બસ, એમ જ….

– હા, હું હજીયે જીવું છું! …. (વિશ્વાસ નથી આવતો ને!.. મનેય નથી આવતો. 🙂 )

– ઘણાં દિવસે અહીયા આવીને બધુ નવું નવું લાગે છે. વિચારું છું કે ખરેખર ક્યારેક હું અહીયાં નિયમિત કંઇક લખતો હતો કે! (સમયચક્રનું પરિવર્તન.. યુ નૉ!)

– આજે લગ્નો વચ્ચે એક દિવસનો સરપ્રાઇઝ સન્ડે મળ્યો છે એટલે થયું કે કંઇક જુનુ કરીએ. (કંઇક નવું કરવાનો વિચાર સૌને આવે પણ થોડી વિચિત્રતા ધરાવતા મનુષ્ય હોવાથી અમને આવા વિચાર પણ આવે!)

– મારા બગીચાના એક જુના મુલાકાતીના ઇમેલ દ્વારા જાણ થઇ હતી કે અહી કોઇ-કોઇ પોસ્ટનું લખાણ કાળા અક્ષરમાં હોવાથી ડાર્ક-બેકગ્રાઉન્ડના કારણે સ્પષ્ટ વાંચી શકાતુ નથી એટલે આજે તેવી પોસ્ટને શોધી-શોધીને edit કરવાનો વિચાર છે. (ઇમેલ બદલ જાહેર આભાર અને લાંબા સમય સુધી પ્રતિભાવ ન આપવા બદલ જાહેર ક્ષમાયાચના. આપ જેવા જાગૃત મુલાકાતીઓ સૌને મળે એવી આશા!)

– આજે બ્લૉગર સજ્જનોને બાબા બગીચાનંદની એક ટીપ: થીમ બદલતી વખતે તથા નવી વાતો ઉમેરતી વખતે વિસ્તૃત દ્રષ્ટિ જાળવવી જોઇએ જેથી નવીનીકરણથી ભુતકાળમાં વિક્ષેપ ન ઉદભવે અને ભવિષ્યમાં સુગમતા રહે. બને ત્યાં સુધી મુખ્ય લખાણનો રંગ automatic રહેવા દેવો અને અન્ય લખાણમાં પણ કલર-કલર રમવાથી બચવું. (ભક્તજનોને વિનંતી કે દક્ષિણા આપીને તેની પહોંચ અચુક લઇ લેશો.)

– આજે ઘણાં સજ્જનોને પણ વાંચવામાં આવી રહ્યા છે એટલે વધારે નથી લખવું. આ પછીની બીજી પોસ્ટ સાંજ સુધીમાં જ આવશે એવું અત્યારે કહી શકાય. (આ એક શક્યતા છે, બાકી તો આ લખ્યા પછીની બીજી મિનિટે શું થશે તે વિશે રમેશભાઇનેય ખબર નથી!)

2 thoughts on “બસ, એમ જ….

    1. એ જ હોય ને સાહેબ.. એમ તો એક કારણ એ પણ હતું કે આપનો ઇમેલ જોવામાં ઘણો વિલંબ થઇ ગયો’તો….અને પછી તે પ્રોગ્રામ પણ પુરો થઇ ગયો તો.
      ખૈર, ફરીવાર આવો કોઇ પ્રોગ્રામ બનાવો તો ચોક્કસ યાદ કરજો હોં ને….

બોલો, શું કહેવું છે તમારે...