ફેબ્રુવારી 22, 2012 બગીચાનો માળી 64Comment

. . .

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે, જેની શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજા કરતાં હોય છે !!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી અને આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

. .

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે.

. .

*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને જાહેરમાં મુકી નહોતી. (કદાચ ત્યારે કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

64 thoughts on “તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

 1. ha jarur ….
  darshit tamaro lakh kharekhar gamyo parantu ha ama lagni koini to jarurj dubhai…….
  hu pote hindu chu ane hu murti pooja ni khilaf chu hu pote pan mandir nathi jati……
  pan parmeshwer ma atut sradhha che…..e che ke nahi e mane nathi khaber pan ha jyare musibat ma hov chu ane hraday thi ene yad karu chu to muskeli dur to na thai pan ema thi nikalvano rasto jarur made che ka to achanak evi vyakti madi jaai che je musibat ma kaam lage che ane e pan evi vyakti ke jene hu janti pan na hov……
  darshit aam to aa vishay upar charcha kariye to khaber nahi mahina ane varsho nikdi jaay pan aa charcha no ant na aave……..parantu tame tamari jagya par sachha cho…….hu mari jagya par……
  maru to ek j vastu manvu che ane ena upar j hu pan chalu chu……..
  sradhha hamesa rakhvi sari pan andhsradhha e tamne nirasha na khada ma j dhakelse hamesha………..
  khub khub aabhar darshit mane tamaru lakhan ganu j game che to kharekhar aa lakh pan mane khub j gamyo che……….jo bhulchum ma kai khotu kahevau hoi to maaf karjo darshit……

  1. આભાર હિનાબેન, કોઇની લાગણી દુભાવાનો કોઇ ઇરાદો ન હોય પણ આ તો મારા વિચારોનું સ્થળ છે અને અહી હું મારા વિચારોને નોંધતો હોઉ છું. જે મે મારાં જીવન/અનુભવ દરમ્યાન અનુભવ્યું છે તેની એક નોંધ માત્ર છે.

   ઉપરના વિષય બાબતે તમે કદાચ સાચા પણ હોઇ શકો છો અને ભુતકાળમાં કોઇ-કોઇ સાથે આ બાબતે લાંબી ચર્ચામાં પડયા બાદ સ્વીકારી લીધું છે કે આસ્થાળુ લોકોને તેમની શ્રધ્ધા છોડવા ન કહેવું. એટલે હવે હું કોઇ સામેથી ઇચ્છે તો જ આ વિષયે ચર્ચા કરું છું.

   આપના અને મારાં વિચારો અલગ હોવા છતાં આપને મારું લખાણ ગમ્યું તે બદલ ખુબ આભાર.

 2. ભગવાનની હાજરી હોવાની સાબિતી ભગવાને મને આપીછે…. હું તે વાતને સાબિત કરીને કહું છું જીવવાની કોઈજ ચાહના નહોતી અને અચાનક જ કોઈ મને ભગવાન સ્વરૂપે જીવવા માટે દોરી રહ્યું છે તેની સાથે લડી-જ્ગડી ને, રિસાઈ-મનાઈને પણ મારે બસ હવે જીવવું છે….

   1. દરેક જીવ માત્ર જન્મ લે છે તે નસીબદાર છે જ…. રહી ભગવાન હોવાનો પૂરવાની વાત તો તે ઘણી વાર પુરાવાઓ આપે છે પણ આપણે તેને સ્વીકારવા કે સમજવા તૈયાર નથી હોતા એમાં ભગવાન પણ શું કરે..? ખેર ભગવાન આપણે ખૂબ જલ્દી એમના હોવાને સાબિતી આપે………

 3. આથી લગતા વળગતા સર્વે ની જાણ ખાતર:
  સદરહુ સંસ્થા પોતે પોતાની રીતે કામ કરે છે, એણે હજી સુધી કોઈ એજન્ટ કે કોઈ એજન્સી ની નિમણુક કરેલ નથી, એટલે અમારા નામે તમે કોઈ એજન્ટ કે એજન્સી ની સાથે વ્યવહાર કરશો તો એની બધીજ જવાબદારી વ્યવહાર કરનાર ની રહેશે, સદરહુ સંસ્થા કોઈ પણ પ્રકાર ના પરિણામ માટે જવાબદાર નથી એની નોંધ લેવામાં આવે.

  લિ. ભગવાન
  વતી – સ્વર્ગ અને દેવલોક સંસ્થા

  1. કાશ, કોઇ ઓથોરાઇઝ્ડ ભગવાન દ્વારા આવું એક જાહેરનામું બહાર પાડવામાં આવે તો બીજા વધારાના ભગવાનો કે અમારા જેવા અજ્ઞાની લોકોના દિમાગ ઠેકાણે આવી શકે..

 4. હું જેને ખરેખર ભગવાન માનીને જીવુ છું એમને બસ ભગવાન તું તારા હોવાની સાબિતી મને આપી છે તેમ એ મારો ભગવાન છે એવી સાબિતી બસ આપીદે……….
  પછી ના માંગુ હું કોઈ વરદાન તારી પાસે બસ આ આખરી ઈચ્છા કહે કે આખરી તમન્ના….. બસ તું આપીદે……તારા હોવાની સાબિતી…..

 5. દર્શિતભાઇ,માફ કરજો પણ હું તમારા મત થી બિલકુલ વિરોધી મત ધરાવું છું.હું ભગવાનમાં માનું છું અને એનાં આશીર્વાદથી હું ધન્ય પણ થયેલો છું.હા એ વાત છે કે શ્રધ્ધાના નામે કેટલાયે લોકો છેતરાય છે અને કેટલાયે લોકો છેતરનાર છે.

  1. ચંદ્રકાંતભાઇ,
   આપની પાસે ભગવાનમાં માનવાનાં ચોક્કસ કારણો હશે કદાચ એમ જ મારી પાસે ન માનવા અંગેની દલીલો છે.

   જેમ આપ ભગવાનથી ધન્ય થયેલ છો તેમ મે કયારેય કોઇ દૈવી ધન્યતા અનુભવી નથી કદાચ એટલે જ હું તેમના વિશે અલગ માન્યતા ધરાવું છું.

   આપની શ્રધ્ધાને હું ડગાવતો નથી, માત્ર મારા વિચારો મુકુ છું.. આમ પણ જયાં વાત શ્રધ્ધાની હોય ત્યાં પુરાવાને કોણ સ્વીકારે છે !!!

   1. હા,આપણે આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ.શક્ય છે ઘણાં લોકો તમારા વિચારોથી સંમત હોય અને ઘણાં લોકો અસંમત પણ,તેનાથી કઈ ફરક નથી પડવાનો.પણ ભગવાન હોવાના પુરાવા આપવા કેવીરીતે? તમે સબ ટીવી પર પ્રસારિત સિરીયલ ચિડીયાઘર જોતા હોવ તો તેમાં આ જ વિષયને હમણાં મુદ્દો બનાવ્યો છે.કણ કણમે હે ભગવાન, મન મનમેં હે ભગવાન.

    1. સિરીયલ અને તેમાં બતાવવામાં આવતી ઘટના કે વાર્તા સંપુર્ણ રીતે કાલ્પનિક હોય છે એટલે તેની વિશ્વસનિયતા બિલકુલ આંકી ન શકાય. અને મોટાભાઇ, મારી વાત સાથે આપ સૌ સંમત થાઓ એવું જરૂરી પણ નથી. દરેક લોકો પોતાના અંગત વિચારો, અનુભવો અને માન્યતા અનુસાર જીવતા હોય છે.

 6. Reblogged this on prasham trivedi and commented:
  આ વિધાન ને એક્સેપ્ટ કરવા માં થોડી અસમંજસ છે
  – ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

  ચમત્કાર જેવું કશું હોતું જ નથી- કેટલીક એવી વસ્તુ હોય છે કે જે આપણા માટે જરૂરી હોય છે, અને એ એવા સમયે થાય છે જયારે આપણે એની આશા રાખી હોતી નથી…. એને ફોર ધેટ મેટર આ વસ્તુ ને ચમત્કાર તરીકે ગણવામાં કોઈ વાંધો પણ નથી…… ચમત્કાર દૈવી અથવા તો કુદરતી હોય છે પણ આ બાબાઓ અને બાઓ કરે છે એ હાથચાલાકી, હિપ્નોટીઝમ અથવા પ્લાસીબો ઈફેક્ટ હોઈ શકે છે

   1. આભાર સાહેબ..

    આપની અસમંજસને અંગે એટલું કહીશ કે… જેમ કોઇ અચાનક બનેલી ઘટનાને તમે ચમત્કાર તરીકે ગણો તો તેમાં મને પણ કોઇ વાંધો નથી, પણ હકિકતમાં તે માત્ર એક આકસ્મિક રીતે બનેલી ઘટના જ હોય છે. તમે પ્રથમ વાક્યમાં કહ્યુ તેમ ‘ચમત્કાર જેવું કંઇ હોતુ નથી’ અને હું ઘણું સ્પષ્ટ રીતે માનુ છું કે ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી અને એવી કોઇ દૈવી તાકાત નથી કે જે નિયત સમયે ચોક્કસ ચમત્કાર કરે છે કે કરી શકે છે.

 7. ******************યોગીવચન ******************
  ન આંસુ સાર તું પરમાત્માના દીદાર ને માટે .
  નજર ને બંધ કર ,ઉતર અંદર ,સામે ઉભેલો છે .મુનિ યોગશ્રમણ વિજય .

 8. કોઈ ભગવાનમાં માનતા નથી. વાંધો નથી. કોઈ ગુરુ નથી. પરમ શાંતિ છે. માત્ર એવી કોઈ અગમ શક્તિ છે. જેને કારણે સૃષ્ટિનું તંત્ર નિયમિત ચાલે છે.
  બાકી ગાડરિયા પ્રવાહમાં જીવવું અને એક દિવસ આંખ મિંચાઈ જાય એટલે હાથ ખંખેરી ચાલ્યા જવું એને જીવન ન કહેવાય. સ્વમાં વિશ્વાસ અતિ જરૂરી છે. અંતરાત્માની પ્રતિતી એ જ સર્જનહારની (ઈશ્વરની ) નિશાની છે.

  please visit

  http://www.pravinash.wordpress.com

 9. તમે લખેલા આ વાક્યએ જ ધણું બધું કહી દીધું. “પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી ….” મોટા ભાગના લોકોનું આમ જ હોય છે. સમય જતાં સમયનો માર ખાતા ખાતા મોટા ભાગના લોકો માનતા થઇ જતા હોય છે.

  કોઇકે ઉપર કહ્યું એમ જ્યારે મુસીબતમાં હો અને કોઇ રસ્તો ના દેખાતો હોય ત્યારે તર્કને બાજુમાં મૂકીને શ્રધ્ધાનો આશરો લઇ જોજો. મને વિશ્વાસ છે કે તમે નિરાશ નહીં થાઓ. ભગવાનને ઓળખવો હોય તો સાંજના સમયે કે એવા સમયે મંદિરે જાઓ જ્યારે અવરજવર નહીંવત હોય. શાંતિથી એક ખૂણામાં બેસીને ભગવાનને ફોન લગાવજો. થોડો સમય લાગશે પણ દિવ્યતાનો અહેસાસ ધીરે ધીરે થયા વગર નહીં રહે એ વાત ચોક્ક્સ છે.

  મંદિરો પાછળ થતા નિરર્થક ખર્ચાઓની વાત આમ તો યોગ્ય છે પણ અમુક સંજોગોમાં આ ખર્ચાઓની સાર્થકતા પણ છે. જેમ કે લંડનમાં ઉભું કરેલ (અને બીજા દેશોમાં ઉભા થયેલ ભવ્ય મંદિરો) એ આજે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનું કેન્દ્રસ્થાન છે. ભારત બહાર પણ બિનભારતીયો વચ્ચે આપણી સંસ્કૃતિનો પ્રચાર કરી રહે છે. બિન ભારતીયોની વાત તો છોડો ખુદ ભારતીયોને (હું બહાર રહીને ઉછરેલી બીજી પેઢીની અહીં વાત કરું છું) આપણા ધર્મ સુધી ખેંચી લાવવા માટે આ પગલું ભરવું જરૂરી છે. (અહીં એમ ના માની લેતા કે હું સ્વામિનારયણ સંપ્રદાયનો પ્રચારક છું મેં ખાલી તમને ઉદાહરણ આપવા માટે લખ્યું છે 🙂 )

  ધર્મનો વેપલો આજકાલ જોરોમાં છે એમાં કોઇ નવાઇ નથી. વ્યક્તિપૂજા અને અંધશ્રધ્ધા એ બે સૌથી મોટા દૂષણો છે આજની તારીખમાં.

  બાકી આ મૂદ્દો સદાબહાર છે અને જેટલી ચર્ચા કરો એટલી ઓછી 🙂

  1. સાચી વાત છે કે આ મુદ્દો સદાબહાર છે, ઘણીવાર તો ચર્ચામાં સળંગ બે-ચાર કલાક એમ જ કાઢ્યા છે તો પણ બંને પક્ષો તરફથી દલીલ ખુટતી નથી. 🙂 આસ્તિકની છેલ્લી વાત ત્યાં અટકતી હોય છે કે શ્રધ્ધા હોય તો ભગવાન બધે છે અને નાસ્તિક ત્યાં અટકે છે કે ભગવાન આવીને મને મળે તો હું માનુ…. 😉

   જો કે હું હજુ કુદરતના નિયમ પર વિશ્વાસ ધરાવું છું એટલે સંપુર્ણ નાસ્તિક ન કહેવાઉ તો પણ ભગવાન કે કોઇ દિવ્ય શક્તિમાં શ્રધ્ધા ન હોવાના નાતે આસ્તિક લોકો મને તેમાં ઉમેરી શકે છે.

   ધર્મ અને સંસ્કૃતિના પ્રચારનો કોઇ વાંધો નથી પણ તેની પાછળ-પાછળ ખોટા કર્મકાંડ અને અંધશ્રધ્ધાનો વધારો થાય તો તે પ્રચાર ખોટી દિશા સુચવે છે.
   એક ખાસ વાત, લંડનમાં ઉભું થયેલ મંદિર હિન્દુધર્મનો પ્રચાર નથી કરતું. તે માત્ર તેના સંપ્રદાયનો પ્રચાર કરે છે. તેમના મતે હિન્દુનો ધર્મનો અર્થ પુછશો તો તેમના પર્સનલ ભગવાનથી વધીને કંઇ જ નહી હોય. (અરે તેમનામાં પણ ૪-૫ અલગ માન્યતાઓ છે અને બધા એકબીજાથી પોતે ઉત્તમ હોવાના બ્યુગલ ફુંકતા ફરે છે.) તે ભગવાનને પુજનારા કે અન્ય કોઇની લાગણી દુભાવવાની વાત નથી પણ હકિકત એ જ છે જે જાહેર છે.

   હિંદુઓ એ કયારેય પોતાના મુળ થોથા ઉથલાવવાની તસ્દી લીધી નથી એટલે તે લોકો પોતાને સાચા કહે છે અને આપણે તે સ્વીકારી લઇએ છીએ.

   1. અને એ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ નો જે પ્રચાર કરે છે એ સંસ્કૃતિ અને ધર્મ ની વ્યાખ્યા ઓ થી જોજનો દૂર હોય એવું લાગે છે…. પચાસ સો ગોરા ભક્તો મળે અને ત્યાની ઇન્ડિયન પ્રજા આપણા કંટ્રોલ માં રહે એ એનો આશય હોય છે….. હમણાં હમણાં એક લીટરલી નવો બકવાસ સંભાળવા મળે છે

    “આપણી જ્ઞાતિ બહાર પરણવું હોય તો વાંધો નહિ પણ એ લોકો આપણા ગુરુ ને માનતા હોવા જોઈએ” WTF…….

    ફેમીલી ડોક્ટર, ફેમીલી ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ની જેમ આજકાલ ફેમીલી ગુરુ ઓ ની ફેશન પણ વધી પડી છે અને એ લોકો જ આવા ભવ્યાતિભવ્ય મંદિરો ઉભા કરે છે.

   2. એક અન્ય વાત, આપ જે સંપ્રદાયના મંદિરની વાત કરી તેમાં તમે કયારેય હિંદુ પૌરાણિક માન્યતાના મુળ ત્રણ દેવ (બહ્મા-વિષ્ણુ-મહેશ) ની મુર્તી નહી જોઇ શકો. જે હશે તે માત્ર એક જ મુર્તી હશે તેને જ તેઓ સર્વસ્વ અને બધા દેવોના રૂપ તરીકે ગણાવશે, તે એક જ આ દુનિયાના સંપુર્ણ માલિક કે ચાલક છે અને રહેશે એવો તેમનો સ્પષ્ટ મત હોય છે.

    ચર્ચા તો ખરેખર લાંબી ચાલે તેમ છે પણ તે માટે કયારેક રૂબરૂ મળીશું તો વધારે આનંદ આવશે. તમને તમારી શ્રધ્ધા રજુ કરવાની છુટ પણ મને મારો તર્ક મુકવાનો સમય આપજો એટલી વિનંતી રહેશે. 🙂
    આરોપ-પ્રતિઆરોપ કરતાં નિખાલસ ચર્ચા થાય તો હંમેશા આવકાર્ય છે..

    1. અરે… મેં લંડનના સ્વામિનારાયણ મંદિરની વાત માત્ર ઉદાહરણ તરીકે કરી હતી. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયની બદીઓ શું છે બધી ચર્ચા અસ્થાને છે. આવું મંદિર બીજા કોઇ સંપ્રદાયનું હોય તો પણ જે તે ધર્મનો પ્રચાર અને પ્રસાર તો થવાનો જ ને અને પબ્લિકને આકર્ષવાની જ છે.

     જે લોકો બિન ભારતીયો છે એટલે કે ગોરિયાઓ એમને માટે જીનાલય હોય કે સ્વામીનારાયણનું મંદિર હોય એ બધું Hindu Templeમાં જ ખપે. 🙂 એટલા માટે મેં હિંદુ ધર્મના પ્રસારની વાત લખી હતી.

  1. પાર્થભાઇ, મારા વિચારો સાથે સહમત થનાર લોકોના ઇમેલ તો ઘણાં મળ્યા અને અસહમત થનાર લોકો પણ ઘણાં મળ્યા. પણ, તમે જાહેરમાં સહમતી સ્વીકારી એ બદલ આભાર..

  1. આપ જેને નિરાકાર સ્વરૂપ કહો છો તેમાં તો મને શ્રધ્ધા છે અને તેને હું ‘કુદરત’ કે તેના નિયમ તરીકે ઓળખું છું. એ જ કુદરતના નિયમને આધારે વિવિધ ફુલો રંગબેરંગી બને છે અને તેમાં અલગ-અલગ સુગંધ ઉમેરાય છે. તેમાં કોઇ ઇશ્વરનો ચમત્કાર નથી અને ઇશ્વર ઇચ્છે તો પણ ગુલાબના ફુલમાં મોગરાની સુગંધ ન ઉમેરી શકે.
   કુદરતની કરામત અને તેના નિયમનો અભ્યાસ ઘણો નજીકથી કર્યો છે અને મને તેમાં કોઇ ઇશ્વરીય કરામત નથી દેખાઇ. (કદાચ મારી દ્રષ્ટિ ટુંકી હોઇ શકે) પણ મારા અભ્યાસ, જાણકારી અને સમજણ અનુસાર ચોક્કસ કહી શકું કે કુદરતનો નિયમ કોઇ કયારેય તોડી ન શકે, ભગવાન પણ નહી.

   1. આપ જેને નિરાકાર સ્વરૂપ કહો છો તેમાં તો મને શ્રધ્ધા છે અને તેને હું ‘કુદરત’ કે તેના નિયમ તરીકે ઓળખું છું. ……….

    for…Nirakar Swarup….
    names(you have to give name)
    Ishwar/Bhagvan/Prabhu/Kudarat,Parmeshar(Hindu names)

    Allah/khuda(Islamic names)

    Now still you have to choose faith-name based on your language or ethnic group.

    To strengthen Astik/Nastik beliefs you have to find knowledge sources(Books,Gurus,Thinkers..Philosophers etc)

    http://en.wikipedia.org/wiki/Intelligent_design

 10. ચર્ચા સારી ચાલી રહી છે. અંધશ્રદ્ધામાં શ્રદ્ધા સમાયેલી જ છે. શ્રદ્ધાનું વિરુદ્ધ લખવું હોય તો અશ્રદ્ધા કહો, અંધશ્રદ્ધા નહિ. ભગવાન કણ કણ માં છે અને દરેક વ્યક્તિમાં છે તો લાદેનને મારવાની શું જરૂર? લાદેનમાં રહેલા ભગવાને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં રહેલા ભગવાનોના ટોળાને મરાવી નાખ્યા. બે જણા લડતા હોય તો સમજવું ભગવાન ભગવાન લડે છે , આપણ ભગવાનને શું લાગે વળગે? બધી ફિલોસોફી પુસ્તકોમાં સારી લાગે. વ્યવહારમાં નહિ. ભગવાનમાં માનવા વાળાઓને પણ સુખુ દુઃખ સમાનપણે આવતું જ હોય છે. અરે જીવતા પ્રગટ બ્રહ્મ પણ બીમાર પડે છે, ત્યારે એક્સક્યુઝ કાઢશે કે શરીરના ધર્મ પાળવા પડે. હોઠ સાજા ઉત્તર ઝાઝા જેવું. ભગવાનની કલ્પના ખાલી એક દિલાસો છે. દીલાસાને સહારે જીવન પૂરું થાય.

  1. લોકો તેમને વારસામાં મળેલ કલ્પનાના દિલાસાને જકડીને વળગી રહ્યા હોવાનું જણાય છે. ચર્ચા હજુ લંબાઇ રહી છે… આસ્થાળું મિત્રો અને શ્રધ્ધાળું લોકો અન્ય લોકોના સંદર્ભ કે તેમની વિચારશક્તિ મુજબ દલીલો અહી રજુ કરી રહ્યા છે.

   અત્યાર સુધી કોઇની કૉમેન્ટને ડીલીટ નથી કરી અને કરવી પણ નથી. દરેકને પોતાનો મત રજુ કરવાનો હક તો છે જ પણ કોઇએ હજુ સુધી કોઇ પ્રમાણભુત માહિતી કે પુરાવાઓ નથી આપ્યાં… ઉલ્ટાનું કેટલાકને હું ભગવાનનો દુશ્મન હોઉ એવું જણાય છે. (પણ, જેના અસ્તિત્વને જ હું સ્વીકારતો નથી તેની સાથે દુશ્મની કરીને હું શું કરવાનો !! )

 11. વાત.. સાચી છે કે શ્રદ્ધા મનનો વિષય છે, મારી શ્રદ્ધા જ મારા માટે ભગવાન છે જે અલૌકિક છે.. અને હંમેસા મુસીબતમાં મારા માતાજી મારા તારણહાર બન્યા છે…..

 12. અહિં પ્રતિભાવ આપનાર સૌનો આભાર. અહિ સહમત કે અસહમત લોકોએ નીચેની કડીને અનુસરીને કંઇક વાંચવા જેવું ખરું.. આમ તો અહીં જ નિખાલસ ચર્ચા કરવા હું તૈયાર છું પણ જેમ અગાઉ મિત્રોએ અન્ય કોઇ જગ્યાએ લખાયેલા સંદર્ભ આપ્યા છે તો તેમની જાણકારી અને વાંચનને લાયક સંદર્ભ પણ ઘણાં છે..

  1 – http://wp.me/pJpgO-Ox
  2 – http://wp.me/pJpgO-NK
  3 – http://wp.me/pJpgO-6H
  4 – http://wp.me/pJpgO-1kU
  ઉપરાંત બીજું ઘણું બધુ છે ત્યાં…

  અને ખરેખર જાણકારી ઇચ્છતા હોવ તો અહિં ઘણાં મહાનુભાવોના સુંદર લેખનો મોટો ખજાનો છે,
  http://govindmaru.wordpress.com

  આખરે, ભુપેન્દ્વસિંહ રાજપુત દ્વારા લખાયેલું એક વાક્ય જેને હું મક્કમપણે સ્વીકારું છું તે –
  “ભગવાન એ કમજોર ભક્તોના ભેજાની કાલ્પનિક પેદાશ છે મક્કમ મનવાળા યોગીઓની નહિ.”

 13. No one born in Hindu religion is rationalist from childhood.it’s a gradual process about understanding god and universe using scientific logic.Look at Hindu Sankhya philosophy.Those who have written articles in your links have good knowledge of English and western world.Lots of people don’t like routine daily religious rituals and idol worshiping.

  How you are going to teach moral values to your children without stories and examples?

  http://en.wikipedia.org/wiki/Samkhya

 14. સોરી ભાઈ પોસ્ટ વાંચવા માં મોડી આવી પણ હું તો કહું છુ કે ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે છે. બસ જોવા માટે આંખ જોયે . અમુક વાર તમે એકદુમ મોટી મુશ્કલી માં મુકાય જાવ અને તમને કોઈ તે જ વખતે મદદ કરી દે તો એ પણ ભગવાન નું જ સ્વરૂપ છે. ભયાનક મુશ્કેલી માં કોઈ બચાવે તે પણ ભગવાન નું જ રૂપ છે. બસ આંખ જોયે. તુજ મેં રબ દિખતા હૈ તો રબ બધે જ દેખાય.

  1. આપના સોરીની સામે મોડો જવાબ આપવા બદલ હું પણ સોરી કહી દઉ. 🙂

   મુશ્કેલીમાં મદદ વખતે સામે આવતા દરેક રૂપને ભગવાન ગણવું કદાચ યોગ્ય રહેશે. પણ પેલા ચાર-બાર હાથ સાથે વિરાટ સ્વરૂપમાં વિશાળ મોંઘાદાટ મંદિરની અંદર બિરાજેલી મુર્તીને ભગવાન ગણીને આખુ જીવન તેના ભરોષે પડયા રહેવું મને કયારેય ઠીક નથી લાગ્યું…

 15. મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પૂજ્ય શ્રી મામૈઇ દેવે આગમવાણી કહ્યું છે એ વેદ અને અર્થ મૂકુ છું, વિચારવા જેવુ છે.
  ‘ નમણાં ખમણા બહોત ગુળા,
  જેજે મુખમેં મઠી વાણી,
  મનખ મજા જ દેવ થીએ તા નાય કોય દેવે જી ખાણી’

  અર્થઃ જે મનુષ્યમાં નર્મતાં, ખમીરપણુ અને જેના મુખમા મીઠી વાણી હોય આવા જ મનુષ્યમાં માથી દેવ બને છે, દેવોની કોઈ ખાણ નથી.
  જો જગત પર દેવ-ઇશ્વર ના હોય તો આપણા શરીરમાં જે શ્વાસ રુપી જીવ ચાલે છે ના ચાલે આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિકો તો મનુષ્યનો શરીર બનાવવા સફલ રહ્યા છે પરંતુ તેમા જીવ એટલે કે મનુષ્યનાં શરીરમાં શ્વાસોશ્વાસમા જીવ છે તેમા વૈજ્ઞાનિકો અસફલ રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ નામુકનિન છે જે ઇશ્વરની એ હાજરી છે એ સાબિતી છે.

 16. મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પૂજ્ય શ્રી મામૈઇ દેવે આગમવાણીમાં કહ્યું છે એ વેદ અને અર્થ મૂકુ છું, વિચારવા જેવુ છે.
  ‘ નમણાં ખમણા બહોત ગુળા,
  જેજે મુખમેં મઠી વાણી,
  મનખ મજા જ દેવ થીએ તા નાય કોય દેવે જી ખાણી’

  અર્થઃ જે મનુષ્યમાં નર્મતાં, ખમીરપણુ અને જેના મુખમા મીઠી વાણી હોય આવા જ મનુષ્યમાં માથી દેવ બને છે, દેવોની કોઈ ખાણ નથી.
  જો જગત પર દેવ-ઇશ્વર ના હોય તો આપણા શરીરમાં જે શ્વાસ રુપી જીવ ચાલે છે ના ચાલે આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિકો તો મનુષ્યનો શરીર બનાવવા સફલ રહ્યા છે પરંતુ તેમા જીવ એટલે કે મનુષ્યનાં શરીરમાં શ્વાસોશ્વાસમા જીવ છે તેમા વૈજ્ઞાનિકો અસફલ રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ નામુકનિન છે જે ઇશ્વરની એ હાજરી છે એ સાબિતી છે.

  1. રવિભાઇ, ચર્ચામાં આપનું સ્વાગત છે.

   કોઇ કહે એટલે માની લેવું એ કેમ જાણે મને કયારેય સમજાયુ નથી. હું તો સ્વઅનુભવથી, ભુલથી, શંસોધનથી અને તટસ્થતાથી શીખવા અને માનવા ટેવાયેલો છું એટલે આપના પુજ્ય ઇષ્ટદેવની દિવ્યવાણીનું મારી માટે કોઇ મુલ્ય નથી.

   બીજી વાત, વૈજ્ઞાનિકોનું અસફળ હોવું તે કોઇ ભગવાન હોવાની સાબિતી તો નથી જ. જે આજે નથી થયું તે ભવિષ્યમાં થઇ જશે… એક સમય હતો જયારે મનુષ્ય માટે પૃથ્વીની બહારની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી કે ત્યાં દુર દેખાતી દરેક વસ્તુઓ પણ ચમત્કાર જેવી હતી અને આજે તો પૃથ્વીથી હજારો પ્રકાસવર્ષ સુધીનો નજારો આપની આંખ સામે છે. શ્વાસોશ્વાસ એક કુદરતી પ્રક્રિયા છે જે પૃથ્વી ઉપરના દરેક જીવ માટે જરૂરી છે અને તે ઉત્ક્રાન્તિના સમય પ્રમાણે ચાલે છે.

   અને હા, એક ખાસ વાત નોંધી રાખવા જેવી છે કે યુગ કયારેય બદલાતા નથી. પુરાણોના સમયથી આધુનિકયુગ જ રહ્યો છે. બસ, સમય વહેતા એક નવો વધુ આધુનિક સમય આવે છે અને જુના સમયને લોકો પાછળ છોડતા જાય છે.

 17. તમારો બ્લોગ વાંચી ને અમજ થયું કે મારા મન ની વાત કહી દીધી
  એક એક શબ્દ સાચો છે,અને હું પણ કઈક આવુંજ ફીલ કરું છુ
  તમારા મુદ્દા ને લાગતો તો નહિ કહી સકાય પણ સ્પર્શતો મુદ્દો મેં મારા બ્લોગ મા પણ કીધેલો
  આ રહી લીંક
  http://wp.me/p265Ub-D

 18. મારા બ્લોગના બગીચામાં આપનુ સ્વાગત છે ”’બગિયાના માળી જી’.

  આપની એકદમ વાત સાચ્ચી છે આપને આ બધુ વિચિત્ર લાગે છે. પણ એ જ તો જીવનની લિલા છે.

  બચપણમાં આપંણને ચોકલેટો-બિસ્કિટો-કેક-ફુગ્ગા-ચકડોળ, અને બગીચામાં રમવાનુ ખુબ ગમતુ હતુ પરંતુ આજે આપનો બાબો એક-બે મહિનાનો થયો છે એટલે આપને આપના બાબા સાથે રમવાનુ ગમતુ હશે,

  એ પહેલા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમારી પત્ની જોડે રમવાનુ ગમતુ હતુ (હજુ પણ ગમતુ જ હશે અને ગમતુ રહે એવી પ્રાર્થના પણ માતા-પિતા-ભાઈ-બહેન-સગાઓ અકળામણા ના લાગે એનાથી ચોક્કસ સતેજ રહેજો).

  એટલે આપણા જીવનમાં અલગ અલગ પડાવે આપણો ગમો-અણગમો બદલાય છે, આપણા વિચારો અને સ્વભાવ પણ બદલાય છે, એટલે આપને વિનંતિ કરુ છુ કે આપનો અભિપ્રાય ભવિષ્યમાં સજ્જડ રીતે કાયમ રાખજો કેમ કે ઉપરવાળાની મોરપિંછ જેવી સુંવાળી લાકડીથી અનાડીઓ સુજ્ઞ બની જાય અને સુજ્ઞ જણાતા લોકો અનાડી બની જાય છે.

  તમારા મનમાં શું ચાલી રહ્યુ એ મને શું તમારા પત્ની, માતા-પિતા, મિત્રો, અથવા જે કોઈ તમારી જોડે વ્યવહાર કરે છે તેઓને ખબર નથી પડતી એવી જ રીતે તેઓની ગડમથલ પણ તમને ખબર નહિ પડે.

  પણ એવી અનેક અદશ્ય શક્તિઓ આપની અને સર્વ જીવીતોની ચારો તરફ ઘુમરાતી રહીને સર્વ જીવિતોને એની ઈચ્છા અનુસાર વળવાની કોશિશ કરતી રહેતી હોય છે એ આપને અને આપના બ્લોગ પર આવતા દરેક જ્ઞાનીઓને ખર પણ નહિ હોય. જેવી રીતે બાઈક પોતે પરચાલીત છે એવી આપણે પણ સ્વયંચાલીત નહિ પણ અલગ અલગ વિચારધારાઓ દ્વારા પરચાલીત છીએ.

  પણ ૪૨-૪૩ વરસની ઉંમ્મરે મને જ્યારે ખબર પડી કે ‘પરમાત્મા’ જે અદશ્ય છે એ સર્વના મનની ખબર રાખતો હોય છે અને એને સર્વ લોકો પ્યારા છે પણ અમુક લોકોને ચુમવાની ઈચ્છા રાખવા છતાંય એ ‘દયાળુ’ ચુમી નથી શકતો કેમ કે કોઈને ચુંબન કરવા માટે એની રજામંદી હોવી જોઈએને,

  એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…..

  દરેક મનુષ્ય ડગલે પગલે ઠેબા ખાતો હોય છે, ગરમ (જવાન) ખુનને એ ઠેબા સમજાતા નથી પણ એ જ ગરમ ખુબ પોતાના કાળજાના ટુકડાને એક નાકડી છિંકનો ઠેબુ લાગતા જ ફાળ પાડી ઉઠે ત્યારે સર્વોપરી ઉપરવાળો પરમાત્મા યાદ આવે છે.

  આઠ વરસ પહેલા અમારી ઓફિસમાં બે સુંદર યુવતીઓએ કુંવારી હતી ત્યાં સુધી મંદિરોમાં કે પુજાપાઠની ઘૃણા કરતી હતી પણ આજે લગ્ન પછી ચાર વરસના થાકી નાંખે એવા ઈંતજાર પછી સ્પેશ્યલ ટૅકનીકથી બન્નેને બાળકો છે જેને તંદુરસ્થ રાખવા માટે આજે મંદિરો અને ભજન-કિર્તનોમાં ટાંટીયા ઘસે છે.

  હુ આપને સિંમ્પલી કહુ છુ કે ‘અદશ્ય શક્તિઓ’ તમારી-મારી અને અન્યો ઉપર રાજ કરે છે.

 19. “ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે.” વ્હા ભાઈ ૧૦૦% સહમત તમારી વાત સાથે. 🙂

 20. ભાઈ દર્શિત,
  તમારો લેખ ગમ્યો. બહુ ઘણા વખત પછી આવ્યો છું એટલે ચર્ચા નથી કરતો, પણ તમારા વિચારો પરિપક્વ, ભાષા સશક્ત અને સૌજન્યપૂર્ણ તથા ધૈર્ય અનંત છે. લખતા રહો અને વિચારો ફેલાવતા રહો. મારી શુભેચ્છાઓ

 21. Darshitbhai,
  I liked your thoughts. On a vast subject like this, it is not just the thoughts. It is the courage to think fresh or effectively express the thoughts, that is most important. Specially so for a young man of your age. Please continue to think and write more such articles.

  Regarding the subject matter itself, you want to see PROOF of God.
  I want to see one agreed DEFINITION of God from your writers on this blog. If you do not have a clear concept of exactly what you are looking for, anything will be considered a good proof. So please tell me first what GOD exactly is. Does this make sense to the believers who wrote above?
  Thanks. —Subodh Shah —

 22. એ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.

  ‘એ શું છે’ એવું પુછયા પહેલા જ તત્કાલ ઉત્તર મળે છે, ‘ઈશ્વર’ એ જવાબ સાચો હોય અને ન પણ હોય. એની વાત નથી.

  અત્યારે વાત થાય છે ગુરુત્વાકર્ષણની. આગળ લખ્યું છે એ બધું જ એને લાગુ પડે છે. એની સતત અને સર્વત્ર મોજુદગી હોવા છતાં કોઈને એની ખબર નહોતી. આશરે ત્રણસો વરસ પહેલાં એક વૈજ્ઞાનીકે એ શોધ્યું અને એના નીયમો પણ ધડી કાઢયા.

  ગુરુત્વાકર્ષણ એક કુદરતી બળ છે. અતીશય શક્તીશાળી અને થોડાં મુળભુત બળોમાનું તે એક છે. જો થોડી ક્ષણો માટે પણ તે જતું રહે તો તરત બધાનો નાશ થઈ જાય.

  ગુરુત્વાકર્ષણનું અને ઈશ્વરનું વર્ણન આટલું મળતું આવે છે. તો બન્નેમાં ફરક શું છે ?

  રૅશનાલીસ્ટના મતે બન્નેમાં કંઈ ફરક નથી. એમના મતે ગુરુત્વાકર્ષણ એ ઈશ્વરનું જ એક રુપ છે. આવાં બધાં કુદરતી બળો અને તત્વોનો સરવાળો એ જ એમના મતે ઈશ્વર છ, જો ઈશ્વરમાં માનવું જ હોય તો…………for more on the subject visit:
  http://govindmaru.wordpress.com/category/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b0%e0%aa%9c%e0%ab%80%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%97%e0%aa%a1%e0%aa%be/page/2/

  જો
  ઈશ્વમાં માનવું જ હોય તો.

 23. પ્યારે,
  જય હો.

  જે છે તે ‘પરમ આનંદ.
  સર્વેશ્વર સકલ અસ્તિત્વમાં વ્યાપ્ત સર્વજ્ઞ દેવ ,એક સમજણના છાયા પડછાયા અને શક્તિરૂપે છે જ.
  તેના માયા લીલા દૃષ્ટ કે અદૃષ્ટ રીતે પ્રકટ છે જ. એક એહસાસ દ્વારા અનુભવી શકાય છે.પ્રકટ દૃશ્યમાન- ‘ જે છે તે ‘,સઘળું,કુદરતમાં ,અનેક પદાર્થો-તત્વોના ગુણ-સમૂહ રૂપે સદા ગતિમાન વર્તુળાકારે ફરતી શક્તિ-તંતુ-કણોથી પરસ્પર કોઈ ને કોઈ પ્રકારે જોડાયેલું-સંલગ્ન છે જ.ને,મૂળ વાત તો એ કે,બધ્ધુંજ નિશ્ચિતપણે ,ચોક્કસ પૂર્વ-નિયોજિત અને સ્વયંસંચાલિત છે.જરૂરી છે માત્ર એટલુંજ કે,આ સમગ્રની વ્યવસ્થા જાણ પૂર્વક,સાક્ષી-(ઓતપ્રોતતા)ના એક અંશ-ભાગ રૂપે માત્ર ‘હોવું’-જોવું ને માણવું.આમાં, તત્વત: કરવાપણું, એક અડગ દૃઢ ‘શ્રધ્ધા’તત્વરૂપે સ્વીકારભાવનો પુરુષાર્થ સાતત્યપૂર્ણ હોય તે જ છે.પુરુષાર્થના ક્રમિક ઉદભવ-ઉદગમ સ્વયં થતાં જ રહે છે.તેના પરિણામો સુ-નિયોજિત રીતે સમગ્રમાં પ્રકટ છે જ. અનુભૂતિ માત્ર સત્ય !ઈશદત શક્તિગતપ્રાણ-શક્તિરસ્યા શ્વાસોની આવન-જાવન, હૈયું,મસ્તક અને હાથ-પગ-અંગો ને સહારે અભિવ્યક્તિનું કોઈપણ સ્વરૂપે પ્રકટવું -પ્રદર્શિત થવું એ આ સમગ્ર વ્યવસ્થાતંત્ર ,જે ‘ઓટોમેટીક’ છે જ,તેમાંજ સમાહિત છે.એકત્વનો ભાવ એક માનવપ્રાણી એકમ તરીકે ‘સ્વતંત્ર ખરા પણ લોપ પામેલા છે’ તે હકીકત.મૂળ જ્ઞાન -જાણ, જે અનુભવમાં આવે ,તે જ સત્ય ,એક પળ કે ક્ષણ એકમ તરીકે જાણીએ-ઓળખીએ તે સત્ય હકીકત -પ્રમાણ.બાકી, સમજવા,સમજાવવા સીમા-બધ્ધ શબ્દો કે અન્ય માધ્યમોની મર્યાદા/સીમિતતા સ્વીકાર્યે જ છૂટકો.
  ‘મુક્તિ’-કે-‘મોક્ષ’ યા નિર્વાણ કહો,આ એક ક્ષણની સમજણમાં(‘હોવાપણા’) રૂપે જ છે.આ ક્ષણમાંજ છે.
  ” જે છે તે ”બાકી કલ્પિત ,એમાં મેળવવા -પામવા-પ્રાપ્ત કરવા જેવું કંઈ છે જ નહીં.
  આ સત્યાર્થ, યથાર્થ દશાને ઉપલબ્ધ રહેવુ.આ માન્યતામાં સંપૂર્ણ શ્રધ્ધાનું સાતત્ય એજ મહાપુરુષાર્થ.
  ” જે છે ‘કંઈક’ તે ”નકરું,રોકડું પરિશુદ્ધ તત્વ -“કઈંક ”
  ………………………………………………………………………………………………………………………….
  અંગત ડાયરીનો એક ભાગ.:-

  ‘જે છે તે’-(આ ક્ષણમાં )ની સાથે રહેવાય છે,મહાવરો કેળવાય છે.
  ‘ઓટોમેટીક’-સ્વયં-સંચાલિત કુદરતી વ્યવસ્થા ‘સત્ય’,’પરમ-તત્વ’
  (મૂલભાવ) યંત્રણાગત દ્વંદ્વભાવમાં જ રમી રહેવાની ઘટમાળ જે સહજ સ્વાભાવિક ક્રમને અંતર્ગત થયા-બન્યા કરે છે ,તેનાથી પર ને પાર રહી શકાય નહીં ,રહી શકાય તેમ નથી.
  ‘સ્વ’માં સમગ્ર રીતે સ્થિર રહી લય પામીએ મસ્ત-રત-લયલીન-તન્મય-‘લોસ્ટ’, હર ક્ષણ, રહીએ.ની પ્રાર્થના હંમેશાં કાયમ અંતરતમમાં રહ્યા કરે.એવી ઈચ્છા-ઝંખના ક્યાંક ભીતર રહે છે -એ પણ નિ:શેષ હોય’એવી દશાને ઉપલબ્ધ બની રહું .
  એવા ભાવ આ ક્ષણે હાંવી છે .
  જીવનમાં કશુંય ”અંતિમ” જેવું છે જ નહીં.આપણે અનાયાસ પળાઈ જતી
  કાયમી સ્થિતિ ‘ક્ષર'[વધ-ઘટને આધીન ]હોવાની દ્વંદ્વ ગત વ્યવસ્થાના શિકાર જ છે!
  એકમાત્ર પરમસત્તાધારી પરમ-કૃપાળુ ,એકજ મહત-કેન્દ્રી સર્વ-શક્તિમાન
  ‘સ્વ’તંત્ર “મૂળ-તત્વ સૂર્ય પુરુષની પરમ શક્તિ જે માત્ર આનંદ-શાંતિ રૂપ છે.પણ તે પ્રવાહી-[તરલ રહેવાની ગતિમાનતાગ્રસ્ત(ચલિતભાવી)]રહેજ છે.
  સ્થિર રહી શકે નહીં ,રણઝણ,સ્પંદન,હલ-ચલ,તરંગ,આંદોલનો ને વશ જ છે. એજ જીવન-ધબક છે,અસ્તિત્વ છે.માત્ર ‘જીવંતતા’-‘હોવું'( છે) નામનું પરિશુદ્ધ તત્વ -મૂળ રહસ્ય છે.તેમાં, ક્યારે-કેવી રીતે અસ્ત થઇ,લય પામશો,એની સમજ જ્યારે પડશે ત્યારે જ ,એ જ ક્ષણે ‘મોક્ષ-મુક્તિ-નિર્વાણ નામની સહી સ્થિતિને ઉપલબ્ધ થશો! ‘જે હોય તે હોય’,એમાં કંઈ થવા,કરવાનું હોય જ નહિ,શક્ય જ નથી,પુરુષાર્થ-કર્મ પણ સ્વયંભૂ રીતે જાગે/ઉઠે/હોય,જયારે ઉદય હોય….. હા આપણે ભ્રમ સેવીએ કે,-‘ આ હું કરું છું,મારાથી થાય છે ‘ એ પણ હોય,સમગ્રની પ્રક્રિયાના એક ભાગ રૂપેસ્તો એ પણ હોય.એ એક હકીકત.

  ‘ગુરુતા'(ગુરુ=મોટા હોવું’)એ સહજ છે,કશાકની સરખામણીએ તમે મોટા હોવાનાજ ,છો જ.અને એને કોઈ સીમા નથી,ગુરુથી પણ કોઈ મોટો છે જ.
  માત્ર ભીતરના મહાગુરૂ તત્વ ની ઓળખ-સમજણની કાલ-લબ્ધિની ક્ષણ નો સંયોગ છે ત્યારે છે જ.સર્વજ્ઞદેવને તેની જાણ છે જ ,તેને પ્રકટવું છે જ.
  સાપેક્ષતા સર્વ-વ્યાપ્ત છે જ.એમાં ઠીક અ-ઠીક જેવું ય કંઈ નથી.આ હર ક્ષણ નું ઠોસ-નક્કર સત્ય છે.મુલત:,સંપૂર્ણતયા દ્વન્દ્વગત સ્વયં-સંચાલિત યન્ત્રણાને વશ એક અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાણુનાય એક અંશ-ભાગ રૂપ જ છીએ અને એ પોતે જ એક વિકલ્પ માત્ર છે.મહદ પરમ-શક્તિ-સત્તા અતિ પરિશુદ્ધ તત્વ પણ સ્વ-પ્રાક્ટ્યને(=અભિવ્યક્ત થવાની ઈચ્છાને) વશ છે,જેને કારણે આ બધું છે,(સમગ્ર જગત-સંસાર પેદા થયું છે,દેખાય-જણાય છે,)સદા ચલિતભાવી (=રમમાણ)શક્તિના અનેક ગુણ-સમૂહની અસરો-પરિણામોથી પર નથી જ .
  ‘ એવરવાઇબ્રેટિંગ ‘ (રણઝણ,હલચલ થી છલોછલ ભરપૂર છે.), વશ મૂળ તત્ત્વ છે,કારણકે,જીવંતતા/અસ્તિત્વ ‘છે’ અને ” છે” જ માત્ર.
  ​​
  સમજવા ખાતર ,એટલુંજ કે, કૈંક સીમિત અર્થમાં,તપાસીએ તો, એક કોઈ કહેવાતા-મનાતા મહા વિસ્ફોટ(બીગ-બેંગ)ના પરિણામ રૂપ ,’સૂર્ય-પુરુષ’ ઉદગમ-સ્રોત ,મૂળ બીજનાં અન્ય વિજાતીય પદાર્થ સાથે સંયોગ પછી ,’કાલ-પુરુષ’ ને નામે ઓળખાતા શક્તિના ચલિત ભાવી સ્વભાવ ને વશ અસર-પરિણામ રૂપ જ ,તેનીજ સર-રીયલ સતત લંબાતી ક્ષણ પરંપરા ની દોરી પર છે.કથનની રીતે,સદા હાજર શક્તિ-તત્વ,નિમિત્ત-કેટેલીસ્ટ'(=ઉદ્વીપક)ની હાજરીને કારણે જ છે.જે સમવાયોના સમાગમ-સહવાસ-સંભોગના ફરજંદ, તરીકે યોગ-સંજોગ સ્થિતિ-પરિસ્થિતિ,બનાવ, [હેપનિંગ],ઘટના[ઇવેન્ટ] રૂપે દેખાય છે.આપણે એક આવી કોઈક પ્રક્રિયાના એક અતિ નાનકડા ભાગ જ છીએ.
  કહેવા,સમજવા,સમજાવવા આમ શબ્દો જરૂરી બને છે.
  ​​’ધી ચેન્જ ઈઝ પર્મેનન્ટ ‘ ‘[=પરિવર્તન શીલતા કાયમી છે ].
  તો,એ રુએ નિજી સમજણ પ્રમાણે ,નામ-રૂપ જૂજવાં છે જ.એટલે જણ જણ ને ક્ષણ-ક્ષણનું સત્ય [જેને પર્યાય]કહેવાય છે,જુદા હોવાના જ.કેમ ન હોઈ શકે ?
  જીવનને સમગ્ર “મેક્રો એન્ગલ”થી,બર્ડ’ઝ આઈ વ્યૂથી જોવાય તો ,આ એક નાની સમજણ -વ્યવસ્થા છે.જેમાં સર્વ ગ્રાહીદૃષ્ટિએ જોનાર પણ એક-લય ,
  સમાહિત છે જ.’માનવી’ વગર ‘ઈશ-તત્વ’ કઈ રીતે સંભવી શકે ?
  તો, ‘જે જેમ છે, તેમ છે.’મૌન એકાંતની આ એકત્વની ક્ષણ છે. ને, એને માટે કંઈ જ કરવાનું નથી, કંઈ થઇ શકે જ નહીં ,શક્ય જ નથી.
  બધ્ધું જ સ્વયં થાયજ છે,થતું રહે જ છે, …જીવન માત્ર એક પ્રલંબ ” પ્રતીક્ષા ” જ.પૂર્વ-શરત ,-”ધીરજ “.ક્ષણમાં રહીએ.ભીતર વિરોધાભાસને સ્થાન નહીં.
  બસ, આ આટલું સમજાય તો ,એ જ આપણી નિયતિ છે.
  અંતત: મૌન એકાંતની આ એકત્વના એહસાસની ક્ષણ છે.
  “ડુ નથીંગ” =રામ રાખે તેમ રહીએ.યા થાય તે બસ જોયા કરીએ,

  એજ આપણો વર્તમાનમાં રહેવાનો સતત ક્રમ જાળવીએ.
  -La’Kant / 13-2-’14

તમે પણ કંઇક કહો ને...