મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ

~ સમજુ લોકો તો વર્ષો પહેલા બનાવી રાખે છે પણ હું હવે જાગ્યો છું! ખબર જ નહોતી યાર કે આવું ઇચ્છા અને મહેચ્છાનું લિસ્ટ પણ બનાવી રખાય… કામ આવે!

~ જો કે મેં કામ આવે તેમ સમજીને નહી, માત્ર શોખ ખાતર લિસ્ટ બનાવવાનુ નક્કી કર્યું છે. કમસેકમ મને તો ખબર પડે કે મારી ઇચ્છાઓ કેટલી.. (અને તપસ્યાઓ કેટલી….તપસ્યાને ના ઓળખી ? અરે ભાઇ પેલી “ઉતરન” વાળી1… હમમમ હવે ઓળખ્યા ને!)

# હા, તો શરુ કરું છું…

(નંબર આપવામાં કન્ફ્યુઝન થતુ’તુ કે કોને કયો નંબર આપવો, એટલે એમ જ રહેવા દીધુ છે)

 મારા ધંધાને લાખોના ટર્નઓવરની જગ્યાએ કરોડોના ટર્નઓવરમાં લઇ જવો છે. (આ જમાનામાં લાખોમાં દહાડા ના વળે)


અમદાવાદમાં મારા બિઝનેસની બે-ત્રણ બ્રાન્ચ ખોલવી છે.

  1. અપડેટ: 130526 : આ ઇચ્છા હવે બદલાઇ ગઇ છે. ✅
  2. અપડેટ: 170909 : કેન્સલ કરેલી આ ઇચ્છા ફરી મનમાં આવી છે.
  3. અપડેટ: 181015 : ફરી વિચાર બદલાઇ ગયો છે. બ્રાંચનો પ્રોગ્રામ કેન્સલ. 🙂 ✅

આઇફોન-૪G મોબાઇલ લેવો છે. (અત્યારે તો બહુ મોંધો છે ભાઇ)

  1. અપડેટઃ 140901-1725 : iPhone6 ખરીદવામાં આવ્યો!
  2. અપડેટઃ 161011-1922 : આઇફોન-7 પ્લસ લેવો છે. અત્યારે આઇફોન-6 નો ઉપ્યોગ કરી રહ્યો છું. ✅
  3. અપડેટઃ 170100-2315 : આઇફોન-7 પ્લસ 128GB ✅
  4. અપડેટઃ 191100-0000 : આઇફોન-XS MAX ✅

કર્ણાવતી ક્લબની મેમ્બરશીપ લેવી છે. (દર વર્ષે કિંમત વધારતા જાય છે આ લોકો તો!)

  • અપડેટઃ 140100 : બે અન્ય ક્લબની મેમ્બરશીપ લીધા પછી હવે લાગે છે કે કર્ણાવતી ક્લબની મને જરુર નથી. ✅

181021 : બે-બે ક્લબમાં મેમ્બરશીપ લીધા પછી જ્ઞાન થયું છે કે આ નક્કામી વસ્તુ છે. અનુભવીની સલાહ છે કે જો તમારી એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય અને તમને ઘણાં નડતા હોય તો જ આ કામ કરવું. (સ્ટેટસ-બેટસ બધી કાલ્પનિક વાતો છે. ભરમાવું નહી.)


ફરી એક વાર નાના થઇને મારી સોસાયટીના મેદાનમાં ચડ્ડી પહેરીને લખોટીઓ રમવી છે. (આ હવે શક્ય નથી)


❌ મારી જુની સાઇકલને રીપેર કરાવી ને મારા ઘરથી સ્કુલ સુધી જવું છે.


આ બ્લોગને મારી જીંદગીનો એક ભાગ બનાવવો છે. (આખરે હું મારા ભુતકાળની વાતોને કયાંક તો જોઇ શકું.)


બચપનના મિત્રો સાથે બેસીને ઘણાં ગપ્પા મારવા છે. (તે માટે આખુ ગાર્ડન ભાડે રાખવા તૈયાર છું; પણ હવે કોઇ એકસાથે એકસમયે ભેગા થાય એમ નથી.)


સ્કુલની એ સૌથી સુંદર છોકરીને એકવાર રૂબરૂ જોવી છે. (તેને જોવા સિવાય બીજી કોઇ આશા નથી.)


મારી સ્કુલના એ કલાસરૂમ માં એક વાર ફરી જવું છે. અને જે બેંચ ઉપર મે મારુ નામ કોતરીને લખ્યું હતુ તેને એકવાર જોવુ છે.


મારા આખા કુટુંબને દરવર્ષે એકવાર ભેગા કરીને મારા ખર્ચે પિકનીક કરવી છે.


જે બચપન મે ખોયું છે તે મારા બાળકો ભરપુર માણે તેવી વ્યવસ્થા કરવી છે. (જો કે અત્યારે મારા કોઇ બાળકો નથી.)

  1. અપડેટ: 120812-0855 : વ્રજનો જન્મ
  2. અપડેટ: 170416-0120 : નાયરાનો જન્મ

190515 : ‘અમે બે અને અમારા બે’ થયા પછી પરિવાર વિસ્તરણનો કાર્યક્રમ આગળ ન વધારવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયેલ છે. બંને બાળકો મસ્તીખોર અને ખુશમિજાજ છે. આજકાલ તેમનામાં હું મારું ખોવાયેલું બાળપણ માણી રહ્યો છું. ✅


હું જેનો ખાસ મિત્ર છું તે મારા પણ ખાસ મિત્ર બને તેવી ઇચ્છા છે. (એકલા નથી જીવવું ભાઇ, સુખના ભાગીદાર તો ઘણાં છે પણ દુઃખના ભાગીદારને શોધવો છે.)


મારુ બચપન શોધવું છે. ક્યાં વીતી ગયું ખબર નથી મળતી. (કોઇ ફોટો, વિડીયો કે પછી જે કંઇ પણ મળે…. બધુ ચાલશે, મને માત્ર યાદગીરીઓ જોવી છે મારા એ સમયની.)


મારા નાના ભાઇ સાથેના ખરાબ વ્યવહાર બદલ દિલથી માફી માંગવી છે. (પણ.. હવે એ આ દુનિયામાં નથી.)


એકવાર એકાંતમાં મોટેથી જોર-જોરથી રડવું છે. (દિલમાં ઘણાં ઝખ્મો દબાયેલા રહી ગયા છે જેને બહાર કાઢવા છે.)


પરિવાર અને ધંધા માટે જે નાના-નાના શોખ કુરબાન કરી દીધા હતા તે બધાને ફરી જગાડવા છે.


❌ અટીરા પાસે જુની ચોપડીઓ વાળા પાસેથી ‘સફારી’ની જુની નકલો લઇને ત્યાં જ બેસીને ફરી વાંચવી છે.


દેશમાંથી અંધશ્રધ્ધા મીટાવવી છે. (સાધુ – ગુરુ – પાદરી – મુલ્લાઓ વગેરેના ચમત્કાર મારા મતે અંધશ્રધ્ધાના બીજ છે.)

અપડેટઃ 181215 : આખી દુનિયામાં ચમત્કારને જ નમન થાય છે. લોકોને એકમાંથી છોડાવો તો બીજું પકડી લે છે. લગભગ અંધશ્રધ્ધા દુર કરવી અશક્ય છે. સ્વીકારી લીધું બસ. 🙏


ભારતમાંથી અનામતપ્રથા દુર કરવી છે અને દરેક માટે સમાન સિવિલ કોડ લાવવા મજબુત પ્રયત્નો કરવા છે. (કોઇ સાથ આપવા ઇચ્છે તો આવકાર્ય છે.) 


એરફોર્સમાં જોડાઇને દુશ્મન સામે યુધ્ધમાં ઉતરવુ છે. (હવે તો આ કોઇ કાળે શકય નથી લાગતું.)


અંતરિક્ષમાં જઇને મારા દેશ-દુનિયાને જોવા છે. (આધુનિક વિજ્ઞાનની કૃપાથી અંતરિક્ષમાં જવાની આ ઇચ્છા પુરી કરવી હવે શક્ય પણ છે!)


# ઉપરની ઇચ્છાઓ શરૂઆતમાં નોંધવામાં આવેલ હતી. પણ એમાં એવું છે કે મને સમયાંતરે નવી ઇચ્છાઓ થતી જ રહેતી હોય છે. મરકટ મનની ઇચ્છાઓ અપરંપાર હોય છે.

વર્ષ 2016 પછીની નવી જન્મેલી ઇચ્છાઓ હવે નીચે અપડેટ કરવામાં આવી છે..

120613 – 2018 : મને નોકરી કરવી છે. (બૉસગીરી તો ઘણી કરી છે પણ જીવનમાં એકવાર કોઇને ત્યાં નોકરી કરવાની ઇચ્છા છે.)


030813 – 2132 : ઇમેલ દ્વારા/ઓનલાઇન મળતા લોકોને સમયસર જવાબ આપવાની આદત કેળવવી છે. (મારી આ બુરી આદતથી ઘણાં લોકો ત્રાસી ગયા હોય એવું મને લાગે છે.)

190716 : લગભગ દરેકને જવાબ આપવામાં આવી રહ્યા છે. કોઇને ન મળ્યો હોત તો અહીં જાહેરમાં ફરિયાદ કરી શકે છે. #ચેલેન્જ


141213 – 1113 : નવી ઑફિસ બનાવવી છે. (મારા વધારાના કાગળીયા-ફાઇલોને સાચવવા જુની ઑફિસ નાની પડી રહી છે.)


280414 – 1756 : લોકસભાની ચુટણી લડીને સંસદમાં જવું છે. (જો કે આ પહેલા ચાન્સ મળે તો ગુજરાત વિધાનસભામાં જવાની ઇચ્છા છે. થોડું મુશ્કેલ જરુર છે પણ અશક્ય નથી.)


190714 – 0944 : દર વર્ષે હિમાલય-ટ્રેકિંગમાં જવું છે.


 260117 – 1402 : મુખ્ય ‘ટુરિસ્ટ સ્પોટ્સ’ છોડીને અલગારીની જેમ આખી દુનિયામાં રખડવું છે. (આ ઇચ્છાને મારી ઉંમર 50 વર્ષ થાય તે પહેલા પુરી કરવાનો વિચાર છે.)


051017 – 1123 : એક મસ્ત બાઇક લેવી છે.

  1. અપડેટ: 171030 : નવી બાઇક લીધી. HONDA – CB HORNET 160R ✅
  2. હવે ઇચ્છા Jawa Perak લેવાની ઇચ્છા છે.

*છેલ્લો સુધારોઃ એપ્રિલ’2020

22 thoughts on “મારી ઇચ્છાઓ, મહેચ્છાઓ અને આકાંક્ષાઓ

  1. આમ તો ભાઈ ઈચ્છા નો અંત નથી હોતો તો પણ તમારી આટલી ઈચ્છા છે તે ખુબ જ સારી છે. હું મારા બ્લોગ કરતા પણ તમારા બ્લોગ નો પરિચય વધારે લવ છુ. મને આ તમારો ઈચ્છા બહુ ગમી સુ હું તમારી,લીનક મારા બ્લોંગ માં મૂકી શકું ?. આમ તો હું નવો નિશાળિયો છુ એટલે સુ બોલવું એ નું ભાન નથી ભૂલ થી પણ કોઈ ભૂલ થી ગઈ હોય તો મને માફ કરજો …

    1. શ્રી આકાશભાઇ,

      નવો તો હું હજી પણ છું… આ બ્લોગને અને મારા બ્લોગીંગ અનુભવને હજુ છ મહિના માંડ થયા છે. આપને અહી કંઇ ઉપયોગી લાગે તો આપ આપના બ્લોગમાં તેની લીંક ચોક્કસ ઉમેરી શકો છો. અને એક અન્ય વાત… દોસ્તોમાં માફી જેવું કંઇ ન હોય યાર…

      1. ભાઈ તમારી લીનક મારે મુકવી છે મારા નવા બ્લોગ માં તો કેવી રીતે મુકું ?
        મારો નવો બ્લોગ “http://akashgauswami.wordpress.com/”
        હજુ મેં બ્લોગ ની સરુવાત જ કરી છે એટલે કઈ ખબર પડતી જ નથી …

        1. શરુઆતમાં મને પણ કંઇ ખબર ન’તી.. તમારી જેમ જ હતો. હવે અનુભવે થોડુ-ઘણું સમજાય છે. તમને પણ ધીરે-ધીરે સમજાઇ જશે.
          આ કડીનો ઉપયોગ કરી જુઓ… https://akashgauswami.wordpress.com/wp-admin/link-add.php

  2. ડ્યુડ, આઈફોન તો લઈ લો, હવે. 4GS આવી ગયો છે, તો જૂના ફોન સસ્તાં મળે છે.. અને પહેલી લાઈનમાં કીધું તેમ લાખોનો ધંધો છે તો ચિંતા શાની?

    1. ઓકે સર !!!! (બસ, કોઇ આમ ધક્કો મારવા વાળુ જોઇતુ હતું…) 🙂
      ગયા વર્ષે એક ઇચ્છા પુરી કરવામાં (કાર ખરીદવામાં) ઘણાં ખર્ચી નાખ્યા હતા એટલે આ વર્ષે બીજા (ખોટા) ખર્ચ પર કાપ મુકયો હતો. આ દિવાળી પછી તે ખરીદવાનો પ્લાન હાલપુરતો ફિક્સ છે. આગળ ભગવાનની મરજી.

        1. કાર્તિકભાઇ, તમે ધક્કો માર્યો એટલે હિંમત કરી લીધી પણ જણાવવાનુ ભુલી જ ગયો…

          લેવો તો 3GS… પણ લેવા ગયો ત્યારે લેટેસ્ટ જ લઇએ એમ વિચારીને 4G લઇ લીધો છે. અત્યાર સુધી તો બધુ સમજાઇ ગયુ છે તો પણ જરુર પડયે આપને મદદ માટે પરેશાન કરવામાં આવશે જેથી પુર્વતૈયારી રાખવી…. 😉

  3. તમારી ઈચ્છાઓની લીસ્ટ વાચી……..
    અને બધા ની એક ઈચ્છા તો જરૂર હોય છે,
    બાળપણ માં પાછુ જવાની(મારી પણ છે),

    રીયલ લાઈફ માં તો મેળ નહી પડે સપનાઓ ની દુનિયા માં જ જઈશું…….

    1. આભાર. મારી વર્ષો જુની-પુરાની નિજાનંદ વાતોમાં આપને તાજગી દેખાઇ એ જાણીને હું આખોયે ફરીવાર ખીલીને લીલો-લીલો થઇ ગયો!.. 🙂 (બોલે તો, દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા..)

      મારા બગીચામાં આપનું હરિયાળું સ્વાગત છે.

Leave a Reply to અશોકકુમાર -'દાદીમા ની પોટલી 'Cancel reply