પરિવર્તન..

– હા, પરિવર્તન એ સંસારનો નિયમ છે! અને મારા બગીચાનો પણ! 🙂

– બસ, એ જ નિયમને ન્યાય આપવા આજે આ બ્લોગના મુળ દેખાવમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. (એટલે કે મારો કોઇ વાંક નથી એ સાબિત થાય છે!)

  • કોઇને ગમે કે ન ગમે પણ મને તો ગમે છે (ત્યારે જ તો આ શક્ય બન્યું છે! 😇 ) છતાંયે કોઇને વાંધાવચકા જણાતા હોય તો મારું ધ્યાન દોરી શકે છે.

– ચિંતા ન કરો તમને નહી પુછું કે આ નવો દેખાવ (theme) કેવો છે…… ઓકે. કહો ને કે તમારી દ્રષ્ટિએ કેવું દેખાય છે? (જે સાચુ હોય તે કહેવા વિનંતી. મહેરબાની કરીને ભક્તો ચાપલુસીથી દુર રહે, મિત્રો સાચી વાત જણાવે અને વડીલો યોગ્ય સલાહ આપે.)

# જુની થીમની એક યાદગીરી:

મુળ દેખાવમાં કરેલું પરિવર્તન

– અને હા, આજથી અમે ફરી ફેસબુક પર હાજર છીએ. (કારણ ન પુછશો. 🙏..)

8 thoughts on “પરિવર્તન..

  1. પરિવર્તન ક્યાં તો બાહ્ય પરિબળથી પ્રેરિત હોય કે ક્યાં તો અંદરથી સ્ફુરેલું હોય.
    બહારનાં દબાણથી થયેલ પરિવર્તનને તો તેને અનુરૂપ કરવું જ રહ્યું.
    પણ જો અંદરથી જ (સ્વયં) પ્રેરિત, હો બહારનાં ને શેનું પૂછવાનું?

    1. વાત તમારી સાચી છે સાહેબ. એમ તો આ પરિવર્તન મનથી પ્રેરિત છે છતાંયે કોઇ કહે કે ‘ઠીક લાગે છે’ તો ટેકો મળી જાય અને આ દેખાવને મારા કરતા આપના જેવા મુલાકાત લેનારને વધુ જોવાનો હોય છે એટલે થયું કે પુછી લઉ. 🙂

      અને અહી આવતા બધા આપણાં જ છે તો પછી આ ‘બહારના’ એટલે કોણ? 😉 હવે જરા એ તો કહો કે કેમ લાગે છે..

      1. જેમની સાથે સંવાદથી સંબંધોના બાગમાં ‘બહાર’ ન આવે, જેમની સાથે વાત કરતાં ‘ઔપચારીકતાનો આંચળો’ ન ઓઢવો પડે, જેમના ‘અબોલ’ શબ્દો પણ પોતાની વાત કહી જાય – એવી ભારે વ્યાખ્યાઓ તો ઠીક, પણ આપણને ગમશે કે નહીં તેની ખાસ પરવા કર્યા વગર , પોતાને જે સાચું જણાય તે કહી શકે તે બહારનું ન ગણીએ.
        ***** અને એટલે જ, સાંભળીએ બધાંનું, પણ કરીએ તો જે પોતાને ઠીક લાગે / ગમે / ઉચિત લાગે એ જ.

  2. પરિવર્તનના પ્રયાસો મેં પણ કરેલા પણ દર વખતે મને માફક નથી આવતું એટલે પાંચ મિનીટ માં પાછુ જેમ નું તેમ કરી નાખું ! જૂની થીમ થી અળગા થતા જ બેચેન થઇ જવાય છે , એમ થાય છે કે આ મારા બ્લોગને શું થઇ ગયું !!! પણ હા , ક્યારેક નાનકડા ફેરફારો કરતો રહું છું . પણ તમે પરિવર્તનમાં સફળ રહ્યા એ બદલ અભિનંદન

    1. બદલાવ કરવો જરૂરી તો નથી હોતો પણ હું લગભગ દર વર્ષે નિયમિત પરિવર્તન કરતો રહું છું. દર વખતે જુની થીમથી દુર થવું થોડું અઘરું લાગે અને નવી થીમને સ્વીકારતા સમય લાગે છે.

      જો કે આ પ્રક્રિયાને હું અલગ નજરે દેખુ છું. આ પરિવર્તનથી મારી જાતની પરિક્ષા લઉ છું કે મને કયાંય કોઇ જુની વસ્તુની આદત તો નથી પડી ગઇ ને? હું પરિવર્તનથી ગભરાતો તો નથી ને? કંઇ નવું હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું ને? આવા જ ફાલતુ અને વિચિત્ર સવાલો છે જે મારી પાસે આ પરિવર્તન કરાવતા હોય છે. 🙂

બોલો, શું કહેવું છે તમારે...