કઈ ચેહરે હૈ ઇસ યુધ્ધ કે..

આજકાલ સોશીયલ મીડીયા પર યુધ્ધ અને શાંતિ વિશે મોટી મોટી વાતો ચાલે છે. તો અહી મને પણ યાદ આવે છે કેટલાક ક્વોટ્સ અને કહેવતો; જે યુધ્ધ વિશે અને તેની અસર તથા જરુરીયાત વિશે જાણીતા છે!

India armed force with flag

યુધ્ધ વિશેના કેટલાક ક્વોટ્સ / કહેવતો..

~ યુધ્ધ ક્યારેય નુકશાન વગર નથી થતું; બંને પક્ષ તેમાં ખુંવાર થાય છે.

~ કેટલાક અનિષ્ટ એવા હોય છે જેને નિવારી ન શકાય; યુધ્ધ તેમાંનું એક છે.

~ વાતચિતથી દરેક સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.

~ દરેક યુધ્ધનો હેતુ શાંતિ હોય છે.

~ ડાહ્યા માણસોની વાતો શાંતિકાળમાં શોભે, યુધ્ધ દરમ્યાન તે કાયરતા ગણાય છે.

~ યુધ્ધ વગર શાંતિ શક્ય નથી.

~ યુધ્ધ વિશે એવી એક અફવા ફેલાયેલી છે કે તેનાથી દરેક મુસિબતનો કાયમી ઉકેલ મેળવી શકાય છે.

~ વર્તમાનમાં સૌ શક્તિશાળીના પક્ષે રહે છે.

~ કાયર પ્રજાનો કોઇ દેશ ન હોય.

~ માત્ર સત્યથી ક્યારેય યુધ્ધ નથી જીતી શકાતું.

~ આંખના બદલે આંખ એક દિવસ દુનિયાને આંધળી બનાવી દેશે.

~ સમય યુધ્ધની ભયાનકતાને પણ ભુલાવી દે છે.

~ જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો યુધ્ધ માટે તૈયાર રહો.

~ યુધ્ધ એક છળ છે.

~ યુધ્ધ ક્યારેય સારું ન હોઇ શકે અને શાંતિ ક્યારેય ખરાબ ન હોઇ શકે.

~ જો વાતચિતથી જ બધા ઉકેલ મેળવી શકાતા હોત તો દુનિયાના એકેય દેશ પાસે શસ્ત્રો અને સૈન્ય ન હોત.

~ શાંતિકાળમાં યુધ્ધ ક્ષમતા વધારતા રહેવામાં શાણપણ છે.

~ યુધ્ધ પાલગપન છે.

~ યુધ્ધમાં સૌ પ્રથમ તમારી અંદરની માણસાઇ મરે છે.

~ શાંતિ એ યુધ્ધની ઉપજ છે.

~ યુધ્ધની શરૂઆત કરવી સહેલી છે, અંત વિશે કોઇ પક્ષકાર દાવો ન કરી શકે.

~ યુધ્ધ હંમેશા બલિદાન માંગે છે.

~ યુધ્ધ ક્યારેય અધવચ્ચે છોડી ન શકાય.


…મને જેમ યાદ આવે એમ લખતો ગયો છું. કેટલાક એકબીજાથી તદ્દન વિપરિત દ્રષ્ટિકોણ ધરાવે છે. મુખ્યત્વે બધું જે-તે સમયની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. (‘ન બોલવામાં નવ ગુણ’ અને ‘બોલે તેના બોર વેચાય’ -એવું છે આ બધું.)

આપ કોઇ ઇચ્છો તો અહીયાં નવી વાતનો ઉમેરો પણ કરી શકો છો. ઉપરની દરેક વાત/કહેવત સાથે હું સહમત નથી અને દરેક સાથે અસહમત પણ નથી. (આ બધી કહેવતોનું કેવું અર્થઘટન કરવું એ જાતે સમજી શકો એટલા આપ સૌ સમજદાર છો જ.)


આજે બીજું કંઇ લખવું નથી કેમ કે દેશમાં, LOC આસપાસ અને શાંતિના દુશ્મનો સાથે જે થઇ રહ્યું છે એ બધું મને ઠીક પણ લાગે છે અને ક્યારેક બેચેન પણ કરે છે.

બોલો, શું કહેવું છે તમારે...