Me, Myself & Smile please.. :)

. . .

– આ ‘અંગરેજી’માં મથાળું એટલે રાખ્યું છે કે વાંચનારને કંઇક નવું લાગે અને આ નવું કરવાનું કારણ એ છે કે આજે અહી જે રજુ કરવામાં આવી રહ્યું છે તેને કોઇએ અહી પહેલા કયારેય નહી જોયું હોય!! (ઓકે. એટલી મોટી વાત નથી તો પણ…)

– વાત એમ છે કે આજની આ પોસ્ટ સાથે સૌ પ્રથમ અમે અમારા ‘પોતાના’ ‘અંગત’ ‘સાચુકલા’ ફોટો સાથે મારા બગીચામાં રજુ થવા જઇ રહ્યા છીએ… ઢેટેણેણ….. (ચેતવણી- બગીચાના માળીના હાથમાં ‘ત્રિકમ-પાવડો કે પાણીનો ફુવારો’ જોવાની ઇચ્છા હશે તો તે આજે પુરી નહી થાય.)

– મારા દર્શનની ઘણાં મિત્રોને લાંબા સમયથી આશા હતી અને તેઓની મારી પ્રત્યે આસ્થા ટકી રહે એટલે આપેલ વચન અનુસાર હું સ્વ્યં અહી ‘દર્શન’ આપી રહ્યો છું. દર્શન કર્યા બાદ પોસ્ટની નીચે લખાયેલા મારા બેન્ક એકાઉન્ટ નંબરમાં દાન જમા કરાવી દેવું જેથી ‘કિરપા(ઉર્ફે કૃપા)‘ સમયસર મળી જાય. ભક્તોને ધક્કામુક્કી ન કરવા અને ઇંટરનેટ ટ્રાફિકને સહયોગ કરવા ખાસ વિનંતી છે. (હાહાહા.., અહી ‘દર્શિત દરબાર’ ચાલું કરવાનો કોઇ ઇરાદો નથી, આ તો બે ઘડીની ગમ્મત હતી. છતાંયે ખરેખર દાન આપવા ઇચ્છતા ભક્તોએ એકાઉન્ટ નંબર અંગતમાં માંગી લેવો, હું આપીશ હોં. 😉 😉 😉 )

આગળની પોસ્ટ લખતી વખતે વિચાર્યું’તું કે હવે તો નવરાશનો ઘણો સમય છે તો અહીંયા રોજેરોજની નાની-મોટી અપડેટ્સ નોંધવામાં આવશે પણ આખરે તો ‘ધાર્યું ધણી^નું થાય છે.’ (આમ તો ‘ધણીયાણી’ની સામે ‘ધણી’નું કયાંય ધાર્યું થતા જાણ્યું નથી, છતાંયે આ તો કહેવત છે એટલે થયું કે ઉપયોગ કરી લઇએ. 😀 )

– છેલ્લા અપડેટની વાતોને આગળ વધારતી ત્રાસદાયક પોસ્ટ પબ્લીશ કરવા કરતાં થયું કે હવે કંઇક સારું પણ ઉમેરવું જોઇએ! (આજકાલ ઘણાં નવા લોકો Follow કરી રહ્યા છે તો તેમનું સ્વાગત બોરીંગ વાતોથી તો ન કરાય ને યાર..) અને અહી કોઇ ધણીએ(કે ધણીયાણીએ) મારી સાથે કંઇ ધાર્યું કરાવ્યું નથી; જે થયું છે એ બધુ મારા જ પરાક્રમોની દાસ્તાન છે.

– નવરાશના આ સમયને એક ભુલાયેલા શોખ માટે ખર્ચવાનું નક્કી કર્યું છે અને એ ભુલાયેલો શોખ એટલે ફોટોગ્રાફી. કેમેરા તો હાજર હતા પણ એમજ કાંઇ જુના દેશી કેમેરાથી શોખ થોડો પુરો કરાય, તેથી નવા કેમેરાનો ‘ખર્ચો’ પણ કરી દેવામાં આવ્યો છે! (આ ‘ખર્ચ’ની વિગતો પછી જાહેર કરવામાં આવશે.)

– હવે ‘સ્માઇલ’ સાથે તમારે તે અંગેની મારી વાતો સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. આપકો કભી ભી ક્લીક કર દીયા જા સકતા હૈ…

– છેલ્લે, બધાની વચ્ચે છુપાયેલો-જળવાયેલો-ખોવાયેલો-મળેલો અને ફરીથી ખોવાયેલો એવો સ્વ્યં ‘હું’ !

Click Click !! oO
Click Click !! oO

. . .

^ ‘ધણી’ના બીજા કોઇ અર્થને અમે અંગત કારણોસર ધ્યાનમાં લેતા નથી.

^^ કેમેરાની પાછળ ભલે આખો દેખાતો ન હોઉ પણ આખરે છું તો હું જ ને !
(સૉ, નો કમ્પલેઇન પ્લીઝ. 😉 )

* અને બેન્ક એકાઉન્ટ નંબર માંગવામાં શરમ કેવી? શરમમાં રહેશો તો રહી જશો…
પછી કહેતા નહી કે મેં કીધુ નહોતું. 😉

નવું ઉપકરણ

. . .

– ગઇ કાલે ખરીદવામાં આવેલ નવું ઉપકરણ ; Samsung GALAXY Tab 2

– એન્ડ્રોઇડ ડિવાઇસ સાથે આ મારો પ્રથમ અંગત પરિચય ગણાશે. (હેલ્લો એન્ડ્રોઇડ !!)

– HTC નું ME Tab સારું (અને ઘણું સસ્તુ) છે પણ તેમાં સિમકાર્ડની (એટલે કે મોબાઇલ) સુવિધા અને સેમસંગ જેવી મજા ન હોવાથી પસંદગીનો કળશ ઉપરના ‘ટેબ’ ઉપર ઢોળવામાં આવ્યો. (કળશ ઢોળવામાં આવ્યો ત્યારે તેમાં પાણી નહોતું એટલે અહી નુકશાનના કોઇ સમાચાર નથી. 😉 )

– ટેબ સાથે કંઇક તો કરવું જ જોઇએ તે ન્યાયે તેમાં ફેસબુક, whatsapp, Tample Run તથા કેટલીક નાની-મોટી એપ્લીકેશન ડાઉનલૉડ કરી છે. (અત્યારે ‘TempleRun’ માં દોડાદોડ ચાલું છે.)

– ટેબ ની ખાસિયત, ખામી અને ખુબીઓ ની નોંધ થોડા અનુભવ પછી કરવામાં આવશે. (અત્યારે તો બધુ મસ્ત-મસ્ત લાગે છે.)

– અને હવે સૌથી ખાસ વાત – આ ટેબ મેડમજીને અર્પણ કરવામાં આવે છે. (સપ્રેમ ભેંટ !!)

. . .