નેશનલ બુક ફેર (પુસ્તક મેળો) 2013

– ત્રણ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેરની મુલાકાત લેવામાં આવી અને પુસ્તકોની વિશાળ દુનિયાના દર્શન કર્યા.

– આગળના વર્ષે ઘણી ઇચ્છા હોવા છતાં આ પુસ્તક મેળા સુધી પહોંચી નહોતુ શકાયું એટલે આ વખતે નક્કી કર્યું હતું કે જેમ બને તેમ જલ્દી જ જઇ આવવું.

– આમ તો આ પુસ્તક મેળામાં જવા માટે કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને પુસ્તકો ગમે એટલે ત્યાં જવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. (અને આ બહાને બે-ચાર નવા પુસ્તકો ખરીદી લેવાય તેવી છુપી ઇચ્છા પણ ખરી.)

– એક પછી એક ઘણાં સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને ફરતાં-ફરતાં કુલ દસેક પુસ્તક પસંદ કરવામાં આવ્યા. (આ બધા પુસ્તકનો એકસાથે ફોટો લેવો હતો પણ ઘરે આવ્યા પછી બધા પુસ્તકો ઘરના વ્યક્તિઓમાં આપોઆપ વહેંચાઇ ગયા, એટલે…)

– એક પુસ્તક કે જેને મેડમશ્રીના આગ્રહથી લેવામાં આવ્યું તેનો ફોટો નીચે જોઇ લો. (તેને ત્યાં આ વિષયના પુસ્તકોમાં જ રસ હતો એટલે આવા અન્ય બે પુસ્તકો પણ ખરીદવામાં આવ્યા.)

બાળ આરોગ્યશાસ્ત્ર - ડૉ. આઇ.કે.વિજળીવાળા

– આપણે ત્યાં સામાન્યરીતે સરકારી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો ખુબ ઓછા હોય છે અને જો હોય તો તેની વ્યવસ્થામાં સરકારી ટચ આંખે ઉડીને દેખાતો હોય છે; પણ આ ‘બુક-ફેર’ને સંપુર્ણ રીતે પ્રોફેશનલ ટચ આપવા બદલ અને સુવિધા-સરળતાનો સુંદર ખ્યાલ રાખવા માટે આયોજકોને અભિનંદન અને દિલથી આભાર. (જો કે આ માટેની ક્રેડિટ તો મુખ્યમંત્રી મોદીને પણ આપવી પડે, તેમણે સરકારી ખાતાને ‘પ્રાઇવેટ સ્ટાઇલ’માં આયોજનો કરતા શીખવી દીધું ખરું!)

– હવે તો બે જ દિવસ બાકી છે છતાંયે જો પહોંચવું શક્ય હોય અને પુસ્તક સાથે થોડો પણ પ્રેમ હોય તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી. પુસ્તકમેળા અંગેની માહિતી આ પોસ્ટની અંતમાં છે.

– પુસ્તકમેળાની કેટલીક છબીઓ : (ત્યાં અંદર ફરતી વખતે અમે પુસ્તકો જોવામાં એટલા વ્યસ્ત હતા કે ફોટો ક્લીક કરવાનું યાદ જ ન આવ્યું.)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેર 2013

Amdavad National Book Fair 2013

જુઓ ઉપરનો ફોટો; સરકારી અધિકારીઓ તેમની સ્વામી ભક્તિ જતાવવાનો એક પણ મોકો ન ચુકે ! 😀

Amdavad National Book Fair 2013

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

અમદાવાદ નેશનલ બુક ફેર ૨૦૧૩ અંગેની માહિતી :

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

10 thoughts on “નેશનલ બુક ફેર (પુસ્તક મેળો) 2013

    1. આ સવાલનો જવાબ તો મોદીજી જ આપી શકે… અને ખરેખર આ બુક-ફેર, તેના આયોજનનો સમય અને કન્સેપ્ટ મને તો ઘણાં ગમ્યાં. જો કે આપના દુઃખ પ્રત્યે મને હમદર્દી છે.

    1. આશા રાખીએ કે આ પ્રકારના બુક-ફેરનું આયોજન દરેક જીલ્લાઓમાં પણ થવા લાગે પરંતુ તે ન થાય ત્યાં સુધી તમારે અમદાવાદ સુધી લાં…બા થયે જ છુટકો અને સાહેબ, પુસ્તકો પ્રત્યે થોડોયે રસ હશે તો તમારો ધક્કો માથે નહી પડે તેની પુરી ગેરંટી 🙂

  1. શનિવારે અમદાવાદમાં જ હતો. એકાદ જગ્યા એ પોસ્ટર પણ જોયા. બપોરે કલાકેક ખાલી પણ હતો. પણ GJ1 પાસીંગ અને કાગળિયાં વગરની ગાડીએ ઉત્સાહ ઘટાડી દીધો. આવતા વર્ષે ચોક્કસ!

  2. સરસ આયોજન છે. રોજ સાંજે સરસ કાર્યક્રમ પણ થાય છે. સરસ પાર્કિંગ, ફુડ કોર્ૄ, ે.સી હોલ, મોટા ભાગના બધા પર્કાશક અને ઘણુંબધું જોવાની માણવાની મજા આવી ગઈ.

  3. સાહેબ,
    અમોં પણ અમારાં શહેર મા સ્વામી વિવેકાનંદ જન્મ જયન્તિ નિમિતે પુસ્તક મેળા નું આયોજન કરીયે છીએ,
    અમારાં શહેર મા પ્રથમ વખત આયોજન હોય આપના માર્ગ દર્શન મળી જાય તો અમારે સંજીવની સામાન બની રહેશે, મેલ કરશો અથવા ફોન નંબર આપશો
    આભાર,
    આદર્શ ચેરી. ટ્રસ્ટ – જસદણ

    1. સુંદર વિચાર છે આપનો પણ આપને માર્ગદર્શન આપવા માટે હું ઘણો ટુંકો પડીશ એવું મને લાગે છે. છતાંયે આપને માર્ગદર્શનની જરૂર હોય તો ચોક્કસ આપને સહાયરુપ બની શકે તેવા સંપર્ક ગોઠવી આપીશ.

      વધુ વાત આપને ઇમેલ દ્રારા કરીશ. આપના પ્રતિભાવ બદલ આભાર.

બોલો, શું કહેવું છે તમારે...