શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું?

થોડા સમય પહેલાની એક ઘટનાએ મને ઘણો મુંજવી દીધો. મારી માન્યતાને બદલવાની મને ફરજ પડી. આમ તો સમય અનુસાર ઘણી માન્યતાઓ બદલાતી હોય છે પણ અહી વાત બીજી પણ છે.

આજે એક દંપતિનો કિસ્સો જાણ્યો જે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે: આ દંપતિને સંતાનમાં બે દિકરીઓ હતી. પત્નીને ફરી સારા દિવસો રહ્યા હતા. હવે તેમને ઇચ્છા એક દિકરાની હતી. વાત પણ માનવી પડે કે ભલે જમાનો ગમે તેટલો આગળ વધે પણ આખરે તો દિકરાની આશા તો હોય જ ને. આજે ભલે દિકરા-દિકરી વચ્ચે ભેદ નથી પણ દરેક દંપતિને દિકરીના મા-બાપ બનવાની સાથે એક દિકરાના મા-બાપ બનવાની પણ ઇચ્છા તો હોય જ ને. પણ કિસમતમાં કંઇક અલગ લખ્યું હતું. તેમને ત્યાં દિકરી જન્મી. ભગવાનને ગમ્યું તે ખરું તેમ માની ને તેમણે દિકરીને પણ ખુશી થી વધાવી લીધી. પણ… મનમાં એક દુઃખ રહી ગયું કે આ દિકરીઓને કોઇ એક ભાઇ પણ હોત તો કેટલું સારું હોત.

પતિ-પત્નીએ દિકરાની આશાએ એક વાર ફરી પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. જયાં-જયાં ખબર પડી ત્યાં માળા-દોરા-ધાગા અને દુઆ-પ્રાર્થના કરી આવ્યા. પત્નીને સારા દિવસો ફરી રહ્યા પણ બે-ત્રણ મહિનામાં દંપતિને ડર સતાવવા લાગ્યો કે ફરી દિકરી હશે તો? ત્રણ દિકરીઓને તો વધાવી લીધી છે પણ ફરીવાર જો દિકરી હશે તો શું તેને ખુશીથી સ્વીકારી શકશે? માત્ર દિકરાની આશાએ ચોથા સંતાન માટે તેઓ વિચારી રહ્યા હતા અને અત્યારના જમાનામાં ચાર-ચાર સંતાનને મોટા કરવાં એ જ ઘણી અઘરી બાબત હતી પણ તેમાંય જો ચોથા સંતાનમાં દિકરી અવતરે તો? અને જો તેને ખુશીથી સ્વીકાર ન મળે તો તેમાં શું દિકરીનો ગુનો ગણવો?

પતિ-પત્ની બન્ને એ વિચાર કર્યો કે જો દિકરી હશે તો તેમનો પરિવાર તેને રાજી-ખુશીથી નહી સ્વીકારી શકે અને જો તેમ થયું તો આ દિકરીને માત્ર અપમાનિત થવા જ આ દુનીયામાં લાવવી? પ્રશ્ન વિકટ હતો. જવાબ પણ નહોતો. જો અગર દિકરા ના સ્થાને દિકરી હશે તો તેને આ સંસારમાં દુઃખ જોવાનો જ વારો આવશે તે નક્કી હતું. અહી દિકરા-દિકરીની વચ્ચેના ભેદ કરતાં જરુરીયાત અને આવનાર સંતાન જો દિકરી હોય તો તેના ભવિષ્યનો સવાલ વધારે મોટો હતો.

કયાંકથી ખબર મળ્યા કે કોઇક જગ્યાએ ખાનગીમાં છુપી રીતે ગર્ભપરિક્ષણ થાય છે. બધા પાસાઓ નો વિચાર કરીને દંપતિએ છેવટે નક્કી થયું કે એકવાર દિકરો નહી હોય તો હવે ચાલશે, ત્રણેય દિકરીઓ ને જ પુરા વ્હાલથી ઉછેરીશું. પણ…. ત્રણ દિકરી પછી જો દિકરી જ હોય તો તેને આ દુનીયામાં લાવવી એ તેની સાથે અન્યાય કરવા જેવું થશે. એટલે ઘણાં દુઃખ સાથે મક્કમ નિર્ણય પર પહોંચ્યા કે ભલે ગેરકાયદેસર હોય પણ જો દિકરી હોય તો તેને આ દુનીયામાં ન લાવવી. છેવટે ગર્ભપરિક્ષણ બાદ હવે નક્કી થઇ ગયું કે આવનાર સંતાન દિકરી જ છે. નિર્ણય પહેલેથી જ લેવાઇ ગયો હતો કે શું કરવું. એ દિકરી આ દુનીયામાં ન આવી શકી.

~ આખી ઘટના મે જ્યારે સાંભળી, શરુઆતમાં તો તે મા-બાપ પર ગુસ્સો આવ્યો કે તેઓ આવું કઇ રીતે કરી શકે?!! પોતાની દિકરીને જન્મતા પહેલા મારી નાંખવાનુ પાપ કોઇ શા માટે કરે!! જમાનો બદલાઇ ગયો છે, દિકરીને પણ દિકરાની જેમ મોટી કરી શકાય છે. એ જ દિકરી સો દિકરાની ગરજ સારી શકે છે. પણ, વિસ્તૃત રીતે જોતા તે દંપતિનો નિર્ણયને યોગ્ય ઠેરવવા હું મજબુર બની ગયો છું. અત્યારે ગર્ભપરિક્ષણ કે ગર્ભપાતની જે દિશાને હું જોઇ રહ્યો હતો તે કંઇક અલગ જ હતી. કૃત્ય તો ગેરકાયદેસર થયું જ છે. પણ છતાંયે મને તે દંપતિ માટે કોઇ ગુનેગાર ના બદલે સહાનુભુતિની લાગણી જન્મી છે. તેઓ પણ ઘણાં દુખી છે. તેમને બેહદ પસ્તાવો પણ છે. પણ આખરે તેઓ એ વાત પર મક્કમ છે કે તે દિકરીને જો આ દુનીયામાં આવવા દીધી હોત તો તેઓ તેને પુરતો ન્યાય ન આપી શકયા હોત.

મિત્રો, વડિલો કે સામાજીક માણસો.. આપને આ જણાવવાનો કે કહેવાનો અર્થ કોઇ વિવાદ અંગે નથી. હું કોઇ કાળે ભૃણ હત્યાને યોગ્ય નથી માનતો અને તેના દરેક પ્રયાસને પણ ધુત્કારું છું. છતાંયે આખી ઘટના વર્ણવવાનો હેતુ આપને પુછવાનો છે કે શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું? શું તે પતિ-પત્નીનો નિર્ણય ખોટો હતો? જવાબનો નિર્ણય આપ પર છોડી રહ્યો છું…

8 thoughts on “શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું?

  1. પ્રશ્ન વિચારવા લાયક છે પણ હા, આ ગર્ભપાત ચોક્કસ ગેરકાયદેસર છે.

    જો ગર્ભપાત ફ઼ક્ત આર્થિક બાબતો ને લક્ષમાં લઈ ને કરાયો હોય તો હજુએ થોડી સંભાવના છે કે ચર્ચા થઈ શકે. પરંતુ આ દંપતિ ની ચોખ્ખી ઇચ્છા ફ઼ક્ત પુત્ર-રત્ન(!) પ્રાપ્ત કરવાની જણાઇ. જેની આશામાં અને આશામાં ૩ દિકરીઓ થઈ, વધાવી લીધી એ સારી બાબત છે પરંતુ દિકરાનો મોહ ના છુટવો એજ ભેદભાવ ભરી દ્ર્ષ્ટી દર્શાવે છે.

    મારા કુટુંબ માં મારા જ એક વડીલ બંધુ એ જ્યારે આવું કરેલું ત્યારે મેં બધાની હાજરી માં દંપતિ ને ખખડાવી કાઢેલાં અને ૩ વર્ષ ના અબોલા પણ ભેટ માં મેળવેલાં. આજે પણ તેમને બે દિકરીઓ જ છે. એમને ભૂલ અને તેમનું ખોટું જનૂન સમજાણું છે. અને બન્ને દિકરીઓ ને હેત અને વહાલ થી ઉછેરે છે.

    દિકરો દિકરી એક સમાન એવી વાતો ફ઼ક્ત પુસ્તકો પુરતી જ છે. ભારત-પાકિસ્તાન જેવા દેશો ને બાદ કરો તો દિકરીઓ પ્રત્યે આવો ભેદભાવ વિશ્વનાં અન્ય દેશો માં જોવા નથી મળતો. આ લખનારે હજારો અમેરિકન-બ્રિટીશ-ઓસ્ટ્રેલીયન લોકો સાથે આ વિષયપર ચર્ચા કરી છે. તેમને મન ભારતમાં દીકરાઓનો આવો મોહ નવાઇ ની વાત છે.

    1. વાત તો સાચી કે ભારતમાં દિકરાનો મોહ હજુ છે. જો કે આ દંપતિને જાતે મળ્યો છું એટલે કહી શકું કે પહેલી બે દિકરી વખતે તેમણે દિકરા અંગે કંઇ નહોતુ વિચાર્યું પણ ત્રીજી વખતે તો દિકરાની આશા હતી. છતાંયે આવનાર દિકરીને આનંદથી વ્હાલથી સ્વીકારી છે. આ ગર્ભપાતના કિસ્સામાં તેઓને મે જાતે મળીને જાણ્યાં છે. તેઓ પણ દુઃખી છે. તેમના દ્વારા થયેલ કૃત્યને યોગ્ય ગણવું કે અયોગ્ય તે હું નક્કી નથી કરી શકતો એટલે અહી પ્રશ્ન મુકયો છે.

      આપને આ પ્રકારના બીજા કિસ્સાની વાત કરું. અમારા નજીકના સગામાં જ એક અંકલ છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી. છતાંયે એક દિકરાની આશ હતી. આવ્યા ટ્વીન્સ. એક દિકરો અને એક દિકરી. દિકરો તો કોઇ શારીરિક તકલીફથી મૃત્યુ પામ્યો અને તે તકલીફનુ કારણ આ દિકરીને ઠેરવવામાં આવી. ઘરમાં કોઇ તેને પસંદ ન કરે, બોલાવે પણ નહી. પરિવાર હોવા છતાંયે તે બિચારી, અનાથ. આજેય તે છોકરીને જોઇને દયા આવે છે. ત્યારે એમ વિચારીને મને ઉપરના તે દંપતિનો નિર્ણય યોગ્ય લાગે છે કે જો તેઓ તેને પ્રેમથી સ્વીકારી ન શકે તો તેને જન્મ પણ ન આપે તે સારું.

      1. life ma badhu j aapni ichcha mujab nathi malatu bhai!! pan je male ane swikaravu pade che.
        jyare 3 dikari o ne prem aapi shakay to aa dikari pan amno j ansh hati ne?ana mate pan lagani thay j bas ano chahero na joyo hoy atle avu lage k nahi swikari shakay.pan jo a dikari janmi hot to kadach sahu ni ladaki hot………….

        1. આશાબહેન, આપની વાત સાથે હુ સહમત છું. કાશ, એવું જ થયુ હોત અને એક દિકરીને આ દુનિયા માણવા મળી હોત.

          પણ, સમુહ કુટુંબમાં સંતાનો ને મા-બાપ કરતાં પરિવાર સાથે વધુ રહેવાનુ હોય છે. જો કે તે સમયની પુરી વાત તો યાદ નથી પણ તે મા-બાપને પુરી શંકા હતી કે આવનાર બાળક જો દિકરી જ હશે તો પરિવારનો વ્હાલ મેળવવાની જગ્યાએ નફરતનુ કારણ બનશે અને આવનાર અંશ સાથે તેના જન્મથી જ અન્યાય શરુ થઇ જાય તેવુ કોઇ મા-બાપ ન ઇચ્છે.

          ઉપરની કોમેન્ટમાં એક કુટુંબની કહાની લખી છે, તે દિકરીને નજરે જોયા બાદ લાગે કે દુનિયામાં કયારેય કોઇ બાળકને (તે દિકરો કે દિકરી કોઇ પણ હોય) તેવા દિવસો જોવા ન પડે….

          1. potana santan mate aakhi dunia sathe ladi levu pade to tem karavu yogya che.
            aa kevu kutumb je ek masoom nu jivan haram kari de!!
            potana paap mate aapde bija ne javabdar ganavi ne bachi na shakiye!!
            valiyo kaheto hato k kutumb mate loot katu chu pan kutumb ana paap ma bhagidaar na thayu
            matra avnar santan dikari che ava karan thi ane mari nakhi ana mate kutumb ni ichcha a koi
            justification nathi.a darek sanjogo ma ayogya che.anyways darek nu potano logic hoi shake.
            hu avu atle kahi shaku chu kem ke avi paristhiti no ame himmat thi samano karyo che.
            matra antar aatma na avaj ne sambhali ne.

  2. હા , પણ આ બધી સમસ્યાનાં મુળ માં તો વાત એજ છે કે દિકરા નો મોહ, અને દિકરી એટલે સાપ નો ભારો…
    જે એવું વિચારતા હોય તેઓએ બાળકો પેદા કરવાની જફ઼ા કરવાં કરતાં અનાથ આશ્રમમાં થી દિકરાઓ ને દત્તક લઈ લેવા જોઇએ. આમેય વસ્તિવધારો નિયન્ત્રણ બહાર નો છે.

    1. *ભાઈ એકડું સાચું કહે છે દિકરા દિકરા કરતાં હોય તો અનાથ આશ્રમ માંથી દત્તક લઈ લેવું જોઈએ કેમ કે પેલા અનાથ ને મન કેટલો સંતોષ વળશે….. અને બીજું એ કે શ્રી અંબે માંની આરતી માં એક લાઇન આવે છે કે બારશે બાળા બહુચર…….. મીન્સ નાની બાળા તો પોતે શક્તિ નું સ્વરૂપ છે. . . . . અને ખૂબ જ નસીબ વાળા છે કે જેમના ત્યાં ૩ દીકરીઓ નો જન્મ થયો ખૂબ જ નસીબ વાળા છે તેઓ……

      1. દોસ્ત, આપણે ત્યાં દરેક દિકરો કાનુડાનું સ્વરૂપ ગણાય છે અને દિકરી શક્તિનું સ્વરૂપ! એટલે બંનેમાંથી કોઇ એક જાતિ વધારે મહાન છે એવું કહી ન શકાય અને જો આપની શ્રદ્ધા મુજબ હોત તો આજે ‘બેટી બચાઓ’ ના આંદોલન કરવા ન પડત, શક્તિનું સ્વરૂપ જાતે જ પોતાની જગ્યા બનાવી લેત. ખૈર, એ અઘરો વિષય છે અને અત્યારે આ વાતોને શ્રદ્ધા કરતાં વિવેકની નજરે જોવાની જરૂર છે અને દિકરાને દત્તક લેવાની આપની વાતને મારો સંપુર્ણ ટેકો છે પણ અહી સવાલ થોડો વિચિત્ર છે…

        અહી સવાલ એ છે કે ત્રણ દિકરી બાદ સંતાન તરીકે જો દિકરો ન હોય તો હવે તેમને ચોથુ સંતાન નથી જોઇતું અને તેઓ ત્રણ દિકરીઓને જ ખુશીથી મોટી કરવા મક્કમ છે. તેઓ આમ વિચારે તો તેમાં શું ખોટું છે? શું ચોથી દિકરીને જન્મવા દેવી એટલી જરૂરી છે? બસ, ગર્ભપાત ન કરાવવો એ જ કારણથી ચોથી દિકરીને આ દુનિયામાં આવવાની ફરજ પાડવી પડશે.

        શ્રદ્ધાળુઓ તો દસ-બાર-પંદર છોકરાંઓ (દિકરો કે દિકરી) થાય તો પણ તેને ભગવાનની દેન માનીને સ્વીકારી લેવાનું કહેશે; પણ શું તે આજના સમયમાં પ્રેક્ટિકલ કહેવાશે?

        થોડો વિચારવાનો અને તાર્કિક ચર્ચા કરવાનો વિષય છે એટલે તેને શ્રદ્ધા કે માન્યતા સાથે જોડીને ન જુઓ તો સારું. બાકી તો આ વિશે હું શું વિચારું છું તે ઉપર કહ્યું જ છે.

Leave a Reply to Darshit GoswamiCancel reply