આજે…

. . .

– આજ થી ફેસબુકમાં “બગીચાનો માળી’ નહી મળે…!!!!

– કોઇ નવી વાત નથી…માત્ર પ્રોફાઇલ નામ બદલ્યું છે….. (પ્રોફાઇલ લિન્ક તો એ જ જુની અને જાણીતી છે.)

– આમ તો ઉપરની ચોખવટ એક દિવસ પછી કરવાનો વિચાર હતો પણ અત્યારે જ જાહેર કરી દઉ છું. (નહી તો વળી કાર્તિકભાઇ ની પેલ્લી “Natak” વાળી કોમેન્ટ રીપીટ થવાના ફુલ્લ ચાન્સિસ છે… 😉 )

– ફેસબુક અને ફાયરફોક્ષ (Firefox) નું આપસ માં બનતુ નથી લાગતું.. દરેક નોટીફિકેશન જોવા પેજ ને રીફ્રેસ કરવું પડે છે. (આજે ફેસબુકમાં પણ કોઇ લોચો હતો.)

– ઠંડી જામેલી છે અને આજે સવારથી વાતાવરણ ઘણું કન્ફ્યુઝ્ડ હતું. (ઠંડી છે.. ગરમી છે.. અને સવારે તો ચોમાસા જેવો ભેજ પણ લાગે છે.)

– લગભગ આખો દિ ફેસબુકમાં વિતાવ્યો. (આજે ઘણાં લોકોએ મારી કોમેન્ટ્સનો ત્રાસ સહન કર્યો હશે.)

– અને છેલ્લે.. # આજનુ ફેસબુકિયુ જ્ઞાન :

  • મોટી પ્રોફાઇલવાળાને (એટલે કે ૧૦૦૦ થી વધારે ફ્રેન્ડ વાળાને) બર્થ ડે વિશ કરવાનો કોઇ મતલબ નથી… જેને તેની કિંમત હોય તેને શુભેચ્છા આપી જુઓ… તેમને ઘણો આનંદ થશે.
  • તમે જ પ્રાઇવસી સેટીંગ કરી જાણો છો એવુ નથી, બીજા લોકોમાં તમારા કરતા પણ વધુ અક્કલ છે એ ભુલવુ ન જોઇએ.
  • દરેકમાં કોઇ ને કોઇ સારી વાત જરૂર હોય છે.

. . .

11 thoughts on “આજે…

  1. મારી સલાહ: તમે જેને પર્સનલી ન મળ્યા હોવ અથવા લાંબા સમય સુધી ઓળખાણ ન હોય એમને Restricted લિસ્ટમાં મૂકવા.
    PS: સલાહ એ આપવાની વસ્તુ છે, લેવાની નહી — ઓસ્કાર વાઈલ્ડ. 😀

    1. એક અગત્યની વાત – જો Restricted લિસ્ટ માં કોઇને મુકો તો તેની ખબર તેનો ભોગ બનનારને આસાની થી પડી શકે છે. (જો ભોગ બનનારમાં થોડી પણ એકસ્ટ્રા બુધ્ધિ હોય તો..) એટલે તેના માટે ફેસબુકની અન્ય “List” સિસ્ટમ બેસ્ટ છે…
      કિસી કો પતા નહી ચલેગા… (એ પણ ‘ખીચડી’ના હિમાંસુની સ્ટાઇલમાં.. 😉 😉 )

      1. ખબર પડે તો પડવા દેવાની. કશો જ વાંધો નહી. આમેય મળ્યા નથી તો શું કરી લેવાના છે? 😉 વેલ, મળ્યા પછી હું તેમને યોગ્ય લિસ્ટમાં મૂકી દઉં છું. એટલિસ્ટ, આ બાબતમાં હું પ્રામાણિકતા દાખવું છું..

  2. – ફેસબુક અને ફાયરફોક્ષ (Firefox) નું આપસ માં બનતુ નથી લાગતું.. દરેક નોટીફિકેશન જોવા પેજ ને રીફ્રેસ કરવું પડે છે. (આજે ફેસબુકમાં પણ કોઇ લોચો હતો.)

    ^ હું તો ઘણા સમયથી “ક્રોમ”માં પણ આ આપત્તિથી પીડિત છું અને એ સિવાય પણ એક વધુ પ્રોબ છે કે નોટીફીકેશન લોગો પર ક્લિક કરવાથી અને એ જ રીતે ઓપન ઇન ન્યૂ વિન્ડો કરવાથી રીડ થઈ જવું જોઈએ પણ અન-રીડ જ રહે છે એટલે દરેક લિંક ક્લિક/ઓપન કરવી પડે છે, જોકે એનો બીજો રસ્તો પાછલા બારણેથી અખત્યાર કરી લીધો છે.

    1. અરે વાહ !!! આજે તો મારા બ્લોગમાં શ્રી રજનીકાંતભાઇ ની કોમેન્ટ આવી… પણ, જયાં શક્તિશાળી/ચમત્કારી/પ્રતિભાશાળી/અવતારી રજનીકાંતને તકલીફ પડતી હોય ત્યાં અમારી સમસ્યા કયારેય સોલ્વ થવાનો ચાન્સ નથી. 😉

      “ક્રોમ” વાળો અનુભવ કરેલો છે અને તમારે છે એવો જ પ્રોબ્લેમ અત્યારે મારી સાથે પણ ચાલુ છે. હા, ક્રોમમાં “મેસેજ”ના નોટીફિકેશન ટાઇમસર મળે છે એ ફાયદો ગણી શકાય પણ બીજા બધા નોટીફિકેશન તો ત્યાં પણ ઓપન કરવા પડે એ મજબુરી તો ચાલુ રહે છે. મારા મતે તે પ્રોબ્લેમ કોઇ ખાસ ફેસબુક-પ્રોફાઇલમાં લાગે છે કેમ કે મારા જ લેપટોપમાં અન્ય કોઇ તેની પ્રોફાઇલ ખોલે તો તેને આવી કોઇ સમસ્યા નડતી નથી.

      ચાલો, આપણે સમદુખીયા ભેગા થઇને ફેસબુક દુનિયાના પરોપકારી દેવ માર્કભાઇની આરાધના કરીને રીઝવવાનો પ્રયાસ કરીયે… કદાચ મેળ પડી જાય…

        1. મોટાભાઇ, અમે તો વિન્ડોઝ સિવાય કંઇ સમજીયે નહી એટલે તેની ગુલામી વેઠયા સિવાય છુટકો નથી… 🙁 🙁

          અને એમાયે નવું લેપટોપ ખરીદતી વખતે સાથે વિન્ડોઝ-7 નુ રજીસ્ટર્ડ વર્ઝન ખાસ લીધુ હતુ.. એટલે હવે આ ભવ (એટલે કે લેપટોપનો ભવ) પુરતો વિન્ડોઝનો સાથ છુટવો મુશ્કેલ છે..

બોલો, શું કહેવું છે તમારે...