અપડેટ્સ – 170224

~ નક્કી કર્યુ’તું કે દરેક અઠવાડીયે એક નવી પોસ્ટ ઉમેરવી પણ અમે જો નક્કી કરેલું કરતા હોત તો આટલા વિચિત્ર ન હોત. (એમ પણ પ્લાન કરેલી જીંદગી કેટલી બોરીંગ લાગે યાર..)

~ આવતી કાલે મિત્રો સાથે આબુ જવાનું છે. એમ જ, કારણ વગર. ઘણાં વર્ષો પછી આવી બોય્ઝ-ટુર કરવામાં આવી રહી છે. આબુનું નામ આવે એટલે લોકોના કાન ઉંચા થઇ જાય! અરે ના ભાઇ…અમારો હેતુ પહેલા પણ એ નહોતો અને આજે પણ નથી. આજસુધી તેને ટેસ્ટ કરવાનો પણ ચાન્સ નથી લીધો. (#પીયક્કડ-લોકો-માટે-ચોખવટ)

~ હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન તો દેવતાઓ પણ કરતાં અને આજે જેમનો દિવસ છે તે મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (કાયદાકીય જરૂરી વાક્ય: મદિરાપાન ગુજરાતમાં પ્રતિબંધિત છે અને હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય થઇ ચુક્યો છે. તથા અમે સીધી કે આડકતરી રીતે તેવી કોઇ વસ્તુનો પ્રચાર નથી કરતા.)

~ ગુજરાતમાં આ બદીથી દુર રહેનાર વ્યક્તિ મુખ્ય બે કારણસર દુર હોઇ શકે; કાયદાનો ડર અથવા તો ચાન્સની ગેરહાજરી. એમ તો શોખીનો સરહદ પાર કરીને ચાન્સ લઇ લે છે, તો કોઇ સરહદ અંદર પણ આરામથી મળી રહે તેવી વ્યવસ્થા શોધી લે છે! (નથી ખબર? ઓપન સિક્રેટ છે ભાઇ!) જો કે અમને ચાન્સ હોવા છતાંયે સ્વયં સંયમથી દુર છીએ. (અને કાયદો તો સંયમમાં રહેવાથી આપોઆપ પળાઇ જાય છે. 😀 )

~ મારા એક બિઝનેસ પાર્ટનર યુ.પી.થી હતા. તેમના વિશે આમ જાહેરમાં કહેવાય તો નહી તો પણ1 જાણી લો. ન હોવી જોઇએ એવી લગભગ દરેક બુરી આદત તેમને હશે એવું કોઇ પણ કહી શકે. તેઓ મને એક વાત વારંવાર કહેતા કે, “આપ કો તો ભગવાન લાત માર કે વાપસ ભેજેગા ઔર બોલેગા કી જાઓ પેહલે સબકુછ કરકે આઓ.”

નોંધ લેશો: લંકામાં રાક્ષસો વચ્ચે નિરાધાર હોવા છતાંયે પવિત્ર રહેલી સીતા જેટલો જ પવિત્ર હું આજે પણ છું! ઓકે, આ કળયુગમાં સંપુર્ણ પવિત્ર કોઇ ન હોઇ શકે; પણ એટલીસ્ટ આ બાબતે તો 100% શુધ્ધ છું જ. 🙂

~ શ્વાસ લેવાની અને મન ફાવે એમ રહેવાની, આ સિવાય બીજી કોઇ લત હજુ સુધી લાગી નથી. ન બીડી, ન ગુટખા, ન સીગારેટ, ન તમાકુ.. કંઇ જ નહી. હા, ચા પણ નહી. (આમાં પણ કોઇને હું સારો વ્યક્તિ લાગીશ; તો.. કોઇ મને મુર્ખ માણસ ગણશે!)

~ બે દિવસનો પ્લાન છે પણ હું એ વિચારું છું કે, ત્યાં બે દિવસ કરીશું શું? ખૈર, મિત્રો રાખે એમ રહીશું..

~ ચલો, હવે બેગ પેક કરીએ. સવારે વહેલા નીકળવાનું છે.

~ ફરી મળીશું.. આવજો.

~ ખુશ રહો. 🙂

બોલો, શું કહેવું છે તમારે...