નવો કેમેરા

– થોડા દિવસ અગાઉની પોસ્ટમાં કહ્યું’તુ ને કે નવા કેમેરાના ખર્ચ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે તો આજની પોસ્ટ તે નવા કેમેરાને નામ.

– સૌ પ્રથમ તો કેમેરાનો ફોટો:

Nikon D3100 Photo

– હવે કેમેરા વિશે થોડી માહિતી;

  • કેમેરા મોડલ: Nikon D3100 (ખોખા ઉપર આવું કંઇક લખ્યું છે.)
  • કેમેરા લેન્સ: Nikkor 18-55mm f/3.5-5.6G VR (આવું પણ બોક્સ ઉપર જ છાપેલું છે!)
  • કિંમત: 27,150.00  (કોઇને વધારે તો કોઇને ‘ઠીક’ લાગશે, ઓછી લાગે તો કહેજો.)
  • વજન: થોડુંક તો છે જ. (આટલો ખર્ચો કરીએ અને જરાયે વજન ન હોય તો કેવું લાગે?)
  • આકાર: બિલકુલ કેમેરા જેવો ! (વિશ્વાસ નથી આવતો ને?)
  • ઉપયોગ: ફોટો અને વિડીયો ક્લીક કરવા (અને ફોટોગ્રાફર હોવાનો દેખાવ કરવા!)
  • ગુણવત્તા: સારી. (ન હોત તો પણ વખાણ તો કર્યા જ હોત.)
  • મેળવેલ ઓફર: કેમેરા કીટ ઉપરાંત ટ્રાઇપોડ અને 16GB કાર્ડ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી! (દરેક સ્ટોરમાં ઉપલબ્ધ નથી.)

– હજુ આ કેમેરા માટે હું સાવ નવો છું. (કંઇક ખોટું લખાઇ ગયું?) સોરી, આ કેમેરા મારી માટે સાવ નવો છે!

– હજુ શીખવાની શરૂઆત કરી છે એટલે થોડા દિવસો સુધી તો મારા શીખાઉ ફોટોને તમારા માથે (વાંચો; આંખે) મારવામાં આવશે. (નોંધ: દેખનારના આંખ-માથાની અમે કોઇ જવાબદારી લેતા નથી જેથી કોઇએ પોતાને થયેલી ઇજા દેખાડીને તકરાર કરવી નહી.)

– જુઓ મારા શીખાઉ ફોટોના કેટલાક નમુનાઓ:

Evening time
Nature, green leaf
Heritage, india

– ગમે તો વાહ કહેજો, ન ગમે તો આહ કહેવાની છુટ છે! અને કોઇ જાણકાર વડીલ-મિત્રો મારા ફોટો અંગે ટીકા-ટીપ્પણી સાથે માર્ગદર્શન આપશે તો વધુ આનંદ થશે.

– બસ, આજે આટલું સહન કરી લો ભઇસાબ. બીજું ફરી કયારેક…. 🙂

13 thoughts on “નવો કેમેરા

  1. સૌ પરથમ તો, નવા કેમેરાની વધાઈ. સોદો ખોટનો નથી !

    હવે ફોટોગ્રાફ્સ, ત્રીજેથી લઈએ તો, ખરે જ “વાહ” કહેવા જેવો monochromatic ફોટો છે. વળાંકોની શ્રેણીબદ્ધતા અદ્‍ભુત દેખાવ સર્જે છે.

    વચલો, ખુબ જ સરસ રીતે, rule of thirdsમાં કંપોઝ થયેલો ફોટો છે. જો કે આ ફોટો ફરી એક વખત, ડે લાઈટમાં, ફ્લેશ ફાયર કર્યા વગર, પાડી જુઓ ! (ન જામે તો પણ હું ૨૭,૧૫૦=૦૦માં ભાગ આપવા બંધાતો તો નથી જ ! 🙂 )

    અને અંતે પહેલો ફોટો, લાગે છે કે હમણાં બેસનારું ચોમાસું ’બગીચે’ કેટલાંક ઉમદા “શિલ્હૂટ” ફોટોની મોજ કરાવશે જ ! સુંદર શિલ્હૂટ ચિત્ર. પણ……એક વખત રિકમ્પોઝ કરવા જેવું ખરું ! ખાસ તો, સૂર્યનું સ્થાન.

    લગે રહો. હજુ તો ઉત્તમોત્તમ ફોટાઓ અહીં જોવા મળવાના જ છે એવી અમોને ખાત્રી છે. અને હા, અમોને ઠોકમઠોક કરવાની આદત છે ! એટલે સલાહો બહુ ગંભીરતાથી ન લેવી !! ધન્યવાદ.

    1. પ્રતિભાવ, વધાઇ અને સલાહ બદલ ખુબ આભાર.

      વચલા ફોટોને ડે લાઇટમાં પાડેલો છે પણ તેના પ્રમાણમાં આ મને આ વધુ ગમ્યો. Rule of thirdના ટ્રાયલ વખતે આ ફોટો ક્લિક કરેલો છે અને સદભાગ્યે સારો આવ્યો પણ ખરો. 😀

      પહેલા ફોટોમાં આપના સુચનને ચોક્કસ ધ્યાનમાં લઇશ. ફરી વાર આભાર.

  2. ૨૭,૧૫૦/- વસુલ છે. ફોટોઝ ગમ્યા. મને ફોટૉગ્રાફીનું જ્ઞાન નથી પણ ગમવાં માટે એ જરૂરી પણ નથી!

  3. મસ્ત! (‘કેમેરા અને ફોટોઝ’)
    આમ તો ટ્યુટોરીઅલ્સની જરૂર હોય એવું લાગતું નથી,(પાડતા પાડતા પણ આવડી જ જાય)…તો પણ એક સાઈટ છે જ્યાં તમને ટ્યુટોરીઅલ્સ પણ મળશે અને તમારી ફોટોગ્રાફીને કયો રેન્ક મળી શકે છે તે ચેક કરવા માટે અલગ અલગ થીમ્સની કોમ્પીટીશન્સ પણ.
    http://photography.worth1000.com/

  4. સરસ કેમેરો અને સુંદર ફોટા.

    પૈસા ઘણી રીતે ખર્ચી શકાય પણ કોઈ સર્જનાત્મક વસ્તુ (જેમ કે કેમેરા) માટે એ પૈસા ખર્ચવા ની વૃત્તિ હોવી એને હું પ્રભુ ની કૃપા માનું છું.

    હું પણ ફોટોગ્રાફી નો વિદ્યાર્થી છું અને મારા Nikon D5100 (18-200 mm lens) સાથે અખતરા કરતો રહું છું જે આપ અહીં જોઈ શકશો – http://www.flickr.com/photos/tnvora

  5. સરસ કેમેરા છે.

    હું પણ ફોટોગ્રાફી નો શોખ ધરાવું છું અને પ્રકૃતિપ્રેમી તેમજ જન-જીવન માં બનતી ઘટના પર ફોટોગ્રાફિ કરૂં છું. મારી પાસે NIKON – P80 છે 17x Zoom (18.MP)
    મારે
    હવે નિકોન P520 [42 auto zoom] or D-3100
    or
    Rs. 31025 Canon EOS 1100D SLR (Black, with Double Lens Kit (EF-S 18-55mm IS II + EF-S 55-250mm IS II)

    આ ત્રણ મોડ્લ માંથી લેવો છે, પણ મુઝવણ માં છું કે મેન્યુલ લેન્સ માં કેટલું ઝુમ થઈ શકે.

    આપ શ્રી જાણ હોય તો વિગતવાર માહીતી આપશો

    kaushal_084@yahoo.co.in
    kaushal@hesterbiosciences.co.in

    Thanks & Regards,
    Kaushal Parekh

બોલો, શું કહેવું છે તમારે...