હે ભગવાન….

– આ અગાઉ ઇશ્વર/પરમેશ્વર વિષયે એક પોસ્ટ લખવાની દુષ્ટતા કરીને ઘણાં મિત્રોને નારાજ કર્યા હતા અને કેટલાકને કાયમી ખોઈ પણ દીધા છે. તેમ છતાં આજે ફરી તે વિષયે લખવાનું ‘રિસ્ક‘ લઇ રહ્યો છું.

– હું કોઈ ધર્મ-દેવ-દેવી-ભગવાન-પરમેશ્વર-અલ્લાહ-ઇસુનો વિરોધી નથી. (એમપણ એવું કોઈ હોવાનું હું સ્વીકારતો નથી અને મારી નજરે જેનું અસ્તિત્વ જ ન હોય તેના વિરોધનો કોઇ મતલબ પણ નથી.)

– પરંતુ મહાન ધર્મ કે ઇશ્વર-અલ્લાહના નામે ચાલતા અતિરેક ભર્યા ખયાલો અને જીવન વિશેની જડ માન્યતાઓ પ્રત્યે મને સખત વાંધો છે. (જો કે આમ તો આ મારી અંગત સમસ્યા છે.)

– આ પોસ્ટની બધી વાતો કોઇપણ પુર્વવિચારણા વગર લખાયેલી અસ્તવ્યસ્ત છે; એટલે આપને વાચવામાં-સમજવામાં મુશ્કેલ લાગી શકે છે. આમ તો બધું એક પ્રતિભાવના ઉત્તર અને એક પોસ્ટના ભાગ રૂપે લખાયેલું છે એટલે જે કોઇ આગળની વાત જાણવા ઇચ્છે તેઓ આ કડી દ્વારા તે પોસ્ટ અને તેની નીચેની કૉમેન્ટ્સ જોઇ શકે છે : marobagicho.com/he-bhagwan/

– પહેલાં તો જે સંદર્ભમાં આ બધી ચિતરામણ કરી છે તે સજ્જનની કૉમેન્ટને પણ જોઇ લઇએ. તેના પછી પ્રતિભાવને સંદર્ભે મારી વાત છે;

[મુળ કોમેન્ટ જોવા આ તારીખ પર જાઓ – September 27, 2012]

rajeshpadaya says:

મારા બ્લોગના બગીચામાં આપનુ સ્વાગત છે ”’બગિયાના માળી જી’.

આપની એકદમ વાત સાચ્ચી છે આપને આ બધુ વિચિત્ર લાગે છે. પણ એ જ તો જીવનની લિલા છે.

બચપણમાં આપંણને ચોકલેટો-બિસ્કિટો-કેક-ફુગ્ગા-ચકડોળ, અને બગીચામાં રમવાનુ ખુબ ગમતુ હતુ પરંતુ આજે આપનો બાબો એક-બે મહિનાનો થયો છે એટલે આપને આપના બાબા સાથે રમવાનુ ગમતુ હશે,

એ પહેલા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તમારી પત્ની જોડે રમવાનુ ગમતુ હતુ (હજુ પણ ગમતુ જ હશે અને ગમતુ રહે એવી પ્રાર્થના પણ માતા-પિતા-ભાઈ-બહેન-સગાઓ અકળામણા ના લાગે એનાથી ચોક્કસ સતેજ રહેજો).

એટલે આપણા જીવનમાં અલગ અલગ પડાવે આપણો ગમો-અણગમો બદલાય છે, આપણા વિચારો અને સ્વભાવ પણ બદલાય છે, એટલે આપને વિનંતિ કરુ છુ કે આપનો અભિપ્રાય ભવિષ્યમાં સજ્જડ રીતે કાયમ રાખજો કેમ કે ઉપરવાળાની મોરપિંછ જેવી સુંવાળી લાકડીથી અનાડીઓ સુજ્ઞ બની જાય અને સુજ્ઞ જણાતા લોકો અનાડી બની જાય છે.

તમારા મનમાં શું ચાલી રહ્યુ એ મને શું તમારા પત્ની, માતા-પિતા, મિત્રો, અથવા જે કોઈ તમારી જોડે વ્યવહાર કરે છે તેઓને ખબર નથી પડતી એવી જ રીતે તેઓની ગડમથલ પણ તમને ખબર નહિ પડે.

પણ એવી અનેક અદશ્ય શક્તિઓ આપની અને સર્વ જીવીતોની ચારો તરફ ઘુમરાતી રહીને સર્વ જીવિતોને એની ઈચ્છા અનુસાર વળવાની કોશિશ કરતી રહેતી હોય છે એ આપને અને આપના બ્લોગ પર આવતા દરેક જ્ઞાનીઓને ખર પણ નહિ હોય. જેવી રીતે બાઈક પોતે પરચાલીત છે એવી આપણે પણ સ્વયંચાલીત નહિ પણ અલગ અલગ વિચારધારાઓ દ્વારા પરચાલીત છીએ.

પણ ૪૨-૪૩ વરસની ઉંમ્મરે મને જ્યારે ખબર પડી કે ‘પરમાત્મા’ જે અદશ્ય છે એ સર્વના મનની ખબર રાખતો હોય છે અને એને સર્વ લોકો પ્યારા છે પણ અમુક લોકોને ચુમવાની ઈચ્છા રાખવા છતાંય એ ‘દયાળુ’ ચુમી નથી શકતો કેમ કે કોઈને ચુંબન કરવા માટે એની રજામંદી હોવી જોઈએને,

એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…..

દરેક મનુષ્ય ડગલે પગલે ઠેબા ખાતો હોય છે, ગરમ (જવાન) ખુનને એ ઠેબા સમજાતા નથી પણ એ જ ગરમ ખુબ પોતાના કાળજાના ટુકડાને એક નાકડી છિંકનો ઠેબુ લાગતા જ ફાળ પાડી ઉઠે ત્યારે સર્વોપરી ઉપરવાળો પરમાત્મા યાદ આવે છે.

આઠ વરસ પહેલા અમારી ઓફિસમાં બે સુંદર યુવતીઓએ કુંવારી હતી ત્યાં સુધી મંદિરોમાં કે પુજાપાઠની ઘૃણા કરતી હતી પણ આજે લગ્ન પછી ચાર વરસના થાકી નાંખે એવા ઈંતજાર પછી સ્પેશ્યલ ટૅકનીકથી બન્નેને બાળકો છે જેને તંદુરસ્થ રાખવા માટે આજે મંદિરો અને ભજન-કિર્તનોમાં ટાંટીયા ઘસે છે.

હુ આપને સિંમ્પલી કહુ છુ કે ‘અદશ્ય શક્તિઓ’ તમારી-મારી અને અન્યો ઉપર રાજ કરે છે.”

rajeshpadaya

# ઉપરની કૉમેન્ટના પ્રતિભાવમાં મારી વાત;

– મને બધું એટલે વિચિત્ર લાગે છે કેમ કે તેની પાછળ રહેલા કડવા સત્ય અને છીછરી કહાનીઓ મને ઘણાં સમજાઇ ચુકયા છે અને તેને સમજવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે.

– અભિપ્રાય અને મનોદશા અનુભવો પ્રમાણે અને જીવનના દરેક તબક્કામાં બદલાતા રહે છે એટલે દરેક ઉંમરે દરેક વ્યક્તિના શોખ, રસ-રૂચી, જરૂરિયાત કે પ્રાથમિકતા અલગ-અલગ રહેવાની જ. આ શોખ કે પ્રાથમિકતા ઉપર કોઇનો કાબુ હોતો નથી. જેમ બાળક માટે ખોરાક એક પ્રાથમિક જરૂરિયાત છે તેમ પુખ્ત વ્યક્તિ માટે પૈસો કે કુટુંબની સલામતી પ્રાથમિક જરૂરિયાત હોઇ શકે. આતંકવાદી જયારે ધર્માંધ હોય ત્યારે તેને માટે માત્ર દુશ્મનનો વિનાશ જ પ્રાથમિકતા હોઇ શકે છે!!

– હું જે વિચારું છું તેની ઉપર ત્યાં સુધી કાયમ રહીશ જ્યાં સુધી મને તેની વિરુધ્ધ કોઇ નવું સત્ય ન મળે પણ તેનો અર્થ એ નથી કે હું કોઇ દુઃખભરી અવસ્થા આવતા ભગવાનના પગે પડી જઇશ. (એટલો કમજોર હું તો નથી જ.)

– કોઇના મનને જાણવું કયારેય સંભવ નથી. હા, તે અંગે અંદાજ લગાવી શકાય. બાઇક એટલે પરચાલિત છે કેમ કે તેનું પોતાનું અસ્તિત્વ કોઇની મરજીને આધારિત છે. બાઇકની પોતાની કોઇ વિચાર કે તર્કશક્તિ હોતી નથી અને અહી મુળ વાત તો એ છે કે, એક નિર્જીવ બાઇક સાથે સજીવ માણસની તુલના કરવી કોઇ પણ રીતે યોગ્ય નથી. માણસ પેટ્રોલથી ચાલતી કે મશીનોથી બનેલી કોઇ સૉલિડ ચીજ નથી કે જેને કોઇ તેલ પુરાવીને ચાલુ કરશે તો જ ચાલશે. માણસ એક બહુકોષિય સજીવ છે. તેની પાસે રહેલી વિચારવાની અને તેને અનુરૂપ કાર્ય કરવાની શક્તિ ઉત્ક્રાંતિની બલિહારી છે અને તે સંપુર્ણરીતે કુદરતી છે. તે કોઇને આધારિત નથી કે કોઇની દેન પણ નથી.

– તમે કહો છે કે,

“એવી રીતે જેને પરમ શક્તિની જરુર નથી હોતી એને એ દયાલુ પરમેશ્વર જ્યાં સુધી એ વ્યક્તિ ઠેબા ખાઈ ને એની પાસે આવતો નથી ત્યાં સુધી ‘પરમ ઈશ્વર’ એને ચુમતો નથી…”

~ આનો અર્થ એ થાય છે કે પરમેશ્વર એક એવો ક્રુર વ્યક્તિ છે જે પોતાની મહાનતા સાબિત કરવા માટે પહેલા લોકોને ત્રાસ આપે છે અને પછી તે લોકો ત્રાસીને તેની પાસે આવે એવી ઇચ્છા રાખે છે. અહીયા તો પરમેશ્વરની આગળ ‘દયાળું’ લખવાનો કોઇ મતલબ જ નથી રહેતો સાહેબ. દયાળું તો ત્યારે કહેવાય જે વ્યક્તિને ઠેબા ખાતા પહેલા જ ચુમી લે. પીડા આપ્યા પછી શરણે આવેલાને દયા કરવી એ તો શેતાનનું કામ કહેવાય.

– ભુતકાળમાં ઘણાં ઘમંડી રાજાઓએ પોતાના ધર્મ/રાજ્યના પ્રચાર માટે આવી રીતરસમો અપનાવેલી જ છે. જેઓ શરણે નથી આવ્યા તેવા લાખોને પીડાઓ આપીને કમોતે મારી નાખવામાં આવ્યા છે અને જે વ્યક્તિ ત્રાસીને જે તે રાજાના શરણે ગયા છે તેવા લોકોને આ ક્રુર રાજાઓએ જીવનદાન આપ્યાના કિસ્સા ઇતિહાસમાં પણ ઠેર-ઠેર જોવા મળશે. તો શું તે ક્રુર રાજાઓને હવેથી દયાળું કહીશું?


# આપણે એક નાનકડું ઉદાહરણ લઇએ;

જંગલમાં એક વાઘ હરણનો શિકાર કરે છે અને તેને નિર્દયતાથી ફાડીને ખાઇ જાય છે.

હવે જો આપ આ ઘટનાને પરમેશ્વરથી સંચાલિત હોવાનું કહેતા હોવ, તો મને કેટલાક પ્રશ્નોના જવાબ આપો;

  • શું અહી પરશ્વરે હરણ સાથે ક્રુરતા ન કરી કહેવાય?
  • દયાળું હોત તો તે હરણનો શિકાર થવા દે?
  • કે પછી પરશ્વરમાં એટલી તાકાત નથી કે તે વાઘના હુમલાથી હરણને બચાવી શકે?
  • અને એમ જ હોય તો પરમેશ્વરને સર્વશક્તિમાન કેમ કહી શકાય?
  • જો હરણ પરમેશ્વર સંચાલિત હોય તો પરમેશ્વરે તેને પહેલા જ ભાગી જવાની અક્કલ કેમ ન આપી?
  • તેનો મતલબ પરમેશ્વર પણ ઇચ્છતા હતા કે હરણનો શિકાર થઇ જાય?
  • જો હરણનો શિકાર જ કરાવવો હતો તો પછી તેને જન્મ જ કેમ આપ્યો?
  • માત્ર કોઇનો શિકાર બનવા માટે? પીડા ભોગવવા માટે?
  • અને જો તે માટે જ જન્મ આપ્યો હોય તો પરમેશ્વરની નિયતને કેવી આંકી શકાય?
  • શું પરમેશ્વરને તે સમયે હરણ કરતા વાઘના ખોરાકની વધારે ચિંતા હતી?
  • એટલે કે પરમેશ્વરે તેના જ બનાવેલા બે પ્રાણીઓ પ્રત્યે ભેદભાવ ભરી નિતી અનુસરે છે?
  • શું તેમને હરણ વ્હાલા નથી? કે વાઘ વધુ વહાલો છે?
  • અને વાઘને એવો કેમ બનાવ્યો કે તેણે ખોરાક માટે નિર્દોષ જાનવરને મારવા પડે?
  • શું પરમેશ્વર જંગલના પ્રાણીઓને અંદરોઅંદર લડાવી-મરાવીને ખુશ થાય છે?
  • તેમને આવી ઘટનાથી કોઇ દુઃખ નથી થતું? આ આખી ઘટના પાછળ તેમનો મુળ આશય શું હોઇ શકે?

એક નાનકડી ઘટનાને પરમેશ્વરની આધીનતાની નજરે જોવાથી મારા મનમાં આવા કેટલાયે સવાલો ઉઠે છે.

# આ સિવાય મને સતાવતા અન્ય સવાલોનો એક નાનકડો ભાગ;

– જો બધું પરમેશ્વરની મરજી પ્રમાણે થાય છે તો આખા દેશમાં પોલિસની કે કાયદાઓ શું જરૂર છે? બધું જ પરમેશ્વરની ઇચ્છા મુજબ થતું હોય તો આ દુનિયામાં દરેક દેશને સુરક્ષા માટે લશ્કરની જરૂર કેમ પડે છે? શું તે દરેકને પરમેશ્વરની તાકાત ઉપર ભરોષો નથી?

– પડોશી પાકિસ્તાન ભારતના દરેક શહેરોને ખતમ કરી નાખે તો તેમાં પણ પરમેશ્વરની મરજી જ હોઇ શકે ને? અને જો તેમાં પરમેશ્વરની મરજી હોય તો પછી તે દરેક હુમલાઓમાં માર્યા ગયેલા લાખો લોકોની મોત પણ પરમેશ્વરની મરજી જ ગણાશે કે પછી પાછલા જન્મના કર્મોના ફળ નામનું કોઇ બહાનું સામે ધરશો?

– જો કર્મનો સિધ્ધાંત એટલો મજબુત છે તો મને સમજાવો કે, શું પરમેશ્વરની ન્યાય સિસ્ટમ આપણી ન્યાયપાલિકા જેટલી જ બેકાર છે કે એક વ્યક્તિએ આગળના જન્મમાં કરેલા પાપની સજા છેક બીજા જન્મમાં આપવામાં આવે? સર્વશક્તિમાન પરમેશ્વર કોઇ દુષ્ટને દંડ દેવામાં આટલો સમય કેમ લે છે?

– કોઇ વ્યક્તિ આ રીતે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી કોઇ દંડની સજા ભોગવી રહી છે તો તેને એ ખ્યાલ પણ નથી હોતો કે તે કયા જન્મ કે કર્મની સજા ભોગવી રહ્યો છે તો પછી આવી સજા આપવામાં પરમેશ્વરનો હેતુ શું હોઇ શકે? જે વ્યક્તિને તેના ગુનાની જ ખબર જ ન હોય તો તેણે આવતા જન્મમાં શું સુધારવું એ કેમ ખબર પડશે? કે પછીપરમેશ્વર તેની મરજી મુજબ ગમે તેમ ચલાવી શકે એટલે બધુ ભુલાવી દે છે?

– તમે માનો છો કે આ દુનિયામાં દરેક વ્યક્તિની ઇચ્છા અને કર્મ પાછળ પરમેશ્વરની જ ઇચ્છા હોય છે. કોઇપણ વ્યક્તિ પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ એક પાંદડુંયે હલાવી શકે એમ નથી એ પણ આપ સ્વીકારો છો ને? મતલબ કે આ દુનિયામાં પરમેશ્વર જ્યારે કોઇ દુષ્ટને સજા આપે છે તો તેની દુષ્ટતામાં તેમની ઇચ્છા પણ સમાયેલી હોવી જોઇએ ને? કેમ કે પરમેશ્વરની ઇચ્છા વિરુધ્ધ દુષ્ટતા થવી શક્ય જ નથી. તો શું તે દુષ્ટતા માટે પરમેશ્વર પોતાને સજા કરશે? કે પછી પરમેશ્વર પાસે પોતાની માટે કોઇ સજા નથી? કે પછી પરમેશ્વર બધાનો માલિક છે એટલે તે જે કંઇ પણ કરે તેને ‘લીલા’ કહીને ચલાવી લેવાનું? શું આપણે બધા પરમેશ્વરના મનોરંજન માટે છીએ? શું પરમેશ્વર પોતાના મનોરંજન માટે આપણને લડાવે-ઝગડાવે-મરાવે છે?

– જો આપણી લડાઇ-ઝગડા-પ્રેમ કે બીજા દરેક કાર્યો ઈશ્વરની જ દેન હોય તો ડાહ્યી-મીઠી વાતો કરતા આપણાં સાધુ-સંતો-પયગંબર-બાબાઓ-પાદરીઓ શું જરૂર છે? જો તેમની વાતો સાંભળવાથી કે અનુસરવાથી કોઇ ફર્ક ન પડવાનો હોય અને ઈશ્વર-અલ્લાહની ઇચ્છા મુજબ જ બધું થવાનું હોય તો ચર્ચ-મંદિર-મસ્જીદની પણ શું જરૂર છે? તો શું હવે તમે તેને તોડી નાખવામાં સંમત થશો? ધાર્મિક પુસ્તકોને સળગાવી દેવા રાજી થશો?

– અદાલત-કાયદા દ્વારા સમાજમાં રહેલા ગુનેગારોને સજા આપવામાં આવે છે; તો શું તમે તેને યોગ્ય નથી ગણતા? જો તમને આ યોગ્ય લાગે છે તો તમને અહી એવું કેમ નથી લાગતું કે સજા કરવી એ તો પરમેશ્વરનું કાર્ય છે. પરમેશ્વરની આ સત્તામાં અદાલતો દ્વારા વિક્ષેપ કરવામાં આવે છે છતાંય તમે તેને કેમ ચલાવી લો છો? શું તમે હવે એમ કહેશો કે કોર્ટનો નિર્ણય એ પરમેશ્વરની મરજીને આધારિત છે? અને જો એમ જ હોય તો ન્યાયપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે તેમાં પણ પરમેશ્વરની મરજી હોવી જોઇએ? હજારોને મારનાર ગુનેગારને કોર્ટ નિર્દોષ છોડી દે છે તેમાં પણ પરમેશ્વરની મરજી ગણશો? કે પછી તે ગુનેગારને અત્યારે દંડ આપવામાં પરમેશ્વરનો મુડ નથી તેમ સમજવું? શું તે ગુનેગારને નવા જનમમાં દંડ આપવા આવશે કે પરમેશ્વર તેના કોઇ જુના પુણ્યોના કારણે છોડી દેશે?

– પરમેશ્વર મારી-તમારી ઉપર રાજ કરે છે તેનો મતલબ આપણે બધા તેમના ગુલામો ગણાઇએ? શું પરમેશ્વરને આવી ગુલામી પ્રથા પસંદ છે? ભારત ઉપરાંત વિશ્વમાં ઘણાં દેશોમાં કાયદા દ્રારા ગુલામીપ્રથા નાબુદ કરવામાં આવી છે, તો શું તે કાયદા અનુસાર દરેકને ગુલામ ગણનાર પરમેશ્વરને દોષી માની શકાય? તેમની ઉપર કોર્ટ-કેસ કરી શકાય? અને સર્વશક્તિમાન પરમેશ્વર પોતાના જ ગુલામો દ્વારા બનાવેલા કાયદાને કેમ સહન કરી લે છે? શું આવા નિયમો બનાવનાર દેશ કે વ્યક્તિઓને પરમેશ્વર જાતે દંડ આપવા આવશે?

– તમે ચાહે કંઇ પણ કરો આખરે તો પરમેશ્વરની મરજી પ્રમાણે જ થવાનુ છે તો નોકરી-ધંધો કરવાની શું જરૂર છે? બાળકોને ભણવાના નામે આટલો બધો માનસિક ત્રાસ આપવાની શું જરૂર છે? કે પછી પરમેશ્વર જ ઇચ્છે છે કે દરેક માણસો ત્રાસમાંથી પસાર થાય અને દરેકને દુઃખ પડે એવી તેમની ઇચ્છા છે? કે પછી દરેક લોકોને દુઃખમાં રાખીને પોતાની મહાનતા સાબિત કરવું તેમને ગમે છે? શું પરમેશ્વર સ્વાર્થી છે? તેમને બધા પુજે એવું પરમેશ્વર પોતે જ ઇચ્છે છે?

– શું પોતાને પુજવાની વિધી, શ્લોક કે કલમા-આયાતો પરમેશ્વરે જાતે બનાવ્યા છે? કે પછી પરમેશ્વરને પુજવાની વિધિ કે પ્રાર્થના લખનારા પરમેશ્વરના એજન્ટ હતા? પરમેશ્વરને પ્રાર્થના ન કરો તો શું તે સાંભળતા નથી? શું ખાસ પ્રકારની પુજા ન કરીએ તો પરમેશ્વરને નથી ગમતુ? શું પરમેશ્વરને પુજવા માટે જે-તે જગ્યાએ જવું જરૂરી છે? શું પરમેશ્વરને સંડાસ-બાથરૂમમાં ન રાખી શકાય? શું પરમેશ્વર ગંદા થઇ જાય છે? શું પરમેશ્વર સાથે આવું વર્તન કરીએ તો તેમને ખોટું લાગે છે? જો પરમેશ્વર દયાળુ-માયાળું હોય અને બધાને માફ કરી દેતા હોય તો તેમને ગાળો આપનાર કે તેમની સાથે ગેરવર્તન કરનારને પણ માફ કરતા જ હશે ને? તો પછી તેઓ સજા કોને કરે છે? સજા કરતી વખતે તેઓ દયાળુ નથી હોતા?

– જો પરમેશ્વર માંગ્યા વગર આપી દે છે અને ભાવનો ભુખ્યો છે તો પુજા-પાટ કેમ કરવા પડે છે? ભગવાનના નામે ગુંડાઓને દાન આપવાનો કોઇ મતલબ ખરો? પરમેશ્વરને માનનારાઓમાં સૌથી મોટો વર્ગ ‘ચીટર’લોકોનો છે તો પરમેશ્વરને નથી લાગતુ કે તેમણે આત્મખોજ કરવી જોઇએ અને તેમની નીતિ બદલવી જોઇએ? કે પછી તે પરમેશ્વર છે એટલે તેમને સલાહ ન આપી શકાય; નહી તો તેમને વળી ખોટુ લાગી જશે. ગુલામોને સલાહ આપવાનો હક તો ન જ હોય એમ માનીને તે જે કરે એ બધું જ સ્વીકારી લેવાનું?

– તમારા ઘરમાં દરવાજા-લોકર કેમ રાખો છો? તમે ઘરની બહાર જતી વખતે ઘરને તાળુ કેમ લગાવો છો? તમે પરમેશ્વરમાં આટલી બધી આસ્થા ધરાવો છો અને લગભગ દરેક હવન-કર્મકાંડ-હજ-યાત્રા કરો છો તો તેના બદલામાં પરમેશ્વર તમારા ઘરની રક્ષા તો કરી શકે છે ને? અને બધુ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે અને નસીબ મુજબ થતું હોય છે તો તમે તેમની ઉપર કેમ ભરોસો રાખતા નથી? તેનો મતલબ તમારી શ્રધ્ધામાં ખોટ છે. શું તમને પરમેશ્વર પર શંકા છે? શું તમે તમારા પૈસા કે પરિવાર માટે પરમેશ્વરના ભરોસે રહેવાનુ પસંદ નહી કરો?

– હું અહી પરમેશ્વર વિશે આવુ બધું લખું છું તો તમે મારો વિરોધ કેમ કરો છો? મારું આ કાર્ય પણ પરમેશ્વરની મરજીથી જ થતું હોવું જોઇએ ને? શું તમે પરમેશ્વરની આ મરજીને સ્વીકારશો નહી? બની શકે કે પરમેશ્વર પોતે જ મારા દ્વારા તેમની બદનામી થાય એવું ઇચ્છતા હોય!! અને જો હું પરમેશ્વરની ઈચ્છાને ન માનતો હોઉ તો તે પોતે મને આવીને દંડ આપશે એવો તમને વિશ્વાસ છે ને? તો પછી મારી આવી વાતોથી આપને ગુસ્સો કેમ આવે છે? પરમેશ્વરને પોતે દંડ દેવા દો, તેમના કાર્યમાં તમે કેમ ખલેલ કરો છો?

ઉપરના દરેક સવાલમાં ‘પરમેશ્વર’ની જગ્યાએ તમે ઇશ્વર, અલ્લાહ, ઇસુ, ભગવાન, માતાજી, દેવી, પીર, સાધુ, સંત કે એવી કોઇ પણ પુજનીય વ્યક્તિને મુકી શકો છો જેમના દ્વારા આ જગત કે તેના દરેક પ્રાણીઓના સંચાલન-કર્તા હોવાનો દાવો કરાય છે.

# હું કયારેક આવી કોઇ સર્વશક્તિમાન વ્યક્તિ કે પરમેશ્વર-ભગવાનને સ્વીકારી નહી શકું તેના કારણોમાં ઉપરના સવાલો છે, જે મે અનુભવેલા થોડા-ઘણાં અનુભવો પછી પરમેશ્વર અંગે મારી અંદરથી ઉદભવેતા સવાલોનો માત્ર એક નાનકડો અંશ છે.


# શરુઆતમાં જેઓનો પ્રતિભાવ જણાવ્યો છે તે સજ્જન શ્રી રાજેશભાઇ પડાયા તેમના બ્લૉગમાં લખે છે કે;

“૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે.”

# શ્રી રાજેશભાઇની આ વાત પર પણ મને એવા પ્રશ્નો થાય છે કે;

  • શું હવે બીજા દેવોમાં કોઇ પાવર નથી રહ્યો? માત્ર પ્રભુ યીશુ જ બધુ છે? મતલબ કે હનુમાનજી, શંકર, રામ, કૃષ્ણ, અલ્લાહ, પયગંબરને પુજનારાને કોઇ ફાયદો થાય એમ નથી?
  • શું યીશુ એટલા પાવરફુલ છે કે તેમની સામે કોઇનું કંઇ ચાલે એમ નથી?
  • શું પોતાના દેવને મહાન બતાવવા બીજા બધાને નાનકડા જતાવવા એવું યીશુ શીખવે છે?
  • શું યીશુ એ જાતે આવીને કહ્યું છે કે બીજા બધા ભગવાનો તેમના કરતા તુચ્છ છે?
  • શું કોઇ એક મુર્તી કે વ્યક્તિની આધીનતા આટલી હદે સ્વીકારી લેવી એ એક માનસિક રોગ નથી જણાતો?

– ઉપરના દરેક સવાલોના તાર્કિક જવાબની આશા કોઇ ભક્તો પાસેથી રાખવી આમ તો વ્યર્થ છે છતાંયે કોઇ સમર્થ સજ્જન પોતાની સભ્ય ભાષામાં જવાબ આપવા કે મને સમજવાવા ઇચ્છે તો તેમના પ્રયાસ આવકાર્ય છે અને આવા સવાલો બીજા કોઇને પણ પજવતા હોય અને તે છતાંયે તમે પેલા કહેવાતા દયાળુ પરમેશ્વરની આધીનતા સ્વીકારતા હોવ તો તમારી શ્રધ્ધા ખરેખર વંદનને પાત્ર છે! આપનો પરમેશ્વર, ભગવાન, અલ્લાહ, ઇસુ કે અન્ય જે કોઇને આપ આપના માલિક ગણતા હોવ તે આપને શાંતિ બક્ષે એવી આશા.

– અસ્તુ.

🙏

39 thoughts on “હે ભગવાન….

    1. લોકોને એકવાકયના સંપુર્ણ ઉપદેશમાં કોઇ રસ નથી હોતો. તેમને તો અઘરી-અઘરી ઉટપટાંગ વાતો કરતા દળદાર થોથાને પુજવામાં રસ છે (એને વાચવાના તો નથી જ.) અને તેની મનભાવન વાતો કરતા કોઇપણ એકને પકડીને જય હો-જય હો કરવામાં રસ છે..

  1. 1} હવે મારે તો શું કહેવું , એ સમજાતું નથી { કારણ કે આર્ટીકલ ખુબ સરસ છે } પણ એક વાતની ખુબ ખુશી એ છે કે જો આમાંથી કોઈ રસપ્રદ ચર્ચા છેડાઈ શકે તો , કેટલીય અદભુત હકીકતો તથા વાસ્તવિકતાઓ આપણને જાણવા મળે !

    2} આપણી ભારતીય પ્રજાનો મુખ્ય લોચો એ જ છે કે આપણે કોઈ પણ વિષય પર તંદુરસ્ત ચર્ચા જ નથી કરી શકતા 🙁 ભલે ચર્ચાને અંતે કાઈ ન મળે , પણ એટલું તો જાણી શકાય કે તમે તમારા મત પર કેટલા દ્રઢ છો . { ભારતીય સંસદ પણ ” ચર્ચા ” માટે જ બનેલી છે , પણ ત્યાં ચર્ચા સિવાય બધું જ થાય છે ! } જેમકે અહી મેં પણ કઈ જ નથી કહ્યું ; નથી દર્શિતભાઈની તરફેણમાં કે વિરુદ્ધમાં . . . પણ દર્શીતભાઈ એ છેડેલા મુદ્દાઓ કૈંક કરંટ આપી જાય તેવા છે { હું આસ્તિક છું , ચાલો એટલું તો કહી દઉં 🙂 }

    1. આભાર નિરવભાઇ. ખાસ તો એ માટે કે એક આસ્તિક તરફથી આટલા નિખાલસ અભિપ્રાયની આશા રાખવી લગભગ અશક્ય કહેવાય.

      હું મારો મત મુકુ છું એ રીતે આસ્તિકો પણ પોતાનો મત મુકી શકે છે. આ એક ખુલ્લો મંચ છે અને જાહેર ચર્ચા માટે પણ હું તૈયાર છું. પરંતુ લોકો પીઠ પાછળ નીંદા કરશે, કોઇ સામે આવીને ચર્ચામાં ભાગ નહી લે તે એક મોટી સમસ્યા છે..

  2. OH MY GOD માં પરેશ રાવલ ને જોયા અને આજે તેમને વાંચ્યા ………… લગે રહો દર્શિત ભાઈ આમાં કઈ નહિ બોલી શકાય દરેક ની પોતાની માન્યતા હવે મારું જ જોવો સવારે હનુમાન જી ને પગે લાગ્યા સિવાય નીકળતો નથી ,કોને ખબર પણ એક વિશ્વાસ આવે છે કે આજે મારું બધું સારું જ થશે . માત્ર મારી વાત કરું તો એક મન માં આત્મ વિશ્વાસ આવી જાય છે દાદા ને પગે લાગી ને…………

  3. રાજેશભાઈની વાતો ઘણી વિસંગતતાથી ભરેલી હોય છે, તેથી તેમની વાતો સાથે સહમત થઈ શકાય તેવું કશું હોતું નથી. તમને કે તેમને કોઈને સમજાવવાની જરુર નથી.

    અત્યારે આપણે એટલું સમજીએ કે આ વિરાટ સૃષ્ટી જો વ્યવસ્થિત રીતે ચાલી રહી હોય તો તેની પાછળ કશુંક ચાલક બળ હોવું જોઈએ. આ ચાલક બળને શોધવા વૈજ્ઞાનિકો પ્રયાસ કરે છે અને આધ્યાત્મિક લોકોએ પ્રયાસ કરતાં હોય છે. વૈજ્ઞાનિકો પ્રયોગો, અવલોકનો, તારણોને આધારે કાર્ય કરે છે. આધ્યાત્મિક લોકો સ્વાનુભુતિ અને પૂર્વે થયેલા મહાપુરુષોએ શોધેલા સિદ્ધાંતોને અમલમાં મુકીને તે ચાલક બળને શોધવા મથે છે.

    અલબત્ત આ ચાલક બળ કોઈ પણ રીતે પક્ષપાતી હોય તેવું ક્યાંયે શોધ્યુંયે જડ્યું નથી. તેના નીયમો સર્વને માટે સમાન જ હોય. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ જે સ્થળે જેટલું લાગતું હોય તે સહુને સમાન રીતે લાગુ પડે. તેવી રીતે સજીવો માટેના જે કાઈ નિયમો હોય તેમાયે કશો પક્ષપાત ન હોય. એટલું ખરુ કે જે લોકો આ નિયમો સમજે તે લોકો તે નિયમ અનુસાર તેમનું જીવન ઘડે તો તે મહત્તમ લાભ મેળવી શકે.

    અધ્યાત્મ ગહન અને ઉંડાણ વાળો વિષય છે. મોટા ભાગના ધાર્મિક લોકોએ અધ્યાત્મને સમજવાની કોશીશ કર્યા વગર માત્ર શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના જોરે પોતાની તતૂડી વગાડતા હોય છે.

    1. અતુલભાઇ, આ સૃષ્ટિના વ્યવસ્થિત ચાલવા અંગે અને તેના ચાલકબળ વિશેની મારી વાત હું આ પહેલાની પોસ્ટમાં કહી ચુક્યો છું અને આપને સાચુ કહુ તો આધ્યાત્મને હું તો હજુ જરાયે સમજી શક્યો નથી. બની શકે કે તે ઘણાં ઉંડાણ અને ચિંતનનો વિષય હોવાથી પણ ટાળવામાં આવ્યો હોઇ શકે. અથવા તો કદાચ હજુસુધી તેને સમજવું હું જરૂરી નથી સમજતો. કેમ કે આધ્યાત્મની બધીવાતો કોઇ એક ‘ખાસ’ કેન્દ્રની આસપાસ વિંટલાયેલી છે અને હું તે કેન્દ્રને જ સમજી શક્તો નથી એટલે તેમાં ઉંડા ઉતરવું મારી માટે ઘણું મુશ્કેલ બને છે.

      આપના પ્રતિભાવ બદલ આભાર.

      1. જેવી રીતે વિજ્ઞાનના નિયમો સમજવા દરેકને માટે આવશ્યક નથી તેવી રીતે અધ્યાત્મ વિશે જાણવાનું યે દરેકને માટે આવશ્યક નથી. આ જગતમાં સારી રીતે જીવવા માટે તો આ જગતમાં પ્રવર્તતા નિયમોને સમજવા જ જરુરી હોય છે.

        વિજ્ઞાન જેમ કેટલાક માટે રસનો વિષય હોય છે તેવી રીતે આધ્યાત્મ પણ કેટલાક માટે રસ અને જીજ્ઞાસાનો વિષય હોય છે. અલબત્ત વૈજ્ઞાનિક હોવું કે આધ્યાત્મિક હોવું તે બીજા કરતાં કોઈ પણ રીતે વિશેષ હોવું તેમ સુચવતું નથી. ક્યારેક તો વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક લોકો વધારે વિચિત્ર અને ગુંચવણભર્યા હોય છે.

        1. આપની આ સરળ વાત ગમી.

          મને કુદરત પ્રત્યે ઘણો પ્રેમ છે અને મારી માટે તો તેનાથી વધુ બીજુ કોઇ છે પણ નહી. મારી સંપુર્ણ શ્રધ્ધા સીધી કુદરત સાથે જોડાયેલી છે પણ તેમાં માલિક-ગુલામ કે ભગવાન-ભક્તનો કોઇ સંબંધ નથી. કુદરતને પુજીને કે તેની આ સુંદર વ્યવસ્થાને કોઇ ઇશ્વરના કાર્યનું રૂપ આપીને તેનું મહત્વ ઓછુ કરવું મને જરાયે નહી ગમે.

    1. પેલી છેલ્લી ગલીમાં આવેલા તુતકબાપાના મંદિરમાં બેઠેલા પેલા જોગીરામ પીરના ભાણીયાએ પડાવી લીધેલા રામુલાલકાકાના ધુળીયા ધર્મના અમે નાસ્તિક છીએ. 😉

  4. અતુલજી,
    આ વિષય ને એકદમ ન્યાય આપતી વાત સમજાવી છે. આપની વાત સાથે સમત છું.
    દર્શિતભાઇ,
    ખુબજ સરસ વિષય પર જંગ છેડી છે જે ચર્ચાઓ કરીને એક સાચી માહિતી અને ઘણી ગેરસમજ દૂર કરે તેવો વિષય છે. તે બદલ ખૂબ આભાર….

  5. દર્શિતભાઇ,

    આપની પહેલાની પોસ્ટ જોઇ હતી અને અત્યારની પોસ્ટ પણ વાંચી. તમે આવી કોઇ શક્તિ અર્થાત ભગવાનમાં માનતા નથી એ જાણ્યું. હું પંણ એમ જ વિચારતો હતો કે જેને આપણે કોઇએ જોયા નથી એનામાં વિશ્વાસ રાખવાનો? આપની વાઘવાળી વાત પણ સાચી છે.

    ખેર, અત્યારે તો હું ભગવાનમાં સંપુર્ણ શ્રધ્ધા ધરાવુ છું. એનું એક કારણ છે. તમે પણ ક્યારેક કંઇ કામ ના થતું હોય ત્યારે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરી જોજો. કામ સફળ થાય ત્યારે તો એમના પ્રત્યે વિશ્વાસ આવશે ને?

    અને હા, ઉપર અતુલભાઇએ કહ્યું એ મુજબ કોઇક એવી શક્તિ તો છે જ કે જે આ સમગ્ર દુનિયાનું સંચાલન કરી રહી છે. શ્રધ્ધા હોય તો પુરાવાની જરુર નથી.

    આ વાઘની વાતમાં હું એટલું જ કહીશ કે જો વાઘ હરણનો શિકાર ના કરે તો હરણની સંખ્યા જ વધી જાય. એમ દરેક પ્રાણી એકબીજા ઉપર સાપેક્ષ રીતે આધારીત જ છે. કબુતરને બિલાડી ખાય. કુતરો બિલાઅડીને ખાય… એમ જ આગળ….

    અને રહી વાત પુનર્જન્મની તો,

    જો આપણે સારા કર્મો કર્યા હશે તો ચોક્કસ આવતા જન્મે સારો અવતાર/વ્યક્તિત્વ મળવાનું જ છે. ભગવાને ખુદ એ એવું કીધેલું છે કે “કર્મની આશા રાખ્યા વગર કર્મ કરે જા…”

    મારે તો આવતા જન્મમાં નહિં, આ જ જન્મમાં અને એ પણ થોડાંક જ સમયમાં આની ખાતરી થઇ જાય છે. મારી ખુદની વાત કરું તો જ્યારે હું નાનો હતો ત્યારે કોઇકનું રબર પડેલું હોય અને એ ભુલી જાય તો હું લઇ લેતો. મને ખબર હોય કે એ રબર કોનું છે. ત્યારે હું એમ સમજતો કે મેં થોડું એ રબર એના કંપાસમાંથી ચોર્યુ છે? મેં તો પડેલું હતું એટલે લીધું. આને ચોરી ના કહેવાય… અને તમે નહિં માનો સાહેબ, માત્ર ૨-૩ જ દિવસમાં મારો આખો કંપાસ ગાયબ હોય…!! આમાં વધારે પુરાવાની જરુર ખરી???

    પછી જેવી જેની શ્રધ્ધા અને માન્યતા…

    અસ્તુ.!

    1. વાત તમારી લાંબી છે એટલે મારો જવાબ પણ લાંબો રહેવાનો. મારી કોઇ વાત દિલ પર ના લેતા ભાઇ.. તમારો કોઇ વિરોધ નથી પણ હું મારા તર્કને તમારી આસ્થા સામે મુકી રહ્યો છું જે અંગે તમે શ્રધ્ધાથી થોડા અલગ થઇ વિચારો એવી મારી વિનંતી રહેશે.

      • તમારું કામ જેને યાદ કરવાથી થાય છે તેની જગ્યાએ કયારેક કોઇ અન્યને (એટલે કે કોઇ ફિલ્મસ્ટાર, સ્પોર્ટ્સમેન, તમે પોતે કે આજુબાજુવાળા કોઇ પણને) મુકી જુઓ અને પછી પોતાની જાતને નિષ્પક્ષ તપાસજો કે જે કાંમ ભગવાનને યાદ કરીને થતુ હતું તે જ કામ આમપણ થાય જ છે ને. અહી વાત તમારી જાતને તમારે જ નિષ્પક્ષતાથી તપાસવાની છે અને તેના પરિણામને તાર્કિક રીતે મુલવવાની છે. આ રીત મે જાતે અજમાવેલી છે.
      • જો કોઇ શક્તિ આખી દુનિયાનું સંચાલન કરતી હોય તો તે અંગે પણ મને કેટલાક સવાલો છે;

      એવી કોઇ શક્તિ કે દેવ છે જે આ દુનિયા ચલાવે છે તો તેઓના વહિવટમાં ઘણી ગંભીર ભુલો છે તે સ્વીકારશો?
      કોઇ જગ્યાએ વિપુલ માત્રામાં પાણી છે તો કોઇ આખો પ્રદેશ પાણી માટે વલખાં મારે છે, તો વહિવટ કરનાર ભગવાનને એટલી પણ અક્કલ નથી કે જે જગ્યાએ વધારે પાણી છે ત્યાંથી થોડું પાણી બીજી જગ્યાએ પહોંચાડી દેવું જોઇએ?
      દુનિયામાં વર્ષોથી કેટલોક ભાગ રણ તરીકે નકામો પડયો છે તો દુનિયાના વહિવટ કરનારને તેને હરિયાળો કરવામાં રસ કેમ નથી? શા માટે હિમાલયમાં જ ઝાડ ઉગાડયા રાખે છે ? તે તો સર્વશક્તિમાન છે તો રણ પ્રદેશમાં પણ ઝાડ ઉગાડીને હરિયાળો બનાવવામાં તેમને વાંધો શું છે?
      શું તે પ્રદેશના કોઇ પુર્વ જન્મના ફળોના કારણે બંજર પડયો છે? દુનિયાનું સંચાલન કરતી શક્તિ તેને કોઇ સજા આપી રહી છે?
      કોઇ વહિવટદાર આપણી આ દુનિયાનો ખાસ વહિવટ કરે છે તો દરેક વર્ષે વરસાદ અનિયમિત કેમ પડે છે? તેની માત્રામાં વધારો ઘટાડો કેમ થયા રાખે છે? કયારેક પુર તો કયારેક દુકાળ કેમ હોય છે? શું દુનિયાના સંચાલકને સંચાલન કરતા નથી આવડતું? આટલા વર્ષોથી સંચાલન કરે છે તો પણ હજુ તેને ખબર નથી પડતી કે કયાં-કયારે-કેટલો વરસાદ વરસાવવો?
      દુનિયાનો કોઇ પણ એવો હિસ્સો બતાવો જેને આ કહેવાતી શક્તિએ જાતે વિકસાવ્યો હોય અથવા તો આ શક્તિએ તેના હોવાની ત્યાં સાબિતી આપી હોય.
      કોઇ શિયાળો ઠંડીથી મારે છે તો કોઇ ઉનાળો ગરમીથી મારે છે..આને વહિવટીય ખામી ન કહેવાય? આવો વહિવટ કરનારને કાઢીને કોઇ સારો વહિવટ કરનાર આવે એવું તમને લાગે છે કે પછી તે જે કરે એ બધુ ‘ભગવાનની લીલા’ કે ઇશ્વરની મરજીમાં ખપાવી દેવામાં તમે સંમત છો?
      આટલા યુગોના વહિવટ પછી તો પેલી શક્તિને દુનિયા ચલાવવાની ફાવટ આવી જવી જોઇએ ને?
      જો કોઇ એક શક્તિને વહિવટ કર્તા ગણીએ આવા બીજા પણ ઘણાં સવાલ મને ઉદભવ્યા છે અને એટલે જ તેના ઉકેલરૂપે મે સ્વીકારી લીધું છે કે આ દુનિયાનો કોઇ વહિવટકર્તા નથી. બધુ એક વ્યવસ્થાથી એકબીજા સાથે ગોઠવાયેલું છે અને તે તેની મુજબ ચાલે છે. તેમાં કોઇ ચમત્કાર જેવું નથી. ઠંડી-ગરમી-વરસાદ કઇ રીતે આવે છે તેના ૧૦૦% ટકા વૈજ્ઞાનિક કારણો તમે અને હું સારી રીતે જાણીએ છીએ. કોઇ ઇન્દ્ર વરસાદ વરસાવતો નથી કે કોઇ વરૂણદેવ પવન લહેરાવતો નથી. આ એક કુદરતી વ્યવસ્થા જ છે જેને અનુરૂપ તે નીરંતર ચાલ્યા રાખે છે જેમાં લોકો દ્વારા કરવામાં આવતા પ્રદુષણ અને પ્રયોગો દ્વારા બદલાવ પણ જોઇ શકાય છે.

      • વાઘ દ્વારા હરણના શિકારની વાત પરમેશ્વરની મરજી, નિયત અને ઇચ્છા સમજાવવા કરી છે. આ દુનિયાનો તો નિયમ જ છે કે શક્તિશાળી રાજ કરે અને કાયર નાશ પામે અથવા તો ગુલામી કરે.

      • “શ્રધ્ધા હોય તો પુરાવાની જરૂર નથી.” – આ વાકયને ધર્મ અને ભગવાનના ઠેકેદારો દ્વારા આપણાં સમાજના દરેક લોકોના લોહીમાં ભેળવી દેવામાં આવ્યું છે અને એટલે જ આપણે શ્રધ્ધાના નામે કંઇ પણ ચલાવી લઇએ છીએ. જેમ ગીતામાં કૃષ્ણના મુખે કહેડાવવામાં આવ્યું છે ને કે – “હું જે કંઇ પણ કહુ છુ તેમાં શંકા ન કરીશ” – તેવું જ આ એક વાકય છે અને તેનો લોકોને ઉંઘમાં રાખવામાં સૌથી વધુ દુરૂપયોગ થયો છે.

      • “કર્મ કર અને ફળની આશા ન રાખ…” – સ્વયં ભગવાને કહેલા આ વાક્યને આજે કોણ અનુસરતું હશે તે એક ખોજ નો વિષય છે. આ દુનિયાની દરેક વ્યક્તિ, સગા મા-બાપ પણ ફળની આશા વગર કર્મ કરવા તૈયાર નથી. તમે જે કંઇ કામ કરો છો તેમાં તમને એમ કહેવામાં આવે કે ‘કામ કરો પણ વળતરની આશા ન રાખો’ તો શું તમે તે કામ કરવાનું ચાલુ રાખશો. કર્મની આ વાત કથામાં દાઢીવાળા મહાત્માઓના મુખે અને પુસ્તકોમાં મોટી વાતો વચ્ચે જ શોભે છે. આ કોઇ પણ રીતે વ્યવહારું ખયાલ નથી.

  6. ” પછી દરેક લોકોને દુઃખમાં રાખીને પોતાની મહાનતા સાબિત કરવું તેમને ગમે છે? શું પરમેશ્વર સ્વાર્થી છે? તેમને બધા પુજે એવું પરમેશ્વર પોતે જ ઇચ્છે છે?” well said. હું પણ આપની જેમ જ વિચારતો આવ્યો છું. ખૂબ જ સુંદર લેખ

      1. રીતુ, તારી વાતમાં દમ તો છે છતાંયે આ વાત પછી પણ બીજા કેટલાક સવાલો ઉભા થાય છે…

        જેમકે;
        જો પરમેશ્વર નથી કહેતા તો પછી તેમને પુજવાના બધા નખરાં બંધ થવા જોઇએ ને?
        પરમેશ્વરને પુજવાની લાંબી-મોંઘી વિધી બતાવતા પંડિતોને બહારનો રસ્તો બતાવી દેવો જોઇએ ને?
        અને આ પુજાની વિધી કરવાના અને હવનકુંડમાં લાકડા બાળીને ધુમાડો કરવાના ખેલ નક્કામા હોય છે ને?
        તમે કાલથી દેરાસર જવાનું બંધ કરી દેશો ને? કે તમારો સ્વાર્થ તમને એવુ નહી કરવા દે?
        કે પછી તમે ડરપોક છો એટલે આવું કરતા તમને પરમેશ્વરનો ડર લાગે છે?
        જે લોકોને કોઇ સ્વાર્થ ન હોય તે લોકોએ તો પુજવાનુ બંધ કરવું જોઇએ ને?
        આ પરમેશ્વર પુજવા લાયક નથી ને ?
        જો પરમેશ્વર નથી કહેતા છતાંયે તેમને આંખો બંધ કરીને પુજતા સ્વાર્થી લોકોની વાતોથી પરમેશ્વરને કોઇ ફરક નથી પડતો ને? મતલબ તેમને પુજતા લોકો બેવકુફ છે ને? સ્વાર્થી અને લાલચુ કહેવાય ને?
        મને કોઇ સ્વાર્થ નથી એટલે હું પરમેશ્વરને પુજતો નથી, એટલે કે હું કંઇ ખોટુ નથી કરતો ને?


        હજુ ઘણાં સવાલો છે પણ હમણાં આટલા સવાલોના જવાબની આશા રાખુ છું. આપજે હોં ને.. પ્લીઝ..

        1. pooja n vidhi to ek paisa kamava no dhando bani gayo 6
          tamene sani ke mangad nade 6 aa vidhi karo to jatu rahese.
          etle pandit kamay n loko emni vato ma aavi ne vidhi pooja karya kare.
          real life ma loko pota ne je madayu 6 eema santosh j nathi n bhagavan na name medavava mage 6e.
          eem jane neke bhgavan tamane aapi dese vidhi n pooja kari ne.

          problem bhagavan ni nhi pan Apni 6

  7. વાઘ હરણvadi vat
    par
    tu hamesa to young rahi sakis? n
    n pruthavi upar koi marej nahi to??
    apana chokara one raheva mate jagya pan nahi rahe..

    etalej kadach જંગલમાં એક વાઘ હરણનો શિકાર કરે છે અને તેને નિર્દયતાથી ફાડીને ખાઇ જાય છે.

  8. માળીશ્રી,
    બગીચો સારો ફુલ્યો-ફાલ્યો લાગે છે. નિરાંતે વાંચીશ, આજે તો સુપરસોનિક ઝડપે જોઈ ગયો છું અને એ પણ ભગવાનથી શરુ કરીને. આજે તમે ‘શોર્ટકટ’. પર આવ્યા, ગમ્યુ ! સમય મળ્યે ‘ઉપરવાળાનો ત્રાસ’ જોઈ જજો. મારા ભગવાનને પણ મળાશે …….

    1. બગીચામાં આપનું સ્વાગત છે જગદીશભાઇ..
      અનાયાસે જ ‘શોર્ટકટ’ પર આવવાનું થયું હતું અને હવે ‘ઉપરવાળાનો ત્રાસ’ પણ જોઇ લીધો છે ! ઉપરાંત ત્યાં મારો ત્રાસદાયક પ્રતિભાવ પણ મુકી દીધો છે.

      આપને અહી ચર્ચામાં આપનો મત આપવા આમંત્રણ છે.

  9. ઓહો હો દર્શિત વાહ ખૂબ જ સરસ લેખ છે ખૂબ જ ગમ્યું , તમારા બધા સવાલ મોટેભાગ ના એક દમ બરાબર છે હવે હું તો રહી આસ્તિક એટ્લે એમ જરૂર કહિસ કે તમારા આ બ્લોગ ની લેખ પરમ પિતા પર્મેશ્વર સુધી પહોચે એ જાતે વાંચે અને જવાબ ચોક્કસ આપે એવી મારી હ્રદય પૂર્વક ઈચ્છા છે. પણ તમે જે રાજેશભાઇ પંડયા સાહેબ ની ઈશુ ની ની જે વાત જણાવી એ મે કોઈ દિવસ સાંભળી નથી. હોપ તમને જલ્દી સવાલો ના જવાબ મળે. તો એ અમારા જેવા આસ્તિક ને પણ મદદ રૂપ થસે. 🙂

  10. વાહ દર્શિતભાઈ ખુબ જ સરસ, મે ધાર્યુ ન હતુ કે આટલો લાંબો સવાલ જવાબ રુપે મળશે, પણ હુ ચોક્કસ આપને જવાબ આપવાની કોશિષ કરીશ…. થોડોક ટાઈમ લાગશો પ્લીઝ…….. (અને હા હુ ”પંડ્યા” નથી પણ ”પડાયા” છુ. મુંબઈના વણકર સમાજનો વ્યક્તિ મુંબઈમાં જન્મીને, મુંબઈમાં જ ભણીને આજે દિલ્હીમાં સરકારી કાર્યાલયમાં સ્ટેનોગ્રાફર હોઈને મારા બોસ નો પી.એ. તરીકે ફરજ બજાવુ છુ)…….ત્યાં સુધી હુ આપને એક સવાલ પુછુ છુ કે

    જે લોકો પરમેશ્વર-પરમાત્માને નથી માનતા તેઓ આપોઆપ તેમના વિરોધી બની બેસે છે અને જે પરમેશ્વરનો વિરોધ કરે છે તે અજાનતા જ પરમેશ્વરના વિરોધી શયતાન ના સગરીત બની બેસે છે. તો હુ આપને શું કહુ? પરમેશ્વરના પુત્ર કે શયતાનના પુત્ર ? (માઠુ ના લગાડશો આ ચર્ચામાનો એક સવાલ માનશો). પ્રભુ આપની આત્મિક આંખ ખોલે અને એમનુ રાજ્ય દેખાડે એવી પ્રાર્થના કરુ છુ……..આમેન

    1. ઉપરના વિષયે લખવાનું બને એટલું ટાળતો હોઉ છું. હું દરેક ધર્મ-કર્મ-ભગવાનથી મુક્ત એવો એક સ્વતંત્ર વ્યક્તિ છું જે કોઇનો ગુલામ કે કોઇ માન્યતાનો અનુયાયી બનવું કયારેય પસંદ નહી કરે. પણ આ મારી સ્વતંત્રતા સ્વછંદતામાં ન પરિણમે તેનું ખાસ ધ્યાન પણ મને રાખવાનું હોય છે. આપના નામમાં થયેલી ભુલ બદલ માફ કરજો. તેને ચોક્કસ સુધારી લઉ છું.

      જેમ હું પરમેશ્વરનું અસ્તિત્વ નથી સ્વીકારતો એમ જ કોઇ શયતાન નામની ચીજને પણ નથી માનતો. અને મને કોઇ શયતાન કે પરમેશ્વરના પુત્ર બનવામાં રસ નથી, હું માત્ર મારા પરિવાર અને સમાજનો એક સારો પુત્ર બની રહું એટલી જ આશા છે.

      શયતાનના કારણે અહી વળી થોડા સવાલ થાય છે કે શું શયતાન પરમેશ્વર કરતા પણ શક્તિશાળી છે કે પરમશક્તિમાન પરમેશ્વરના હોવા છતાં તેનું અસ્તિત્વ હજુ સલામત છે? કે પછી પરમેશ્વરને શયતાનના વિનાશમાં હજુ રસ નથી? અથવા તો બની શકે કે શયતાનના પાપનો ઘડો હજુ ભરાયો ન હોય એટલે તે પરમેશ્વર તેને કંઇ કરી શકે એમ નથી…

      આપના પ્રભુના ચમત્કારનો ઇંતઝાર રહેશે…

      આભાર.

      1. ધન્યવાદ દર્શિતભાઈ,

        તમે એક પુત્રના પિતા બની ગયા અને બધુ હેમખેમ પાર પડ્યુ એ ચમત્કાર નથી?

        તમે લક્કી છો પણ બધાને એવુ નથી હોતુ..મારી ઓફિસને બે પંજાબી અને સુંદર યુવતિઓએ લગ્ન પછી સંતાનો માટે ખાસ્સા ખાસ્સા ચાર-પાંચ વરસ સુધી થકવી નાંખે એવી રાહ જોઈને છેવટે કૃત્રિમ ગર્ભાધાન ટેકનિકથી માતાઓ બની. અને એક ને પુત્ર અને બીજીને પુત્રી જન્મી.

        એક અભિમાની થઈ ગઈ અને બીજી આજે પણ પુત્ર માટે તરસી રહી છે. હવે બન્ને ભક્તાણી બની ગઈ છે જે લગ્ન પહેલા શક્ય ન હતુ. એટલે હુ આપને સંપુર્ણ નમ્રતાથી વિનવુ છુ કે નમ્ર રહેવામાં જ મહિમા છે.

        બાઈબલ માં એક નીતીવચન કહે છે કે ‘જે રાજા નમ્રતાથી રાજ કરશે એનુ રાજ લાંબુ ચાલશે’ એટલે કહુ છુ કે કોઈ પણ અભિપ્રાયમાં દ્રઢ રહિ શકવુ એ આપણા હાથની વાત નથી, દરેક ક્ષણ પરમેશ્વરની ગુલામ છે. પણ શયતાન આપણને છાતિ કાઢીને ચાલવાનુ શીખવે છે પણ શયતાન શત્કિશાળી નથી પણ ચાલાક છે, જુઠ્ઠો છે, એ જ તો પરમેશ્વર બનવાની ચાહમાં મનુષ્યોને ભટકાવી મારે છે.

        વિજ્ઞાન અને નાસ્તિકતા એ શયતાનની દેન છે પણ જ્યાં સુધી નમ્ર છે, પરમેશ્વરના આદેશ પ્રમાણે ચાલે છે ત્યાં સુધી એ મનુષ્યોને સુખ-શાંતિ આપશે નહિ તો આતંકવાદીઓમાં ઘુસીને ટ્વીન ટાવરોને પાડી નાંખવાનુ ધાર્મિક ગણાતુ કટ્ટર કાર્ય કરશે, અથવા એટમ બોંબ બનીને નાગાસાકી-હિરોશીમાનો ઘાટ ઘડે છે.

        જો કે પ્રભુ યેશુએ શયતાનની દરેક ચાલાકીઓને અને એના સામર્થને સુળી ઉપર પોતાનુ બલિદાન આપીને નહિંવત કરી નાંખીને શયતાનને એમના ચેલાઓના પગ તળેની ધુળ કરી નાંખ્યો છે. એટલે જ અર્ધા જગત ઉપરના દેશોએ જેઓ પહેલા આપણી જેમ મુર્તી પુજક હતા, પ્રભુ યેશુને તેઓના પ્રભુ તરીકે અપનાવી લીધેલ છે.

        ક્રુર રોમનોએ પ્રભુ યેશુને શયતાનના શિખવ્યા સુળીએ ચડાવ્યા હતા તેઓએ છેવટે અતિશય ક્રુપાળુ અને પવિત્ર પ્રભુ યેશુને પોતાના પ્રભુ તરીકે ૧૯૦૦ કે ૨૦૦૦ વરસ પહેલા જ અપનાવી લીધા છે અને એ મહાન સામર્થી અને દયાળુ પ્રભુ યેશુ આખાયે યુરોપ પર, જે પહેલા મુર્તી પુજક અને વ્યભિચારી, વ્યસની દેશો હતા, રાજ કરે છે. અને પ્રભુ યેશુ સુળી પર પોતાનો પ્રાણ છોડીને ત્રીજે દિવસે જીવતા થઈ ગયા હતા. એમના ચેલાઓ સહિત અનેક લોકોએ પ્રભુને સ્વર્ગે જતા જોયા હતા.

        પરમેશ્વરને ન માનવામાં કોઈ ભલાઈ નથી, પણ તમે યુવાન છો અને આધ્યાત્મિકતામાં હજુ (કદાચ) કાચા છો અને હુ આપને વિનવુ છુ કે તમે અતુલભાઈના બ્લોગ પરથી ઘણુ આધ્યાત્મિક જ્ઞાન્ શીખી શકો છો.

        રહી શયતાનની વાત, તો પ્રભુ યેશુએ જગત પર રાજ જમાવ્યુ છે એનાથી ઈર્ષ્યામાં બળીને જગતના લોકોને વિજ્ઞાનની નવી નવી વાતોમાં ભરમાવીને જકડી રાખીને પરમેશ્વરથી દુર કરીને પાપમાં સડાવી નરકમાં લઈ જાય છે કેમ કે એનો અંત નરકમાં નાંખી દેવાનો જ છે એવુ બાઈબલમાં લખેલુ છે એટલે પરમેશ્વરના સંતાનોને પાપમાં પાડીને નરકમાં લઈ જાય તો એનો બદલો પુરો થાય એ માટે એ મનુષ્યોને પાપ કરવા પ્રેરે છે.

        અને જ્યારે પોતાના સંતાનો પાપ કરે છે ત્યારે અને પોતાના સંતાનો જ જ્યારે શયતાનના દોરવ્યા પાપ આદરે છે ત્યારે પરમેશ્વર દુખી અને લાચાર થઈ જાય છે કેમ કે એમના પોતાના જ કાળજાના કટકાને નરકની આગમાં શયતાન જોડે કેવી રીતે નાંખી શકે.

        એવુ ન થાય એ માટે જ પરમપિતા પરમાત્માએ પ્રભુ યેશુને ધરતી પર મનુશ્ય રુપે મોક્લ્યા અને આજે જે લોકો પ્રભુ યેશુને અપનાવે છે તેઓના પાપ આપોઆપ નષ્ટ થઈ જાય છે. એનુ ઉદાહરણ એ છે કે અઢાર-વીસ વરસ પહેલા હુ ચેન સ્મોકર હતો, દારુ પણ પીતો હતો જે માટે મારી પત્ની જોડે ખુબ જ જીભા જોડી થતી રહેતી. એક વખત મારી બેટીને પણ ડામ લાગી ગયો હતો. ત્યારે મે કસમ ખાધા હતા પણ સિગારેટ છુટતી જ ન હતી. પણ જેવો ચર્ચમાં મે પગ મુક્યે એ દિવસ અને આજની ઘડી મે દારુ કે સિગારેટ નથી પિધા. કેમ કે મારો પરમાત્મા મારી અંદર વાસ કરતો હોય તો શયતાન કેવી રીતે મારા શરીરને શયતની વ્યસનો કેવી રીતે અભડાવી શકે. તમે પ્રભુ યેશુને બોલાવી જુઓ, કદાચ તમને દર્શન આપે એવી પ્રાર્થના કરુ છુ……
        .

  11. દર્શીતભાઈ, ચાલો હુ આપને જવાબ આપવાની કોશિશ કરુ છુ.

    – કડવા સત્ય અને છીછરી કહાનીઓ આપને ઘણાં સમજાઇ ચુકયા છે અને તેને સમજવાનો તબક્કો હજુ પણ ચાલુ જ છે..ખુબ જ સરસ…. આગળ ઘણુ શીખવનુ બાકી રહે છે, મને, તમને અને સર્વને કેમ કે કોઈ પણ સંપુર્ણ નથી.

    – આતંકવાદી જયારે ધર્માંધ હોય ત્યારે તેને માટે માત્ર દુશ્મનનો વિનાશ જ પ્રાથમિકતા હોઇ શકે છે !! હુ આતંકવાદી છુ, હા, હુ પરમેશ્વરનો એટમબોંબ છુ પણ કોઈના શરીરનો નાશ કરવા નહિ પણ એમા ઘર કરી ગયેલી પાપી દુષ્ટતાને નાશ કરવા માટેનો, એ પાપલીલા જ તો આપ જેવા અસંખ્ય અતિકિંમતી એવા પરમેશ્વરના સંતાનોને પાપના ગંદા કામોમાં પાડીને નરકમાં લઈ જાય છે એવી વિચારધારાઓની વિરુધ્ધ હુ આતંકીવાદી છુ. આજે ભારતદેશ સ્વાર્થ અને વાસના રુપી અંધકારના આતંકવાદથી ધેરાયેલો છે, એ અંધકાર દુર થસે તો કસાબ જેવા દુષ્ટો ભારતમાં પગ નહિ મુકે. અરે પગ મુકવાનુ વિચારી પણ નહિ શકે એવો ખોફ પરમેશ્વર એવા આતંકીઓના કાળજામાં મુકી દે છે.

    – હુ પ્રાર્થના કરુ છુ કે પરમપિતા આપને દુખમાં કમજોર પાડીને નહિ પણ સામર્થમાં આનંદીત કરીને એમની પાસે બોલાવે. આપણો પરમપિતા દયાળુ છે એ હુ આગળ જણાવીશ.

    – જેણે આપણુ મન બનાવ્યુ એ ઘડવૈયાને આપણા સૌના મનની રજેરજ વ્યવહારની માહિતી જન્મથી લઈને મરણ સુધીને દરેકે દરેક વાતો ખબર હોય છે. એવુ મેં જાણ્યુ ત્યારથી કોઈનુ રબર ચોરી લેતો નથી જેથી મારો કંપાસ ખોવાઈ જાય. હુ સ્પાઈ કેમેરાની આંખોથી નહિ પણ પરમપિતાની એક્ષરે જેવી અદશય આંખોથી ડરુ છુ અને એમના સુપ્ર-મેગા-માઈક્રોફોન જેવા જેવા કાનથી પણ ડરુ છુ જે આપણા મનના ગંદા અને સારા વિચારોને જાણીને તરત જ એ પ્રમાણે રસ્તો તૈયાર કરી આપે છે. કેમ કે હુ એમને દરરોજ પ્રાર્થના કરુ છુ અને આપણો પરમપિતા પરમેશ્વર અનુકુળ કરી આપે છે. ઘણી વખત જતુ પણ કરવાનુ કહે છે અને દુખતા મને કરવુ પણ પડે છે જે પાછળ થી આનદના સમાચારમાં બદલાઈ જાય છે ત્યારે હુ ક્ષમા માંગી લઉ છુ. બાઈકના જેમ આપણે સૌ અલગ અલગ વિચારધારાઓથી પરચાલીત છીએ એવુ હુ ફરીથી દોહરાવુ છુ. પરમેશરે જ માણસને બહુકોષિય જીવ બનાવ્યો છે અને વિચારવાની અને સ્વિકારવાની સ્વતંત્રતા પણ પરમેશ્વરે જ આપી રાખી છે એટલો દયાળુ છે.

    – પરમેશ્વરની આગળ ‘દયાળું’ લખવાનો સાફ મતલબ છે સાહેબ. દયાળું તો એટલા માટે કહેવાય છે કે એમનો પુત્ર જ પરમપિતાને ઠેબા મારે છે તો પણ પરમાત્મા એને સુર્ય પ્રકાશ, ચોખી હવા, ચોક્ખુ પાણી, હેતાળ મા-બાપ અને પત્નીનો, મિત્રોનો પ્રેમ વગેરે પહોચાડે છે, પુત્ર પાપ કરે છે, એની વિરુધ્ધ ચાલે છે તો પણ એને દરરોજ જાગતા પહેલા જ ચુમી લે છે. કેમ કે એમને ખબર છે મારો દિકરો સફળતાના મદમાં મારી વિરુધ્ધ જ ચાલવાનો છે, રખેને એને ઠેબુ લાગે. ‘પુતર ગમે એટલો કુપાતર પાકે પણ માવતર કદી પણ કમાવતર નથી થતાને વહાલા.’ એ વાત તમે સાચી કહિ કે ‘પીડા આપ્યા પછી શરણે આવેલાને દયા કરવી એ તો શેતાનનું કામ કહેવાય.’ પણ આપણો પિતા એવો ક્રુર નથી એ તો શેતાન પાપમાં પાડીને તમને, મને અને સૌને સ્વર્ગને બદલે નરકમાં ન લઈ એટલે તમને, મને અને સૌને મનુશ્યોને જોતા રહે છે. પણ શું કરે પરમ્પિતા, એનો પુત્ર પૈસા, અને ઐયાશીના લોભમાં ભૌતિક સુખના સ્વામિ શેતાનનો દોરવ્યો દોડે જ રાખે છે, ભવિશ્યમાં એનુ પરીણામ શું આવશે એનો વિચાર પણ નથી કરતો અને એ ભૌતિક સુખ ની લ્હાયમાં ન કરવાના અપવિત્ર પાપ કરીને પરમેશ્વરની વિમુખ થઈ બેઠો છે અને પરમેશ્વર ફક્ત પાપથી જ ઘૃણા કરે છે એટલે પરમેશ્વર પવિત્ર હોઈને અપવિત્રને કેવી રીતે ચુમી શકે? અને પાપનુ ફળ મૃત્યુ, ડર જ છે એટલે જ્યારે જ્યારે મોટા મોટા ઘપલાઓ જાહેર થાય છે ત્યારે જે દશા મહારથીઓની થાય છે તે આપણે દરરોજ જોઈએ છીએને યાર. મંદિરોની ચોખટો ઘસતા મહારથીઓ આપણે વારે-તહેવારે જોતા હોઈએ છીએને. સાઈબાબા તો ફાટેલા કપડા પહેરીને તુટેલી મસ્જીદમાં રહેતા હતા પણ એમના ભક્તો એમને કરોડો રુપીયાના મુકુટો-માળાઓ ચડાવે છે એની પાછળ પુણ્ય કમાવાનો જ ઈરાદો હોય છે. પણ અસલમાં એ બધુ પાપ ધોવાનો જ પ્રયાસ હોય છે. ઢળતી ઉંમરે માણસ ધાર્મિકતા, આધ્યાત્મિકતા તરફ એટલે જ વળતા હોય છે એટલે પુત્રને પિતા થોડો વખત એટલે કે ૧૦ થી ૩૦ વરસ માટે છુટ્ટો મુકી દે છે કેમ કે પરમપિતાને ખબર છે કે મારો બેટો મારી પાસે એક વખત તો આવશે. તમે પાપ અને પુણ્યમાં કદાચ માનતા તો હસો.

    – ભુતકાળમાં જે જે રાજાઓએ ખાસ કરીને ઔરંગઝેબે ઘણા અત્યાચાર કર્યા હતા. ખ્રિસ્તીઓએ ધર્મ માટે નહિ પણ એમની વિરુધ્ધ જતા હતા તેવા આપણા ભારતવાસીઓ પર ખુબ અત્યાચાર કર્યો હતો એ બદ્લ હુ પણ ભુતકાળના બ્રિટીશ ખ્રિસ્તીઓનો તિરસ્કાર કરુ જ છુ. એવા રાજાઓને ધર્મી કેવી રીતે કહુ? તેઓ માટે દયા ખાવા જેવી છે કેમ કે તેઓ હાલમાં નરકમાં જ બળતા હશે, હાલમાં બ્રિટનની હાલત એવી જ થઈ રહિ છે ને, પાકિસ્તાન પણ વખાણવા જેવુ નથીને યાર.

    – વાઘ અને હરણ તો જંગલના નિયમ પ્રમાણે જીવવાના જ ને યાર. એકને મરવાનુ ને એકને જીવવાનુ છે એ ક્રમ તો તેઓનો ધર્મ છે ને યાર. વાઘ ભુખ્યો ન હોય તો હરણ એની બાજુમાંથી જતુ રહે તો પણ કાંઈ નથી કરતો એ સમજ પ્રભુએ વાધને આપી ને હરણ પર દયા નથી કરી કે? એટલે જ્યારે વાઘ ભુખ્યો થાય ત્યારે વાઘ પર દયા કરે છે અને વાઘનુ પેટ ભરાઈ જાય ત્યારે હરણ પર દયા કરે છે. એવુ કરીને મનુશ્યો માટે નિયમ દર્શાવ્યો કે જોરાવરોએ વગર જરુરતે જોર ન અજમાવુ જોઈએ અને નબળાઓએ સબળાઓથી દુર જ રહેવુ જોઈએ નહિ તો સબળાઓ નબળાઓનો ઘડો લાડવો જ કરવાના. સર્વશક્તિમાન પરમેશ્વરની બુધ્ધિએ આવા અનેક ઉદાહરણો આપણી સમક્ષ મુક્યા છે દરેક મનુશ્યોએ અનુસરવા જોઈએ.
    અને હરણ પણ ભોગ બનતા પહેલા પુર્ણ યુવાન બનીને સર્વ સુખો ભોગવીને આધેડ વયનો થાય ત્યાં સુધી વાઘ એના ઉપર હાથ નથી અજમાવતો કેમ કે યુવાન કે બાળ હરન મારીને એની ભુખ નથી મટતી પણ એને પોતાનુ અને પોતાના વેતરોનુ પણ પેટ ભરવાનુ હોય છે એટલે સંપુર્ણ વિકસીત તગડુ હરણ જ પસંદ કરતા હોય એવી બુધ્ધિ સર્વશકિત્માન પરમાત્માએ વાઘને આપી રાખી છે, થેંક્સ ટુ ડિસ્કવરી.
    વાઘ-હરણની કથામાં રહેલી પરમશ્વરની યોજનાઓ સમજાઈ જશે.

    – હવે હુ આપને જંગલનુ નહિ પણ ઘરનુ જ ઉદાહરણ આપુ છુ, (જો કે કોઈને નિચા પાડવાનો મારો કોઈ ઈરાદો નથી આ તો ફક્ત ચર્ચાનો ભાગ સમજવો.)

    -શું બકરી-ગાય-ભેંસનુ દુધ મનુશ્યોએ પિવુ એ આપણો હક્ક છે?

    -ગાય-ભેંસને દોહવા માટે એના વાછરડાને એની સમક્ષ બાંધવુ એ?

    -આપણી માતા-બહેન કે અન્ય સગલીઓના દુધ કેમ પીતા કે વેચતા નથી?

    -અનાજ અને ફળ ફળાદીમાં જીવ નથી? છે તો શું કામ હત્યા કરો છો?

    આવા અનેક સવાલોની હારમાળાઓ ઉભી કરી આપના ઉદાહરર્ણને નાથી શકાય પણ પરમેશ્વરે મનુષ્યને પોતાની જ પ્રતિક્રુતિમાં બનાવ્યા છે એનુ ઉદાહરણ આપણા માતા-પિતા છે અને દરેક માતા-પિતા એમના બાળકોને ખુબ જ પ્રેમ કરતા હોય છે પછી ભલે તેમના બાળકો તેમને નફરત કરતા હોય. પણ શૈતાન એવો નથી એ જ તો બાલકોને માતા-પિતાના, અને માતા-પિતા પોતાના બાળકોના દુશ્મન બનાવી દે છે, જરા વિચારી જુઓ ડિયર. એટલે મનુષ્ય સિવાયના, હરણ અને વાઘ અને અન્ય જીવો પણ પરમેશ્વરના ઈચ્છાઓ અને નિયમ પ્રમાણે જીવવાના અને મનુષ્યો પરમેશ્વરની ઈચ્છાઓ અને નિયમો પ્રમાણે. પરમેશ્વરે મનુશ્યો પાસે જ ભક્તિ-સ્તુતિ મહિમાની ઈચ્છા રાખી છે, પશુ, પક્ષીઓ કે માછલાઓ પાસે નહિ. નહિ તો તેઓ પણ ભગવાન બનવાની કોશિશ કરતા હોત. એટલુ સારુ છે કે પરમેશ્વરે મનુશ્યને જ એ હક્ક આપ્યો છે કેમ કે મનુશ્ય પરમેશ્વરપિતાની પ્રતિક્રુતી છે.

    – મનુશ્યો સિવાયની દરેકે રચનાઓ પરમેશ્વરની ઈચ્છા મુજબ હયાત રહે છે પણ ફક્ત મનુશ્ય જ પરમેશ્વરનો વિરોધ કરીને એમની વિરુધ્ધ ચાલે છે. કેમ કે મનુષ્ય આ જગતનુ સૌથી નબળુ પ્રાણી છે. એનુ કારણ એ કે અગર પહાડ પોતાની ઈચ્છાથી ચાલવા લાગે તો તો બધાનુ આવી જ બને. નદી સમુદ્ર પોતાની ઈચ્છા મુજબ દોડવા લાગે તો પણ એવુ જ થાય. વાધ પોતાની ઈચ્છાથી મકાન કે બ્રીજ બનાવવા લાગી જાય તો મનુશ્યનો મરો પહેલા જ કરી નાંખે. પણ એવુ ન થાય એ માટે જ પરમેશ્વરે સૌથી નબળા જીવ એટલે કે મનુશ્યને બુધ્ધિ આપીને દરેક શક્તિશાળી જીવો અને નિર્જીવો પર અધિકાર રાખવાનો પરવાનો બાઈબલમાં ઉત્પત્તિ (જીનેસીસ)ના બીજા અધ્યાયમાં આપી રાખ્યો છે. પણ મનુશ્યએ દસ હજાર વરસથી પરમેશ્વરની વિરુધ્ધ ચાલી રહ્યો છે એટલે જ આજે પોલિસ અને લશ્કર નામનો દંડુકો મનુશ્યને સિધો દોર કરવા માટે મનુશ્યોમાંથી જ બનાવીને આપ્યો છે. અને એ પોલિસ અને લશ્કર મનુશ્યને પરમેશ્વરે આપેલી બુધ્ધિથી જ નિર્મીત થયા છે. અને મનુશ્યોને પરમેશ્વર પર નહિ પણ શયતાન ના શિખવ્યા પોતાની તાકાતનુ-ભણતરનુ-ધનનુ ઘમંડ વધી જવાથી જ પોલિસ અને લશ્કર રુપે પોતાને જ ઠરાવે છે. એટલે જ જ્યારે કોઈ નરાધમ અત્યાચાર કરે છે ત્યારે પોલિસ જ કામ આવે છે અને પોલિસ મદદે નથી આવતો ત્યારે હતાશ લોકો પરમેશ્વરને જ યાદ કરે છે ને યાર.
    – પાકિસ્તાન આખા ભારતના દરેક શહેરોને ખતમ કરી નાખે તો તેમાં પણ પરમેશ્વરની જ મરજી જ હશે એટલે જ આજ સુધી ભારત અડિખમ ઉભુ છે અને કદાચ પાકિસ્તાન પણ પરમેશ્વરની ઈચ્છાથી જ ઉભુ છે નહિ તો બન્નેનો ખાતમો એક સેકંડમાં થઈ જાય એવા હથિયારો બન્ને પાસે છે જ ને. અને હા, પરમેશ્વરની મરજી હતી એટલે જ તો દરેક હુમલાઓમાં માર્યા ગયેલા લાખો લોકો મોત પામ્યા અને એમાંથી જે બચી ગયા તેઓ પરમેશ્વરને આજે પણ ધન્યવાદ આપતા જ હશે ને યાર. પાછલા જન્મના કર્મોના ફળ નામનું કોઇ બહાનું સામે ધરવાનો સવાલ જ નથી ઉઠતો, કેમ કે હુ આગલા કે પાછલા જનમમાં માનતો જ નથી.

    – બાઈબલમાં કર્મનો સિધ્ધાંત એટલો મજબુત છે કે તમે પાપ કે પુણ્ય કરશો અને પરમેશ્વરને નહિ અપનાવશો તો પણ નરકમાં જશો પણ જ્યાં સુધી દરેક વસ્તુઓમાં પરમેશ્વરની મહાનતાને ઓળખી ને માની લેશો કે પરમેશ્વર જ આ જગતના રચૈઈતા છે અને એમણે જ પ્રભુ યેશુને મનુશ્યોના પાપોનો નાશ કરવા અને સૌનો ઉધ્ધાર કરવા આ ધરતી પર મોકલ્યા છે તો જ જગતના મનુશ્યોનો યુરોપિયાનોના જેમ ઉધ્દાર થશે નહિ તો એશિયનોના જેમ નરકના અંધકારમાં જ જીવીને નરકમાં નષ્ટ થશે.

    – બીજા કોઈ જન્મના પાપનો દંડ નહિ પણ વર્તમાન જીવનમાં જ પરમેશ્વર વિરુધ્ધ ચાલીને કરેલા પાપોનો દંડ મનુશ્યને આ જ જીવનમાં મલી જશે. એટલે બીજા કોઈ જ્ન્મનો સવાલ જ નથી ઉઠતો. ૮૪ લાખ જન્મોનુ ગપ તો આપણા દેશના મનઘડંત ધર્મગ્રથોની ઉપજ છે જેને હુ નથી માનતો.

    – હુ માનુ છુ કે આ દુનિયાના દરેક મનુશ્યો પાછળ પરમેશ્વરની ઈચ્છા એક જ છે કે એ પરમ્પિતા પરમેશ્વરને જ પ્રગટ કરે, અને શેતાનના ખોટનો નાશ કરે. એવુ કરીને અન્ય માનવજાતી માટે ઉદાહરણ બને જેથી શેતાનની શેતાનીનો ધુળચટક નાશ થાય. પાપનો રાજા શેતાન એ પરમેશ્વરની રચના છે પણ એણે પાપનો પરમેશ્વર બનવાની ઈચ્છા રાખી છે એટલે પરમેશ્વરે હંમેશા એને ધુળચાટતો કર્યો છે. રાવણ, કંસ, કૌરવ, યદુવંશીઓ જોકે કાલ્પનિક છે, એના ઉદાહરણ ગણી શકાય જેઓએ પ્રેમ, દયા, ભાઈચારો, ન અનુસરીને પરમેશ્વરના નિયમને તોડ્યો હતોને યાર અને તેઓએ પસ્તાવો પણ ના કર્યો હતો, ન તો પરમેશ્વરથી ક્ષમા ઈચ્છી એટલે તેઓ તેઓના અભિમાન સહિત નષ્ટ થયા. મનુશ્યો પરમેશ્વર માટે નહિ પણ શેતાન માટે મનોરંજનનુ હથિયાર છીએ જ્યારે મનુશ્યો પરમેશ્વર માટે શેતાન ને હરાવવાનુ હથિયાર છે જે વિજ્ઞાન અને નવી નવી વિચારધારાઓ-માન્યતાઓ દ્વારા આ જગતનો ઈશ્વર બનવા ઈચ્છે છે. અને એ વિચારધારાઓ-માન્યતાઓને અનુસરીને જ મનુશ્ય આજે પાપી દશામાં આવી પડ્યો છે એટલે જ આજે ભાઈ-ભાઈ વચ્ચે સ્વાર્થ ભરાઈ પડ્યો છે. એટલે જ્યારે જ્યારે કોઈ પરમેશ્વરનો જણ એ બે ભાઈઓ વચ્ચે પ્રેમનો સેતુ જોડી આપે છે ત્યારે સ્વર્ગમાં આનંદ મનાવાય છે એટલે પરમેશ્વરની વિરુધ્ધ ચાલનારાઓ જ્યારે જ્યારે પરમેશ્વરને અને ખાસ કરીને પ્રભુ યેશુને અપનાવે છે ત્યારે ત્યારે સ્વર્ગમાં હર્ષોલ્લાસનો તહેવાર મનાવાય છે કેમ કે એક ભટકી ગયેલો પુત્ર સ્વઘરે, પિતા પાસે પાછો આવ્યો ને.

    – લડાઈ-ઝઘડા પરમાત્માની દેન નથી, એ તો શૈતાનની સ્વાર્થી દેન છે. લડાઈ-ઝઘડાનુ મુળ સ્વાર્થ જ છે ને. ક્યારેય સાંભળ્યુ કે પ્રેમ કરવામાં લડાઈ થઈ, સેવા, દયા, પ્રેમના કાર્યો કરવામાં લડાઈ-ઝઘડા થયા? એવુ ક્યારે નથી સાંભળ્યુ પણ સ્વાર્થ જ લડાઈ-ઝઘડાનુ મુળ છે જે શયતાનની દેન છે. એટલે જે સાધુ-સંતો-પુસ્તકો, મંદીરો-મસ્જીદો-ચર્ચો પ્રેમ, દયા, કરુણા, સેવા ની વાતો ના શીખવતા હોય એને જરુરથી ઉડાવી મુકો.

    – કોર્ટ દ્વારા સમાજમાં રહેલા ગુનેગારોને સજા આપવામાં આવે છે તેને હુ યોગ્ય નથી. કેમ કે એ તો સજા તો મનુશ્યોની વકિલમાં વેશમાં દલિલબાજીથી મળેલી છે અને એટલે જ ન્યાયની દેવીને આંખે પટ્ટી બાંધેલી છે. એટલે મનુશ્યોનો ન્યાય આંધળો હોય છે પણ પરમેશ્વરનો ન્યાય કદી ખોટો નથી હોતો. ચાલાકી કરીને છુટી ગયેલો દોષિ જીવનમાં કદી પણ સુખ જોવા નથી પામતો, એનો શેતાની આત્મા એને સતાવતો જ રહે છે અને એ પરમેશ્વર સમક્ષ આવવા દેતો નથી અને એ પાપમાં ને પાપમાં મરી જઈને નરકમાં પડે છે. સજા કરવી એ પરમેશ્વરનું જ કાર્ય છે અને પરમેશઅર કોઈને છોડતા નથી…અને પરમેશ્વરની આ સત્તામાં કોર્ટ દ્વારા ખલેલ કરવામાં આવે છે તેનો હુ મિત્રો અને સગાઓ સમક્ષ વિરોધ તો નોંધાવુ જ છુ. કોર્ટનો નિર્ણય એ પરમેશ્વરની મરજી વિરુધ્ધ હોય તો એનો વિરોધ તો આપોઆપ નિકળી જ આવે છે. અને ન્યાયપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે તેમાં પણ પરમેશ્વરની મરજી ન હોયને આજે મારો દેશ ત્રાહ્લિમામ પુકારી રહ્યો છે ને યાર.
    હજારોને મારનાર ગુનેગારને કોર્ટ નિર્દોષ છોડી દે છે તેમાં પણ પરમેશ્વરની મરજી નથી હોતી. ગુનેગારને પરમેશ્વરની ઈછ્છા હશે ત્યારે દંડ આપવામાં પરમેશ્વર જરા પણ વાર નથી લગાડતા. તે ગુનેગારને આ જનમમાં જ દંડ આપવા આવશે કેમ કે પરમેશ્વર કોઈ પુણ્યોના કારણે એને છોડી નહિ દેશે સિવાય કે એ વ્યક્તિ પરમેશ્વર સમક્ષ પસ્તાવો કરે. મનુશ્યોની અદાલત ભલે એને ફાંસી આપે પણ પરમેશ્વરમી અદાલતમાં એ ગળે લગાડવામા આવશે. ઉદાહરણઃ શહિદ ભગતસિંહ, ગાંધી બાપુ અને અન્ય શહિદો આજે પણ પુજાય છે.

    – પરમેશ્વર મારી-તમારી ઉપર રાજ કરે છે તેનો મતલબ આપણે બધા તેમના સુખ અને આનંદના રાજ્યના ગુલામો છીએ, હા, જેવી રીતે આપણા માતા-પિતાના સંતાન રુપે ગુલામ છીએ એ રીતે. પરમેશ્વરને એમના સંતાનો પર પ્રેમ-લાગણીની ગુલામી પ્રથા ખુબ જ પસંદ છે, કેમ કે એવુ નહિ કરે તો એમનુ સંતાન પાપ કરીને એનુ શરીર અભડાવી મુકશે જે સ્વર્ગને બદલે નરકમાં નાંખવામાં આવશે. ભારત ઉપરાંત વિશ્વમાં ઘણાં દેશોમાં કાયદા દ્રારા ગુલામીપ્રથા નાબુદ કરવામાં આવી છે તે કાયદા અનુસાર દરેક પુત્રને એની જ સલામતી અને સુખને ખાતર ગુલામ ગણનાર પરમેશ્વરને દોષી કેવી રીતે માની શકાય? તેવા મહાદયાળુની ઉપર કોઈ મુરખ જ કોર્ટકેસ કરી શકે. આમ પરમેશ્વરની નીતિ વિરુધ્ધ કાયદો બનાવનાર દેશને પરમેશ્વર જાતે જ દંડ આપવા આવે છે, તમને એની નથી ખબર તો એ તમારી ભુલ નહિ કે?

    – કોઈ પણ ચાહે કંઇ પણ કરે આખરે તો પરમેશ્વરની મરજી પ્રમાણે જ થવાનુ છે તો પણ નોકરી-ધંધો કરવાની શું જરૂર છે નહિ તો એમનુ બાળક આળસુ બનીને નકામુ બાલક કહેવાય એ પરમેશ્વરને પસંદ નથી. બાળકોને ભણવાના નામે આટલો બધો માનસિક ત્રાસ આપવાની શું જરૂર છે જેથી એનુ મન નશ્વર કામો પર સામર્થ પામી શકે. એટલે પરમેશ્વર જ ઇચ્છે છે કે દરેક માણસો ત્રાસ માથી પસાર થાય. દરેકને દુઃખ પડે એવી તેમની ઇચ્છા છે, જેથી સોનુ આગમાં હેમખેમ પાર પડી શકે. શૈયાતનના દોર્યા સ્વાર્થી એવા દરેક લોકોને જ દુઃખમાં રાખીને પોતાની મહાનતા સાબિત કરવું તેમને ગમે છે નહિ તો શૈતાની વધી જશે. હા, પરમેશ્વર સ્વાર્થી છે, પોતાના સંતાનો શેતાનના ભરમાવ્યા ભરમાઈ ન જાય એ બદલ પરમેશ્વર માતા-પિતા જેવા સ્વાર્થી બને રહે છે. તેમને બધા પુજે એવું પરમેશ્વર પોતે જ ઇચ્છે છે કેમ કે એવુ નહિ કરે તો બધા શેતાનની પુજા કરવા લાગી જશે અને ખુવાર થતા રહેશે અને એવો કયો બાપ છે જે એના સંતાનોને દુશ્મનના હાથમા જતા જોઈ રહે અને કાંઈ ન કરે.

    -પોતાને પુજવાની વિધી, બાઈબલના કલમા-આયાતો પરમેશ્વરે જાતે બનાવ્યા છે પણ હિંદુ-બૌધ્ધ કે જૈન સ્લોક વિશે મને ખબર નથી અને હુ નથી માનતો કે પરમેશ્વરે લખાવ્યા હોય.

    – હા, બાઈબલમાં પરમેશ્વરને પુજવાની વિધિ કે પ્રાર્થના લખનારા પરમેશ્વરના એજન્ટ હતા.

    -પરમેશ્વરને પ્રાર્થના ન કરો તો તે સાંભળતા નથી એવુ નથી ઘણી વખત ન કરેલી પ્રાર્થનાનુ ફળ જરુરીયાત પ્રમાને અચાનક જ મલી આવે છે કેમ કે પ્રભુ દરેક બાળક ને પ્રેમ કરે છે. પણ જે લોકો બેઠો વિરોધ કરે છે તેઓની પ્રાર્થના તો ખાસ સાંભળે છે અને જે માનતા હોય છે તેઓની પ્રાર્થનાનુ ફળ ક્યારેક મોડુ મોડુ આપે છે તો ક્યારેક આપતા નથી એ તો પ્રાર્થના પર આધાર રાખે છે. ઘણી પ્રાર્થનાઓ સ્વાર્થી હોય તો એનુ ફળ નહિ ઉલ્ટુ સજા મળે છે એ યાદ રાખજો ભાઈ.
    – પરમેશ્વરને એમના બાલકો પ્રેમ કરે એ બધુ જ ગમે છે. પરમેશ્વર બાળક જેવા ભોળા છે, દયાળુ છે પુજા કરી તો જુઓ, ગમે એ રીતે ફક્ત સ્વાર્થ કે ચાલાકી ના કરશો નહિ તો સજા મળશે, કેમ કે ચાલાકી કરવી એ શૈતાનની દોરવણી છે.
    -પરમેશ્વરને પુજવા માટે જે-તે જગ્યાએ જવું જરૂરી નથી, ફક્ત હ્રદય પવિત્ર હોવુ જોઈએ. ન ચાલાકી કે ન સ્વાર્થ, ફક્ત નિર્મળ મન હોવુ જરુરી છે.
    -પરમેશ્વરને સંડાસ-બાથરૂમમાં રાખી શકાયને, કેમ ન રાખી શકાય, એ તો જેવી જેની બુધ્ધિ, જે વ્યક્તિ પોતાની પત્ની કે માતાને સંડાસમાં રાખતો હશે એ જ પરમેશ્વરને સંડાસ-બાથરુમમાં રાખશે ને યાર. જે જાણી જોઈને એવુ કરશે એ એવુ ફળ સંડાસ-બાથરુમ જેવુ ગંદકી ભરેલુ જ મેળવશેને. પરમેશ્વર અને પ્રભુ યેશુ સર્વવ્યાપી અને સર્વચરી છે, ગમે ત્યાં જઈ શકે છે, જ્યાં શેતાન કે બીજા દેવી-દેવતાઓ નથી જઈ શકતા. કેમ કે શેતાન અને દેવી-દેવતાઓને સુતક કે આભડછેટ લાગતી હોય છે તેઓ સર્વપ્રભુ નથી. જ્યારે પરમેશ્વર અને પ્રભુ યેશુ સ્મશાન માં પણ જઈ શકે છે અને ત્યાંથી ખોટા દેવી-દેવતાઓને ભગાડી મુકે એટલા સામર્થી છે.
    -પરમેશ્વરને અને પ્રભુ યેશુને કોઈ ગંદુ કરી શક્તુ નથી. આ જગતમાં એવી કોઈ શક્તિ નથી જે પરમેશ્વરને ગંદા કરી શકે. અને જે કરવાની કોશિશ કરે છે એ પોતે જ ગંદો દેખાઈ આવે છે. ઉલ્ટા જે ગંદા હોય એને પવિત્ર બનાવી દે છે. કોશિશ કરી જુઓ ને યાર.
    શું પરમેશ્વર સાથે આવું વર્તન કરીએ તો તેમને ખોટું નથી લાગતુ ઉલ્ટુ જે કરે છે એને થોડા દિવસોમાં જ પોતાના કર્યા પર પસ્તાવો થાય છે અને પરમેશ્વરની માફી માંગવા લાગે છે.
    પરમેશ્વર દયાળુ-માયાળું હોય અને બધાને માફ કરી દેતા હોય છે તેમને ગાળો આપનાર કે તેમની સાથે ગેરવર્તન કરનારને પણ માફ કરે જ છે, એટલે તો એવાઓને જીવાતા છોડી મુકે છે જેથી સેતાન એવાઓને ફાડી ખાય અને નરકમાં લઈ જાય.
    તેઓ સજા કોઈને નથી કરતા ફક્ત તેઓથી મોઢુ ફેરવી લે છે ને શેતાન એવાઓને ફાડી ખાય છે અને શેતાન તેઓની પર સવારી કરે છે અને પાપના કામો કરાવે છે.
    મોઢુ ફેરવી લઈને આશિષની અમીભરી દ્રષ્ટી ફેરવાઈ જાય છે એ સજામાં બદલી જાય છે એવુ કરતી વખતે તેઓ દયાળુ જ હોય છે એટલે દુખી થઈને બચવાનો મોકો આપે છે.
    – જો પરમેશ્વર માંગ્યા વગર આપી દે છે અને ભાવનો ભુખ્યો છે એને ફક્ત ધા નાખવાની જ જરુર છે, પુજા-પાટ કરવા નથી પડતા, પુજા પાઠ કરવાની ઈચ્છા તો શેતાન રાખે છે કેમ કે એની કોઈ પુજા કરતુ નથી, એને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોઈને એ મનુશ્યો દ્વારા પુજા-પાઠ ઈચ્છે છે.
    -ભગવાનના નામે ગુંડાઓને દાન આપવાનો કોઇ મતલબ ખરો? એ તો કોઈ મુરખ જ હશે જે ભગવાનના નામે કોઈ ગુંડાને દાન આપશે. છતાં પણ કોઈ ગુંડાને દાન આપવાથી એનુ મન બદલાઈ જતુ હોય અને એ સારો વ્યક્તિ બની જતો હોય તો દાન આપવામા કોઈ વાંધો નથી.
    -પરમેશ્વરને માનનારાઓમાં સૌથી મોટો વર્ગ ‘ચીટર’લોકોનો છે એવુ કહેનારા લોકો જ ખરેખર ચીટર હોય તો? તો પરમેશ્વરને લાગે છે કે તેમણે આત્મખોજ કરવી જોઇએ અને તેમની નીતિ બદલવી જોઇએ પણ એ ચીટરો એવુ કરવામાં નાનમ-શરમ અનુભવતા હોય છે. પછી તે ચીટર છે એટલે તેમને સલાહ ન આપી શકાય નહી તો તેમને વળી ખોટુ લાગી જશે, એ જ.
    – અમારા ઘરમાં દરવાજા-લોકર કેમ રાખીએ છીએ કેમ કે ચીટરો ઘરમાં ઘુસીને શેતાનના દોરવ્યા બીજાનુ હડપી લે છે ને.
    – ઘરની બહાર જતી વખતે ઘરને તાળુ કેમ ન લગાવીએ કોઈ ગરીબને દાન આપવાનુ ધન કોઈ ભણેલો-ગણેલો ચીટર લઈ જાય છે ને એટલે.
    – અમે પરમેશ્વરમાં આટલી બધી આસ્થા ધરાવીએ છીએ તેના બદલામાં પરમેશ્વર અમારા ઘરની રક્ષા તો કરે જ છે ને યાર.

    અને બધુ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે અને નસીબ મુજબ થતું હોય છે તો તમે તેમની ઉપર કેમ ભરોષો ન રાખીયે? તેનો મતલબ તમારા પ્રષ્નમાં ખોટ છે. મને પરમેશ્વર પર શંકા નથી, હુ મારા પૈસા કે પરિવાર માટે પરમેશ્વરના ભરોષે રહેવાનુ પસંદ કરુ છુ કેમ કે એ જ તો કર્તાધર્તા છે ને.
    – હું અહી પરમેશ્વર વિશે આવુ બધું લખીને પરમેશ્વરને આપના જીવનમાં આવકારુ છુ. તમારું કાર્ય પરમેશ્વરની મરજીથી નથી થઈ રહ્યુ. તમે પરમેશ્વરની મરજીને સ્વીકારશો? બની શકે કે પરમેશ્વર પોતે જ તમારા દ્વારા તેમની બદનામી થાય એવું ઇચ્છતા હોય!! અને જો તમે પરમેશ્વરની ઇચ્છાને ન માનતા હોવ તો તે તમને આવીને દંડ આપશે એવો મને વિશ્વાસ નથી? કેકેમ કે દંડ આપવો એ પરમેશ્વરનો સ્વભાવ નથી, ઉલ્ટુ માફ કરવો એ પરમેશ્વરનો ગુણ છે. તમારી આવી વાતોથી મને ગુસ્સો શું કામ આવે? પરમેશ્વરને પોતે દંડ દેવો હોય તો દેવા દો, તેમના કાર્યમાં હુ ક્યાં ખલેલ કરુ છુ. હા ફક્ત પ્રાર્થના કરુ છુ કે સૌને માફ કરે અને તેઓ કરે જ છે.
    મારા મતે મને એવુ લાગે છે કે હવે બીજા દેવોમાં કોઇ પાવર નથી કેમ કે તેઓ જગતના રચયીતા નથી તેઓ પરમેશ્વર નથી. માત્ર પ્રભુ યીશુ જ બધુ છે, કેમ કે પરમેશ્વરે પ્રભુ યેશુના જન્મના ૨૦૦૦ વરસ પહેલા એમને મોકલવાની ભવિષ્યવાણીઓ કરી હતી (આજના ૪૦૦૦ વરસ પહેલા), જ્યારે તમે લખેલા દેવી દેવતાઓ વિશે કોઈ ભવિષ્યવાણીઓ ક્યાય વાંચવા નથી મળી અને એ બધા કાલ્પનિક છે. મતલબ કે હનુમાન, શંકર, રામ, કૃષ્ણ, પયગંબર ને પુજનારાને કોઇ ફાયદો થાય એમ નથી એવુ યુગો યુગોથી દેખાતુ આવ્યુ છે અને આજે પણ ઉધ્ધાર મને એમા દેખાતો નથી. સિતાને રામે આળ લગાડ્યુ અને જંગલમાં મોકલાવી દિધા અને એથી સિતા ધરતીમાં સમાઈ ગયા એટલે રામે પ્રજાની ચિંતા ન કરી ફક્ત પત્નીની યાદમાં સરયુ નદીમાં જળસમાધી લિધી, ક્રુષ્ણને પારધીએ મારી નાંખ્યા, અને ગાંધારીનો શાપ યદુવંશીઓનો ક્રુષ્ણ સમેત નાશ કરી નાંખતો હોય તો એ મારા માટે નકામા દેવતાઓ છે. શંકર-હનુમાનને હુ પ્રભુ માની શકતો જ નથી. એ મારી મરજી છે.
    અલ્લાહ, યહોવા એ પરમેશ્વરનુ અરબી અને યહુદી નામ છે એમને એટલે કે અલ્લાહ, યહોવા, અથવા તો આપણા પરમેશ્વરને પુજો તો જીવનમાં ઉધ્ધાર થશે.
    યીશુ એટલા પાવરફુલ છે કે તેમની બલિદાન થઈને જીવંતા થઈ જવાની ઉધ્ધારક શક્તિ સામે કોઇનું કંઇ ચાલે એમ નથી. લાઝરસ નામનો વ્યક્તિ મરી ગયા પછી ચાર દિવસ સુધી કબરમાં હતો અને એ કબરને ઉઘાડી ત્યારે બદબુ મારતી હતી એ લાઝરસને ચાર દિવસ પછી જીવતો કરી આપ્યો એ પ્રભુને હુ કેમ ન માનુ. આ લડવાની વાત નથી, તમે જેને ભજો છો એ લડવાનુ શીખવે છે જ્યારે હુ જેને ભજુ છુ એ મને માફ કરવાનુ શીખવે છે.
    ૪૨ વરસ સુધી મે ક્રુષ્ણને ભજ્યા ને નવરાત્રીમાં ડિસ્કોમાં ગીતો પણ ગાયા પણ મે જોયુ છે કે બધા ક્રુષ્ણ અને દેવી કરતા ગોપીઓ પાછળ વધારે ભટકે છે અને લાઈન મારતા કોઈ ડર નથી લાગતો કેમ કે દરેક સ્ત્રીઓ ગોપી જ દેખાતી હોય છે. અને આજે ભારતમાં જે હાલત છે એના જવાબદાર આ ક્રુષ્ણ જ નથી કે? હનુમાનને ભજવાથી બધાજ દુશ્મન દેખાય છે અને લડવાનુ મન થતુ હતુ. રામ જેવા એકપત્નીત્વ ગુણ કોઈને ગમતો નથી, અરે સીતા તરીક કોઈને સતી બનવુ જ નથી, કોઈને બેન કહુ તો મને નકામો કહે, રામને એ ખબર ન’તી કે એમની પત્ની કોણ ઉપાડી ગયુ? કોણ કઈ બાજુ લઈ ગયો? સીતાના વિયોગથી એમની વિહવળતા એક સામાન્ય માણસ જેવી ઉપસી આવે છે, એ પરથી અને એવા અસંખ્ય ઉદાહરણ (જે હુ લખવા નથી ચાહતો) પરથી તે પ્રભુ નથી એ સાબિત થઈ જાય છે, અને મારા માટે એ ભગવાન છે જ નહિ.
    ગરબામાં હુ મારી બૈરી કે બેટીને ગંદા ચેનચાળાઓ કરવા ન દઉ જેથી પુરુષોના મન ખરાબ થાય. એવા અધર્મ ભર્યા સમાજને બદલે પ્રભુ યેશુની જડબેસલાક સાદગી મને ગમી જતી હોય તો એ પ્રભુ યેસુ જ મહાન કહેવાય કે નહિ? આ તમે કટાક્ષ કર્યો એનો પ્રત્યુત્તર આપુ છુ નહિ તો મારી બિલ્કુલ ઈચ્છા ન હતી.
    પોતાના દેવને મહાન બતાવવા બીજા બધાને નાનકડા જતાવવા એવું યીશુ નથી શીખવતા પણ હુ જ તમને કહુ છુ કે તમે પ્રભુ યેશુની એક તો ભુલ દેખાડો, નાનકડા કરી દેખાડો અને તમે જેને ગમે એને મોટા કરી દેખાડોને યાર. પ્રભુ યેશુને તમે નાનકડા દેખાડવા લાયક તમારી પાસે કશુ છે જ નહિ.
    -શું પ્રભુ યીશુ જાતે આવીને મને એવુ કહેશે કે કે બીજા બધા ભગવાનો તેમના કરતા તુચ્છ છે? એટલા તુચ્છ તો નથી પ્રભુ યેશુ, તેઓ તો કહે છે કે કોઈની જોડે તર્ક વિતર્ક ના કરવો. પણ મને ખબર ન હતી તમે આટલો રોષ ભર્યો સવાલ કરશો આ તો તમે જવાબની ઈચ્છા રાખી છે એટલે લખુ છુ. અને હવે હુ આપની ઈચ્છા હશે તો જ પ્રત્યુત્તર લખીશ.
    -શું કોઇ એક વ્યક્તિની આધીનતા આટલી હદે સ્વીકારી લેવી એ એક માનસિક રોગ લાગે છે તમને? શું પ્રભુ યેશુ મહાન નથી? એમને જાણો તો તમને ખબર પડશે. મને જણાવો કે મારો માનસિક રોગ તમે કયા ભગવાનને મારી સમક્ષ રાખીને દુર કરશો? છે એક પણ ભગવાન તમારી નજરમાં? ૩૩ કરોડમાંથી એક પણ સામર્થી નથી. તમારી પાસે કશુય નથી. મે સારા ભાવે જવાબ લખ્યો છે પણ તમે શું સમજશો? તમારી પાસે ઉદારતાની અપેક્ષા છે.
    – ઉપરના દરેક સવાલોના જવાબ તો ખુદ પરમેશ્વર નહિ પણ એમના કોઈ પણ ચેલા આસાનીથી આપી શકે છે છતાંયે હુ સભ્ય ભાષામાં જવાબ આપવાની ગુસ્તાખી કરુ છુ અને આપને સમજી ગયો છુ, આપનો પ્રયાસ આવકાર્ય છે.
    # અને આવા સવાલો બીજા કોઇને પણ પજવતા હોય અને તે છતાંયે તમે દયાળુ પરમેશ્વરની આધીનતા સ્વીકારતા હોવ તો તમારી શ્રધ્ધા ખરેખર વંદનને પાત્ર છે! આપને મારો પરમેશ્વર, ભગવાન, અલ્લાહ, ઇસુ કે અન્ય જે કોઇને આપ આપના માલિક ગણતા હોવ તે આપને શાંતિ બક્ષે એવી આશા…
    – અસ્તુ.

    1. આટલુ બધુ તમે લખ્યું તો ખરું પણ મારા મોટાભાગના સવાલોના જવાબ માત્ર ‘હા’ અને ‘ના’ માં આપી શકાય એમ હતા.

      તમારો ભાવ તમારા યેશુ માટે કંઇક વધુ પડતો જણાય છે અને તમારી વાતોમાં તમે તેને સંપુર્ણ રીતે પરાધીન બની ચુક્યા છો તે પણ જણાય છે. તમારી આ પરાધીનતા તમને અન્ય ઇશ્વર કે ભગવાનની સામે યેશુને જ સર્વસ્વ સ્વીકારવા મજબુર કરે છે. તમે અહી જવાબો કોઇ તર્ક સાથે આપ્યા નથી, માત્ર પુસ્તકીયા વિચારો અને કહેવાતી વાતો-ઉદાહરણોથી આપ્યા છે જેનો અહીની ચોખ્ખી ચર્ચા-વિચારણા કે સવાલ-જવાબમાં કોઇ અર્થ રહેતો નથી. તમે હિંદુ માન્યતાઓ વિશે જે કહ્યું છે તે વિશે તો મને કંઇ કહેવુ નથી અને હું તો તેવું જ કંઇક આપના યેશુ માટે પણ માનુ છું. તે મારી માટે કોઇ ભગવાન નથી, એક સામાન્ય વ્યક્તિથી વિશેષ પણ નથી. તે ઇતિહાસનું એક એવું પાત્ર છે જેનું સંપુર્ણ વર્ણન કદાચ હકિકત પણ ન હોય. ગોટાળા તો દુનિયાના દરેક ધાર્મિક શાસ્ત્રોમાં થયા છે તો તેમાં તમારા યેશુના પરાક્રમો પણ બાકાત નથી.

      અને હા, આટલાબધા સર્વશક્તિમાન પરમેશ્વરની સત્તામાં પણ બિન્દાસ્ત પોતાની સત્તા ચલાવતી એવી આ શેતાન નામની બલામાં મને ઘણો રસ પડયો છે. આ કેરેકટરને જાણવા જેવું ખરું હોં…. વધુ તો આપને સમય મળ્યે ચોક્કસ પ્રતિભાવ આપીશ. અત્યારે સમય થોડો ખુટે એમ છે….

    2. આપનો પ્રતિભાવ જોઇને આપને જવાબ આપ્યા વિના રહેવાય એમ નથી. પહેલા તો તમારી આવી વાતો વાંચીને અને જોઇને હસવું-રોવું કે માથુ કુટવું તે સમજાતુ નથી. કોઇ એક પાત્ર વિશેની અંધશ્રધ્ધા અને કોઇ એક વિચારની પરાધીનતા તો હું ઘણી જોઇ ચુકયો છું પણ તેમાં આટલી હદ આજે જોઇ છે.

      આપ સામાન્ય તર્ક અને વિચાર કરવાની સંપુર્ણ શક્તિ તમારા મહાન યેશુના હવાલે કરી ચુકયા છો એટલે આપની સાથે તાર્કિક વાતનો કોઇ હેતુ જ રહેતો નથી અને આમ પણ આપના ઘણાં જવાબો આપસમાં જ એકબીજાની વિરુધ્ધ દિશા સુચવે છે એટલે તેમાંથી સાચો જવાબ તો પહેલા તમારે તમારા યેશુ પાસેથી જાણવાનો રહે છે.

      એકવાતનું આશ્વર્ય થાય છે કે તમારી મોટાભાગની વાતોમાં પરમેશ્વર અને શેતાન લગભગ સમાંતર ચાલે છે. તમે શેતાનનું અસ્તિત્વ સાબિત કરીને યેશુ મહાન છે તેવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આપની વાતોમાં અને યેશુભક્તિમાં પરમેશ્વરની મહાનતા કરતા શેતાનનો ડર વધુ કામ કરતો હોય એવું લાગે છે. તમે તમારા યેશુને મહાન હસ્તી સાબિત કરવા માટે એક ભ્રામક માન્યતાથી ખોટો ડર ફેલાવી રહ્યા છો. જે શેતાન નામની કોઇ ‘ચીજ’ આ દુનિયામાં અસ્તિત્વ જ ધરાવતી નથી તેને તમે તમારા યેશુના લાભ માટે પ્રખ્યાત કરી રહ્યા છો.

      હું કોઇ ધર્મને સ્વીકારતો નથી તેનો મતલબ એ નથી કે મને તેમની પ્રત્યે નફરત છે. તમારી વાતોમાં હિન્દુ વિચારધારા પ્રત્યેની ધૃણા સખત રીતે દેખાય છે. તમારો ધર્મ તો ભાઇચારો શીખવે છે ને? દુશ્મનને પણ પ્રેમથી ગળે લગાડતા શીખવે છે ને? તો આ ધૃણા કરતાં કોણે શીખવી છે?

      આપ ઉંમરમાં મારા વડીલની કક્ષાએ છો એટલે આપને વધુ કહેવું મને યોગ્ય નથી લાગતું પરંતુ આપને આત્મખોજ કરવાની એક આગ્રહભરી વિનંતી છે.

      આપના યેશુ આપના શેતાનથી આપને સલામત રાખે એવી આશા.

  12. પર્ર્મેશ્વર એક એવી દિવ્યશક્તિ છે કે જેઓ એ એનો અનુભવ કર્યો હોય એ જ સમજી શકે અને આ અનુભુતી માટે સૌથી પહેલા તો આપે હ્રિદય ના બન્ધ દરવાજા ઓ ખોલવા પડે અને બિજુ એક practical અને મહત્વનિ વાત એ છે કે આપે એ બાબ્તે હકરાત્મક બનવુ પડે સમ્પુર્ણ પણે આસ્તિક હોવા છતાં પણ હુ આપના વિચારો ને સમ્જિ સકુ છુ કારણ કે કોઇ પણ કરણોસર આપ્ના દિમાગ મા એમ્નિ માટે નકારાત્મક્તા છે એને હટાવિ ને સમજ્વાની કોશિશ કરસો તો દેખાશે કે,તમોને આટલી બધી નફ્રરત કે જે પણ ગેર સમજો છે એ ઇશ્વર માટે નથી પણ ઇશ્વર ના નામે જે કૈ પણ ખોટુ કરિ રહ્યા છે એવા ખોટા લોકો, માટે છે .કોઇ વાર દિલ થી સમજવાની કોશિશ કરજો સમજાશે અને અનુભવ પણ થશે… મને વિશ્વાશ છે આ બાબત નો ” ઇશ્વર મા” 🙂 પ્રેમ નુ બિજુ નામ જ ઇશ્વર છે પછી એ સમબન્ધ કોઇ પણ હોય …… એક્વાર ઇશ્વર સાથે સમ્પુર્ણ હકરાત્મક્તા સાથે જોડાવાની કોશ્હિશ કરજો પછી આપ ધર્મ,આધ્યાત્મ મા સારુ ખરાબ તારવતા થૈ જશો….
    મારી વાત ઘણી સિધી અને સરળ અને કાયમ બોલતી લાગ્શે પણ ……..એવુ છે નૈ .બસ વિચારજો
    આમ તો ઘણુ બધુ કેહવાનુ થાય હજુ પણ આ મારો બ્લોગ નથી એ પણ હુ જાણુ છુ એટ્લે…. 🙂

Leave a Reply to Dinesh KumarCancel reply