંચી ગયા હોઇશું. પહોંચી પહેલા વેજીટેરીઅન હોટલ શોધીને મસ્ત પેટપુજા કરી. (બપોરે લગભગ 1 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા હોઇશું.)

કરણાટક રાજ્યમાં આવેલી કાવેરી નદી, kaveri, kauveri river of karnataka state
કાવેરી નદી

~ જમ્યા પછી રોડ પરના બોર્ડને જોઇને એક વેક્ષ મ્યુઝિયમમાં ગયા પણ અમને તેમાં કંઇ ખાસ જોવા જેવું ન લાગ્યું અને પછી પ્રખ્યાત પેલેસની મુલાકાત માટે નીકળ્યા. પહોંચ્યા. અહી એ ગમ્યું કે પેલેસમાં કેમેરા લઇ જવા પર કોઇ પ્રતિબંધ નથી અને વિઝિટર્સ માટે સારી વ્યવસ્થાઓ છે. (બેબી ફીડીંગ માટે પણ એક અલગ પ્રાઇવેટ લેડીઝ-રૂમની વ્યવસ્થા છે જે મને ઘણું ગમ્યું. મેડમજીએ તેનો ઉપયોગ પણ કર્યો.)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state

~ જો હું જયપુર, કુંબલગઢ કે આગ્રાના કિલ્લા/મહેલની દ્રષ્ટિએ મૈસૂરના મહેલને દેખું તો મને આ મહેલ ઘણો સામાન્ય લાગ્યો. મારા મતે આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતી આલિશાન ઇમારત છે જે સમયાંતરે નવા રુપરંગમાં ઢળતી રહી છે. જો કે આ એક શહેરી વિસ્તારમાં આવેલો હોવાથી અને નવા સમયમાં બનેલો હોવાથી પણ તેમાં કિલ્લેબંધી જેવી બનાવટ જરૂરી નહી હોય. (જયપુરઆં સીટી-પેલેસ પણ લગભગ આવી જ રીતે છે.)

~ અંદર અને બહારથી ઘણાં ફોટો લીધા છે જેમાંથી સિલેક્ટેડને અહી યાદગીરી માટે ઉમેરું છું. (મને કોઇપણ ઍન્ગલથી કંઇપણ ક્લિક કરતા રહેવાની આદત છે તો બધા ફોટો સહન ન થાય ને..)

કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કરણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
કર્ણાટક રાજયના મસૂરી શહેરમાં આવેલો ઐતિહાસિક મહેલ. A historical palace of maisuru maysore city of karnataka state
મહેલ, મસૂરી

~ એકંદરે સારું શહેર છે પણ મૈસૂરમાં વધુ જગ્યાઓ નથી ફરવા માટે. આ શહેર મુખ્યત્વે પેલેસ માટે જ પ્રખ્યાત છે. પેલેસ ‘પતાવીને’ સસરાએ કોઇ ચામુંડેશ્વરી દેવીના મંદિરે જવાનું નક્કી કરી રાખ્યું હતું, અમે તે તરફ નીકળ્યા જે શહેરથી થોડું બહાર આવેલું છે. જેનો ફોટો અહી નીચે દેખાશે પણ માત્ર બહારથી જ. (અંગત રીતે હું મંદિર-મંદિર ફરવાનો વિરોધી છું પણ કોઇ કલાત્મક કે ઐતિહાસિક જગ્યા હોય તો મને ત્યાં જવાનો વાંધો ન હોય.)

મૈસૂર શહેરની પાસે આવેલું ચામુંડેશ્વરી દેવીનું મંદિર. Chamundeshwari Temple near maysore city of karnataka state

~ આ મંદિર ટીપીકલ સાઉથઇન્ડીયન સ્ટાઇલમાં બનેલું છે. શહેરથી દુર અને થોડી ઉંચાઇએ આવેલું છે. મને દર્શનમાં કોઇ રસ નહોતો પણ શહેરથી બહાર આવ્યા બાદ ડુંગરની ટોચ સુધી જવાનો રસ્તો ઘણો સરસ લાગ્યો. મારા સિવાય કોઇને તેમાં રસ ન હોવાથી ક્યાંય અટકવા ન મળ્યું અને રસ્તામાં ફોટો ક્લિક ન કર્યાનો અફસોસ રહેશે. (આસપાસ હરિયાળી અને વળી સુંદર વળાંકો વાળો રસ્તો. લગભગ માઉન્ટ આબુ જેવો રસ્તો કહી શકાય.)

~ દર્શન-વિધી અને ત્યાંજ આસપાસ નાની-મોટી શોપિંગ પતાવ્યા બાદ વૃંદાવન ગાર્ડનનો પ્લાન રેડી હતો. રસ્તો લગભગ એક કલાક નો હશે પણ અમે મંદિરમાં સમય વધુ બગાડ્યો હતો, એટલે ગાર્ડન પહોંચ્યા ત્યારે અંધારું થવાની શરૂઆત થઇ ચુકી હતી. (આ ગાર્ડનની પ્રવાસીઓ ખાસ મુલાકાત લેતા હોય છે. અમે પણ પ્રવાસી હતા.)

~ ઓકે, સુંદર બગીચો છે પણ એટલો ખાસ નથી કે તેની માટે લાંબુ અંતર કાપીને ત્યાં પહોંચાય. (જો સમય હોય તો ત્યાં હરિયાળી, પાણી અને બાજુમાં ડેમ જોવા જઇ શકાય પણ ખાસ અલગથી સમય ફાળવવો જરૂરી ન લાગ્યું.)

કર્ણાટકનું વૃંદાવન / બ્રીંદાવન ગાર્ડન. Vrundavan/brindava garden of karnataka state

~ અંધારું થઇ ચુક્યું હતું એટલે અમે લાઇટોની ઝગમગાટવાળી રોશનીમાં બગીચાનો આનંદ લીધો. ડાન્સીંગ ફાઉન્ટેન (નાચતા ફુવારા) જોવા રોકાયા. અહી વ્યસ્થાપકોએ લગભગ હજાર માણસો હાજર હશે તે સમયે જ કોઇ પણ સુચના વગર અચાનક લાઇટ બંધ કરીને આખા ગાર્ડનમાં અંધારું કર્યું, ત્યારે એકસાથે બહાર નીકળતા લોકોથી અરાજકતા જેવો માહોલ હતો. (જો કોઇ બાળક વિખુટું પડી જાય તો અંધારામાં તેને શોધવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ હતી.)

~ વૃંદાવન ગાર્ડનથી બહાર નીકળ્યા અને થોડે આગળ જઇને જમ્યા. થોડી ચર્ચા-વિચારણા બાદ અગાઉ બનાવેલો હોટલમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ અને શોપિંગ માર્કેટ્સની મુલાકાત રદ કરીને રાતે જ બેંગ્લૉર રીટર્ન થઇ ગયા. (ત્યાં બીજો દિવસ રોકાવા માટે શોપિંગ સિવાય કોઇ કારણ નહોતું અને બીજા દિવસે સાંજે બેંગ્લૉર એરપોર્ટ પણ પહોંચવાનું હતું.)

~ કાર્યક્રમ બદલતા/બનાવતા અમે છેવટે રાત્રે 2 વાગ્યે બેંગ્લૉર પરત આવ્યા. સવારે ઉઠીને આસપાસમાં કંઇક નવું દેખીશુ એવી આશા હતી પણ થાક-મુસાફરીના લીધે અમારી સવાર બપોરે થઇ અને એરપોર્ટ દુર હોવાથી તથા સાંજના ટ્રાફિકના કારણે વહેલા નીકળવું જરુરી હતું તો નવું કંઇ દેખવા ફરીવાર શહેરની મુલાકાત લઇશું એમ વિચારીને મન મનાવ્યું. (ચલ મન જીતવા જઇએ! –> જોવા જેવી ફિલ્મ છે.)

~ હાશ, આજે ઘણાં દિવસથી ડ્રાફ્ટમાં ધુળખાતી આ પોસ્ટ અહી પુરી થાય છે. માહિતી થોડીક છે પણ વધુ ફોટો હોવાના લીધે આ અપડેટ સામાન્ય કરતા વધુ લાંબી થઇ ગઇ છે. (સામાન્ય રીતે અમે લંબાઇની હદ જાળવવામાં માનીએ છીએ.)

#નોંધ – ઇમેલ સબક્રાઇબર્સ તથા અન્ય રીડર-એપથી મારા બગીચાની અપડેટ્સ દેખતા લોકોને જાણવા જોગ; એકવાર મુળ બગીચાની મુલાકાત લેશો તો ખબર પડશે કે મેં અહીયાં કેવા-કેવા સુધારા કર્યા છે. ભૈયા, જો દેખે વો હી જાને કી શબ્દો સે સજી હુઇ અસલી હરિયાલી કૈસી દિખતી હૈ! (આ બહાને કોઇ અહીયાં આવો તો હું જે બદલ-બદલ કરું છું તે પણ વસુલ થાય. છેલ્લે હું તો છું જ વસુલ કરવા માટે 😇 )

જુઓ કાંકરીયા… મારી નજરે..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

– કાંકરીયા વિશે તો જાણ્યું, હવે વારો છે કાંકરીયાને નિહાળવાનો… તો ચાલો… અને જુઓ કાંકરીયા.. મારી નજરે..

– સૌથી પહેલા પેશ છે (એટલે કે અહી રજુ થાય છે)…

કાંકરીયામાં પ્રવેશ લેવાનો આ તોતિંગ દરવાજો…!

– ઉંચાઇ લગભગ ૨૫-૩૦ ફુટ !!! (પ્રવેશ માટે આ પ્રકારના બીજા દરવાજા પણ છે.) સિક્યુરીટી ચેક-અપ દરેક માટે ફરજીયાત છે.

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city
ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

કાંકરીયા તળાવની આસપાસની હરિયાળી, મોટી ફુટપાથ..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ સવાર-સાંજ દોડવા (અને ચાલવા) આવતા લોકો માટેનો ટ્રેક ઉપરાંત આંખો ને ઠારે અને મનને ગમે તેવી સ્વચ્છતા..

વાહ !!!

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

આ જુઓ.. કાંકરીયામાં ફરવાનો આનંદ માણતી બચ્ચા પાર્ટી…

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

મજ્જા આવે એવી નૌકા વિહાર (બોટીંગ) ની સુવિધા પણ છે…!!

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

હવે… બોટીંગની મજ્જા કરવાની કિંમત પણ જાણી લો….

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

છે ને એકદમ સસ્તુ !!!
(મોંઘુ લાગે તો છોડી દો યાર…નૌકા વિહાર ફરજીયાત નથી..!! [:)] )

..તો આગળ વધીએ . .

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ આ છે કાંકરીયા તળાવની ફરતે સહેલ કરાવતી “અટલ એક્ષપ્રેસ”. મારી જાણકારી મુજબ આ ખાસ ટ્રેનને કાંકરીયા માટે વિદેશથી આયાત કરવામાં આવી હતી. આ સાંભળીને એકવાર તે વિદેશી ટ્રેનમાં બેસવાની ઇચ્છા થઇ આવીને…. હવે તે માટે સ્ટેશન સુધી તો જવુ પડે ને મારા દોસ્ત…

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ તો…હવે આપ પહોંચી ગયા છો “અટલ એક્ષપ્રેસ સ્ટેશન” સુધી. (ટ્રેનમાં સફર કરવા માટે ૧૦ રૂ। ની ટિકીટ લેવી પડે છે, ખુદાબક્ષ મુસાફરને બક્ષવામાં નહી આવે જેની ખાસ નોંધ લેશો.)

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

ટ્રેન સ્ટેશન પર સમયસર (!!) આવી ચુકી છે.
ચાલો, બધા વહેલા તે પહેલાના ધોરણે ગોઠવાઇ જાઓ…

~ આગળનો ફોટો જરા ધ્યાનથી જુઓ… કાંકરીયા તળાવની મધ્યમાં આવેલ આ સુંદર જગ્યા ને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ માફ કરજો દોસ્તો, મારી પાસે ત્યારે વધુ સમય ન હોવાથી અંદર સુધી પહોંચવુ શકય ન હતું. પણ આપ જયારે કાંકરીયાની મુલાકાત લો ત્યારે તળાવની શાન ગણાતી આ જગ્યાની મુલાકાત ચુકતા નહી…

~ અહી આપ નીહાળી શકો છો સંગીતમય (મ્યુઝિકલ) નાચતા ફુવારા અને સાથે-સાથે દિલ ખુશ કરી દે તેવો જોરદાર લેઝર શો તથા આજુબાજુ ફેલાયેલી રમણીય હરિયાળી !!!

~ કાંકરીયા તળાવની આસપાસ આવેલા અન્ય આકર્ષણ જોવાલાયક છે…. જેમ કે..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડન..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ ચાચા નહેરુ બાલવાટીકા..

~ ઉપરાંત પ્રાણીસંગ્રહાલય, કિડઝ સીટી, વિવિધ રાઇડસ.. વગેરે વગેરે..

~ કાંકરીયા એક ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે …પણ તેની વાતો પછી ક્યારેક કરીશું.

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ જુઓ, ફરવા માટે તો ઘણું બધુ છે પણ થાક ના લાગે તો જ. એટલે અહી આવેલ મંદીરમાં બે ઘડી બેસીને ભગવાનને પ્રાર્થના કરતા જજો કે થોડી ફરવાની અને ઘણું માણવાની શક્તિ આપે..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ આપણાં ભુતપુર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી પણ અહી બિરાજમાન છે..
તો એક નજર તેમની તરફ પણ કરશો..

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ શારીરિક થાક માટે તો ભગવાનને પ્રાર્થના કરીને શક્તિ મેળવી પણ આટલુ બધુ ફરીને ભુખ તો જબરદસ્ત લાગી જ હશે !!! એટલે જ.. આપનો આગળનો પડાવ કયાં હશે તે જુઓ…

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

~ જીભને ગમે તેવો સ્વાદિષ્ટ નાસ્તો અહિ ઉપલબ્ધ છે. અતિભુખ્યા જન અહી સંપુર્ણ ભોજન પણ માણી શકે છે. આઇસક્રીમ, જ્યુસ, ઢોંસા, વડાપાઉ, સેન્ડવિચ, પાઉભાજી, પીઝા, ભેળ વગેરે વગેરે વગેરે…. અહી ઓર્ડર કરી શકો છો.

~ આ તો તમે માણી દિવસની મુસાફરી..

~ જયારે આ જગ્યાની મુલાકાત લેવાનો મુળ લ્હાવો તો સાંજ ના સમયે આવે.. અદભુત લાઇટીંગ,  ઠંડુ વાતાવરણ, સ્વચ્છ હવા તથા સંગીતમય બેકગ્રાઉન્ડ આપને દિવસભરનો થાક ભુલાવી દેશે તેની ચોક્કસ ખાતરી.

~ આશા રાખુ છું કે આપને મારી સાથે કાંકરીયા ફરવામાં આનંદ આવ્યો હશે.. જો ખરેખર આનંદ આવ્યો જ હોય તો કયારેય આ વર્ચુઅલ મુલાકાતને રૂબરૂ મુલાકાતમાં ગોઠવજો… આપને અનેક ઘણો વધારે આનંદ આવશે.

~ આમ જ મળતા રહીશું…

~ આવજો દોસ્તો.

ગુજરાત રાજયના અમદાવાદનું કાંકરીયા તળાવ. kanakaria late of ahmedabad city

વસ્ત્રાપુર તળાવ – છબીઓ (ફોટાઓ)

. . .

કહ્યું હતુ ને કે થોડા ફોટા ક્લિક કર્યા છે (અહી મને ‘છબીઓ ઉતારી છે’ – એમ લખવું હતું પણ જવા દો એ બધી વાત..) એ આજે અહી મુકયા છે. આમ તો મારી આસપાસના બધા લોકોએ આ જગ્યા જોઇ જ હશે. પણ અમદાવાદ બહારના લોકોને તે જોઇને કદાચ આનંદ આવશે. આજકાલ ઘણો વ્યસ્ત છું એટલે આ કામ ઘણું નાનુ હતું તો પણ તેને પુરુ કરતાં ત્રણ દિવસનો સમય થઇ ગયો…

તો ચાલો મારી સાથે.. વસ્ત્રાપુર તળાવની મુલાકાતે.. જો કે આ તળાવનું સરકારી ચોપડે નામ છે — “ભકત કવિ નરસિંહ મહેતા સરોવર” (જે માત્ર આપની જાણકારી માટે.)

ફરી મળીશું થોડા જ સમય બાદ.

આવજો મિત્રો..